Redhat-Story ek Hacker ni - 12 in Gujarati Thriller by Divyesh Labkamana books and stories PDF | રેડહેટ-સ્ટોરી એક હેકરની - 12

Featured Books
Categories
Share

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 12


     રેડ હેટ:સ્ટોરી એક હેકરની
     પ્રકરણ 12

        સૂર્યાની ગાડી કિંજલના ઘર પાસે પહોંચી. મનુકાકાએ ગાડી થોભાવી.કિંજલ તેમાંથી નીચે ઉતરી અને બોલી "બાય કાલે મળીયે"

     "બાય" સૂર્યાએ કહ્યું અને પછી મનુકાકાએ ગાડી ટર્ન લઈને જે રસ્તેથી આવ્યા હતા તે તરફ હંકારી મૂકી.કિંજલ થોડીવાર ત્યાં જ ઉભી રહી તે સાઈડ મિરરમાંથી સૂર્યાને જોતી રહી ધીરે ધીરે ગાડી દેખાતી બંધ થઈ અને હવે ફક્ત તેના દ્વારા ઊડતી આછી ડમરી દેખાઈ રહી હતી.તેને પણ તે જોતી રહી.તે ધીરે ધીરે આકાશમાં ચડી રહી હતી.

          થોડીવાર ત્યાં ઉભા રહીને તેના બંગલા તરફ ચાલી.તે અંદર ગઈ સોહન નામના એક નોકરે તેના માટે દરવાજો ખોલ્યો.

       "સુન સોહન મમ્મી આવી ગયા છે કે નહીં?" કિંજલે પૂછ્યું

         " મેમ સાહેબ બે કલાક પહેલાં આવ્યા હતા અને કહ્યું હતું કે તેમને બાજુના શહેરમાં કોઈ અગત્યની મિટિંગ છે તો તે કાલે જ આવશે. તમે સમયસર જમી લ્યો તેવું તેને કહ્યું છે." સોહને ખૂબ નરમાઇથી કહ્યું

         "ઠીક છે સોહન હું જમીને થોડી વાર સુઈ જવાની છું તો બહુ અગત્યનું કામ ન હોય તો મને ન જગાડતો" કિંજલે કહ્યું

        "ઓકે કિંજલ બહેન તમે આરામથી સુઈ જાવ કોઈ વસ્તુની જરૂર હોય તો કહેજો હું અહી જ છું" સોહને કહ્યું.

       કિંજલ એક સ્મિત વેરીને ચાલતી થઈ.

      કિંજલનો બંગલો શહેરની થોડે દુર એક શાંત જાગ્યાએ બનાવવામાં આવ્યો હતો.ત્યાં આજુબાજુ બીજા પણ થોડા બાંગલા હતા પણ તેના વચ્ચે થોડું અંતર હતું.આ બંગલો આજુબાજુના બધા બાંગલા કરતા ભવ્ય દેખાતો હતો.તે ત્રણ માળનો બનાવવામાં આવ્યો હતો.પહેલા અને ત્રીજા માળની રચના લગભગ એક સરખી હતી પહેલા માળે કુલ સાત રૂમ એક મોટો ડ્રોઇંગરૂમ અને ત્રણ રસોડા હતા.જ્યારે ત્રીજા માળે ડ્રોઈંગરૂમ છ રૂમ અને એક લાઈબ્રેરી હતી.જોકે કિંજલના મમ્મીને વાંચવામાં કોઈ રસ નહોતો પણ કિંજલ ક્યારેક કોઈ બુક વાંચી લેતી.વચ્ચેનો બીજો માળ ખૂબ ભવ્ય હતો તેમાં કિંજલ અને તેના મમ્મીનો માસ્ટર બેડરૂમ હતો.તે પૂરો આરસપહાણમાંથી બનાવેલો હતો અને ઘણા અલગ અલગ પથ્થરથી બનાવેલા હતા. તે ખૂબ વિશાળ હતો.કિંજલના રૂમમાં એ.સી અને હિટર બન્નેની વ્યવસ્થા હતી. એક ખૂણામાં એક ટેબલ હતું ત્યાં એક કોમ્પ્યુટર હતું અને બાજુમાં એક મેકબુક પડ્યું હતું.તેની બાજુમાં એક રાઉટર અલગથી દેખાઈ રહ્યું હતું. બેડ ખૂબ જ મુલાયમ જાણતો હતી અને તેની સામે એક મોટું ટીવી હતું. લાઇટ્સનું ફિટિંગ એ રીતે હતું કે આખા રૂમ ખૂબ પ્રકાશિત થતો હતો. પ્રકાશના લીધે આંખને કોઈ અસર થતી ન હતી. રૂમમાં બે બારી હતી પહેલી બારી ટીવીની બાજુમાં હતી અને બીજી બારી બેડની પાછળ હતી અને તેના પર ખૂબ સુંદર ડિઝાઇનના પડદા હતા. રૂમની દીવાલો પર જાત જાતની વિદેશી અને દેશી પેઇન્ટિંગ લાગેલી હતી.પરંતુ તે બધા વચ્ચે 'મોના લિસા'ની પેઇન્ટિંગ ઉડીને આખે વળગી રહી હતી.બેડની પાછળ 'નટરાજ'નું ચિત્ર ખૂબ સુંદર રીતે ભીતચિત્રમાં કંડારાયેલું હતું. એક ખૂણામાં એક સ્ટડીટેબલ પડ્યું હતું.એક બીજો સામેનો દરવાજો ભવ્ય બાલ્કનીમાં ખૂલતો હતો. આ બાલ્કનીમાં જુદા જુદા ગમલામાં અલગ અલગ છોડ રાખેલા હતા અને મશાલ જેવા લેમ્પ દરવાજાની બન્ને તરફ લાગેલા હતા.

