World War II in Gujarati Book Reviews by Gautam Patel books and stories PDF | વિશ્વયુદ્ધ ૨

Featured Books
Categories
Share

વિશ્વયુદ્ધ ૨

વિશ્વયુધ્ધનો અંત

અમેરિકન વાયુસેનાનું ‘એનોલા ગય’ તરીકે
ઓળખાતું B-29 પ્રકારનું બોમ્બર પ્લેન રાત્રિ દરમ્યાન ૨,૫૬૦ કિલોમીટરની
એકધારી મજલ કાપીને સવારે જાપાનના દક્ષિણી શહેર હિરોશિમાના માથે આવ્યું.
આગમનની થોડી વાર પહેલાં ઉત્તરોત્તર વધારવામાં આવેલું લેવલ એ વખતે
૯,૩૬૦ મીટર હતું. હવામાન સ્વચ્છ હતું અને નીચે શહેરના
બંદરગાહમાં સંખ્યાબંધ અમેરિકન સુરંગોના ઘેરા વચ્ચે નિષ્ક્રિય પડી રહેલાં જહાજો
સહિત બધાં ભૌગોલિક ચિહ્નો સ્પષ્ટ દેખાતાં હતાં. ઊગતા સૂર્યના દેશમાં સૂર્યોદય
બાદ રાક્ષસી B-29 ના પેટાળનું ફાલકું ખૂલ્યું, જેમાંથી આશરે ૪ ટનનું ભસ્માસુર
પાર્સલ જેવું બહાર પડયું કે તરત બોજો
ઘટવાની હળવાશે પ્લેનને આંચકા સાથે
કેટલાક મીટર અધ્ધર ચડાવી દીધું.
વિમાનને તાબડતોબ પાછું વાળવા
મુખ્ય પાયલટ કર્નલ પોલ ટિલેટ્સે તેને
૧૫૮ નો ટર્ન આપ્યો. ઝડપમાં પણ
મહત્તમ વધારો કર્યો. થોડી ક્ષણોના
મૌન પછી કો પાયલટને તેણે કહ્યું : ‘હવે
યુદ્ધનો અંત નક્કી છે. જ્યારે બીજી તરફ
હિરોશિમા શહેરના હજારો રહીશોનો દમ
તૂટવા આડે માત્ર ગણતરીની સેકન્ડો
બાકી રહી હતી. ઇતિહાસે કદી જોયો કે
જાણ્યો ન હોય એવો વિનાશકારી પ્રચંડ
વિસ્ફોટ અંતે થયો અને ૮૦,૦૦૦ લોકો
માટે હિરોશિમા તત્કાળ સ્મશાન બન્યું.
મોતવર્ષા ની તારીખ ઑગસ્ટ ૬, ૧૯૪૫
હતી. હિરોશિમાના જનસંહાર બાદ હજી
તો નાગાસાકીનો વારો હતો, જ્યાં
ઓગસ્ટ ૯, ૧૯૪૫ ના રોજ એટલે કે
ત્રણ દિવસ પછી અણુહુમલાનું
પુનરાવર્તન ૪૦,૦૦૦ કરતાં વધુ
લોકોનો ભોગ લેવાનું હતું. અમેરિકાનાં
બન્ને અમાનુષી મૃત્યોને જમા પાસા જેવું
કશુંક પણ હોય તો એ કે રોજેરોજ જાન-
માલનો બેસુમાર વિનાશ કરતા અને
યુદ્ધવિરામનું નામ ન લેતા બીજા વિશ્વ-
વિગ્રહનો અંત મરણતોલ ફટકા ખાધેલા
જાપાનની શરણાગતિ સાથે
આવી જવાનો હતો
અમેરિકાની દૃષ્ટિ તેમજ દલીલ
મુજબ સવળો અર્થ કાઢો તો
અણુપ્રહારો ન કરાયા હોત તો
વિશ્વયુદ્ધ અચોક્કસ મુદત સુધી
લંબાયું હોત અને હિરોશિમા-
નાગાસાકીમાં મર્યા તેનાથી ક્યાંય વધુ
લોકોનો તેમાં ભોગ લેવાત એ નક્કી હતું.
હિરોશિમા-નાગાસાકીનાં બેકસૂર
સ્ત્રી-પુરુષો અને બાળકોની કારમી તેમજ
કમકમાટીભરી વીતકકથા જાણો તો
અમેરિકાનો બચાવ તદ્દન પોકળ લાગે,
છતાં તેમાં કેટલેક અંશે તથ્ય હોવાનું
સ્વીકારવું રહ્યું. બીજું વિશ્વયુદ્ધ સપ્ટેમ્બર
૧, ૧૯૩૯ ના રોજ ફાટી નીકળ્યું ત્યારે
અમેરિકાએ નક્કી કર્યું કે તેમાં સામેલ
થવું નહિ. બ્રિટનને તેણે મદદ આપી,
પણ યુદ્ધમાં પ્રત્યક્ષ રીતે ભાગ લેવાને
બદલે એકંદરે તટસ્થતાની નીતિ રાખી.
બે વર્ષ સુધી તે અલિપ્ત રહ્યું, છતાં જાપાને
ડિસેમ્બર ૭, ૧૯૪૧ ના રોજ પ્રશાન્ત
મહાસાગરમાં અમેરિકાના નૌકામથક
પર્લ હાર્બર પર હુમલો કરી તેને 
યુદ્ધમા સંડોવ્યું. ઉપરાંત પ્રશાન્ત
મહાસાગરમાં અમેરિકન માલિકીના
અડધો ડઝન ટાપુઓ જીતી લીધા.
