The Cursed Mummy of Tutankhamun in Gujarati Classic Stories by Gautam Patel books and stories PDF | તુતનખામેનનું શ્રાપિત મમી

Featured Books
Categories
Share

તુતનખામેનનું શ્રાપિત મમી

ઇગ્લેન્ડના હાઇક્લેર કાસલનામના મહેલાત જેવા રહેણાંક કિલ્લામાંઉમરાવનો પાલતુ અને ઉમદા જાતનોકૂતરો રાત્રિના લગભગ બે વાગ્યે ઓચિંતોશિયાળની જેમ લાળી નાખવા લાગ્યો.ઉમરાવ હાજર ન હતો, પણ તેના જાગીગયેલા પુત્રએ બેચેની અને કદાચગમગીની અનુભવતા કૂતરાને શાંતપાડવા માટે પંપાળ્યો. માલિકને યાદ કરીધારી તેને સાંત્વનાના પરિચિત શબ્દોકહ્યા. કૂતરાએ લાળી જેવા ચિત્કારો બંધકર્યા, પણ વેદના થતી હોય એમ કણસવામાંડ્યો. હવે તેનો દમ ઘૂંટાતો હતો અનેશ્વસનક્રિયા ધીમી પડી રહી હતી. કશાદેખીતા કારણ વગર તે આસ્તે આસ્તે મૃત્યુતરફ ધકેલાતો હતો. દસ-પંદર મિનિટશરીર નિશ્ચેત બન્યું. ઘટનાનીતારીખ : એપ્રિલ ૫, ૧૯૨૩.ઇગ્લેન્ડ થી ૩૫૦૦ કિલોમીટર છેટે ઇજિપ્તના પાટનગરકૈરોમાં બિલકુલ એ જ સમયે આવી બીજીઅકળ ઘટના આકાર લેતી હતી. સદ્ગતકૂતરાનો ૫૭ વર્ષનો ઉમરાવ માલિકલોર્ડ કાર્નેર્વૉન ત્યારે કૈરોની હોટલકોન્ટિનેન્ટલના રૂમમાં બિછાનેઅને મોત સામે ઝઝૂમી રહ્યો હતો. એકમચ્છરે તેને ચટકો ભર્યો એ કદાચબિમારીનું કારણ હોય, છતાં ખાતરીપૂર્વકએમ કહેવું મુશ્કેલ હતું. ઇજિપ્તની પ્રાચીનસંસ્કૃતિનો અભ્યાસી લોર્ડ કાર્નેર્વોનનું નામત્યારે ચોમેર પ્રસિદ્ધિમાં ચમકી રહ્યું હતું,કારણ કે હજી ચાર મહિના પહેલાં જતેણે ઇજિપ્તના કિશોર વયના રાજાતુતાનખામેનની કુબેરખજાના સહિતનીકબરનો પત્તો લગાવ્યો હતો. ઇજિપ્તનીવેલી ઓફ કિંગ્સના પહાડોમાં ભંડારેલીએ કબર ૩,૨૪૫ વર્ષ સુધી ગોપિત રહીહતી, એટલે લોર્ડ કાર્નેર્વોને પોતાના મિત્રહાવર્ડ કાર્ટરના સહયોગમાં કરેલી ખોજેતેને જગતભરમાં ખ્યાતનામ બનાવીદીધો હતો. અત્યારે જો કે કેરોની હોટલકોન્ટિનેન્ટલમાં તેને એ ખ્યાતિ જરાયમદદરૂપ થાય તેમ ન હતી, ન સમજાયએવી બિમારીને કારણે તે ક્રમશઃમૂર્છાવસ્થા તરફ સરકતો રહ્યો. ઇગ્લેન્ડમાંકૂતરાનું અવસાન નીપજ્યું તેની થોડીકમિનિટો બાદ લોર્ડ કાર્નેર્વાન પોતે રાજાતુતાનખામેનના ઇજિપ્ત ખાતે મૃત્યુપામ્યો. જોગસંજોગે એ જ વખતે કેરોમાંબધા દીવાબત્તી ગુલ થયા અને તમામશહેર અંધારપટમાં ડૂબ્યું.લોજિકલ રીતે જોતાં તો જે થયું તેકદાચ બનવાકાળ જ હતું, છતાં લોકોએબનાવોનો મેળ રાજા તુતાનખામેનનામમી પાસેની દીવાલ પર કોતરેલીચેતવણી સાથે બેસાડી દીધો. ચેતવણીનાકથિત અને બહુચર્ચિત શબ્દો હતા ઃ‘સદ્ગત રાજાની નિદ્રામાં જે વ્યક્તિખલેલ પહોંચાડશે તેનું અકાળે મૃત્યુ થશે.’તુતાનખામેનની પ્રતિબંધિત કબરમાંપેસારો થયાના ફક્ત ૧૩૦ દિવસમાંખોજ અભિયાનના સૂત્રધાર લોર્ડકાર્નેર્વાનનું મૃત્યુ નીપજ્યું એટલે તે શબ્દોફરતે રહસ્યનું કુંડાળું જામ્યું, સસ્પેન્સનું લપેટી તેના જ કદમાપ તથા વાતાવરણ ખડું થયું અને લોકોચેતવણીનો આગામી પરચો જોવા માટેઆતુર બન્યા. આશ્ચર્યપ્રેરક વાત એ કેઅભિયાન સાથે જેઓ પ્રત્યક્ષ કે પરોક્ષરીતે સંકળાયેલા તે પૈકી ઘણા ખરાનું ભેદીસંજોગોમાં મૃત્યુ થવાનું હતું. એકસદાબહાર વાયકાને ફૂલવાફાલવામાટે અનુકૂળ વાતાવરણ મળીરહેવાનું હતું,ઇજિપ્ત જયારે મિસરકહેવાતું ત્યારે એ પ્રાચીન સમયનાલોકો એવું માનતા કે મનુષ્ય તેનાઅવસાન પછી બીજી દુનિયામાંરહેવા જાય, માટે તેનો મૃતદેહવ્યવસ્થિત રીતે જાળવી રાખવોજોઇએ, દીર્ઘકાલિન જાળવણીમાટે નિષ્ણાત જાણકારો મૃતદેહપર અમુક રાસાયણિક વિધિ કરીતેને મમીનું સ્વરૂપ આપતા હતા.પહેલાં તો હૃદય અને કીડનીસિવાયનાં ભીતરી અંગો તેઓઓજારો વડે કાઢી લે. જઠર,આંતરડાં, લીવર વગે૨ે નાબૂદકરાયા પછી જે પોલાણ રહે તેમાંલિનન વસ્ત્રના ડૂચા અને ક્યારેકમાત્ર લાકડાના વહેર ભરી દે.નિર્જીવ શરીરમાં કોહવાટ ન થાયએ માટે નિષ્ણાતો તેને કેટલાકદિવસો સુધી નેટ્રોનમાં એટલે કેભીના સોડિયમ કાર્બોનેટ ક્ષારમાંરાખી મૂકતા હતા. રસાકર્ષણ વડે શારીરિક ટિશ્યૂનુંતમામ પાણી ક્ષારયુક્ત પાણીમાંઆવી જતું હતું. સુકાઇ ગયેલાટિશ્યૂમાં બેક્ટીરિઆ ન થાય,એટલે તે સડે નહિ. વિશેષ કાળજીમાટે સૂકા શરીર પર તેલનો,પ્રાણીજ ચરબીનો અને મધનોપાશ ચડાવવામાં આવતો હતો.