અમેરિકા સાથે અણબનાવ ધરાવતા કર્નલ ગદાફી દાવ ખેલ્યા વગર જંપે તેમ ન હતા. સપ્ટેમ્બર, ૧૯૮૬માં તેમનીઆતંકવાદી ટુકડીએ કરાંચીના વિમાનીમથકે પાનઅમેરિકન વિમાનના હાઇજેકિંગનો પ્રયાસ કર્યો.પાકિસ્તાનની સુરક્ષા ટુકડીએ પ્લેનને જવા ન દીધું.હાઇજેકર્સ અને ટુકડીના સભ્યો વચ્ચે પેસેન્જરકેબિનમાં સામસામા ગોળીબાર થયા, જે દરમ્યાનમુસાફરોને બચાવવા માટે જાનની બાજી લગાવી દેનારભારતીય ફ્લાઇટ-અટેન્ડન્ટ નીરજા મિશ્રાને બુલેટવાગતાં તે મૃત્યુ પામી. ભારતે તેનું બલિદાન મરણોત્તર અશોક ચક્ર વડે બિરદાવ્યું. પાકિસ્તાન સરકારે નીરજા માટે ‘નિશાન-એ-ઇન્સાનિયત' ખિતાબ જાહેર કર્યો.ફિનલેન્ડના પાટનગર હેલ્સિન્કીખાતે અમેરિકન દૂતાવાસ પર અનામીફોન કોલ આવ્યો. અરબી લઢણમાંઅંગ્રેજી શબ્દોચ્ચારો કરનાર વ્યક્તિએબાતમી આપી કે આગામી બે સપ્તાહદરમ્યાન એકાદ દિવસે પાન-અમેરિકનએરલાઇન્સનું પ્રવાસી વિમાન બોમ્બનાવિસ્ફોટનો ભોગ બનવાનું હતું.ફિનલેન્ડની જ મહિલા પ્રવાસીનાસામાનમાં તેની જાણ બહાર હાઇ-એક્સ્પ્લોઝિવ બોમ્બ મૂકાવાનો હતો.બાતમીદારે વધુ બે સ્પષ્ટતા કરી :વિમાનને ભરઆકાશે ફેંકી દેવાનો પ્લાનપેલેસ્ટાઇનના કથિત ત્રાસવાદી અબુનિદાલના ગેરિલા જૂથે ઘડ્યો હતો અનેફ્લાઇટ એ કે જેનો આરંભ જર્મનીનાફ્રેન્કફર્ટ વિમાની મથકે થવાનો હતો.ઉચ્ચારો મુજબ આરબ જણાતાબાતમીદારના કહેવામાં તથ્યના નામે દમકેટલો અને માત્ર સૂકો દમ કેટલો એ નક્કીકરી શકાય તેમ ન હતું, પણ અમેરિકનસરકાર આવા મામલામાં હંમેશાઅગમચેતીનું વલણ અપનાવતી હતી.આથી ફોન કોલ આવ્યા પછીડિસેમ્બર ૫, ૧૯૮૮ના રોજઅમેરિકન વિદેશ મંત્રાલયે તેનીબધી એલચી કચેરીઓને તેમજવિમાની કંપનીઓને ચેતવણીનુંબુલેટિન મોકલ્યું. દેખીતું છે કેપાન-અમેરિકનનો પણ તેમાંસમાવેશ થતો હતો. વિશેષ કરીનેઆંતરરાષ્ટ્રીય ફ્લાઇટ યોજતી તેએરલાઇન્સ માટે તો ચેતવણીનેવધુ ચિંતાજનક ગણવી પડે તેમહતી. બાતમીદારે તેના પ્લેનનેલક્ષ્યાંક ગણાવ્યું હતું. વધુમાં, પાન-અમેરિકન પોતાના દરેક મુસાફરપાસે ટિકિટના દર ઉપરાંત પાંચડોલરનો સિક્યોરિટી ચાર્જઉઘરાવતી હતી. આ ચાર્જસામે તેણે એરપોર્ટ પર બધાપેસેન્જરોનું, પોતાનાકર્મચારીઓનું, સૂટકેસોનું,હેન્ડબેગેજનું, એ૨પોર્ટનીકોફી શોપ તેમજ વોશરૂમજેવી સુવિધાઓનું અનેપ્લેનનું ‘તસુએ તસુ’સ્ક્રીનિંગ કરવાની બાહેંધરીઆપી હતી. આ ગેરંટીનેલીધે ક્યારેક તેના માથે બહુમોટી આર્થિક જવાબદારીઆવી પડવાનું જોખમ હતું.કોઇ હોનારત માટે રખે તેનીબેકાળજી કારણભૂત હોવાનુંસાબિત થાય તો નુકસાનીપેટે તેણે કરોડો ડોલરચૂકવવા પડે એ નક્કી વાત હતી.આમ છતાં, પાન-અમેરિકનનાસ્ટાફે આવશ્યક સતર્કતા દાખવી નહિ.