અમેરિકાએ તેમની વાપસી માટે જે
યુદ્ધો ખેલવાનાં થયાં તેમાં ગુઆમ
ટાપુના મોરચે ૧૦,૦૦૦ જાપાની
અને ૭,૮૦૦ અમેરિકી સૈનિકો
માર્યા ગયા. ઇવો જિમા ટાપુ માટેના
સંઘર્ષે ૨૧,૦૦૦ જાપાની અને
૨૬,૦૦૦ અમેરિકન સૈનિકોનો
ભોગ લીધો. ઓકિનાવા ટાપુને
મોરચે થયેલું ખૂનખાર યુદ્ધ
૧,૧૦,૦૦૦ જાપાની અને
૧૨,૫૦૦ અમેરિકન સૈનિકોની
ખુવારીમાં પરિણમ્યું. આ સિવાય પ્રશાન્ત મહાસાગરમાં ખેલાયેલા ‘બેટલ ઑફ મિડવે’ અને ‘બેટલ ઑફ કોરલ સી’ જેવા ભીષણ સાગરસંગ્રામોમાં
બેય પક્ષે લાખો યોદ્ધાઓ ખપી ગયા અને જાપાને પોતાનું મોટા ભાગનું
નૌકાદળ ગુમાવી દીધું. સિંગાપુર, બ્રહ્મદેશ, મલાયા, ફિલિપાઇન્સ વગેરે
જીતેલા મુલકો પણ ગુમાવ્યા.
વિશ્વયુદ્ધમાં બધી તરફ પોતાનાં વળતાં પાણી થતાં હોવા છતાં સામુરાઇની અને શૉગનની ખુમારીવાળું જાપાન પરાજય સ્વીકારવા તૈયાર ન
હતું. લડત આપવાનું તેણે ચાલુ રાખ્યું, એટલે સૈનિકખુવારીનો જુમલો પણ વધતો
રહ્યો. બેઉ પક્ષોના હિતમાં અમેરિકા વહેલી તકે યુદ્ધ સમેટવા માગતું હતું, માટે
જાપાનને ફરજિયાત શરણે લાવવા જૂન ૧૫, ૧૯૪૪ ના રોજ તેના પાટનગર
ટોકિયો તથા બીજાં ઔદ્યોગિક શહેરો પર B-29 બોમ્બરો વડે મોટા પાયે આકાશી
હુમલો શરૂ કરવામાં આવ્યા. 
લગભગ દરરોજ
રાત્રિના સમયે કરાતા
હુમલાએ જે તારાજી ફેલાવી
તે ગજબનાક હતી. સૌથી
ગોઝારી કાળરાત્રિ માર્ચ ૯,
૧૯૪૫ ની હતી, જ્યારે
સામટાં ૨૭૯ વિમાનો ૬ થી
૮ ટન જેટલા બોમ્બ સાથે
ટોકિયો પર ત્રાટક્યાં અને
લગભગ ૪૦ ચોરસ
કિલોમીટ૨ના વિસ્તારને
લંકામાં ફેરવી નાખ્યો.
શહેરનાં ૨,૬૭,૦૦૦
લક્કડિયાં મકાનો ભસ્મીભૂત
થયાં અને ૧,૮૫,૦૦૦
લોકો ભડથું બન્યા. ટોકિયો
પછી આવો જ બોમ્બમારો
ઓસાકા, કોબે, નગોયા અને
યોકોહામા જેવાં શહેરો પર
કરવામાં આવ્યો. વિમાનોએ
૧૦ દિવસમાં કુલ ૧૦,૦૦૦ટન બોમ્બ ઠાલવી દીધા. બધું મળીને તો ૧,૦૦,૦૦૦ ટન બોમ્બ ફેંકવામાં આવ્યા, જેમણે શસ્ત્રોના પૂરજા બનાવતાં આશરે ૬૦૦
કારખાનાંનો નાશ કરી નાખ્યો. જાપાન ત્યાર પછીયે શરણાગતિ સ્વીકારીને
શાંતિસુલેહ કરવા તૈયાર ન હતું.
એપ્રિલ, ૧૯૪૫ માં પરિસ્થિતિએ કરવટ બદલી અને જાપાનના યુદ્ધખોર
નેતા જનરલ હિદેકી તોજોની જગ્યાએ એડમિરલ કન્તારો સુઝુકી વડા પ્રધાન
બન્યા. સુઝુકીને બળુકા અમેરિકા સાથે લડવામાં સાર દેખાતો ન હતો. જાપાનના
શહેનશાહ હિરોહિતો પણ યુદ્ધનો અંત લાવવા માગતા હતા. મુશ્કેલી એ નડી કે
અમેરિકા સાથે જાપાનના રાજકીય સંબંધો તૂટી ચૂક્યા હતા, એટલે વૉશિંગ્ટન
સરકારને શાંતિપ્રસ્તાવ શી રીતે મોકલવો એ પ્રશ્ન હતો. વડા પ્રધાન સુઝુકીએ
રશિયાને જાપાન સરકારનો પ્રસ્તાવ વાયરલેસ દ્વારા પાઠવ્યો અને તે અમેરિકાના
પ્રમુખ હે૨ી ટ્રુમનને પહોંચતો કરવા જણાવ્યું. રશિયાના ખંધા અને પ્રપંચી
સરમુખત્યાર જોસેફ સ્તાલિને હકાર તો ભણ્યો, પરંતુ જાપાનનો સંદેશો તેણે દાબી
રાખ્યો. અમેરિકાને
જાણ ન કરી, કેમ કે પશ્ચિમમાં
યુરોપના મોરચે હિટલરના
જર્મનીને હરાવ્યા બાદ તે
પૂર્વમાં જાપાન પર હુમલો કરી ત્યાં પણ
રશિયાના વાલીપણા હેઠળનો સામ્યવાદ
ઠોકી બેસાડવા માગતો હતો. જાપાનને
પૂર્વ જર્મની, પોલેન્ડ, બલ્ગેરિયા વગેરે
પોણો ડઝન પૂર્વ યુરોપી દેશોની જેમ
સામ્યવાદી છાવણીમાં ભેળવી દેવું એ
તેની યોજના હતી. ઇતિહાસનું નવું
પ્રકરણ જો કે તેના ધાર્યા કરતાં જુદી રીતે
લખાવાનું હતું. સ્તાલિનનો ગુપ્ત પ્લાન
અમેરિકન નૌકાદળના જાસૂસોએ
વાયરલેસના મોનિટરિંગ દ્વારા જાણી
લીધો અને પ્રમુખ હે૨ી ટ્રુમનને તેના અંગે
વાકેફ કરી દીધા.
હવે અમેરિકાને વખત ગુમાવવાનું
પાલવે તેમ ન હતું. રશિયાનું લશ્કર
આક્રમણ કરે એ પહેલાં જાપાનને
અમેરિકાના શરણે લાવી દેવું જોઇએ.
