અમારા ઘરે રાતની સૂવાની એક ખાસિયત તો અદ્દભુત હતી અને હવે એ અનુભુતી વેકેસન કે રજાઓમા ભાગ઼યેજ થાય છે. ઉનાળો શરૂ થતાં વેંત રાત્રે સાડા આઠ-નવ વાગ્યે ગાદલાં લઈ ધાબે ધસી જતા એ એક લહાવો હતો. એવું ના માનશો કે આપણે ઉનાળામાં નવ વાગ્યામાં સૂઈ જઈએ છીએ, આ તો આપણે બે કલાક માટે પથારી ઠંડી કરવા મૂકીએ છીએ. ધાબે ઠંડી પથારીઓમાં સૂવાનું કલ્ચર માત્ર આપણા ગુજરાતમાં જ છે....પણ આધુનિકયુગમાં એસીમાં સૂતી નવી જનરેશન માટે ભૂલાતું જશે.... મામાના ઘરે, માસીના ઘરે, કાકાના ઘરે.... વતનમાં.... આપણે ત્યાં આવેલા મહેમાનો માટે, શું તમારે આવું હતું?