અંતે મૃતદેહને લિનન વસ્ત્રમાંમૃતદેહ પર અનેકવિધ રાસાયણિક તેમજ ઔષધીય પ્રક્રિયાઓકરાયા પછી જ તેને વર્ષો સુધી જળવાય એવા મમીનું સ્વરૂપ મળતું  શબપેટીમાં મૂકીસીલબંધ કરી દેવાતો હતો. પહેલેથી છેલ્લેસુધીનું કાર્ય પતાવવામાં લગભગ ૭૦દિવસ લાગતા હતા. મૃતદેહ ત્યાર બાદમમી કહેવાય અને જો રાજકુટુંબના એકાદસભ્યનો મૃતદેહ હોય તો તેની શબપેટીસુંદર મુખવટા સહિત કલાત્મક રીતેસોનાજડિત બનાવવામાં આવતી હતી.કિશોર રાજા તુતાનખામેનનું તો મમીકલાકારીગરીમાં બેનમૂન હતું.ઇજિપ્તની તત્કાલીન પ્રજાનાખ્યાલ મુજબ મૃત્યુ પછી વ્યક્તિ પરલોકસિધાવે ત્યારે બીજી દુનિયામાં પણ તેનેજીવન જરૂરિયાતની ચીજો જોઇએ. આથીમમીને દફન કરતી વખતે તેની શબપેટીસાથે તેને ખપ પડે તેવી આવશ્યક ચીજોમૂકી દેવાતી હતી. ઇજિપ્તના સદ્ગતથતા રાજાને તો આવશ્યક ચીજો તરીકેસોનામહોરો, કિંમતી રત્નો, જાત જાતનાંઆભૂષણો વગેરે ઘણું બધું જોઇએ.મોજશોખની બીજી વસ્તુઓનો પણસુમાર હોય નહિ. સારો એવો શાહીખજાનો જ રાજાના મમી સાથે મૂકવોરહ્યો. જતે દહાડે કબરફાડુ તસ્કરો મોકોસાધી ખજાનો લૂંટે એવું જોખમ સો ટકા, એટલે પ્રારંભમાં સમ્રાટો કબરનેસુરક્ષિત રાખવા માટે જીવનકાળ દરમ્યાનજ પથ્થરના કાળમીંઢ પિરામિડો બનાવતાહતા, જેમનો ચોર-લૂંટારાને પત્તો લાગવોમુશ્કેલ હતો. ઇ.સ. પૂર્વે ૨૩૦૦નાઅરસામાં પ્રાચીન મિસર (ઇજિપ્ત) પરરાજ કરનાર ખુફુએ રાજધાની કૈરો પાસેનાઇલના કાંઠે તેનો પિરામિડ બંધાવ્યો,જેનું ચણતર પૂરું કરવામાં મજૂરોને ૨૨વર્ષ લાગ્યાં. સૌથી મોટો પિરામિડ તે હતો,માટે વખત જતાં ‘ધ ગ્રેટ પિરામિડ’ તરીકેજાણીતો બન્યો. ઊંચાઇ ૧૪૭ મીટર હતી અને તેના બાંધકામમાં૨.૩ મેટ્રિક ટનનો એક એવા કુલ મળી૨૦,૦૦,૦૦૦ પથ્થરો વપરાયા હતા.સમ્રાટ ખુફુના મમીને ખજાના સહિતરાખવા માટેની ચેમ્બર કેંદ્રસ્થાને હતી,જેમાં તેમને ગોઠવ્યા પછી શાહી સેવકોપથ્થરોના રાક્ષસી ચોસલા સરકાવીનેચેમ્બર તરફનો સાંકડો માર્ગ બંધ કરેઅને પોતે ભૂગર્ભના છૂપા માર્ગેબહાર નીકળી જાય એ જાતનુંપ્લાનિંગ હતું. એક ખજાનારહિતસાદી નકલી કબર પણ ભૂગર્ભમાંહતી, જેને અસલી ધારી લેતાતસ્કરો પિરામિડમાં વધુ કશીતપાસ કરે નહિ.ઇજિપ્તના સમ્રાટોનોવંશવેલો આગળ ચાલ્યો તેમપાટનગર કૈરો નજીક વારાફરતીપિરામિડો બંધાતા ગયા અનેજુમલો લગભગ ૮૦ સુધીપહોંચ્યો. દરેકમાં ઇજિપ્તનોઅકેક સમ્રાટ મમી સ્વરૂપે પોઢ્યોહતો. આમ છતાં ત્યાં સુધીમાંજે સેંકડો વર્ષો પસાર થયાં તેદરમ્યાન ઘોરખોદિયા તસ્કરોએઘણા ખરા પિરામિડોમાં ખૂફિયા માર્ગો શોધીકાઢી મૂલ્યવાન ચીજો તફડાવી લીધી હતી.કેટલાક પિરામિડોનું સ્થાપત્ય તોડફોડ વડેબગાડ્યું હતું. ઇ.સ. પૂર્વે ૧૫૮૦નાઅરસામાં તત્કાલીન સમ્રાટે નક્કી કર્યું કેતરત નજરે ચડી તસ્કરોને આકર્ષતાપિરામિડ બાંધવા જ નહિ. કૈરોથી લગભગ૭૦૦ કિલોમીટર દક્ષિણે કરાડ પાસેનીટેકરાળ ખીણનું પાતાળ તેને મમીનાભૂગર્ભ આવાસ તરીકે વધુ સુરક્ષિતલાગ્યું, કેમ કે ત્યાં મમીની અન્ડરગ્રાઉન્ડચેમ્બરનું સ્થળ ચીંધી બતાવતું એકેયકુદરતી કે માનવસર્જિત ચિહ્ન હોય નહિ.આજે લક્કોર તરીકે ઓળખાતા નગરપાસેના એ પ્રદેશને વખત જતાં Valley ofKings/સમ્રાટોની ખીણ એવું લેબલમળવાનું હતું. ડઝનબંધ સમ્રાટોના મમીનો તેઆખરી મુકામ હતો.આ નવો મુકામ વર્ષો સુધી ગોપિતઅને સુરક્ષિત રહ્યો, પણ સૈકાઓ બાદઓગણીસમી સદીમાં ૧૮૭૫ના વર્ષ દરમ્યાનઅણધારી ઘટના બની. ઇજિપ્તના અબ્દ-અલ-રસૂલ નામના ખંધા તફડંચીબાજે વેલી ઓફકિંગ્સ ખાતે એવી ભૂગર્ભ કબર શોધી કાઢી કેજેમાં ૪૦ સમ્રાટોના મમી સામટા મૂકેલા હતા.આ લૂંટારાએ કિંમતી પ્રાચીન ચીજો વારાફરતીબજારમાં વેચાવા કાઢ્યા પછી ઘણા વખતે તેનુંકારસ્તાન પ્રકાશમાં આવ્યું. પુલિસે તેને ગિરફતારકર્યો અને તેણે સત્તાવાળાઓને લક્કોર પાસેનીવેલી ઓફ કિંગ્સમાં ૪૦ મમીની છૂપી ભૂગર્ભકબરોનું સ્થાન બતાવવું પડ્યું. કબરોમાં દરેકસમ્રાટના નામની તકતી સાથેનાં મમી હતાં, પણખજાનાની ઘણી ખરી મૂલ્યવાન ચીજો ગાયબ હતી.