વિમાની હુમલા જો તેને ઘૂંટણિયે પાડી
શકતા ન હોય તો પછી સમુદ્રમાર્ગે તેની
ભૂમિ પર અત્યંત જંગી પાયે હલ્લો કરવો
રહ્યો. કોઇ બીજી રીત ન હતી. જાપાન
૫૨ અમેરિકાનો સંપૂર્ણ લશ્કરી કબજો
સ્થપાયા બાદ સામ્યવાદી રશિયાએ
પોતાની યોજના પડતી મૂક્યા વગર છૂટકો નહિ.
અમેરિકાના પ્રમુખ હૈરી ટુમેન દ્વિધામાં આવી પડ્યા,
કેમ કે જાપાનને તાત્કાલિક શરણે લાવવા માટે ‘ઓપરેશન ઑલિમ્પિકના લશ્કરી
પ્લાન મુજબ તેની ભૂમિ પર જંગી આક્રમણ
કરવું કે પછી અણુબોમ્બ ફેંકીને ટૂંકે થી કામ
પતાવી નાખવું તે અત્યંત મૂંઝવનારો સવાલ
હતો. અણુપ્રહારમાં જાપાની સૈનિકો કરતાં વધુ
તો નિર્દોષ એવા સ્રી પુરુષો અને બાળકો માર્યાં
જાય અને તે કૃત્ય અમેરિકાને નિર્દયી પ્રજાના
દેશ તરીકે હંમેશ માટે બદનામ કરી નાખે,
અમેરિકા સ્વબચાવમાં ગમે તેટલી દલીલો કરે,
પણ એ કલંક ભૂંસાય નહિ. અમેરિકાના
સેનાપતિ જનરલ આઇઝનહોવરની પણ
સલાહ એ પડી કે પહેલો અણુબોમ્બ વાપર્યાની
તવારીખી નોંધ અમેરિકાના
નામે લખાય એ યોગ્ય નહિ.
સિક્કાની બીજી સાઇડને પણ અવગણી
શકાય તેમ ન હતી. ‘ઑપરેશન ઑલિમ્પિક’ની
વ્યૂહાત્મક યોજના હેઠળ જાપાન પર જે હુમલો
કરાય તેમાં લગભગ ૫,૦૦,૦૦૦ અમેરિકન
સૈનિકો અને તેના કરતાં બમણી સંખ્યાના
B-29નો સુકાની પાયલટ કર્નલ પૉલ ટિબેટ્સ જાપાની સૈનિકો માર્યા જાય તેવો અંદાજ હતો.
આની સામે રોબર્ટ ઑપનહેઇમરના ખ્યાલ મુજબ અણુબોમ્બ વડે થતી માનવખુવારીનો આંક ૨૦,૦૦૦ થી વધવાનો સંભવ બહુ ઓછો હતો. હુમલાની ચેતવણીનું સાયરન વાગે કે તરત અનેક શહેરીજનો બોમ્બમારા સામે રક્ષણ
આપતાં મજબૂત બાંધણીનાં અન્ડરગ્રાઉન્ડ ભોંયરાંમાં આશ્રય લેવા જતા રહે એમ
ધારી ઓપનહેઇમરે નીચો મૃત્યુઆંક ધાર્યો હતો. જાનહાનિનો નીચો ફિગર જોતાં
પ્રમુખ ટ્રુમન ‘ઑપરેશન ઑલિમ્પિક’ના વિકલ્પ તરીકે અણુહુમલાને જ પસંદગી
આપે તે દેખીતી વાત હતી. આમેય લે બોધું ને કર સીધું'નો શૉર્ટ-કટ
અપનાવવા માટે તેમની પાસે બીજું સબળ કારણ હતું. ‘ઑપરેશન ઑલિમ્પિક’ની પૂર્વતૈયારીમાં હજી કેટલાક મહિના નીકળી જવાના હતા.
વિસ્તારવાદી અને સામ્યવાદી રશિયા એ પહેલાં જાપાનનું ભક્ષણ કરી જાય એવી પૂરી વકી હતી,
નિર્ણય વહેલી તકે લેવાય એ જરૂરી હતું, કારણ કે સમય કિંમતી હતો. આમ છતાં પ્રમુખ ટ્રુમને છેલ્લી વખત પોતાના રાજકીય તેમજ લશ્કરી સલાહકારોને એકઠા કરી તેમના અભિપ્રાયો માગ્યા. દરેક અભિપ્રાય સાથે અકેક
કૂટપ્રશ્ન પણ જોડાયેલો હતો. એક જણે પ્રસ્તાવ મૂક્યો કે જાપાનને તેના માથે અણુબોમ્બ તોળાતો હોવાનું સ્પષ્ટ શબ્દોમાં જણાવવું અને શરણે થવા માટે તેને
ચોક્કસ સમયગાળો બાંધી આપવો, પરંતુ એ પ્રસ્તાવ સામે પ્રશ્ન એ જાગ્યો કે જાપાન તેણે કેદ પકડેલા અમેરિકન યુદ્ધકેદીઓને મુખ્ય શહેરોમાં વહેંચી એ શહેરો પર અણુહુમલો કરવાનો અમેરિકાની સામે પડકાર ફેંકે તો શું? 
બીજો પ્રસ્તાવ અમેરિકાની બહાર ક્યાંક નિર્જન ભૂમિ પર છડેચોક રીતે અણુબોમ્બ ફોડી
જાપાનને એ શસ્રની ભયંકરતાનો અહેસાસ કરાવવા અંગેનો હતો, પરંતુ
અમેરિકાની મુરાદ જાણ્યા પછી જાપાન તેનાં સેંકડો ફાઇટર વિમાનોને ચોવીસે કલાક આકાશમાં તૈનાત રાખે તો અણુબોમ્બ સાથેનું B-29 અટૅક વખતે સલામત
રહી શકે ખરૂં?
