" એક જૂની કિતાબ "
મહેકી ઊઠ્યું છે આજ એ ગુલાબ,
જ્યારે મેં ખોલી એક જૂની કિતાબ.
સ્મરણ છે એનાં આજ પણ અકબંધ,
એની યાદોનો કેમ કરવો હિસાબ?
મુસ્કુરાતાં પૂછ્યો હતો એક સવાલ,
આંખો ઝુકાવી આપ્યો હતો જવાબ.
એકરાર કર્યો હતો મેં અમારા પ્રેમનો,
ક્ષણ પણ હતી એ કેવી લાજવાબ.
છતાંય અધૂરી રહી ગઈ જે અધવચ્ચે,
એ સફરનો પણ છે અનોખો રુઆબ.
જરૂર નથી "વ્યોમ" કોઈ શિરપાવની,
એ હોઠોની મુસ્કાન જ મારો ખિતાબ.
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી) અંજાર. મુ. રાપર