બાતમીદારે જર્મનીના ફ્રેન્કફર્ટનો ફક્તનામોલ્લેખ કરેલો, પરંતુ ત્યાં પણ તંત્રશિથિલ હતું--એટલી હદે કે અમેરિકાનાવિદેશ મંત્રાલયે પાઠવેલો ચેતવણીનોપરિપત્ર ટેબલ પરનાં કાગળિયાંના ઢગલા નીચે દફન પામ્યો અને જ્યારે હાથમાં આવ્યો ત્યારે તે કશા મતલબનો રહ્યો ન હતો.ડિસેમ્બર ૨૧, ૧૯૮૮ની સાંજે ૬ઃ૦૦નોવખત હતો. હિથ્રો એરપોર્ટ પર ફ્લાઇટનંબર 103 તરીકે પાન-અમેરિકનનુંબોઇંગ-747 જમ્બો જેટ વિમાન ન્યૂ યોર્કજવા તૈયાર હતું, પણ ટેક-ઓફમાં વિલંબથાય તેમ હતો. નાતાલના દિવસો નજીકહતા, માટે એર-ટ્રાફિક વડે ધમધમતાહિથ્રો જેવા એ૨પોર્ટ પર ફ્લાઇટનુંસમયપત્રક જરાતરા ખોરવાય એસ્વાભાવિક હતું. આ પ્લેન બોઇંગકંપનીએ બનાવેલું પંદરમું જમ્બો હતું અનેપાન-અમેરિકને તેનું નામ ClipperMaid of the Seas રાખ્યું હતું. વિમાનનામોરા પર તે શબ્દો મોટા અક્ષરે લખવામાંઆવ્યા હતા. ટેક-ઓફ માટે કંટ્રોલટાવરના ક્લિઅરન્સની રાહ જોતાવિમાનમાં કેપ્ટન જેમ્સ મેક્વોરી અને કો-પાયલટ રેમન્ડ વેગનર સહિત ૧૬કર્મચારીઓ હતા. પ્રવાસીઓ ૨૪૩ હતા,જેમાં દીક્ષિત અટક ધરાવતા કુટુંબના પાંચભારતીયોનો પણ સમાવેશ થતો હતો.આ ફ્લાઇટ નં. 103માં તેમણે પ્રવાસખેડવાનો થયો એ તેમના જ નસીબનુંફળ હતું. દિલ્હીથી વાયા ફ્રેન્કફર્ટ તેઓનેઅમેરિકાના ડેટ્રોઇટ શહેરે જવાનું હતું.ફ્રેન્કફર્ટ ખાતે તેમની પાન-અમેરિકનલાઇટ નં. 67 હતી, પણ વિમાન રન-વે પર દોટ મૂકે એ પહેલાં દીક્ષિત કુટુંબનાછ-સાત વર્ષિય બાબાને શ્વાસની તકલીફજણાવા લાગી. આથી કેપ્ટને ટેક-ઓફમોકૂફ રાખી વિમાનને પાછું ટર્મિનલ તરફવાળ્યું અને દીક્ષિત કુટુંબના પાંચેયસભ્યોને ઊતાર્યા. બાબો સ્વસ્થ થયા બાદસૌએ આગામી જે ફ્લાઇટ પકડી તેણેહિથ્રો ખાતે Clipper Maid of the Seasનામના જમ્બોમાં તેમને લાવી દીધા.અહીંથી ડેટ્રોઇટને બદલે મોત જ તેમનુંઅંતિમ મુકામ હતું.વિલંબમાં પડેલું વિમાન સાંજે ૬:૨૫ વાગ્યે ઊપડ્યું અને ન્યૂ યોર્કના ને કેનેડી વિમાનીમથકે જવા માટે રાબેતામુજબ ઉત્તરના ગ્રીનલેન્ડ ઉપરનો ટૂંકોમાર્ગ લીધો. બ્રિટન- અમેરિકાનાઆકાશીપ્રવાસો એ જ માર્ગે ખેડાતા હતા. બોઇંગ-747 વિમાનો કલાકના સરેરાશ ૭૩૦ કિલોમીટરનીઝડપે ૫,૫૩૦ કિલોમીટરનું અંતર લગભગ સાડા સાત કલાકમાં કાપી નાખતાં હતાં.કેપ્ટન જે મ્સ મેક્વોરીના ફલાઇટ નંબર 103 જમ્બો જેટે યાત્રા આરંભ્યા બાદ ૩૬ મિનિટે(૭:૦૧ વાગ્યે) તેણે સોલ્વે ફિર્થ ખાડી પાસેના એરટ્રાફિક કંટ્રોલને પોતાની ઓળખાણ દેતો ટ્રાન્સપોન્ડર કોડ 0357 પાઠવ્યો. ઊંચાઇનું લેવલ પણ તે મથકના કંટ્રોલરએલન ટોપને મોકલી આપ્યું. વિમાન ૯,૪૦૦મીટરે હતું. ઝડપ કલાકના ૮૦૪ કિલોમીટર હતી અને દિશાબરાબર North-West/ઉત્તર-પશ્ચિમનાગ્રીનલેન્ડ તરફ ની હતી. એર-ટ્રાફિક કંટ્રોલર એલન ટોપે તેના રેડાર પર જોયું કે Clipper Maid of the Seasજમ્બો ૭:૦૨ વાગ્યે ઇંગ્લેન્ડનો કાંઠો છોડી સોલ્વે ફિર્થ ખાડીના આકાશી ક્ષેત્રમાં આવ્યું. વિમાનનું ટ્રાન્સપોન્ડર હજી બતકજેવા અવાજમાં પોતાનો કોડ પ્રસારિત કરતું હતું, જે ભૂમિમથકના એલન ટોપને સ્પષ્ટ રીતે સંભળાતો હતો.