દિવસ ઑક્ટોબર ૩૧, ૧૯૮૪ નો હતો અને સમય સાંજના ૪:૪૫ નો હતો. ઇન્દિરા ગાંધીને નં. ૧,સફદરજંગ રોડ ખાતેના નિવાસસ્થાને તેમના બે શીખ
અંગરક્ષકોએ સવારે ઠાર માર્યાં ત્યારે રાષ્ટ્રપતિ ઝૈલસિંહ આરબ
દેશ યમનના સત્તાવાર પ્રવાસે હતા. વડા પ્રધાનની હત્યાના અશુભ સમાચાર તેમને મળ્યા કે તરત પ્રવાસ ટૂંકાવીને તેઓ બંધારણીય વડાની ફરજ સંભાળી લેવા દિલ્લી આવી પહોંચ્યા હતા.
પાલમથી સીધા AIIMS જવાનું તેમણે નક્કી કર્યું, કેમ કે ઇન્દિરાનો પાર્થિવ દેહ હજી ત્યાં જ રાખવામાં આવ્યો હતો.
ઇન્દિરા ગાંધીનો સંખ્યાબંધ ગોળીઓથી વીંધાયેલો મૃતદેહ
હોસ્પિટલના આઠમા માળે રખાયો હતો. અરુણ નેહરુ સાથે રાષ્ટ્રપતિ ત્યાં ગયા અને સદ્ગત વડા પ્રધાનને
શ્રદ્ધાંજલિ આપી. સાંજે ૫:૧૫ વાગ્યે તેઓ રાષ્ટ્રપતિ ભવન જવા નીકળ્યા ત્યારે પણ રોષે ભરાયેલા લોકોનાં ટોળાં શીખિવરોધી નારા પોકારતાં હતાં. ઇન્દિરાની હત્યા બે શીખોએ કરી એ જાણે આખી શીખ પ્રજાનો અપરાધ હોય તેમ મામલો કોમવાદનું સ્વરૂપ પકડી રહ્યો હતો.
એક વાત અહીં પણ રેકૉર્ડ પર લેવા જેવી છે કે વડા પ્રધાનની હત્યાના સમાચાર ઑલ ઇન્ડિયા રેડિઓએ સવારે ૧૧:૦૦ વાગ્યે પ્રસારિત કર્યા બાદ પહેલી આફત દિલ્લીના નહિ,કલકત્તાના શીખો પર વરસી હતી. રાજીવ ગાંધી ત્યારે કલકત્તાના પ્રવાસે હતા. સ્થાનિક
કોંગ્રેસીઓને માઠા ખબર મળ્યા, એટલે તેઓ શહેરમાં નીકળી
પડ્યા અને નજરે ચડતા શીખોની મારપીટ શરૂ કરી દીધી.
હિંસાના બનાવો વધ્યા અને રક્તપાત થવા લાગ્યો ત્યારે
સામ્યવાદી રાજ્ય સરકારે બપોરના ૨:૩૦ વાગ્યે લશ્કરને બોલાવી લીધું. મામલો તરત કાબૂમાં આવી ગયો.
દેશના ગૃહપ્રધાન તરીકે નરસિંહ રાવ પણ આવી જ રીતે અગમચેતીનું પગલું ભરી શક્યા હોત આ કામ રખે તેમને પોતાને ન સૂઝ્યું હોય તો પુલિસની સલુકાઇભરી નિષ્ક્રિયતા પામી
ગયેલા સંસદસભ્ય અને સુપ્રિમ કોર્ટના સીનિઅર એડવોકેટ રામ જેઠમલાણીએ યાદ અપાવ્યું.
૩૧ મી ઑક્ટોબરની જ
રાત્રે જેઠમલાણી ગૃહપ્રધાનને મળ્યા અને તાત્કાલિક લશ્કર બોલાવવા સલાહ આપી, કારણ કે બહુ મોટો હત્યાકાંડ થાય એવું સ્ફોટક વાતાવરણ આખા પાટનગરમાં
ફેલાયું હતું.
એક કોંગ્રેસી કોર્પોરેટરની સરદારી નીચે એક ટોળુ દિલ્હીના કલ્યાણપુરી ના બ્લોકનં 11 માં પ્રવેશ્યું જ્યાં બહુમતી સિકલીગર કોમ ના શીખો ની હતી ત્યાં મોડી રાત સુધી ચાલેલા કત્લેઆમ માં 200 કરતાં વધારે શીખોને જીવતા સળગાવીને યા તો છરા ના ઘા ઝીંકી ને મારી નાખ્યા.
મહાવીર ચક્ર વિજેતા મનમોહનસિંહ તલવાર ની દુકાન અને ઘર સળગાવી દીધા અને તેમના પરિવાર પર જીવલેણ હુમલો કરાયો બદલામાં સ્વ બચાવમાં ગોળી ચલાવનાર મનમોહનસિંહ ને જેલમાં ધકેલી દેવાયા.
રકાબગંજ ગુરુદ્વારા ના ધર્મગુરૂ અને તેમના દિકરા ને કેરોસીન છાંટી ને જીવતા સળગાવી દીધા.રકાબગંજ પરનો હુમલો upa સરકારમાં મંત્રી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂકેલા કમલનાથ ની હાજરીમાં થયો હતો.
NOVEMBER
02
1984
દિલ્લીમાં કરફ્યૂ જાહેર થયો, પણ તેનો અમલ કરાયો નહિ. હિંસાખોરો કત્લેઆમનો દોર હજી આગળ ચલાવવા માગતા હતા
અને તે કામમાં તેમને એચ. કે. એલ. ભગત, કમલનાથ, લલિત માર્કન, જગદીશ ટાઇટલર, અર્જુનદાસ વગેરે કોંગ્રેસી માથાનો પૂરો સહકાર હોવાનું કહેવાતું હતું.
