My home is my destiny. - 2 in Gujarati Fiction Stories by Dhamak books and stories PDF | મારુ ઘર, મારી નિયતિ છે - 2

The Author
Featured Books
Categories
Share

મારુ ઘર, મારી નિયતિ છે - 2

કેટલાં વર્ષો પછી મીરા તેની માતા કેસીને જુએ છે. કેસીના માથાના વાળ સફેદ થઈ ગયા છે અને તેનાં કપડાં પણ જૂનાં અને મેલાંઘેલાં છે. કેસીની આવી હાલત જોઈને મીરાનું ગળું ભરાઈ આવે છે. કેસી અને મીરા બંને એકબીજા સામે જોતા જ રહે છે. મીરા કંઈ બોલવા જાય તે પહેલાં ત્યાં આકાશ મીરા પાસે અચાનક આવી જાય છે. તે કેસી સામે જોઈને મીરાને પૂછે છે, "આ બેન કોણ છે?" મીરા કેસીની સામે જુએ છે. એટલી વારમાં મીરાની એક નાનપણની ફ્રેન્ડ નીતા ત્યાં આવી જાય છે.

નીતા કંઈપણ બોલવા જાય તે પહેલાં આકાશ બોલે છે, "તમારા જૂના કામ કરવાવાળા બેન લાગે છે. મીરાને જન્મદિવસની શુભકામના દેવા આવ્યા છે." મીરા આકાશને કંઈ બોલે તે પહેલાં કેસી મીરાનો હાથ પકડી તેને બોલતી રોકી દે છે. અને આકાશની સામે જોઈ હા પાડીને મીરાના હાથમાં ગિફ્ટ આપી બહાર જતી રહે છે.

મીરા કંઈ બોલી શકતી નથી, તેનું ગળું ભરાઈ આવે છે. નીતા મીરાને પોતાની જાતને સંભાળવા કહે છે. ત્યાં વિજયાને જાણ થઈ જતાં તે તરત જ પરિસ્થિતિ સંભાળવા મીરા પાસે પહોંચી જાય છે. વિજયા આકાશને કહે છે, "તમને ત્યાં કોઈ બોલાવે છે," એમ કહી અને આકાશને તે અંદર મોકલી દે છે. વિજયા મીરાને પોતાને સંભાળવાનું કહે છે. મીરા કંઈ બોલતી નથી અને ખાલી માથું હલાવીને હા પાડે છે. થોડીકવાર પછી પાર્ટીમાંથી થોડા મહેમાનો ઓછા થઈ જાય છે. પછી મીરા વિજયાને કહે છે, "મોમ, મને બહુ ખરાબ લાગે છે. મારે મારી મમ્મી સાથે આવી રીતે વર્તન કરવું ન જોઈતું હતું. હું કેમ આકાશને બોલી શકી નહીં? તે કામ કરવાવાળા બહેન નહીં, પણ મારી મા છે."

વિજયા મીરાને સમજાવતા કહે છે, "હજી આકાશને આ બધી વાતની જાણ નથી."

મીરા કહે છે, "તમે આકાશને મારા ભૂતકાળ વિશે સાચું કેમ નથી કહ્યું?" વિજયા કહે છે, "આપણે હાઈ સોસાયટીમાં રહીએ છીએ અને આકાશને આ વાતની જાણ નથી. તે આ બધું સ્વીકારી નહીં શકે."

મીરા કહે છે, "તમે શું કામ આકાશને કીધું નથી?"

વિજયા કહે છે, "કારણકે હું ઈચ્છતી નથી. આકાશના પપ્પા આપણા ફેમિલી ફ્રેન્ડ છે અને તે લોકોનું મોટું સ્ટેટસ છે. તેઓ આ વાતને સ્વીકારી નહીં શકે."

મીરા કહે છે, "હું ખોટું બોલીને મારી જિંદગીની શરૂઆત કરવા નથી માગતી, મોમ. તમે આકાશને બધી હકીકત જણાવી દો પછી જ હું તેની સાથે લગ્ન કરીશ." વિજયા મીરાને સંભાળતા હા પાડે છે અને કહે છે, "અત્યારે રહેવા દે, પાર્ટીમાં ઘણા બધા લોકો છે. પછી હું નિરાંતે આકાશ સાથે વાત કરીશ."

મીરા કહે છે, "પાર્ટી પતે એટલે હું મારી મમ્મીને મળવા જઈશ. મારે તેમની પાસે માફી માંગવી છે. મારે તેમની સાથે આવું વર્તન કરવું ન જોઈતું હતું." વિજયા હા પાડે છે અને કહે છે, "પાર્ટી પતી જાય પછી જઈને મળી આવજે. અને પૂછજે આટલા બધા વર્ષો પછી તેને તારી યાદ કેમ આવી?"

પાર્ટી પછી મીરા ગાડી લઈ અને તેની મમ્મીને મળવા તેના જૂના મહોલ્લામાં ૨૦ વર્ષ પછી જાય છે. ગાડી મિડલ ક્લાસ એરિયામાં અંદર દાખલ થતાં મીરા આજુબાજુ જોતી જાય છે. તેને નાનપણનું બધું યાદ આવતું જાય છે. ત્યાં ગરીબ નાના છોકરાઓ રમતા હોય છે. શેરીની એક તરફ ચાની લારી અને ફેરિયાઓ બેઠા હોય છે. ત્યાં નાના નાના વ્યવસ્થિત ઘર છે. મીરા ગાડી ધીમે ધીમે શેરીની અંદર લઈ જાય છે. તે એક તરફ ગાડીને મૂકીને ચાલવા લાગે છે. આગળ જતાં એક ગેરેજ પાસે તે જુએ છે ત્રણ-ચાર નાના શેરીના છોકરાઓ એક વૃદ્ધ મહિલાને હેરાન કરે છે અને તેના હાથમાંથી તેની થેલી ઝૂંટવતા હોય છે. મીરા રોકવા જાય છે, પણ છોકરાઓ વૃદ્ધ મહિલાના હાથમાંથી થેલી લઈ અને જતા રહે છે. વૃદ્ધ મહિલા કાદવમાં પડી જાય છે અને પોતાની વસ્તુઓ શોધે છે. મીરા તે જોઈ અને વૃદ્ધ મહિલાને શાંત કરે છે. ગેરેજમાંથી એક નાની છોકરી (મયુરી) છે તે તરત જ ગેરેજની અંદર જઈ અને તેના ઓનર (માનવ)ને કહે છે. માનવ તરત જ બહાર જાય છે અને તે વૃદ્ધ મહિલાને ગેરેજની અંદર બેસાડે છે. નાની છોકરી તે વૃદ્ધ મહિલાના હાથ ધોઈ અને સાફ કરે છે. માનવ વૃદ્ધ મહિલાની મદદ કરવા બદલ મીરાનો આભાર માને છે. મીરા "ઇટ્સ ઓકે" કહી અને બહાર નીકળી જાય છે. માનવ મીરાને જતાં જુએ છે અને મનમાં વિચારે છે, "આ જમાનામાં આવી કોમળ હૃદયની દયાળુ છોકરી જોવી મુશ્કેલ છે."

આગળ શું થાય છે તે ભાગ ત્રીજામાં આપણે જોશું....