આ જાતના ઘણા પ્રસ્તાવો મૂકાયા અને બધા નકામા ઠર્યા. છેવટે પ્રમુખ ટ્રુમને ઑગસ્ટ ૨, ૧૯૪૫ ના રોજ પ્રશાન્ત મહાસાગરના ગુઆમ ટાપુ ખાતે આવેલા લશ્કરી હેડક્વાર્ટરને સાંકેતિક ભાષામાં સંદેશો પાઠવ્યો કે ચાર દિવસ
બાદ ૬ઠ્ઠી ઑગસ્ટે જાપાનના હિરોશિમા, કોકુરા અને નાગાસાકી એ ત્રણ પૈકી એક શહેર પર અણુબોમ્બ ફેંકવાનો હતો. શહેર કયું હોય તે અમેરિકન વાયુસેનાએ
હવામાનના સંજોગો તપાસીને નક્કી કરવાનું હતું.
તારીખ ઑગસ્ટ ૬, ૧૯૪૫ અને સમય મધરાત પછી ૧:૩૭ વાગ્યાનો. ટિનિઆનના રન-વે પર વારાફરતી દોટ મૂકીને ત્રણ B-29 પ્લેન આકાશમાં ચડ્યાં અને જાપાન તરફનો પ્રવાસ શરૂ કર્યો. આ પ્લેનના ચાલકોએ અનુક્રમે
હિરોશિમા, કોકુરા અને નાગાસાકી એમ ત્રણ જાપાની શહેરોના હવામાનનો જાયજો લેવાનો હતો, માટે ત્રણેયનો સફરમાર્ગ આગળ જતાં ત્રણ દિશામાં ફંટાવાનો
હતો. નિશાન બરાબર દેખાય એવું વાદળરહિત હવામાન
કયા શહેરનું છે તેનો સાંકેતિક મેસેજ તેમણે પાછળ આવી
રહેલા ‘લિટલ બૉય'ના B-29 ને વાયરલેસ રેડિઓ વડે
આપવાનો હતો. ત્રણમાંથી જે શહેરનું હવામાન ચોખ્ખું હોય
તેના પર મુખ્ય પાયલટ કર્નલ પૉલ ટિબેટ્સના પ્લેને
અણુબોમ્બ ફેંકવાનો હતો.
હિરોશિમાના રહેવાસીઓ પોતાના રોજિંદા કાર્યમાં
પ્રવૃત્ત થવા લાગ્યા છે, કારણ કે તેમના સ્થાનિક સમય મુજબ સવારના ૮:૦૦ વાગી ચૂક્યા છે. આ સુંદર શહેર રસ્તાની બેય તરફનાં હરિયાળાં વૃક્ષો
અને ફૂલોના સાર્વજનિક બગીચાઓ વડે શોભે છે. બીજા વિશ્વયુદ્ધે તેને ખાસ
નુકસાન પહોંચાડ્યું નથી. અહીં મોટાં ઔદ્યોગિક સંકુલો તેમજ શસ્ત્રોનાં કારખાનાં
નથી, માટે અમેરિકન વાયુસેનાએ ફક્ત દમ મારવા ખાતર તેના પર બારેક વખત આકાશી હુમલા કર્યા છે.
વિશ્વયુદ્ધને બનતી ત્વરાએ 
આટોપી લેવા માગતું અમેરિકા
હવે કદાચ મોટા પાયે બોમ્બમારો
ચલાવે એવી સંભાવના જોતાં
હિરોશિમાના ૩,૮૦,૦૦૦
શહેરીજનો પૈકી ૯૦,૦૦૦ ને
આસપાસનાં ગામોમાં ખસેડી
દેવાયા છે. એક B-29 સવારે
૭:૦૯ વાગ્યે દેખાયા બાદ કેટલાક
ચકરાવા મારીને પાછું વળી ગયું
છે. આ પ્લેન હવામાનનો જાયજો
લેવા માટે આવેલું તેનો અણસાર
સુદ્ધાં હિરોશિમાના એકેય વતનીને
નથી ચેતવણીની પહેલી સાયરન 
બાદ સબ સલામતની બીજી
સાયરને ફરી સૌને નિશ્ચિંત કરી
દીધા છે. ઊંચે રહીને લટાર મારી
ગયેલું પ્લેન ચુગલીખોર છે અને
ભસ્માસુર અણુબોમ્બ ધરાવતા
આગામી પ્લેનને તેણે લક્ષ્યાંક
તરીકે હિરોશિમા ચીંધી બતાવ્યું છે
એવી તો લગીરે કલ્પના પણ
શહેરીજનોને નથી.
થોડી વાર પછી ૮:૧૫ ના
સ્થાનિક સમયે ફરી ચેતવણી
આપતી સાયરન વાગે છે અને
ત્યારે આકાશમાં ટપકાં જેવાં ત્રણ
પ્લેન નજરે ચડે છે. એક પ્લેનમાંથી
ઓચિંતી ત્રણ પૅરાશૂટ નીકળે છે,
જેમની નીચે કશીક વસ્તુ લટકી
રહી છે. વિમાન આફતગ્રસ્ત હોય
અને પાયલટોએ જાન બચાવવા
પૅરાશૂટ સાથે પડતું મૂક્યું હોય
એમ ધારી બેસતા ભોળિયા
નાગરિકો ખુશ થાય છે.
હકીકતે પૅરાશૂટ સાથે બંધાયેલા
નળાકારમાં કિરણોત્સર્ગ
માપનારાં સાધનો છે, જેમનો
ડેટા રેડિઓ સંદેશારૂપે B-29 નાં રિસીવર
સાધનો માટે પ્રસારિત થવાનો છે. થોડી
ક્ષણો વીતે ન વીતે ત્યાં બીજા વિમાન
દ્વારા કાળા નળાકાર સાથેની
ત્રણ પૅરાશૂટ નીકળે છે, માટે
હિરોશિમાના કેટલાક
નાગરિકો આનંદના પોકાર
કર્યા વગર રહી શકતા નથી.
આ નળાકાર વાસ્તવમાં તેમનો
કાળ છે, કારણ કે એ જ ‘લિટલ બૉય’
નામનો રાક્ષસી દૈત્ય છે.
દસ સેકન્ડ... વીસ સેકન્ડ... ત્રીસ
સેકન્ડ... ચાલીસ સેકન્ડ... અને છેલ્લે
તેંતાલીસમી સેકન્ડ!