એક સબળ માન્યતા અનુસાર પુલિસતંત્ર તેમની જ સૂચનાથી
હિંસક તત્ત્વોને મનમાની કરવા દેતું હતું અને કરફ્યૂનો ઑર્ડર
ફક્ત દેખાડા પૂરતો જારી કરાયો હતો. લશ્કરની ટુકડીઓ
પાટનગરમાં આવી પહોંચી હતી, પરંતુ તેમના જવાનોને પુલિસ બિલકુલ સહકાર આપતી ન હતી. હત્યાકાંડનાં કારમાં દશ્યો નજર સામે જોવા મળે તો પણ જવાનો તે પાશવતાને રોકી શકે નહિ, કેમ કે સીનિઅર પુલિસ ઑફિસરની કે
કાર્યપાલક મેજિસ્ટ્રેટની પરવાનગી વગર ફાયરિંગ કરવાની તેમને છૂટ ન હતી.
જે શીખો હુમલાખોરો થી બચી ગયા હતા તેમના પર પોલીસનો અત્યાચાર થયો પાષાણહ્રદયી કોંગ્રેસી પીંઢારાઓએ કેટલીય શીખ સ્ત્રીઓને વિધવા બનાવી દીધી.
આ તો હજી શીખોના અનાદરનો
મામૂલી નમૂનો હતો. અમાનુષી
હત્યાકાંડે એ પ્રજાના કાળજા ૫૨ જે પારાવાર જખમો કર્યા તેમના પર મીઠું ભભરાવવાનું કામ હજી બાકી હતું--અને તે કામ રાજીવ ગાંધીએ બખૂબી કર્યું.
નવેમ્બર ૧૯, ૧૯૮૪ ના રોજ તેમણેજાહેર પ્રવચનમાં જણાવ્યું કે, ‘જબ ભી કોઇ બડા પૈડ ગિરતા હૈ, તબ જમીન થોડી સી હિલતી હૈ.' ઇન્દિરા ગાંધીને તેમણે વટવૃક્ષ જોડે સરખાવ્યાં અને માત્ર ૭૨ કલાકમાં થયેલા ૨,૭૩૩ શીખોની કત્લેઆમને તે વટવૃક્ષના પતનથી થતી જમીનની ધ્રુજારી જેવી કુદરતી અસરમાં ખપાવી દીધી. વધુ સ્પષ્ટ શબ્દોમાં કહો તો બેકસૂર શીખોના સંહારને તેમણે ઇન્દિરાની હત્યાના રિઍક્શન તરીકે અનિવાર્ય ગણાવ્યો, માટે આડકતરી રીતે વાજબી પણ ઠરાવ્યો.
2008 માં વડાપ્રધાન મનમોહનસિંહે પાર્લામેન્ટમાં નિવેદન આપ્યુકે જે અનર્થ થયો તે માટે હું સરકાર વતી અને દેશની જનતા વતી મારું મસ્તક શરમથી ઝુકાવું છું... શીખોની ક્ષમા માગું છું.' ડૉ.
મનમોહનસિંહ ખુદ પીડિત કોમના સભ્ય એટલે કે શીખ હતા, તો પછી તેમણે શીખોની માફી માગવાની હોય કે પછી સોનિયા ગાંધી જેવા કોંગ્રેસીઓ પાસે માફી મંગાવવી જોઇએ?
સ્વતંત્રતા બાદ સાંપ્રદાયિકતાના એટલે કે કોમવાદના નામે થયેલા
ભારતના સૌથી હિંસક અને હૃદયદ્રાવક માનવસંહારને હવે
યાદ કરવામાં આવતો નથી, કેમ કે તેને ભુલાવી દેવાના સતત અને સુયોજિત પ્રયાસો થતા રહ્યા છે. લોકોને ફરી ફરીને યાદ અપાવતો સંહાર હોય તો એ ગોધરા પછીનો, જેમાં દિલ્લીના શીખોની સરખામણીએ લગભગ ૨,૦૦૦ ઓછા મુસ્લિમોએ જાન ગુમાવ્યા. આ જાતની તુલના દિલાસારૂપ ન ગણાય એ કબૂલ, છતાં એટલું યાદ રહે કે ગોધરા પછીનાં રમખાણોમાં
૨૫૪ હિંદુઓ પણ માર્યા ગયા હતા. ટૂંકમાં, સંહાર એકપક્ષી
ન હતો--જે દિલ્લીમાં હતો.
બન્ને ઘટનાઓ વચ્ચેનો તફાવત બહુ સ્પષ્ટ છે, પરંતુ તેનું મહત્ત્વ આખરે શું? આપણે ત્યાંના ગટરછાપ રાજકારણમાં ખેલાડી તથા અનાડી વચ્ચેનો તફાવત જ છેવટે મહત્ત્વનો બની રહે છે.
પરિણામે કોંગ્રેસ ધર્મનિ૨પેક્ષતાનો એટલે કે બિનસાંપ્રદાયિકતાનો
ઠાવકો મુખવટો પહેરીને ફરી
શકે છે, જ્યારે દેશની વસ્તીમાં
૮૦% જેટલી બહુમતી ધરાવતા હિંદુઓનું પ્રતિનિધિત્વ કરનારો ભાજપ હંમેશાં કોમવાદી પક્ષ તરીકે વગોવાતો રહ્યો છે.