ઇજિપ્તનું પુરાતત્ત્વખાતું સંભાળતાવહીવટકારોને લાગ્યું કે ચોર-લૂંટારા ગુપ્ત કબરોનોપત્તો લગાવી ખજાનાની ઉચાપત કરી જાય એકરતાં વ્યવસાયી નિષ્ણાતોને ઉત્ખનનનોઠેકો આપવો જોઇએ. શોધખોળને લગતુંનવું માળખું ઘડી કાઢવામાં આવ્યું, જેનામુજબ ઠેકેદારને મળી આવતાં નવાં મમીઇજિપ્ત સરકારની માલિકીનાં ગણાયઅને સ૨કા૨ ખજાનાનો અમુક ટકાહિસ્સો ખુફિયા કબરના શોધક ઠેકેદારનેઆપી દે. ઇજિપ્તના પુરાતત્ત્વવિદોનેલાગતું ન હતું કે નાઇલના કિનારે વેલીઓફ કિંગ્સમાં શોધાયા વગરનું એકાદપણ મમી બાકી રહ્યું હોય, છતાં૧૯૦૨માં તેમણે થિઓડોર ડેવિસનામના અમેરિકન માલેતુજાર અભ્યાસીનેશોધખોળનો કોન્ટ્રાક્ટ આપ્યો.પાંચ વર્ષ સુધી ડેવિસે વેલી ઓફકિંગ્સમાં ભાડૂતી માણસો દ્વારાશોધખોળનું અભિયાન ચલાવ્યું અને ઘણાપૈસા હોમી દીધા, પણ સફળતા મળીનહિ. આશાનો ચમકારો ૧૯૦૭માંદેખાયો, જ્યારે ખોદકામ કરતી વખતેમાટીના ૪૦ કૂંજા હાથ લાગ્યા. દરેકકૂંજામાં લિનન કાપડનું વીંટલું હતું.દિવંગત સમ્રાટને પરલોકમાં કામ લાગીશકે એટલા માટે તે વસ્ત્રોનો બંદોબસ્તકરાયો હતો. એક કૂંજામાં તિરાડો પડીહતી, માટે તેની ફરતે કાપડનો ટુકડોકસોકસ લપેટી દેવાયો હતો. ઇજિપ્તનીપ્રાચીન ચિત્રલીપિમાં તે કપડા પર નામલખેલું હતું : તુતાનખામેન.આ શોધ પુરાતત્ત્વના ક્ષેત્રેજેકપોટની ભાળ મેળવી આપી શકે તેવી હતી, પણ થિઓડોર ડેવિસનું નસીબ એટલું બળવાન ન હતું. નિષ્ણાતજાણકારોએ પુષ્કળ ખોજ અને મજૂરોએઘણું ખોદકામ કર્યા છતાં તુતાનખામેનનામમીનું કે માલમત્તાનું ક્યાંય નામોનિશાનજણાયું નહિ. ચોકસાઇભર્યું અભિયાન કશુંપરિણામ ન લાવ્યું, એટલે થિઓડોરડેવિસે જાહેર કર્યું કે વેલી ઓફ કિંગ્સમાંવણશોધાયેલી એકેય કબર ન હતી.ઇજિપ્તના પુરાતત્ત્વખાતા દ્વારાકોન્ટ્રાક્ટના અન્વયે મળેલો શોધખોળનોપરવાનો તેણે પાછો આપી દીધો.થોડા મહિના બાદ લોર્ડકાર્નેર્વોન પુરાતત્ત્વીય ખોજનાનવા ઠેકેદાર તરીકે ચિત્રમાંપ્રવેશ્યો. ઇજિપ્તને લગતી પ્રાચીનબાબતોના તે અભ્યાસીનું મૂળનામ તો જ્યોર્જ હર્બર્ટ, પણઉમરાવ હોવાને કારણે લોર્ડકાર્નેર્વોન તરીકે જાણીતો હતો.ઇજિપ્ત પહોંચ્યા બાદ તેણે એદેશના પુરાતત્ત્વખાતામાં ફરજબજાવતા સિનિઅર અંગ્રેજ હાવર્ડ કાર્ટરને મદદમાં લીધો.કાર્ટર પુરાતત્ત્વવિદ હતો એટલું જ નહિ, પણ ઇજિપ્તના રાજવંશોનોશાસનક્રમ મુજબનો ઇતિહાસ તેજાણતો હતો. સમ્રાટોની નામાવલિતવારીખી નોંધોમાં દર્જ હતી અનેવારાફરતી શોધાયેલાં તેમનાં મમીદ્વારા એ નામાવલિને પુષ્ટિ મળીહતી. સૌથી વધુ ઉત્કંઠા જગાડતુંમમી જો કે હજી ખૂટતું હતું અનેતે રાજા તુતાનખામેનનું હતું. લોર્ડકાર્નેર્વાનને તેમજ હાવર્ડ કાર્ટરનેતેનો પત્તો લગાવવાની અદમ્યતાલાવેલી હતી, જેના માટે અમુકકારણો પણ હતાં.તુતાનખામેન ઇજિપ્તના સમ્રાટતરીકે ગાદી પર આવ્યો ત્યારે માંડનવ વર્ષનો હતો અને જે સામ્રાજ્યતેણે સંભાળવાનું થયું તેના સીમાડાવર્તમાન પેલેસ્ટાઇન, ઇઝરાયેલ તથાલેબનાનના પ્રદેશને આવરી લેતા હતા.મિસરનું પાટનગર ત્યારે મેમ્ફિસ નામનુંનગર હતું. શાસનના નવમા વર્ષેતુતાનખાનેને લશ્કર મોકલી સિરિયાનોપણ તત્કાલીન પ્રદેશ જીતી લીધો, એટલેસામ્રાજ્ય અભૂતપૂર્વ હદે વિસ્તર્યું.ઇજિપ્તની સંસ્કૃતિ અનેસમૃદ્ધિ એ વખતે ચરમસીમાએ હતી, પણત્યાર પછી બીજે વર્ષે એટલે કે ઇ.સ. પૂર્વે૧૩૨૩માં તુતાનખામેન કશીક અસાધ્યમાંદગીને લીધે મૃત્યુ પામ્યો. ઉંમર ત્યારેમાંડ ૧૯ વર્ષની હતી, એટલે પ્રાચીનમિસરમાં પ્રવર્તતી માન્યતાઅનુસાર જીવનનાં બાકી રહેલાં ઘણાં વર્ષો તેણેપરલોકમાં વીતાવવાનાં હતાં. આકારણસર બીજા સમ્રાટોનાં મમીનીસરખામણીએ તેના મમી સાથે અતિમૂલ્યવાન એવી પુષ્કળ ચીજો મુકાયેલીહોય તે નિઃશંક વાત હતી. તરુણ રાજાનામૃત્યુ પછી વીતેલાં સવા ત્રણ હજાર વર્ષોદરમ્યાન તેની છૂપી કબરનું સ્થળ જડ્યુંન હતું. આથી કિંમતી રત્નો,સોનામહોરો, આભૂષણો, સોનાનીકલાકૃતિઓ વગે૨ે તમામ ચીજોતુતાનખામેનના મમીની આસપાસજેમની તેમ સલામત પડી હોવાનું લોર્ડકાર્નેર્વોન અને હાવર્ડ કાર્ટ૨ દૃઢપણેમાનતા હતા. મમીની ખોજ કરવાનો જેમજિયારો પ્રયાસ તેમણે હાથ ધર્યો તેમાંહાવર્ડ કાર્ટરની ભૂમિકા પુરાતત્ત્વશાસ્ત્રીડિટેક્ટિવની હતી, જ્યારે લોર્ડ કાર્નેર્રોનઆવા તપાસકાર ઉપરાંત નાણાંનોરોકાણકાર હતો. ખોજકાર્યનો બધો ખર્ચતેણે ભોગવવાનું સ્વીકાર્યું હતું, બલકેઆખી યોજના જ તેણે ઘડી કાઢી હતી.