અવાજ હજી કેટલોક સમય ચાલુ રહેવો જોઇએ, પણ એવું ન બન્યું. વિમાનનું ટ્રાન્સપોન્ડર ડચકા ખાતું હોય તેમ અવાજ ક્રમશઃ મંદ પડતો ગયો અને છેવટે પ્રસારણ સાવ અટક્યું. રેડારનાડાયલને તાકી રહેલા એલન ટોપે ધ્રાસ્કોઅનુભવ્યો. જમ્બો જેટના કેપ્ટન જેમ્સમેક્વોરી સાથે રેડિઓ સંપર્ક જોડવા તેણેપ્રયાસ કર્યો, પણ સાદનો જવાબ મળ્યોનહિ. ટોમ ફ્રેઝર નામના સીનિઅરકંટ્રોલરે પણ કોશિશ કરી અને ભેગાભેગસોલ્વે ફિર્થના આકાશી ક્ષેત્રમાં પ્રવાસખેડી રહેલા KLM એરલાઇન્સનાકેપ્ટનને પ્રયત્ન કરી જોવા સૂચના આપી.પ્રયાસો વ્યર્થ રહ્યા--અને ક્ષણવારપછી તેનું કારણ રેડાર સ્ક્રીન પરઆધાતજનક રીતે દેખાવા માંડ્યું.વિમાનનું લીલા રંગનું ફક્ત સિંગલ ટપકુંએ ડિસ્પ્લે પર બીપ...બીપ... જેવા પડઘા સાથેદેખાવું જોઇએ, પણઅમીબાની જેમ તે ટપકુંજાણે વિભાજન પામ્યુંહોય એમ ત્રણ નવાટપકાં તેમાંથી છૂટાં પડ્યાંઅને રેડારના પરાવર્તિતમાઇક્રોવેવના જુદા જુદાચાર પડઘા સભળાવાલાગ્યા. ચારેય ટપકાંત્યાર પછી ફિક્કા પડતાંરહ્યાં અને પડઘા શમતા૫૫ રહ્યા. એલન ટોપનીઆંખો ફાટી રહી, કેમ કેતેની નજર સામે સ્ક્રીન ગમખ્વારહોનારતનું દૃશ્ય રજૂ કરીરહી હતી. લુપ્ત થતાપહેલાં સ્ક્રીન પર ટપકાપૂર્વ તરફ સરકતાદેખાયાં, જેનો અર્થ એ કેવિમાનનું ભરઆકાશેવિસર્જન થયું હતું અને તેના ટુકડા વેગીલા પવનસાથે પૂર્વ દિશામાંધકેલાયા હતા. થોડી વારબાદ ન બીપ... બીપ...ના પડઘા રહ્યા કેન લીલા ટપકાં રહ્યાં. વિમાનનો અનેવિમાનના પેસેન્જરોનો અંજામ જણાવીદેતું એ આખરી ચિહ્ન હતું. કેટલીકમિનિટો પછી અંજામનો પુરાવો પણમળ્યો. બ્રિટિશ એરવેઝની લંડન-ગ્લાસગોવચ્ચેની શટલ સર્વિસનું પ્લેન તે માર્ગેપસાર થયું, જેના પાયલટે સ્કોટિશસત્તાવાળાઓને સંદેશો પાઠવ્યો કે તેણે જમીન પર ભયંકર આગ દીઠી હતી. જિંદગીની છેલ્લી ક્ષણો આખરેવિતાવી ચૂકેલા મુસાફરો સહિત ફ્લાઇટ 103ના આશરે ૩૫૦ ટનના વિમાનનો ઘણો ખરો ભંગાર લોકરબી ગામે અને તેમની નજીકના વિસ્તારમાં પડ્યો. આકાશી હોનારત પછીભૂમિ ૫૨ હોનારતનો વારો આવ્યો.લંડનથી ફલાઇટ શરૂ થયાને ફક્ત ૩૬મિનિટ વીતી હતી, માટે પ્લેનમાં છલોછલબળતણ હતું. ફયૂજલાજનું પાંખોવાળુંજબરજસ્ત માળખું ૯૧,૦૦૦ કિલોગ્રામબળતણ સાથે જેવું પટકાયું કે તરતજ્વાળામુખી ફાટ્યા જેવો આગનો પ્રચંડગોળો ભભૂકી ઊઠ્યો. અગ્નિશિખાઓ૭૫ મીટર સુધી ચોમેર પ્રસરી, લોકરબીગામમાં કેટલાંક મકાનો તેમાં હોમાયાંઅને ૧૧ રહીશો માર્યા ગયા. કેટલાક મુસાફરો તો ઠીક, બલકે જમ્બોનીબળતણ ભરેલી ૬૦ મીટર લાંબી પાંખ સુદ્ધાં બાષ્પીભવન પામી.