Gujarati Quote in Blog by Gautam Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ટૂથપેસ્ટ

​ફીણ એટલે સફાઈ એવું માનવું ભૂલ છે! ટૂથપેસ્ટમાં ફીણ ઉત્પન્ન કરનાર 'સર્ફેક્ટન્ટ' માત્ર કચરો પકડવાનું કામ કરે છે, પણ અસલી સફાઈ તો 'અબ્રેસિવ' (Abrasive) કરે છે. 🦷✨

ટૂથપેસ્ટમાં સૌથી વધુ તો પાણી હોય છે. ટૂથપેસ્ટ
વડે દાંતને બ્રશ કરો એ વખતે ફીણ જન્માવીને
પોતાની હાજરી સ્પષ્ટપણે જાહેર કરતો બીજો
પદાર્થ surface active agent એટલે કે
surfactunt તરીકે વપરાયો હોય છે, જેનું કાર્ય
અન્નકણોને તેમજ છારી જેવી બીજી અશુદ્ધિના
કણોને જકડી લેવાનું છે. સ્વાભાવિક રીતે એમ
ધારી લેવાનું મન થાય કે ફીણ જેટલું વધુ એટલી દાંતની વધુ સારી સફાઇ, પરંતુ દાંતને સ્વચ્છ બનાવવામાં
સર્ફેક્ટન્ટનો કશો સક્રિય ફાળો હોતો
નથી.
ટૂથપેસ્ટમાં ગ્લિસરિન
જેવાં બીજાં ઘણાં ખરાં
ઘટકો પણ એકંદરે દાંત
કરતાં ખુદ પેસ્ટને
મહિનાઓ લગી સારી
હાલતે જાળવવા માટે
વપરાય છે.
દાંતને ચોખ્ખા
બનાવતો અગત્યનો પદાર્થ abrasive/અપઘર્ષક કેટેગરીનો
calcium carbonate/CaCO³ અગર તો talc/Mg³Si⁴O¹⁰(OH)² છે, કેમ કે તેના બારીક કણો દાંત પર બાઝેલા પોલિસેકેરાઇડના અર્થાત્ છારીના આછા પડને રોજેરોજના બ્રશિંગ વખતે નાબૂદ કરે છે. બૅક્ટીરિઆ અન્નકણોના શર્કરાને લેક્ટિક એસિડમાં ફેરવી નાખી એવું પડ નિરંતર રચ્યા કરતા હોય, માટે સવારે જાગ્યા પછી બ્રશ કરો તેમ રાત્રે સૂતા પહેલાંય બ્રશ કરવું જોઇએ. દરેક બ્રાન્ડની ટૂથપેસ્ટ એક જ ફોર્મ્યુલા મુજબ બની હોય એ જરૂરી નથી. અમુક ઘટકોની?અવેજીમાં બીજાં ઘટકો વપરાયાં હોવાનો પૂરો સંભવ છે. દા. ત. ઘણી ટૂથપેસ્ટ abrasive/અપઘર્ષક તરીકે કેલ્શિયમ કાર્બોનેટને બદલે ટાલ્ક અથવા તો હાઇડ્રેટેડ
એલ્યુમિનિયમ ઑક્સાઇડ ધરાવતી હોય છે,
જ્યારે થોડી ઘણી પારદર્શક જણાતી પેસ્ટ
માટે સિલિકા જૅલ વાપરવામાં આવે છે. એ જ રીતે અન્નકણોને
તેમજ છારીના સૂક્ષ્મ કણોને પોતાના સકંજામાં ખેંચી લેતા
સર્ફેક્ટન્ટ પદાર્થો ઘણી જાતના છે. આ સિવાય લગભગ દરેક
ટૂથપેસ્ટમાં કશીક ફ્લેવર ઉપરાંત સ્વીટનિંગ એજન્ટ તરીકે
સેકરન હોય છે..
https://www.facebook.com/share/p/1Dqj9JzW3m/

Gujarati Blog by Gautam Patel : 112028919
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now