ઇંગ્લેન્ડમાં લોર્ડ કાર્નેનઇજિપ્તના પ્રવાસનું આયોજન કરવામાંડ્યો અને તે સમાચાર અખબારોમાંછપાયા ત્યારે તેને કાઉન્ટ હેમોન નામનાઉમરાવનો ચેતવણીપત્ર મળ્યો. ઉમરાવપોતાને ભવિષ્યવેતા ઉપરાંત તાંત્રિકવિદ્યાના જાણકાર તરીકે ઓળખાવતોહતો. વૈજ્ઞાનિક રીતે એ દાવાનીવિશ્વસનીયતા ચોક્કસ શંકાસ્પદ લેખાય,છતાં પત્રમાં તેણે લખ્યું હતું : ‘લોર્ડકાર્નેર્વોનને સલાહ છે કે તુતાનખામેનનીકબરમાં તે પ્રવેશે નહિ. આ સલાહનો તેઅનાદર કરશે તો ગંભીર માંદગીનાબિછાને પટકાશે, જેમાંથી કદી બેઠો થશેનહિ. ઇજિપ્તમાં જ તેનું મૃત્યુ થશે.’કોઇ બીજી વ્યક્તિ પણ આવીચેતવણી આપી શકી હોત, કારણમમીને ખલેલ પહોંચાડવાનું અશુભપરિણામ ભોગવવું પડે એવી વાયકાઓખૂબ પ્રચલિત હતી. અમુક કબરોમાંદીવાલ પર એ મતલબનાં લખાણો જોવામળ્યાં હતાં. આમ છતાં કાઉન્ટ હેમોનપોતાની ચેતવણીમાં એકદમ સ્પષ્ટ હતો.તુતાનખામેનના મમીને ‘ખલેલ’પહોંચાડવા માગતા લોર્ડ કાર્નેર્વોનનું મૃત્યુતેણે ભાખ્યું હતું. મૃત્યુ વળી ઇંગ્લેન્ડનેબદલે ઇજિપ્તમાં જ થાય એમ જણાવીઆગાહીને ‘ટુ-ધ-પોઇન્ટ’ બનાવી હતી.ચેતવણી વાંચીને સંશયમાં આવી પડેલોલોર્ડ કોર્નેવોર્ન બીજાભવિષ્યવેતાને મળ્યો, જેણેપણ મમીનો ‘નિદ્રાભંગ'કરવામાં મૃત્યુનું જોખમહોવાનું મંતવ્ય આપ્યું.ભવિષ્યનિદાન માટે કશોસાયન્ટિફિક આધાર ન હતો,છતાં ભવિષ્યના બનાવોસાથે તેનો મેળ બેસી જવાનોહતો અને તુતાનખામેનનુંમમી તેને લીધે રહસ્યરંગીનદંતકથાનું પાત્ર બનવાનું હતું.ઇજિપ્તની વેલી ઓફકિંગ્સનાઆવાસમાં તુતાનખામેનનુંમમી ક્યાંક પોઢ્યું હોય એનક્કી વાત હતી. કાર્નોનઅને કાર્ટર ઓક્ટોબર,૧૯૧૪માં ત્યાં મજૂરો પાસે ઉત્ખનનનુંકાર્ય શરૂ કરાવવા માગતા હતા, પણઅચાનક ફાટી નીકળેલા પ્રથમવિશ્વવિગ્રહે તેમની યોજનામાં લાંબીમુદત પાડી દીધી. વ્યવસ્થિત કાર્ય૧૯૧૭માં શરૂ થયું, જેનું હાવર્ડ કાર્ટરેબહુ ચીવટપૂર્વક આયોજન કર્યું હતું.ઇજિપ્તના ત્રણ પરાક્રમી સમ્રાટોનીઅન્ડરગ્રાઉન્ડ કબરો વચ્ચેની ૨.૫ એકરજેટલી ત્રિકોણાકાર ખડકાળ ભૂમિનુંઅગાઉ કદી ખોદકામ કરાયું ન હતું.તુતાનખામેન ભૂતકાલિન રાજવંશમાંઆગવું સ્થાન ધરાવતો હતો, એટલે તેનુંપણ મમી પરાક્રમી સમ્રાટોનાંદફનસ્થળોની પાસે જ ક્યાંક હોય એવુંહાવર્ડ કાર્ટરનું તાર્કિક અનુમાન હતું.મજૂરોને તેણે એ ત્રિકોણાકાર જગ્યાએકામે લગાડી દીધા.ઉત્ખનન માટેનો વિસ્તાર જ્યાંખાસ્સો ૨.૫ એકરનો હોય ત્યાં મમીનાભૂગર્ભ આવાસનું પ્રવેશદ્વાર શોધીકાઢવાનું સહેલું ન હતું. ખોદકામ કરીહજારો ટન પથરાનો અને માટીનો જથ્થોખસેડવાનો થાય--અને તે પણ એજમાનામાં કે જ્યારે બુલડોઝર જેવાંયાંત્રિક સાધનો ન હતાં. ઉપરાંત ભારેપરિશ્રમ માગી લેતું કામ સળંગ આખુંવર્ષ નહિ, પણ માત્ર શિયાળુ મહિનાઓદરમ્યાન હાથ ધરી શકાતું હતું. ચાર વર્ષનીકળી ગયાં પછી લોર્ડ કાર્નેવોર્નનાપૈસા અને ધીરજ બંને ખૂટવા લાગ્યા.આમ છતાં ૧૯૨૨માં તેણે છેલ્લી વારનોપ્રયાસ કરી જોવા માટે હાવર્ડ કાર્ટરનેપરવાનગી આપી. નવેમ્બર ૧,૧૯૨૨ના રોજ કાર્ટરે મજૂરો પાસે કામશરૂ કરાવ્યું. આ વખતે તેણે શુકનનું પ્રતીકગણાતું પીળા-સોનેરી રંગનું કેનેરી પક્ષીમંગાવ્યું હતું અને પોતાના રહેઠાણે તેનુંપાંજરું લટકાવ્યું હતું.કેનેરી ખરેખર જાણે શુકનિયાળનીવડ્યું હોય એમ ત્રીજે જ દિવસેમહેનતનું ફળ નજર સામે આવ્યું. દિવસનવેમ્બર ૩, ૧૯૨૨નો હતો. કાર્ટર સવારેપરવારીને ખોદકામના સ્થળે પહોંચ્યોત્યારે આપસમાં સતત વાતચીત કરવાનીજે આદત ધરાવતા મજૂરો ચૂપ હતા. એકમજૂરે ભૂસપાટીનો પોપડો નાબૂદ કરાયાપછી દૃશ્યમાન થયેલું પગથિયું બતાવ્યું,કાર્ટરની સૂચના પ્રમાણે ઓજારો થકીમાટીના જેમ વધુ થરો ખસેડાતા ગયાતેમ વધુ પગથિયાં ખુલ્લાં પડ્યાં, એટલેકાર્ટર પામી ગયો કે એ સોપાનઅન્ડરગ્રાઉન્ડ કબર તરફ જતાં હતાં.તુતાનખામેનનું જ ખજાના સહિતનું મમીતેમાં પોઢ્યું હોય એ પણ નક્કી વાત હતી.