હજારો કિલોગ્રામના ફ્યુજલાજનો અનેપાંખોનો તાયફો કલાકના લગભગ ૮૦૦કિલોમીટરના વેગે પટકાયો, એટલેજમીન પર તેણે ૪૭ મીટરના વ્યાસનો જબરજસ્ત ખાડો પાડીદીધો. સીટ બેલ્ટ જેમણે નહોતો બાંધ્યોઅને જેઓ અગાઉ પવનના સૂસવાટામાંબહાર ફેંકાયેલા તેમના મૃતદેહો ઠેકઠેકાણેવેરાયેલા પડ્યા હતા. વિમાનવિદ્યાના જાણકારનિષ્ણાતોને પહેલો રિપોર્ટ મળ્યો એ જવખતે તેમને લાગ્યું કે હોનારત બીજાઅકસ્માતો કરતાં સાવ જુદી હતી. સંજોગોધ્યાનમાં લેતાં હોનારતના કારણ અંગેબે શક્યતાઓ તેમણે દીઠી. વિમાનલગભગ ૧૭ વર્ષ પહેલાં બન્યું હતું, માટેલાંબા વપરાશ પછી તેનું ફ્રેમવર્ક કમજોરથયું હોય અને તણાવનું માર્યું છેવટેઆપોઆપ ભાંગ્યું હોય તો કહેવાય નહિ.અગાઉ જાપાન એરલાઇન્સનું બોઇંગ-747 જમ્બો એ રીતે ચાલુ પ્રવાસેછિન્નભિન્ન થયું હતું. બીજી શક્યતાબોમ્બ ધડાકાની હતી, જે વધુ બુદ્ધિગમ્ય જણાતી હતી. અત્યંત શક્તિશાળી વિસ્ફોટક પદાર્થ વિમાનના ફુરચા કાઢી નાખે એવા કેસમાં પણ ભંગાર વિશાળ ક્ષેત્રફળમાં વેરાય એ દેખીતું હતું.વિમાન અમેરિકાનું હોવાને લીધેતેના અને બ્રિટિશ સ્કોટલેન્ડ યાર્ડના કુલ ૫૦૦ ગુનાશોધકો ઘટનાસ્થળે પહોંચ્યા.હવાઇ અકસ્માતોનું ‘પોસ્ટ મોર્ટમ’કરનારા નિષ્ણાતો પણ તેમાં સામેલ હતા.સ્કોટલેન્ડના લોકરબી ગામમાં તથાઆજુબાજુના ચરિયાણોમાં તેઓ ભંગાર વીણવા ફરી વળ્યા. આ ખોજ તેમણે માત્ર ખડે પગે ચાલીને નહિ, પરંતુ ક્યારેક ઘૂંટણિયા તાણીને પણ કરી––એટલા માટે કે લીલા ઘાસ વચ્ચે ખરેલી બારીકમાં બારીક વસ્તુને તેઓ જતી કરવા માગતા ન હતા. સાવ નાની કરચ પણ તેમનામાટે ચાવીરૂપ નીવડી શકે તેમ હતી, હાઇ-એક્સ્પ્લોઝિવ્ઝના તજજ્ઞોએશોધી કાઢ્યું કે પાન અમેરિકનના બોઇંગ-747ને ફૂંકી દેવા માટે અજાણ્યાત્રાસવાદીએ સેમટેક્સની ફક્ત ૩૦૦ગ્રામ લૂગદી વાપરી હતી. કદાચ ત્રણસોનેબદલે ચારસો હોય, પણ જથ્થો તેના કરતાંવધારે ન હતો. ચોખ્ખી વાત છે કે મોતનુંઆટલું નાનું પડીકું સંતાડવા માટે સામાન્યકદની સૂટકેસ પૂરતી ગણાય, એટલેસ્કોટલેન્ડ યાર્ડના બ્રિટિશ તેમજ FBIનાઅમેરિકન ગુનાશોધકોએ તપાસનું ફોકસમુસાફરોની સૂટકેસો પર અને તેમાંથીબહાર ફેંકાયેલી ચીજવસ્તુઓ પર માંડ્યું.