એક પ્રચંડ ધડાકા પછીની ક્ષણે
સામટા ૧૦ સૂર્યોના પ્રકાશ જેટલો
તેજસ્વી અગનગોળો હિરોશિમાના
આકાશને ભરી દે છે. આરંભમાં પ્રખર
શ્વેત અને ત્યાર બાદ જાંબલી, કેસરી અને
ભૂરા રંગોની મિલાવટનો તે અગનગોળો
જોતજોતામાં સાથરો વધારીને ૫૫૦
મીટ૨ વ્યાસનો થાય છે. આશરે
૧૨,૨૦૦ મીટર સુધી આકાશમાં પ્રસરી બિલાડીના
ટોપ ય જેવો આકાર ધારણ કરે છે. ઉષ્ણતામાન
૫,૫૦,૦૦,૦૦૦° સેલ્શિયસ જેટલું છે.
વિસ્ફોટની લગભગ નીચે કે નજીક ઊભેલા જે લોકોએ ઊંચે પૅરાશૂટ તરફ નજર માંડી રાખી તેમની આંખોમાં ધડાકાનો શ્વેત ચમકારો તત્કાળ અંધાપો લાવી દે છે, પરંતુ અંધાપો વેઠવા માટે તેઓ જીવ્યા નથી.
ધગધગતી ગરમીએ પલકવારમાં તેમના શરીરનું પૂરેપૂરૂં બાષ્પીભવન કરી નાખ્યું
છે અને સડક પર શરીરની માત્ર પડછાયા જેવી છાપ બાકી રહી છે. આસપાસના
સેંકડો મીટર વ્યાસના વિસ્તારમાં બીજા હજારો લોકોને પણ વિષમ તાપમાને
વરાળમાં ફેરવી નાખ્યા છે. ચારેબાજુ આવી માનવાકૃત્તિઓ ઠેર ઠેર અંકાય છે.
લોખંડના થાંભલા, પતરાં, વાહનો, તાર, પોસ્ટ બૉક્સ વગેરે ધાતુમય એવી બધી
ચીજો પીગળીને તેમના લાવારસ જેવા રેલા વહે છે. વિસ્ફોટથી સહેજ છેટેના
વિસ્તારમાં જે સ્ત્રી-પુરુષો અને બાળકો વરાળ ન બની ગયાં તેમને વધુ કમનસીબ
ગણવાં જોઇએ. ધગધગતી ગરમીને લીધે શેકાયેલી હાલતે તેઓ જાણે કાર્બનમાં
ફેરવાયા હોય તેમ કાળા પડી ગયા છે. કેટલાક તો એટલી હદે શેકાયાં અને
ચીમળાયાં છે કે તેમનાં શરીરનો આગલો ભાગ ક્યો અને પાછલો ક્યો તે પહેલી
નજરે પામી શકાય નહિ. ચોતરફ વાતાવરણ ચીસો વડે કંપે છે. દાઝી ગયેલા,
આંધળા બની ગયેલા તેમજ ઘવાયેલા લોકો વેદના અને ગભરાટના માર્યા આમેતેમ
દોડે છે. કોઇના મોં, કાન, નાક અને મળદ્વાર વાટે લોહી ગળી રહ્યું છે. કોઇના
ચહેરાને અણુબોમ્બનાં ગામા કિરણોએ ફૂલાવીને લગભગ ફૂટબોલ જેવડો
તેમજ દેખાવમાં ડરામણો કરી દીધો છે. કોઇના હાથ, પેટ, ચહેરા અને
પીઠે ચામડી લબડે છે. એક ભાગતી સ્ત્રીનું મુખ કાન સુધી ચીરાયું છે,
જ્યારે બીજા ભાગતા યુવાનની આંખમાં ૧૨'' લાંબી અણીદાર ખપાટ
અને શરીર પર કાચના ટુકડા ખૂંપેલા છે.
ભાગીને જવું પણ ક્યાં? ઉકળતા ચરૂ જેવા વાતાવરણમાં ગરમી
અસહ્ય છે. હિરોશિમાની વચ્ચોવચ ઓતા નામની નદી છે અને કેટલાંક જળાશયો
છે. બાળી નાખતી ગરમીમાં પાણી જરાતરા રાહત આપી શકે એમ ધારી હજારો
માણસો રઘવાટના માર્યા એ તરફ દોડે છે, તો અમુક જણા પેટે ઘસડાતા એ
દિશામાં જવા મથે છે. દુર્ભાગ્યે જળાશયોનું પાણી લાખો અંશ સેલ્શિયસ ગરમીમાં
બાષ્પીભવન પામી ચૂક્યું છે. એકાદ ટીપું પણ બચ્યું નથી--અને નદી માટેની
આશાભરી ધારણા પણ કેટલી ઠગારી છે! વિસ્ફોટે જન્માવેલા ઉષ્ણતામાને ઓતોના
પાણીનું ટેમ્પ્રેચર ઉત્કલન
બિન્દુ કરતાં પણ વધારે કરી
મૂક્યું છે, માટે તેમાં પડતા
દાઝેલા લોકોને તે પાણી
જોતજોતામાં બાફી નાખે છે.
વિસ્ફોટ પછી કાળઝાળ
ગરમી સાથે આઘાતનાં
મોજાં shock waves પણ
જન્મ્યાં છે, જેમના તાંડવની
સરખામણીએ ચરમ કક્ષાના
વાવાઝોડાની સંહારકતા પણ
કશી ગણનામાં લેખાય
નહિ. આ મોજાં પ્રતિસેકન્ડે
૪,૮૦૦ મીટરની ઝડપે
બધી દિશામાં પ્રસરીને
વિસ્ફોટ ફરતેના ૧૨ ચોરસ
કિલોમીટર વિસ્તારમાં દરેક
મકાનના ભુક્કા કાઢી નાખે છે. હજારો જણા એ મકાનોના કાટમાળ નીચે દફન
પામે છે. દટાઇ ગયા પછીયે જેઓ ન મર્યા તેમને કિરણોત્સર્ગ જીવતા રહેવા દેતો
નથી. અણુબોમ્બનાં ગામા કિરણો એટલાં વેધક હોય કે સીસાને બાદ કરતાં બીજો
એકેય પદાર્થ તેમની સામે ઢાલની ગરજ સારી શકે નહિ. શરીરનાં હાડ-માંસની
તો પછી શી વિસાત? વિસ્ફોટથી બે કિલોમીટર છેટેની વ્યક્તિનું પણ શરીર આવાં
વિકિરણોને શોષે અને કોષોને જેનેટિકલ નુકસાન થવા ઉપરાંત હાડકાંની મજ્જામાં
રોગના પ્રતિકારક શ્વેતકણો ઉત્પન્ન થાય નહિ, કોષોને થતું નુકસાન તાત્કાલિક
નહિ તો કેટલાક સમય બાદ જાનલેવા બને, રિબાઇ રિબાઈને ધીમા મોતે મરવામાં
દિવસો, મહિના અને ક્યારેક વર્ષો નીકળી જાય, પણ એટલું ચોક્કસ કે કિરણોત્સર્ગ
આવી વ્યક્તિને પૂરું આયુષ્ય ભોગવવા ન દે.