હાવર્ડ કાર્ટર આનંદમિશ્રિત રોમાંચઅનુભવી રહ્યો હતો મજૂરોને તેમનોપરિશ્રમ ફળ્યાનો સંતોષ હતો. કેનેરીપક્ષીનું આગમન શુકનિયાળ નીવડ્યું એમધારી લેવામાં આવ્યું, પણ ત્યાર પછીએવો પ્રસંગ બન્યો કે જેણે વાતાવરણનેશંકા-કુશંકાઓ વડે ભરી દીધું. એક દિવસઝેરી નાગ કેનેરીના પાંજરામાં દાખલથયો અને તરફડિયાં મારતા એ પંખીનુંભક્ષણ કરી નાખ્યું. ઇજિપ્તના સમ્રાટોમાથા પર ફેણ ચડાવેલા નાગનીઆકૃતિવાળો તાજ પહેરતા, કેમ કે નાગનેતેઓ પોતાના રક્ષક માનતા હતા.તુતાનખામેનની ગુપ્ત કબર ખુલ્લીઇજિપ્શિયન મજૂરોને થયું કે કેને૨ી પક્ષી મમીને ખલેલ નિમિત્ત બન્યું, વહેમી મજૂરો લાંબી સમજાવટને અંતે કામ આગળ ચલાવવા માંડ કબૂલ થયા.થોડા દિવસમાં તેમણે સોળે સોળપગથિયાંનો દાદરો ખુલ્લો કરી દીધો, જેભૂગર્ભમાં બોગદા સુધી લંબાતો હતો અનેબોગદાના સામા છેડે તુતાનખામેનનામમીનો આવાસ હતો. ખજાનાનો ઓરડોત્યાં જ હતો.નવેમ્બર ૨૬, ૧૯૨૨ની બપોરેલોર્ડ કાર્નેર્વૉન અને હાવર્ડ કાર્ટર પગથિયાંઉતરીને તેમજ પહેલો દરવાજો વટાવીનેકબરના બોગદામાં પ્રવેશ્યા, જે ૧૩.૫મીટર લાંબું હતું. બોગદાના સામા છેડેએવા જ પથ્થરના સ્લેબ જેવો બીજોદરવાજો હતો. તુતાનખામેનનું નામ તેના૫૨ ચિત્રલીપિમાંકોતરેલું હતું. રાજમુદ્રાપણ હતી. બીજેદિવસે કોશ વડેદરવાજામાં ગાબડુંપાડવામાં આવ્યું.કાર્નેર્વોન અને કાર્ટરપાસે ટોર્ચલાઇટ હતી,પણ અવાવરુજગ્યામાં કાર્બનડાયોક્સાઇડ જેવાખરાબ વાયુનીમોજૂદગી જાણવાતુતાનખામેનની કબરનાબોગદામાં પ્રવેશ્યા બાદ કાર્ટરેઅને કાર્નેર્વોને  સળગતી મીણબત્તી સાથે રાખીહતી. બાકોરા વાટે તેઓ ૮ મીટર લાંબાઅને ૩.૭ મીટર પહોળા મુખ્ય ખંડમાંપ્રવેશ્યા. અહીં તરુણ સમ્રાટ તુતાનખામેનની કાળારંગની બે ફુલસાઇઝ પ્રતિમાઓ હતી,જેને સોનાનાં આભૂષણો પહેરાવેલાં હતાં.દરેકના જમણા હાથમાં સોનાનો ભાલોહતો. રત્નજડિત ડાબલીઓ, રથનાપૂરજા, સોનાની ફૂલદાનીઓ તથાબીજી તરેહ તરેહની કલાકૃતિઓ હતી. આમછતાં લોર્ડ કાર્નેર્વોને અને હાવર્ડ કાર્ટરેસાચું અનુમાન કર્યું કે એ ચીજો સદ્ગતતરુણ રાજાની તહેનાતમાં મુકાયેલાખજાનાની ન હતી. ખજાનો ક્યાંક બીજાઓરડામાં હતો.પથ્થરના દરવાજા કાળમીંઢ હતા.મજૂરોની તથા ઓજારોની સહાયવારંવાર લેવી પડતી હતી. ઘણા વખતપછી મુખ્ય ખંડની પાછળના ઉપખંડનોપત્તો લાગ્યો. અહીં પણ અવનવીકલાત્મક ચીજો પડેલી હતી, પરંતુખજાનાની નહિ. મુખ્ય ખંડમાં વધુ એકદરવાજો જમણી તરફ દેખાયો, જેમાંમહામહેનતે બાકોરું પાડવામાં આવ્યું.બાકોરા વાટે કાર્નેર્વાન અને કાર્ટર ૬.૪× ૪ મીટરની જે ચેમ્બરમાં પ્રવેશ્યા તેણેએ જ ઘડીએ તેમને અચંબા તથા રોમાંચવડે દિગ્મૂઢ કરી દીધા. ચેમ્બરની વચ્ચોવચખુલ્લો પટારો હતો, જેમાં અત્યંતકલાત્મક શબપેટી હતી અને બેશક તેશબપેટીમાં તુતાનખામેનનું મમી ૩,૨૪૫વર્ષ થયે પોઢ્યું હતું. પૂરા ૧૧૩ કિલોગ્રામસોના વડે શબપેટી પરનું ડિઝાઇનવાળુંસુંદર આવરણ સદીઓ પછીયે તેનીઅસલ સ્થિતિમાં અકબંધ સચવાયું હતું.આંગળી વડે રજકણો દૂર કર્યા પછીટોર્ચલાઇટના પ્રકાશમાં સોનું એટલુંચમકદાર દેખાયું કે તેના વડે સુશોભિતરીતે જડાયેલી શબપેટી જાણે હજી થોડાદિવસ પહેલાં જ બનાવવામાં આવી હોય.આ ચેમ્બરની અડોઅડ ખજાનાનોઓરડો હતો. અહીં પણ સવા ત્રણ હજારવર્ષે પહેલી વખત ટોર્ચલાઇટ તથામીણબત્તી વડે પ્રકાશનું કિરણ પથરાયુંઅને તે અજવાળામાં જે દૃશ્ય જોવા મળ્યુંકાલ્પનિક વાર્તામાં જ સંભવે એવું હતું.લોર્ડ કાર્નેર્વાનના શરીરમાં અનેરો રોમાંચફરી વળ્યો, કેમ કે પાંચમે વર્ષે સાવ તજીદેવાના આરે પહોંચેલું મિશન રહી રહીનેછેવટના પ્રયાસે ફળ્યું હતું. આ ચેમ્બરમાંસોનામહોરોના અને કિંમતી રત્નોનાથાળ ખુલ્લા પડ્યા હતા. તુતાનખામેનનીરાજમુદ્રાવાળી નગદ સોનાની તકતીઓહતી. લિનન કાપડનાં વીંટલાં હતાં અનેકલાત્મક પ્રતિમાઓ તેમજ મુખાકૃતિઓહતી. દીવાલ પર ચિત્રલીપિમાં લખાણહતું. કાર્નેર્વૉન અને કાર્ટર ચિત્રલીપિજાણતા ન હતા, પણ મહિનાઓ બાદનિષ્ણાતોએ અનુવાદ કર્યા પછી ખબરપડી કે તેમાં સદ્ગત રાજાના મમીનેખલેલ ન પહોંચાડવી એવા મતલબનીચેતવણીનો સમાવેશ થતો હતો.ચેમ્બરની ટૂંકીમુલાકાત બાદ કાર્નેર્વોન અને કાર્ટર પાછાબહાર આવ્યા. તુતાનખામેનની શબપેટીખોલવાનો કે ખજાનાની એકેય વસ્તુલેવાનો તેમને અધિકાર ન હતો. પહેલુંકામ સફળ ખોજ અંગે ઇજિપ્તનીસરકારને જાણ કરવાનું હતું.