એક હદથી વધારે અફસોસ થાય,
સહન ના કરી શકીએ એવું દુઃખ આવી પડે,
સતત કંટાળો કંટાળો અને કંટાળો જ આવે,
એક એવા સમયનું ચક્ર આવી પડે, કે પછી આગળ કોઈ રસ્તો જ ના દેખાય,
અથવા તો બિલકુલ લાચાર બની જવાય,
ઈશ્વરે આવા પ્રકારનાં દુઃખો તો કોઈપણ વ્યક્તિના ભાગ્યમાં નથી લખ્યા હોતા,
માટે એટલું સમજી વિચારી લેવું કે,
કોઈપણ વ્યક્તિનાં જીવનમાં આવા દુ:ખો તો ત્યારે જ આવે, કે જ્યારે...
એ વ્યક્તિ જાણે, કે અજાણે,
પોતાની કોઈ ફરજ ચૂક્યા હોય.