બોઇંગ-747ના પતનસ્થળવેરાયેલી લગભગ ૧૦,૦૦૦ ચીજોનાઆધારે ગુનાશોધનનો દોર આગળચાલ્યો. મુસાફરોની સૂટકેસો આશરે૧,૦૦૦ હતી. બોમ્બ ધડાકા માટેકારણભૂત જણાતી ચામડાની સૂટકેસઆખરે તદન ફાટેલીતૂટેલી હાલતે મળી,જેમાં રહેલી ચીજોના બળ્યાજળ્યાઅવેશેષો જ બચ્યા હતા. કાળા પડીગયેલાં અમુક ચીંથરાં બાળકોનાં રંગીનવસ્ત્રોનાં હતાં. એક ટુકડો સરકિટ બોર્ડનોહતો. તોશિબાના ઓડિઓ કસેટ પ્લેયરમાંઆબેહૂબ તે પ્રકારનું સરકિટ બોર્ડ વપરાતુંહતું. આ ટુકડાએ દુર્ઘટનાનું ભેદી પાસુંઅચાનક ખુલ્લું પાડી દીધું, જે ચોંકાવનારુંહતું. બે મહિના અગાઉ પશ્ચિમ જર્મનીમાંપુલિસે જાસૂસી બાતમીના આધારેપેલેસ્ટાઇનના આતંકવાદી જૂથ ૫૨ છાપોમારી શસ્રો કબજે લીધા હતા. જપ્તકરાયેલી બીજી ચીજો સાથે તોશિબાનુંઓડિઓ કસેટ પ્લેયર હાથ લાગ્યું, જેનેખોલી જોતાં અંદર સેમટેક્સ બારૂદનોચક્કો મળી આવ્યો. લોકરબીનાતપાસકારોએ ત્યાર પછી ભંગારની દસેકહજાર ચીજોમાં તોશિબા કસેટ પ્લેયરનાબીજા કેટલાક ટુકડા શોધી કાઢ્યા, જેમાંસેમટેક્સના પલીતાનો એટલે કેડિટોનેટરનો પણ સમાવેશ થતો હતો.ટાઇમર યંત્ર તરીકે ઘડિયાળ હતી, પરંતુ એ વ્યવસ્થા ઘણું કરીને બેક-અપ તરીકેહતી. હવાનું દબાણ માપતા બેરોમીટરનીથોડી ઘણી કરચને ઓળખી કાઢવામાંઆવી ત્યારે નક્કી થયું કે ખરેખર એમજ હતું. નિષ્ણાતોના મતે સેમટેક્સનોટાઇમ બોમ્બ નહિ, પણ બેરોમીટર બોમ્બજમ્બોના પેસેન્જરોનો કાળ બન્યો હતોઆ લોજિક સાચું હતું. હોનારતનીતારીખ ડિસેમ્બર ૨૧, ૧૯૮૮ની હતીઅને નાતાલની છૂટ્ટીના દિવસો નજીકહતા. આથી પેસેન્જરોના ધસારા વચ્ચેલંડનના હિથ્રો જેવા ભારે ટ્રાફિકવાળાએરપોર્ટ પર દરેક ફ્લાઇટ સમયસરરવાના થાય એ બનવાજોગ ન હતું.નિયત સમયે ફાટવાને નિર્માયેલો ટાઇમબોમ્બ કદાચ એવે સમયે વિસ્ફોટ પામે કેજ્યારે વિમાને હજી ટેક-ઓફ કર્યું હોયનહિ. પાન અમેરિકનનું Clipper Maidof the Seas જમ્બો પણ ઉત્તર-પશ્ચિમનારસ્તે ન્યૂ યોર્ક જવા માટે ૨૫ મિનિટ મોડુંરવાના થયું હતું. સાંજે ૬ઃ૦૦ને બદલે૬:૨૫ વાગ્યે તેનો વારો આવ્યો હતો. ફ્લાઇટની અનિશ્ચિતતા જોતાં આતંક-વાદીએ મહત્તમ જાનહાનિ સર્જવા માટેએવો બોમ્બ જમ્બો જેટમાં મૂકવો પડે કેજે વિમાનના ટેક-ઓફ પછી જ અમુકલેવલે વિસ્ફોટ પામે. આ મોકો પારખીનેજામગરી ચાંપવા ટાઇમર ક્લોક નહિ, પણ બેરોમીટર જોઇએ.બેરોમીટરની પડઘી, તોશિબા કસેટપ્લેયરના સંખ્યાબંધ કટકા અને લીલાસરકેટ બોર્ડનો ટુકડો હાથ લાગ્યા પછીફોરેન્સિક ગુનાશોધકોનું ધ્યાન સૂટકેસમાંમૂકેલાં કપડાં પર કેંદ્રિત થયું, જેમનાંચીંથરાં નીકળી ગયાં હતાં. વસ્રો મહદ્અંશે બળી ચૂક્યાં હતાં. એક લીરા પરનસીબજોગે Babygrow એવાશબ્દનું વ્યાપારી લેબલ મળી આવ્યું. ફક્તબાળકોનાં રેડી-મેઇડ ગાર્મેન્ટ્સ માટેબેબીગ્રો લેબલ વપરાતું હતું અને તેબ્રાન્ડનાં વસ્ત્રો ફક્ત આયર્લેન્ડમાં તેમજટાપુરૂપી દેશ માલ્ટામાં વેચાતાં હતાં.ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ૩૨૦ ચોરસકિલોમીટરના માલ્ટા ૫૨ સપ્ટેમ્બર,૧૯૬૪ સુધી બ્રિટન રાજ કરતું હતું.