તુતાનખામેનનું મમી શોધાયાનાસમાચારે ચોમેર અખબારી જગતનેગજાવ્યું, કારણ કે મમી સાથે ભરપૂરખજાનો સંકળાયેલો હતો.  મિસરનેવર્ષો  સુધી ગુલામ રાખ્યા બાદ ૧૯૨૨માંમાત્ર આંશિક સ્વતંત્રતા આપનાર બ્રિટનપ્રત્યે એ દેશના લોકોને અણગમો હતો.ઇજિપ્તની કેટલીયે પ્રાચીન કલાકૃતિઓઅંગ્રેજ હકૂમતે બ્રિટિશ મ્યૂઝિયમમાંકાળજીપૂર્વક જાળવી રાખવાના બહાનેઆંચકી લીધી હતી. ઉમરાવ કાર્નેર્વૉન,હાવર્ડ કાર્ટર અને સંશોધક ટીમના ઘણાખરા અંગ્રેજ સભ્યો માટે પણ રાજધાનીકૈરોમાં અફવા ચાલી કે બ્રિટનના ત્રણએરોપ્લેન સરકારી તંત્રની જાણબહારવેલી ઓફ ધ કિંગ્સમાં ઉતર્યાં અનેતુતાનખામેનનો શક્ય એટલો ખજાનોભરી બ્રિટન તરફ ઉપડી ગયાં.ફેબ્રુઆરી ૧૭, ૧૯૨૩ના રોજઇજિપ્તના પુરાતત્ત્વખાતાના નિષ્ણાતોતેમજ સરકારે નિયુક્ત કરેલાપ્રતિનિધિઓ સાથે લોર્ડ કાર્નેર્વોન અનેતેના અમુક ટીમસભ્યો ‘સત્તાવાર’ રીતેતુતાનખામેનની ચેમ્બરમાં પ્રવેશ્યા.ટુકડીમાં પુરાતત્ત્વશાસ્ત્રી આર્થર મેસ,એક્સ-રે સ્પેશ્યાલિસ્ટઆર્કિબાલ્ડ રીડ, મદદનીશરિચાર્ડ બેથેલ ઉપરાંતકાર્નેર્વોનની પત્ની સામેલહતી. સાથોસાથ કાર્નેર્વોન પાળેલો વફાદાર કૂતરો પણખરો. શબપેટીની બેનમૂનસુંદરતાએ અને ખજાનાનીસમૃદ્ધિએ બધામુલાકાતીઓને અચંબામાંનાખી દીધા. ઇજિપ્તનીપ્રાચીન સંસ્કૃતિના વૈભવઅંગે જે કલ્પના તેમણે કરેલીતેનો પનો હવે ટૂંકો જણાતોહતો.આ પ્રથમ વિઝિટપછીના કેટલાક દિવસોમૂલ્યવાન ચીજવસ્તુઓનીવિગતવાર સૂચિ બનાવવામાં અનેમૂલ્યની આંકણી કરવામાં વીત્યા.ઉત્ખનન માટે થયેલા કોન્ટ્રાક્ટ મુજબ૧૧૩ કિલોગ્રામ સોનાવાળી શબપેટીઅને મમી ઉપરાંત સોનાજડિતશિલ્પકૃતિઓ ઇજિપ્તની સરકારને ફાળેજતી હતી, જ્યારે બાકીની ચીજોના ભાગપાડવાના હતા. લોર્ડ કાર્નેર્વોનના ભાગે૨,૫૬,૩૦૫ ડોલર આવ્યા, જે રકમ પોતે૧૯૨૩ના તે અરસામાં ખજાનાતુલ્યહતી. હાવર્ડ કાર્ટરને ૪૦,૦૦૦ ડોલર મળ્યા. બ્રિટનના ‘ટાઇમ્સ’ અખબારેકાર્નેર્વાનને સારી એવી રકમ આપી તેનારોમાંચક શોધકાર્યની કથા અનેતુતાનખામેનને લગતા તમામ સમાચારોછાપવાના સર્વે હક્કો ખરીદી લીધા.માર્ચ, ૧૯૨૩માં લોર્ડકાર્નેર્વોન પોતાના ભાગે આવતા પૈસાનીવસૂલી માટે પાટનગર કૈરો પહોંચ્યો.ફાળવણીનો મામલો જરા ગૂંચવાયો હતોઅને ફેંસલા માટે રાહ જોવી પડે તેમ હતી.કૈરોની હોટલ કોન્ટિનેન્ટલમાં તેણે મુકામકર્યો. સાથે તેની દીકરી એલ્વિન પણ હતી,જે વેલી ઓફ કિંગ્સ ખાતે રોકાયેલા હાવર્ડકાર્ટરને દર બે દિવસે પત્ર લખી પૈસાનીમડાગાંઠ બાબતે તાજી સ્થિતિની જાણકરતી હતી. માર્ચ ૧૬, ૧૯૨૩ના રોજતેણે ચિંતા વ્યક્ત કરતો પત્ર લખ્યો કે તેનાપિતાનું સ્વાસ્થ્ય અચાનક કથળ્યું હતું.ગળાની બધી ગ્રંથિઓ ફૂલી ચૂકી હતીઅને રાત્રે ચડેલો તાવ હજી યથાવત્ હતો.એલ્વિને લખ્યું કે બિસ્માર હાલત કયાશબ્દોમાં વર્ણવવી એ સવાલ હતો.અંગ્રેજ ઉમરાવ કાર્નેર્વોનનીતબિયત માર્ચના ઉત્તરાર્ધમાં દિવસોદિવસવધુ કથળતી રહી અને બીજે મહિનેએપ્રિલ ૫, ૧૯૨૩ના રોજ હોટલમાં જતેનું અવસાન નીપજ્યું. મૃત્યુનાથોડા સમય અગાઉ સાડા ત્રણ હજારકિલોમીટર છેટે બ્રિટનમાં હેમ્પશાયરખાતેની એસ્ટેટમાં તેના કૂતરાનો દમતૂટ્યો હતો. કાર્નેર્વોનની બિમારીનુંનિદાન છેવટ સુધી ન કરી શકાયું તેમકૂતરાના એકાએક થયેલા મૃત્યુનું રહસ્યપણ અકળ રહ્યું. અફવાની ડમરી ચડાવવામાટે એ પૂરતું કારણ હતું. ઇજિપ્તમાં અનેપછી યુરોપ-અમેરિકામાં વાત પ્રસરી કેલોર્ડ કાર્નેર્વોને તરુણ સમ્રાટના મમીનેખલેલ પહોંચાડી, એટલે મમીના કથિતઅભિશાપે તેનો ભોગ લીધો. આ માન્યતાપહેલાં તો અગોચર બાબતોમાં મક્કમપણેશ્રદ્ધા કે પછી અંધશ્રદ્ધા ધરાવતા તદનવહેમી લોકોના અમુક વર્ગ પૂરતીમર્યાદિત રહી, પણ સિલસિલો ત્યાંઅટકવાનો ન હતો.તુતાનખામેનની કબર શોધવાનાકાર્યમાં આગળ પડતો ભાગ લેનારઅમેરિકન પુરાતત્ત્વશાસ્ત્રી આર્થર મેસપણ કૈરોની હોટલ કોન્ટિનેન્ટલમાં રોકાયોહતો. શબપેટી ખોલાયા બાદ વૈજ્ઞાનિકઅભ્યાસ ખાતર મમીનું નિરીક્ષણ કર્યું હતું.