*ગુલાબ એટલે પ્રેમનું મૌન એકરાર*
એ માત્ર એક ફૂલ નથી,
એ તો છે...
હૃદયના ખૂણે સચવાયેલી
લાણી લાગણીઓનું સરનામું.
તારી એ લાલ ચટક પાંખડીઓ,
જાણે કોઈ નવવધૂના લજ્જાયેલા ગાલ,
કે પછી,
વર્ષોથી દબાયેલા કોઈ મૌન એકરારનો ઉઘાડ.
કાંટાઓ વચ્ચે પણ હસતું રહેવું,
એ કદાચ પ્રેમની સાચી વ્યાખ્યા છે;
વેદનાના રસ્તાઓ પર ચાલીને પણ,
સુગંધ વહેંચવી એ જ તો એની પ્રથા છે.
શબ્દો જ્યાં ટૂંકા પડે છે,
ત્યાં આ ગુલાબ બોલે છે...
કોઈના હાથમાં જઈને એ,
બે અજાણ્યા મનને એક તાંતણે તોલે છે.
કરમાઈ જશે એ પુસ્તકની વચ્ચે રહીને,
છતાં એની મહેક ક્યાંક જીવતી બોલે છે;
ને તારા અને મારા પ્રેમની એ જૂની વાતો, ને
યાદ રાખજે આ સુકાયેલું ગુલાબ "સ્વયમ્'ભૂ" સદીઓ સુધી કાયમ વાગોળતું રહેશે.
અશ્વિન રાઠોડ સ્વયમ્'ભૂ