Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રગતિનો ગ્રાફ ઉપર લઈ જવો એ દરેક વ્યક્તિનું મુખ્ય કામ પણ છે, સપનું પણ હોય છે, અને જવાબદારી પણ...પરંતુ જો એ ગ્રાફ ઉપર લઈ જવામાં શાંતિ અને સંતોષનો ગ્રાફ જો નીચે જઈ રહ્યો હોય, તો પછી એવી પ્રગતિ કોઈ જ કામની ના કહેવાય, કેમકે અંતે તો જીવનમાં શાંતિ અને સંતોષ જ આપણને અંદરથી ખુશ રાખી શકે છે, અને એનો પાયો પ્રગતિના પહેલા પગથિયા પરથી નાખવો પડે છે, બાકી હું એકવાર આર્થિક રીતે સમૃધ્ધ થઈ જાઉં, પછી તો જીવનમાં શાંતિ જ શાંતિ રહેશે, આ વાત કે વિચાર અતિશય ભ્રમથી ભરેલો છે, અને જ્યારે એ ભ્રમ તૂટે છે, ત્યારે અઢળક ભેગી કરેલી મિલ્કત કે રૂપિયો પૈસો કશું જ કામ નથી આવતું, અને વહેલો કે મોડો, એકના એક દિવસ એ ભ્રમ તૂટશે જ,
એ વાતમાં કોઈ મીન મેખ નથી.

Gujarati Thought by Shailesh Joshi : 112033106
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now