લોર્ડ કાર્નેર્વોનનું મૃત્યુ થયાના કેટલાકદિવસો પછી આર્થર મેસ કશાક નસમજાતા કારણસર થકાવટ અનુભવવાલાગ્યો. નબળાઇ વધતી રહી, પણડોક્ટરો ચોક્કસ નિદાન પર આવી શક્યાનહિ. આ પુરાતત્ત્વશાસ્ત્રી અંતે કોમામાંસરી પડ્યો અને મૂર્છિત અવસ્થામાં જમૃત્યુ પામ્યો.મૃત્યુની આગામી ઘટના પણઅચાનક જ બની. લોર્ડ કાર્નેર્વોનનુંઅવસાન થયાના સમાચાર જાણીઇંગ્લેન્ડથી તેની નિકટનો મિત્ર જ્યોર્જગોલ્ડ ઇજિપ્ત આવી પહોંચ્યો હતો.કાર્નેર્વોનની દીકરી એલ્વિનને મળ્યા પછીજિજ્ઞાસા સંતોષવા ખાતર તેણે વેલી ઓફકિંગ્સ ખાતે કબરની મુલાકાત લીધી. બીજેદિવસે એ તાવમાં પટકાયો, જે બાર કલાકપછી તેના માટે જીવલેણ બન્યો. જ્યોર્જગોલ્ડના કેસમાં પણ મોતનું તબીબી કારણજાણી શકાયું નહિ.ઉપરાઉપરી ત્રણ મૃત્યુ બહુ ટૂંકાગાળામાં થયાં, માટે શરૂઆતે માત્રઐતિહાસિક ગણાયેલું તુતાનખામેનનુંમમી ઘણા લોકોને મન અપશુકનિયાળલેખાવા માંડ્યું અને દૈનિક-સામયિકોએએવી લોકમાન્યતાનો મુદ્દો પોતાનાલખાણોમાં સામેલ કર્યો. પુરાતત્ત્વનાઅજોડ નમૂના જેવા મમીને અગમ-નિગમના સાવ જુદા જ ફોકસમાં લાવીદેતા માઠા પ્રસંગો ત્યાર બાદ વારાફરતીબનવા લાગ્યા. ચોથો વારો સંશોધકટુકડીના રેડિઓલોજિસ્ટ યાને એક્સ-રેનાનિષ્ણાત આર્કિબાલ્ડ રીડનો હતો. મમીનોએક્સ-રે પાડી તેણે રિપોર્ટ તૈયાર કરીઆપ્યો હતો. ઇજિપ્તમાં જ તેને ચક્કર,થાક અને સુસ્તી જણાવા લાગ્યા. દવાવડે સુધારો ન થયો ત્યારે ડોક્ટરોએઅનુમાન કર્યું કે ઇજિપ્તનું વિષમહવામાન તેને માફક આવતું ન હતું.જહાજ દ્વારા તેને ઇંગ્લેન્ડ મોકલી દેવામાંઆવ્યો, જ્યાં થોડા દિવસ બાદ તેનુંઅવસાન નિપજ્યું. ઇજિપ્તમાં તે દરમ્યાનવેલી ઓફ કિંગ્સ ખાતે લોર્ડ કાર્નેર્વાનનીસંશોધક ટુકડીના અમુક સભ્યોએ હજીપડાવ નાખી રાખ્યો હતો. ટુકડીનોવહીવટ કાર્નેર્વોનનો અંગત મદદનીશરહી ચૂકેલો રિચાર્ડ બેથેલ સંભાળતો હતો,જેણે ખજાનાની ચીજોનું લિસ્ટબનાવવામાં પણ મદદ કરી હતી.ઇંગ્લેન્ડના આર્કિબાલ્ડ રીડનું મરણ થયુંએ જ દિવસે ઇજિપ્તમાં રિચાર્ડ બેથેલહૃદયરોગના જીવલેણ હુમલાનો ભોગબન્યો. કુતૂહલને ખાતર કબરની મુલાકાતલેનાર જાણીતો બ્રિટિશ ઉદ્યોગપતિજ્યોર્જ ફૂલ આવો બીજો હતભાગી હતો.હાર્ટ-અટેક નહિ, પણ લોર્ડ કાર્નેર્વોનસહિત અમુક જણાને થયો એવો તદનઅકળ રોગ તેના માટે ગોજારો નીવડ્યો.આ બધું એટલા માટે નીવડ્યું કેબનવાકાળ હતું. મમીના કહેવાતાઅભિશાપ સાથે તેને લેશમાત્ર સંબંધ નહતો, બલકે અભિશાપનો ખ્યાલ પોતેઅલૌકિક ચમત્કારોમાં માનતાઅંધશ્રદ્ધાળુ લોકોનો દિમાગી તરંગ હતો.આમ છતાં કબર ખૂલ્યાનાં ૭ વર્ષમાંસંશોધક ટુકડીના સભ્યો અને કબરનામુલાકાતીઓ સહિતના ૧૨ જણા એકંદરેભેદી જણાતા સંજોગોમાં મૃત્યુ પામ્યા,એટલે નકારાત્મક પ્રસિદ્ધિએ તરુણ સમ્રાટતુતાનખામેનના મમીને નામચીન બનાવીદીધું. ભયપ્રેરિત રોમાંચની અને રહસ્યનીકાયમી મહોર તેના પર લાગી. ધ્યાન પરન લેવાયેલી હકીકત એ કે સંશોધકો પૈકીબે જણા સલામત હતા. એક સભ્ય રિચાર્ડએડમસન નામનો અંગ્રેજ પુરાતત્ત્વવિદહતો, જે ૭૦ વર્ષનું આયુષ્ય ભોગવવાનોહતો. બીજો હાવર્ડ કાર્ટર પોતે હતો.૧૯૩૯માં તેનું કુદરતી રીતે અવસાનથયું ત્યારે કેટલાંક દૈનિકોએ નોંધ્યું કે સોળવર્ષ બાદ હવે કથિત અભિશાપનો ખ્યાલતજી દેવો જોઇએ. કબરને શોધી કાઢનારહાવર્ડ કાર્ટર તો સમ્રાટ તુતાનખામેનનોમુખ્ય ‘આરોપી’ ગણાય, છતાં તેનું અકાળેમોત ન થયું એ બતાવે છે કે મમી વગરકારણે બદનામ થયું હતું.આ મુદ્દો તર્કસંગત હતો અને ત્યારપછી વર્ષો સુધી કશું અજૂગતું ન બન્યું એપણ હકીકત હતી. ન બનવાનું કારણઅમુક વર્તુળોએ એમ બતાવ્યું કે પાટનગરકરોના મ્યુઝિયમમાં સુરક્ષિત પડી રહેલાતુતાનખામેનના મમીને કોઇએ ખલેલપહોંચાડી નહિ. આ દલીલ પોકળ હોવાછતાં તેને પુષ્ટિ આપતી ઘટના વર્ષો પછી૧૯૬૬માં બની. ફ્રાન્સના પેરિસ શહે૨માંતુતાનખામેનના મમીને સોનાજડિતશબપેટી સહિત પ્રદર્શિત કરવાનું હતું.ઇજિપ્તના પ્રાચીન કલાકૃતિ વિભાગનાનિયામક મોહમદ ઇબ્રાહિમને પ્રવાસનુંઆયોજન કરવાનું જણાવ્યું. ઇજિપ્તનાસૌથી જાણીતા મમીને સહીસલામત રીતેપરદેશ મોકલવું અને હેમખેમ પાછુંલાવવું એ મોટી જવાબદારીનું કામ હતું.