અમેરિકાના ભસ્માસુર અણુબોમ્બે ૬૯% હિરોશિમાનો વિનાશ કરી નાખ્યો
છે અને ૧૨ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ૮૦,૦૦૦ લોકો માટે સ્મશાન બની
ચૂક્યો છે. જડ અને ચેતન બધું લુપ્ત થયું છે. મકાનોનાં બાંધકામમાં પુષ્કળ લાકડું
વપરાયું હોવાને લીધે ચોતરફ
આગ ભડભડે છે. નુકસાન જો
કે આટલા પૂરતું સીમિત
રહેવાનું નથી. ઊર્ધ્વમંડળ સુધી
પહોંચેલું અણુબોમ્બનું મશરૂમ
વાદળ આસ્તે આસ્તે થાળે પડી
રહ્યું છે અને તેનાં કિરણોત્સર્ગી ગોઝારા
કણો નીચે આવી રહ્યા છે. 
હિરોશિમાના તેમજ આજુબાજુના
નજદીકી પ્રદેશના લોકો પર તે અદૃશ્ય
કણો વરસવા માંડ્યા છે, માટે સરવાળે
જાનહાનિનો આંક ૨,૪૦,૦૦૦ સુધી
પહોંચવાનો છે.
અમેરિકાના પાટનગર વૉશિંગ્ટનમાં
પ્રમુખ હેરી ટુમને હિરોશિમા પ૨
અણુબોમ્બ ફેંકાયાની જાહેરાત તરત કરી
દીધી. નિર્દોષ એવા પોણો
લાખ નાગરિકોનો ભોગ
લેવાયા બદલ દિલગીરી
વ્યક્ત કરવાને બદલે
તેમણે ચીમકી આપી કે
જાપાન હજી પણ શરણે
ન આવવા માગતું હોય
તો આવા જ બીજા
વિનાશો માટે તેણે તૈયાર
રહેવું જોઇએ.
જાપાનની સરકાર દ્વારા પ્રમુખ
ટુમનને કશો પ્રતિભાવ મળ્યો નહિ.
સરકાર પોતે શરણાગતિના પક્ષે હતી,
કેમ કે વિશ્વયુદ્ધમાં લગભગ બધા મોરચા
ગુમાવ્યા પછી વિજય મળવાની શક્યતા
લગભગ શૂન્ય હતી અને જાનમાલની
વધુ ખુવારી થાય એવી સંભાવના
લગભગ સો ટકા હતી. આમ છતાં
જાપાનના યુદ્ધખોર સેનાપતિઓ હજી
લડવાના મૂડમાં હતા. સામુરાઇ
મિજાજના સૈનિકોને પણ અમેરિકાના
શરણે થવાનું માન્ય ન હતું. જાપાનની
સરકારને શહેનશાહ હિરોહિતોનું
પીઠબળ હોવા છતાં લશ્કરી દળો
હથિયારો હેઠાં મૂકવા તૈયાર ન થાય ત્યાં
સુધી જાપાન સરકાર શરણાગતિની
જાહેરાત કરી શકે તેમ ન હતી.
આ ગજગ્રાહે પરિસ્થિતિને નવો
વળાંક આપ્યો. વિસ્તારવાદી રશિયા પોતાનો સામ્યવાદ ચલાવવા માટે
જાપાનને કબજે લેવા માગતું હતું, માટે અમેરિકા તે કોળિયો બની
જાય એ પહેલાં ઓગષ્ટ ૮, ૧૯૪૫ નાં રોજ જાપાન સાથે યુદ્ધ જાહેર
કરી દીધું. લશ્કરને પણ તાત્કાલિક આક્રમણ કરવા ફરમાન આપ્યુ. 
પ્રમુખ ટ્રુમન માટે એ ચોંકાવનારા સમાચાર હતા. રશિયાનું પત્તું
કાપવા તેમણે જાપાનને વહેલી તકે અમેરિકાના શરણે લાવવું પડે તેમ હતું અને તે માટે જાપાન પર દબાણ વધારવું જરૂરી હતું-પછી ભલે તેના પર
બીજો અણુબોમ્બ ફેંકવાનું આવશ્યક બને,
છેવટે એમ જ બન્યું. નિશાન તરીકે જાપાનના કોકુરા શહેરને પસંદ કરવામાં આવ્યું. વિકલ્પ તરીકે નક્કી થયેલું બીજું શહેર
નાગાસાકી હતું. 
વિમાનો એ જાપાન પહોંચ્યા બાદ આપેલા
ખબર મુજબ કોકુરા શહેરનું ૭૦% આકાશ
વાદળો ઘેરૂ હતું.