લિબિયાથી ૨૯૦ કિલોમીટર ઉત્તરનો તેદેશ એ પછી પ્રજાસત્તાક હતો. માલ્ટાનીયોર્કી ક્લોથિંગ લિમિટેડ કંપની બેબીગ્રોપોશાકો બનાવતી હતી, જ્યારે આયર્લેન્ડમાત્ર આયાતકાર દેશ હતો.બ્રિટનના ગુનાશોધકો વસ્રોનાઅવશેષો તેમજ બાકીનાં ન ઓળખાયેલાલેબલોરહિત પોશાકો સાથે માલ્ટાપહોંચ્યા, જ્યાં તેમણે દરેક પોશાકનાંબીજાં નંગો મેળવ્યાં. માલ્ટામાં બે-ત્રણદુકાનો જ બેબીગ્રોની સ્ટોકિસ્ટ હતી. કયાદુકાનદારે સંભવિત આતંકવાદીને પોશાકવેચ્યા એ નક્કી કરવું આમ તો મુશ્કેલહતું, પણ ખુશકિસ્મતીએ સ્કોટલેન્ડ યાર્ડેકમ્પ્યૂટર ગ્રાફિક્સ વડે તૈયાર કરેલોબેરોમીટર બોમ્બવાળી સૂટકેસનોઆબેહૂબ નમૂનો મદદરૂપ બન્યો.સેમસોનાઇટ કંપનીએ બનાવેલી સૂટકેસઘેરાશ પડતા કાંસ્ય રંગની હતી. એકદુકાનદારે તેનું ગ્રાફિક જોયા પછી કહ્યું કે, ‘આ પ્રકારની જ બેગમાં પેલા ગ્રાહકેમારા દેખતાં શોપિંગનાં વસ્ત્રો મૂક્યાં હતાંઅને ઝટપટ પૈસા આપીને રવાના થઇગયો હતો.' ટોની ગાઉસી નામના એદુકાનદારની કેફિયત મુજબ ગ્રાહક પાંચ-છ વાક્યો અંગ્રેજીમાં છતાં અરબીલહેકામાં બોલ્યો હતો. ગ્રાહકનાચહેરામહેરાનું તેણે જે આછુંપાંખું વર્ણનઆપ્યું તેના અનુસાર સ્કોટલેન્ડ યાર્ડનાઆર્ટિસ્ટે તેની મુખાકૃતિ દોરી,પછી ગુનાશોધકોએઆમ કમ્પ્યૂટરનો ડેટા ફંફોસી તેડ્રોઇંગ જોડે સામ્ય ધરાવતાઆરબ શકમંદોના ફોટા અલગતા૨વ્યા. આખરે દુકાનદારેબેબીગ્રો વસ્ત્રો ખરીદનારગ્રાહકનો ફોટો ત્યાં ઓળખીકાઢ્યો. નામ આબ્દેલ બાસેતઅલ-મેગરાહી હતું.અમેરિકાની ગુનાશોધક સંસ્થાFBIના રેકોર્ડ મુજબ તે લિબિયાના જાસૂસી-ખાતાનોગુપ્તચર હતો અને લિબિયન આરબ એરલાઇન્સનો સર્વોચ્ચસિક્યોરિટી ઓફિસર હતો.આ જાણકારી અત્યંત મહત્ત્વપૂર્ણ હતી અનેલોકરબીની હોનારતને કર્નલ મુઅમ્મર ગદ્દાફીના લિબિયાસાથે જોડતી તે પ્રથમ કડી હતી. લિબિયાના આબ્દેલબાસેત અલ-મેગરાહી પછી બીજોશકમંદ અપરાધી માલ્ટા ખાતેલિબિયન એર-લાઇન્સનો સ્ટેશનમેનેજર લામિન ફહિમાહ હતો.હવાઇ દુર્ઘટનાને કર્નલ ગદાફીનાલિબિયા સાથે જોડતી એ બીજીકડી, તો ત્રીજી એ કે ભંગારમાંમળી આવેલા બોમ્બના સ્વિસબનાવટના ટાઇમર જેવાં અનેકનંગો ઉત્પાદક કંપનીએલિબિયાને વેચ્યાં હોવાનો ફોડ પાડ્યો પાન અમેરિકનના જમ્બો જેટનેસેબોટેજ કરવા પાછળ અદૃશ્ય હાથ કર્નલગદાફીનો હોય તો તેમાં આશ્ચર્ય પામવાજેવું કશું ન હતું. ૧૯૬૯માં ફૌજી બળવાદ્વારા સત્તા મેળવ્યા પછી તરત અમેરિકાસાથે તેમને ચકમક ઝરવા લાગી હતી. લિબિયા ખાતેનાં અમેરિકન લશ્કરીમથકો તેણે બંધ કરાવ્યા અને ત્યાર બાદલિબિયામાં રોયાલ્ટીના ધોરણેપેટ્રોલિયમનું દોહન કરતી અમેરિકન તેલકંપનીઓને રવાના કરી દીધી. ૧૯૭૧માંતેમણે આરબ દેશો વચ્ચે સંપ આણીપેટ્રોલિયમના ભાવો વધારાવ્યા અને૧૯૭૧માં તો