ઇબ્રાહિમે પોતાના સીનિઅર કર્મચારીઓસાથે રોજેરોજ બેઠકો યોજીને પ્રવાસનોકાર્યક્રમ તૈયાર કર્યો. દિવસો બાદ કલાકૃતિવિભાગના કાર્યાલયમાં છેલ્લી મીટિંગપતાવીને બહાર નીકળ્યો અને રસ્તોઓળંગવા જતા પૂરપાટ વેગે આવતીમોટરે તેને અડફેટે ચડાવ્યો. ઇબ્રાહિમઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો.થોડાં વર્ષ પછી ૧૯૭૨માંઇબ્રાહિમના ઉત્તરાધિકારી ડો. ગમાલમેહરેઝને સૂચના મળી કે તુતાનખામેનનામમીને તેણે બ્રિટિશ મ્યુઝિયમમાં પ્રદર્શનઅર્થે લંડન મોકલવાનો બંદોબસ્ત કરવાનોહતો. આ નિયામકે કબરમાં મળેલી અમુકકલાકૃતિઓ તેમજ સોનાજડિત શબપેટીલાકડાનાં મોટાં ખોખાંમાં મૂકાવી તેમનેસીલબંધ કરાવ્યાં. એક સવારે ખોખાંનીહેરફેર દરમ્યાન ફાઇલમાં નોંધ ટપકાવતીવખતે એ સંગ્રહાલયની ફરસ પર ઢળીપડ્યો અને તેના આયુષ્યનો છેડો આવીગયો. ડોક્ટરોના રિપોર્ટ મુજબ રૂધિરા-ભિસરણમાં વિક્ષેપ પડવાને લીધે ડો.ગમાલ મેહરેઝનું અવસાન થયું હતું.તુતાનખામેનનું મમી છેવટે તો બ્રિટિશરોયલ એરફોર્સના બ્રિટાનિયા પ્રકારનાવિમાન દ્વારા લંડન પહોંચ્યું ખરું, પણથોડાં સપ્તાહ બાદ એ પ્લેનનો ૪૦ વર્ષનોકેપ્ટન લીક લ્યૂરી હૃદયરોગના હુમલાનોભોગ બન્યો.એક પછી એક મૃત્યુના પ્રસંગોએટલા માટે બન્યા કે ક્રમાનુસાર આમેયબનવાના હતા. તુતાનખામેનના મમીસાથે તેમને જોડી દેવાનું કારણ ન હતું.વિજ્ઞાનના દૃષ્ટિકોણે તો અભિશાપનેલગતા ખ્યાલને હાસ્યાસ્પદ ગણવો રહ્યો.આમ છતાં મૃત્યુના સિલસિલાનું જેનેસાઇડ ઇફેક્ટ  એવું પરિણામ એ આવ્યું કેતુતનું મમી વિજ્ઞાનીઓના અભ્યાસનોવિષય બન્યું. ઇજિપ્તના બીજા ડઝનબંધસમ્રાટોનાં મમી પણ મળી આવ્યાં હતાં,પરંતુ તેમને વૈજ્ઞાનિક રીતે ખાસબારીકીપૂર્વક તપાસવામાં આવ્યાં ન હતાં.તુતાનખામેનના મમી જોડે સંકળાયેલીવાયકાએ તથા મૃત્યુકેસોના સિલસિલાએતેના ફરતે રહસ્યનું કુંડાળું રચ્યું, એટલેવખત જતાં તેનો સાયન્ટિફિક અભ્યાસથવા લાગ્યો. વિજ્ઞાનીઓના બે આશયોહતા. આ સમ્રાટનું માત્ર ૧૯ વર્ષની કાચીવયે મૃત્યુ શા કારણે થયું એ તેમને જાણવુંહતું. ઉપરાંત લોર્ડ કાર્નેર્વોન જેવા અનેકબદકિસ્મત લોકો કેમ માર્યા ગયા તેનોનક્કર વૈજ્ઞાનિક ખુલાસો તેમને મેળવવોહતો. તુતના અવસાનનું સંભવિત કારણતો સાંયોગિક રીતે ખબર પડી આવ્યું.એક્સ-રે દ્વારા જણાયું તેમ એના પગેફ્રેક્ચર થયું હતું. સંશોધકોએ પહેલાં એવીધારણા બાંધી કે ન સંધાયેલા હાડકામાંચેપ લાગ્યો હોવો જોઇએ અને તેનું વિષઆખા શરીરમાં ફેલાયું હોવું જોઇએ.આમ છતાં ૨૦૧૦ દરમ્યાન તેનાશરીરમાં ફાલ્સિફરમ જીવાણુના DNAમળી આવ્યા પછી સાબિત થયું કે તેમેલેરિયાનો ભોગ બન્યો હતો.આ રાજાની કબરના મુલાકાતીઓકેમ બૂરા અંજામને ભેટ્યા તેનો ભેદ કદાચજેના દ્વારા ખુલ્લો પડે તે આકસ્મિક ઘટના૨૦૦૫માં બની. ઇજિપ્તના કૈરોમ્યુઝિયમમાં ફરજ બજાવતા અને ફરજનાને ભાગરૂપે ક્યારેક મમીના નજદીકીસંપર્કમા આવતા અમુક કર્મચારીઓબિમાર પડ્યા. તબીબી પરીક્ષણમાંજાણવા મળ્યું કે તેમને શારીરિક થકાવટની અને તાવ પેદા કરતી તેમજ યોગ્યવુસારવાર ન મળે તો મૃત્યુ નોતરી લાવતીAspergillus niger નામની ફૂગનો ચેપલાગુ પડ્યો હતો. સૂર્યપ્રકાશ જ્યાં નનો પહોંચે એવા બંધિયાર વાતાવરણમાં પણફૂલતીફાલતી અને હજારો વર્ષ સુધી વ્યાપકરહેતી એ ફૂગના નમૂના ત્યાર બાદકેટલાંક મમીની કબરોમાં અને ખુદ કૈરોસંગ્રહાલયનાં મમીમાં પણ મળી આવ્યા.બીજી ફૂગ Aspergillus flavusપ્રકારની હતી અને તે પણ ઓછીપ્રતિકારકશક્તિની વ્યક્તિ માટેપ્રાણઘાતક નીવડે તેવી હતી. લોર્ડકાર્નેર્વોન, રેડિઓલોજિસ્ટ આર્કિબાલ્ડરીડ, ઉદ્યોગપતિ જોલ વૂલ્ફ, ઇજિપ્તનાપ્રાચીન ઇતિહાસનો જાણકાર આર્થરમેસ, કાર્નેર્વાનનો મદદનીશ રિચાર્ડ બેથેલવગેરેને કબરની મુલાકાત દરમ્યાન ચેપલાગ્યો હોય એ બનવાજોગ હતું. હાવર્ડકાર્ટર ચેપને પહોંચી વળ્યો, કેમ કે તેહટ્ટાકટ્ટા બાંધાનો સશક્ત આદમી હતો.કબરની મુલાકાત જેમણે નહોતી લીધીઅને છતાં જેઓ મમીને ‘ખલેલ’પહોંચાડ્યા બાદ મર્યા તેમનું મૃત્યુથવાકાળ હતું, માટે થયું હતું.આ સાયન્ટિફિક ખુલાસો તર્કબદ્ધઅને બુદ્ધિગમ્ય છે. એકંદરે સાચો જણાયછે. આમ છતાં તુતાનખામેનની કબરમાંગયેલા અથવા તેના મમીના સંપર્કમાંઆવેલા કુલ ૨૨ જણા કબર ખૂલ્યાનાંપ્રથમ આઠ વર્ષમાં જ અકાળે મૃત્યુ પામ્યા હતા.