નાગાસાકીનું આકાશ પણ સાવ ચોખ્ખું ન હતું, છતાં વાદળો ઓછાં
હતાં. મેજ૨ સ્વીનીએ B-29 ને એ તરફ વાળ્યું. સવારે ૧૧:૦૦ વાગ્યે
કિરણોત્સર્ગ માપનારાં સાધનોને પૅરાશૂટ વડે નાગાસાકીના આકાશમાં
પડતાં મૂકાયાં પછી મેજ૨ સ્વીનીએ પોતાના B-29 ના ફાલુકાના દરવાજા
ખોલી નાખ્યા. વિશાળ કદની ત્રણ પૅરાશૂટ સાથેના અણુબોમ્બને
બોક્સકાર વિમાને તરત ઓકી કાઢયો, વિસ્ફોટ થાય એ પહેલાં સલામત
અંતરે નીકળી જવા માટે વિમાને તીવ્ર વળાંક લીધો. અણુબોમ્બમાં પ્લુટોનિયમ
ફક્ત ૬.૪ કિલોગ્રામ જેટલું હતું, છતાં ૪૩ સેકન્ડ પછી જે ધડાકો થયો તે
૨૧,૦૦૦ ટન TNT બારૂદના વિસ્ફોટ બરાબર હતો. વિનાશ ફેલાવતું જે તાંડવ
શરૂ થયું તે હિરોશિમાએ ત્રણ દિવસ અગાઉ જોયેલી તારાજી કરતાં જુદું ન હતું.
એક જ વાતે ફરક હતો. હિરોશિમા લગભગ વર્તુળાકારે પથરાયેલું શહેર, જ્યારે
નાગાસાકીનું ભૌગોલિક સ્વરૂપ બે અલગ તથા સહેજ ત્રાંસા ફાંટા તરીકેનું હતું
અને તે ફાંટા વચ્ચે ભૂશિર જેવો ટેકરાળ તેમજ વસ્તીરહિત પટ્ટો હતો.
આ સંજોગોમાં નુકશાનનું પ્રમાણ ઓછું રહ્યું. આમ છતાં પ્રતિસેકન્ડે ૪,૦૦
મીટરના વેગે ફેલાતાં shock waves આઘાતનાં મોજાંએ નાગાસાકીનાં ૫૫,૦૦૦
મકાનો પૈકી ૨૦,૦૦૦ મકાનોને ધરાશયી કરી દીધાં. કિરણોત્સર્ગે અને કાળઝાળ
ગરમીએ નાગાસાકીના ૪૦,૦૦૦ નાગરિકોનો ભોગ લીધો. વિસ્ફોટની બરાબર
નીચે બે કિલોમીટર વ્યાસના 
વર્તુળમાં કશું જ સલામત
રહેવા ન પામ્યું. કારખાનાં
નહિ, જહાજવાડો નહિ,
શાળાઓ કે હોસ્પિટલો નહિ
અને વીજળીના થાંભલા પણ
નહિ. કેટલાંક દૃશ્યો
કંપારીજનક અને કલ્પનાતીત
હતા. એક ટ્રામના બધા
પેસેન્જરોને ૩,૦૦,૦૦૦°
સેલ્શિયસ ગરમીએ વરાળમાં
ફેરવી નાખ્યા પછી સીટ પર
તેમના શરીરની માત્ર છાપ
રહી હતી. સ્થાનિક જેલના
દરેક કેદીનું શરીર રાખના
ઢગલારૂપે પડ્યું હતું.
સંજોગવશાત્ જેઓ
રીબાવા માટે જીવતા બચ્યા
તેમનાં વસ્ત્રો બળી ગયા પછી
કાળા દેહ પર બટન, કમરપટ્ટા
અને રિસ્ટ વૉચ જેવી ચીજોની
ધોળી પ્રિન્ટ દેખાતી હતી, કેમ
કે એટલો ભાગ પૂરો દાઝ્યો
ન હતો. શરીરની ત્વચા ઠેર
ઠે૨ લબડી રહી હતી.
કિરણોત્સર્ગનો ગોઝારો
અભિષેક પામેલા આવા લોકો
અકથ્ય પીડા વેઠીને ધીમા મોતે
મરવાના હતા અને ૧૯૪૫ના
લગભગઅંત સુધીમાં નાગાસાકીની
ખુવારી
૮૦,૦૦૦ સુધી પહોંચવાની હતો. બીજા
અનેક જણાના નસીબે વિકૃત્ત ચહેરા તથા
વિકૃત્ત શરીર સાથે બાકીનું જીવન
ગુજારવાનું લખાયું હતું.
ઉપરાઉપરી બે અણુબોમ્બ ફેંકાયા
પછી જાપાનના શહેનશાહ હિરોહિતોએ
યુદ્ધખોર સેનાપતિઓની ઉપરવટ જવાનું
નક્કી કરી પરિસ્થિતિની લગામ પોતાના
હાથમાં લીધી. નિર્દોષ અને નિઃશસ્ત્ર એવા
જાપાની નાગરિકો પ્રત્યે અમેરિકાનું
હિંસક માનસ તેઓ પારખી ચૂક્યા હતા,
જેનો પૂરાવો નજ૨ સામે હતો.
હિરોશિમાને તારાજ કર્યા બાદ અમેરિકન
વિમાનોએ જાપાનમાં ૪૭
શહેરો ૫૨ કુલ ૧, ૬૦,૦૦, ૦૦૦
પરિપત્રો ફેંક્યા હતા.
જાપાન તાત્કાલિક શરણે
ન થાય તો બીજો
અણુહુમલો કરવાનું તેમાં
અલ્ટિમેટમ હતું--અને તે
હુમલો અમેરિકાએ
નાગાસાકી પર કરી
બતાવ્યો હતો.
 શહેનશાહ હિરોહિતોના આદેશ
મુજબ જાપાન સરકારે
ઑગસ્ટ ૧૦, ૧૯૪૫ ના રોજ
તટસ્થ દેશ સ્વિટ્ઝરલેન્ડ
મારફત અમેરિકાને
શરણાગતિ માટે તૈયારી
દર્શાવતો સંદેશો પાઠવ્યો.
વિગ્રહ ચાલુ રાખવાની
તરફદારી કરતા સામુરાઇ મિજાજના
સેનાપતિઓ ઢીલા પડે એ માટે
પ્રજાજનોને વિશ્વાસમાં લેવાનું જરૂરી હતું,
માટે ઑગસ્ટ ૧૪, ૧૯૪૫ ના દિવસે
રેડિઓ દ્વારા રાષ્ટ્રજોગ સંબોધનમાં
હિરોહિતોએ જણાવ્યું કે, ‘દુશ્મનો પાસે
નવા પ્રકારનું ભયાનક શસ્ત્ર છે, જે નિર્દોષ
એવા કેટલાય નાગરિકોનો ભોગ લેવા
ઉપરાંત અસીમ નુકસાન 
આપણે જો યુદ્ધ ચાલુ
રાખીએ તો જાપાનનું
પતન થવા સાથે તેનું
રાષ્ટ્ર તરીકેનું અસ્તિત્વ
પણ ભૂંસાય તેમ છે. આ
કારણસર જ અમે
દુશ્મનોની સંયુક્ત માગણી
સ્વીકારવાનું નક્કી કર્યું છે.’ હિરોહિતોનો
આવો ખુલાસો સેનાપતિઓના તેમજ
સૈનિકોના મન હેઠે આવે તેમ ન હતો.