રાતોરાત અઢી ગણોવધારો કરાવ્યો. દુનિયામાં સૌથી વધુપેટ્રોલિયમ વાપરતું અમેરિકા કર્નલગદાફી પર દાઝે ભરાય એ સમજી શકાયએવી વાત હતી, પણ બન્ને દેશો વચ્ચેસંબંધો દુશ્મનાવટમાં તો એટલા માટેફેરવાયા કે ગદ્દાફી આતંકવાદી જૂથોનેપ્રોત્સાહન, પૈસા અને વધુમાં આશ્રયઆપવા લાગ્યા. ૧૯૭૦ના દસકામાં ઘણાત્રાસવાદી હુમલા તેમના પરોક્ષ દોરી-સંચાર મુજબ કરવામાં આવ્યા.લિબિયા તથા અમેરિકા વચ્ચે સીધીમુઠભેડ ૧૯૮૧માં જામી. લિબિયા તેનીઉત્તરે આવેલા સિદ્રાના અખાતને પોતાનોરાષ્ટ્રીય જળવિસ્તાર ગણતું હતું, જ્યારેઅમેરિકાના દાવા મુજબ તે આંત૨૨ાષ્ટ્રીયજળવિસ્તાર હતો. બ્રિટિશ તથા અમેરિકન ગુના-શોધકોએ ત્રણ વર્ષ સુધી ૧૫,૦૦૦સાક્ષીઓની જુબાની નોંધ્યા બાદ આબ્દેલઅલ-મેગરાહી અને લામિન ફહિમાહસામે ૨૭૦ નિર્દોષોની હત્યાનુંતહોમતનામું ઘડી કાઢ્યું. કેસ તૈયારકરાયા પછીનો ઘટનાક્રમ શરૂઆતમાંથોડો ઘણો નાટ્યાત્મક,પણ ત્યાર બાદ અત્યંતરહસ્યમય પુરવારથવાનો હતો.લિબિયાના માથાભારે સરમુખત્યાર કર્નલમુઅમ્મર ગદાફીને કહેવામાં આવ્યું કેતેઓ અલ-મેગરાહીનું અને લામિનફહિમાહનું પ્રત્યાર્પણ કરી દે. પુરાવા ખોખલા છેએમ કહી ગદાફીએ માગણી ઠુકરાવીદીધી.રાજદ્વારી ગજગ્રાહમાં ત્રણ વર્ષ નીકળી ગયાં.બ્રિટન-અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાદ્વારા લિબિયા પર આર્થિક પ્રતિબંધોમૂકાવ્યા અને ત્યાર બાદ અમેરિકાની FBIસંસ્થાએ અલ-મેગરાહીને તથા લામિનફહિમાહને Most Wanted લિસ્ટ પરમૂક્યા. આ બન્ને જણાનીચાવીરૂપ માહિતી આપનારને૪૦ ૫૦,૦૦૦ ડોલરનુંઇનામ મળે તેમ હતું.આર્થિક પ્રતિબંધોછેવટે કર્નલ ગદાફીનેવસમા પડ્યા અનેહોનારતનાં દસ વર્ષ પછીએપ્રિલ, ૧૯૯૯માં તેમણેબેય ‘વોન્ટેડ’ને બ્રિટનનાહવાલે કરી દીધા. મે,૨૦૦૦માં કેસનીસુનાવણીનો આરંભ થયોઅને ચુકાદો ૨૦૦૧જાન્યુઆરી માં આવ્યો. કોર્ટે આબ્દેલઅલ-મેગ૨ાહીને ૨૦વર્ષની સજા ફટકારી,જ્યારે લામિન ફહિમાહ સામેનો કેસનબળો જણાતા તેને શંકાનો લાભ આપીછોડી દીધો. આ તરફ સદ્ગત મુસાફરોનાંઆપ્તજનોએ પાન અમેરિકનસામે કુલ ૭ અબજ ડોલરનાવળતર માટે કેસ માંડ્યો, કેમકે ટિકિટદીઠ પાંચ ડોલરનો‘સિક્યોરિટી ચાર્જ' લેવાછતાં તેની સુરક્ષા વ્યવસ્થાકાચી નીવડી હતી. આને કારણેબીજા મુસાફરો તેનાંવિમાનોમાં પ્રવાસ કરવાનુંટાળવા લાગ્યા, એટલે છેવટેપાન અમેરિકને દેવાળું ફૂક્યું.લગભગ પોણા ત્રણસો નિર્દોષોનોભોગ લેનાર ત્રાસવાદી આબ્દેલ અલ-મેગરાહી બ્રિટનના સ્કોટલેન્ડની જેલનાસળિયા પાછળ તો ધકેલાયો, પણ તેની૨૦ વર્ષની સજા પૂરી થાય એ પહેલાંલોકરબી હોનારત લોકરબીકૌભાંડમાં રૂપાંતર પામી. આ ત્રાસવાદીએકારાવાસમાં સાડા આઠ વર્ષ ગુજાર્યાં પછીબ્રિટને જાહેર કર્યું કે તેને પ્રોસ્ટેટનું કેન્સરથયું હતું અને છેક ત્રીજા સ્ટેજમાં હતું.