કોઇ પણ સંજોગોમાં તેઓ અમેરિકાને
કોઠું આપવા તૈયાર ન હતા. આથી
મુત્સદી શહેનશાહે ત્રણ દિવસ પછી
તેમને રેડિઓ સંબોધનમાં રશિયાના
આક્રમણનો ભય બતાવ્યો. અમેરિકનો
કે અણુબોમ્બનો ઉલ્લેખ ન કર્યો અને
સામ્યવાદી રશિયાનો હુમલો ટાળવા માટે
શરણાગતિનું પગલું આવશ્યક હોવાનું
જણાવ્યું.
સપ્ટેમ્બર ૨, ૧૯૪૫ ના રોજ
અમેરિકન યુદ્ધજહાજ ‘મિસૂરી’ના તૂતક
પર જાપાનના મુખ્ય સેનાપતિ યોશિજિરો
ઉમેઝોએ અમેરિકાના સેનાપતિ જનરલ
ડગ્લાસ મેઆર્થરને શરણાગતિનો પત્ર
લખી આપ્યો. લગભગ ૫.૫ કરોડ
લોકોનો ભોગ લેનાર ૨,૧૯૪ દિવસ લાંબા બીજા વિશ્વયુદ્ધના અંતે તે સાથે આવી ગયો.
આજે હિરોશિમા તેમજ નાગાસાકી ખાતે બે સ્મારકો છે. બે અણુહુમલામાં તત્કાળ જેઓ મર્યાં તે સ્ત્રી-પુરુષો અને બાળકો તો બેનામ રહ્યાં, પરંતુ કિરણોત્સર્ગની માઠી અસર વેઠીને જેમણે પીડાદાયક જીવન
વીતાવવું પડ્યું તેઓ વર્ષો બાદ વારાફરતી જેમ મરતાં ગયાં તેમ સ્મારકો પર
દરેકનું નામ લખાતું રહ્યું. છેલ્લા પ્રાપ્ય આંકડા મુજબ હિરોશિમાનો જુમલો
૨,૫૮,૩૧૦ નો અને નાગાસાકીનો ૧,૪૫,૯૮૪ નો છે. દર થોડા વખતે સ્મારકો પર વધુ નામો લખાતાં જાય છે.
માનવસંહારના આંકડા જોતાં પ્રશ્ન થાય કે જાપાનને પરાજિત કરવા માટે અણુબોમ્બ વાપરવાનું ખરેખર જરૂરી હતું? અમેરિકાએ પોતાના બચાવમાં એવી
દલીલ કરી કે જાનહાનિનો સવાલ છે ત્યાં સુધી પરંપરાગત બોમ્બ અને પરમાણુ બોમ્બ વચ્ચે કશો તફાવત ન હતો. દા.ત. માર્ચ
૯, ૧૯૪૫ ની રાતે પરંપરાગત બોમ્બ વડે
ટોકિયો પર આકાશી હુમલો કરાયો ત્યારે
૧,૮૫,૦૦૦ જાપાનીઓ માર્યા ગયા હતા,
જ્યારે હિરોશિમા અને નાગાસાકી શહેરોમાં
હુમલા વખતે થયેલી કુલ માનવખુવારી
૧,૨૦,૦૦૦ જેટલી હતી. અમેરિકાની બીજી
દલીલ એ કે અમેરિકન લશ્કરે ‘ઑપરેશન
ઑલિમ્પિક’ હેઠળ જાપાન પર સમુદ્રમાર્ગે હલ્લો
બોલાવ્યા પછી જે ખૂનખાર ભૂમિયુદ્ધ ખેલાત
તેમાં બન્ને પક્ષે મળીને પંદરેક લાખ સૈનિકો માર્યા જાત, જ્યારે અણુબોમ્બે ક્યાંય
ઓછી ‘કિંમતે’ વિશ્વયુદ્ધનો અંત લાવી દીધો. અમેરિકાની કેફિયત સામે કરાતી વળતી દલીલ એ છે કે ઑગસ્ટ, ૧૯૪૫ સુધીમાં જાપાન પાસે ભૂમિયુદ્ધ ખેલવા
માટે પૂરતા સૈનિકો ન હતા--અને શસ્રો તો લગભગ નહિ. દરિયાઇ માર્ગે ભૂમિ પરના સંભવિત આક્રમણનો મુકાબલો કરવા અમુક જાપાની સૈનિકોને તો વાંસના
ભાલા બનાવી આપવામાં આવ્યા હતા.
એકમેક સાથે ટકરાતી આવી બીજી ઘણી દલીલો છે. સૌથી અગત્યનો મુદ્દો
જો કે ભૂલી જવાય છે. મૂડીવાદી અમેરિકાએ ‘મેનહટન પ્રોજેક્ટ' હાથ ધરી
અણુબોમ્બ બનાવ્યા અને વળી આસુરી શસ્ત્ર તરીકે વાપર્યા, એટલે પછી સામ્યવાદી
રશિયાને પણ ડર પેઠો અને તેણે અણુબોમ્બ બનાવવાનો કાર્યક્રમ મોટા પાયે હાથ ધર્યો. પરિણામે અત્યંત ખર્ચાળ એવી શસ્રદોડનો આરંભ થયો, જેણે ૧૯૬૦-૭૦
દરમ્યાન જગતને ત્રીજા વિશ્વયુદ્ધના આરે લાવી દીધું. દુનિયાની સંપૂર્ણ માનવવસ્તીનો નાશ કર્યા પછીયે વધી પડે એટલી સંખ્યામાં પરમાણુ શસ્ત્રો બન્યાં
https://www.facebook.com/share/p/1J33AmCgdZ/