અલ-મેગરાહીએ કરુણાના મુદ્દે વહેલાછૂટકારા માટે અરજી કરી, જેની પુષ્ટિમાટે તબીબો દ્વારા કોર્ટને એમજણાવવામાં આવ્યું કે તે ત્રણ મહિનાકરતાં વધુ ખેંચે તેમ ન હતો. અદાલતેતેને છોડી મૂક્યો. ચાર્ટર્ડ એરબસ પ્લેનમાંતે લિબિયાના પાટનગર ત્રિપોલી પહોંચ્યોત્યારે જબરજસ્ત મેદનીએ તેને હર્ષનાદોવડે સત્કાર્યો અને મોટરોના કાફલાએ તેને કર્નલ ગદાફીનાઆવાસે પહોંચાડ્યો. લિબિયાનાસરમુખત્યાર દ્વારા અલ-મેગરાહીનું જેભવ્ય સ્વાગત થયું તેનાં જીવંત દશ્યોટેલિવિઝન પર રજૂ કરવામાં આવ્યાં.બ્રિટનથી અલ-મેગરાહી એકલોઆવ્યો ન હતો. વિમાનમાં સાથે કર્નલગદાફીનો પુત્ર સૈફ ગદાફી હતો, જે લંડનસ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ભણતો હતો. સૈફ ગદાફીને અંગ્રેજીબોલવાનાં ફાંફાં હતાં, તો પણ અર્થશાસ્ત્રપર તેણે અંગ્રેજીમાં શોધનિબંધ‘લખ્યો’ હતો અને લંડન સ્કૂલ ઓફઇકોનોમિક્સે રોકેલા જે બહારના પરીક્ષકેતેને પાસ કર્યો તે અર્થશાસ્ત્રી ભારતનાહતા. કર્નલ ગદ્દાફીએ LSEની તિજોરીને૧૫ લાખ પાઉન્ડની સખાવત વડેછલકાવી દીધી, જ્યારે નબીરો સૈફ ગદાફીPh.D.ની ડિગ્રી પામ્યો.હવે એ સવાલો કે જે લોકરબીહત્યાકાંડના ૨૭૦ સદ્ગતોનાં આપ્તજનો* સહિત અનેક લોકો માટે હ્રદયશૂળબન્યા : વિના દોષે આટલા જણાનોસામટો ભોગ લેનાર ખૂનીને ફાંસીની સજાઆપવાનું તો બાજુએ રહ્યું, પણ ‘કરુણા’દાખવી તેને કમુદતે શા માટે આઝાદ કરીદેવામાં આવ્યો ? લિબિયામાં કરાયેલું તેનુંહીરો તરીકેનું સ્વાગત અને ટી.વી.પ્રસારણ સદ્ગત મુસાફરોની અવહેલનાજેવું હતું ઉપરાંત લિબિયાના વિદેશમંત્રીએ પાન અમેરિકનના વિમાનનેકર્નલ ગદાફીએ સેબોટેજ કરાવ્યાનુંજાહે૨માં કબૂલ્યું, પણ એ પગલાનેઅપરાધ માનવાની તેમજ અફસોસવ્યક્ત કરવાની સાફ ના પાડી દીધેલી લિબિયાનાં તેલક્ષેત્રોના દોહનનો ઠેકોલેવા માગતી બ્રિટિશ પેટ્રોલિયમ કંપનીએઅલ-મેગરાહીને છોડી દેવા માટે બ્રિટનનીસ૨કા૨ ૫૨ દબાણ કર્યું હતું અને સ૨કા૨આર્થિક હિતોને ધ્યાનમાં લેતાં નમી પડીહતી. એક સરકારી અમલદારે કશા છોછવગર જણાવ્યું હતું કે આર્થિક હિતનોમામલો હોય ત્યાં લોકરબી જેવા બનાવનેવચ્ચે ન લાવવો જોઇએ. અમલદારનાકહેવાનો મતલબ એ થાય કે ‘આતંકવાદ’શબ્દની વ્યાખ્યા સંજોગો પ્રમાણે બદલ્યાકરવી જોઇએ.સપ્ટેમ્બર, ૨૦૦૮માં કરાયેલાતબીબી નિદાન પ્રમાણે અલ-મેગરાહીત્રણ મહિનામાં એટલે કે ડિસેમ્બર,૨૦૦૮ના અંત પહેલાં કબરભેગો થયોહોત, પરંતુ તે છેક મે ૨૦૧૨માં મર્યો. ગદ્દાફીએબાંધી આપેલા સુવિધાજનક બંગલામાંસરકારી ખર્ચે શાંતિનું જીવન વીતાવ્યુ.લોકરબી હોનારતના ૨૭૦ સદ્ગતોનીઆત્માને શાંતિ ન મળી હોય એ સ્વાભાવિક છે.