          કિંજલ રૂમમાં પ્રવેશી પડદા બરાબર બંધ કરી.કપડાના આવરણો દૂર કર્યા અને નાહવા માટે બાથરૂમમાં ઘુસી ગઈ.તેને શાવર ચાલુ કર્યો અને તેના નીચે ઉભી રહી.તે આજે થોડી મૂંઝવણમાં હતી તેને સુવાની બદલે ફરીથી સૂર્યા સાથે બહાર ક્યાંક ફરવા જવાનું મન થઇ રહ્યું હતું. તે વિચારી રહી હતી " સૂર્યાને ફોન કરી ને કહું કે ચાલને આપણે ક્યાંક જઈએ. પણ તે શુ વિચારશે?તે મારી વાત ને કયા એંગલથી જોશે? પણ એક મિનિટ મને તેની સાથે રહેવાની ઈચ્છા કેમ થઈ રહી છે?આરવ કે રિયા સાથે મજા આવે છે પણ કોઈ દિવસ આવી લાગણી તો નથી થઈ. મને લાગે છે કે હું ઘણા સમયથી સૂર્યાને ઓળખું છું લાગે છે વર્ષોથી હું તેને ઓળખું છું! બે ચાર દિવસમાં આટલી બધી નજદીકતા કેમ આવે? પણ તેનો સ્વભાવ ખૂબ વિચિત્ર છે.તો શું તેના લીધે જ હું આકર્ષાવ છું શુ તે પણ મારી તરફ આકર્ષાતો હશે? પણ તેના વાર્તાવથી તો એવું ન લાગ્યું પણ એ તેને એ રીતે નોટીસ જ નથી કર્યો પણ તેથી શુ? મારી લાગણીઓ થોડી બદલાવવાની છે પણ આ એક એટ્રેકશ જ હશે તો?" કિંજલે આટલી વારમાં ઘણું વિચારી નાખ્યું

          "છોડો એ બધું અત્યારે જમીને સુઈ જવું છે" કિંજલે સાવર બંધ કરીને કહ્યું તે બહાર આવી અને કાલ સુધી ક્યાંય બહાર ન જવાનું હોવાથી ટીશર્ટ અને શોર્ટ્સ પહેર્યા અને નીચે જમવા જતી રહી.

          નીચે ડાઇનિંગ ટેબલ પર તેના માટે જમવાનું પીરસાય ગયું હતું.તેને જમવાનું શરૂ કર્યું અને સાથે જ મોબાઈલમાં વોટ્સએપ ખોલ્યું તેમાં કોઈ ખાસ મેસેજ નહોતા એટલે તેને બંધ કરી તે યૂટ્યૂબ ખોલ્યું અને વ્લોગ જોવા લાગી.જમીને તે ઉપર ગઈ અને એ.સી ચાલુ કર્યું પછી પલંગમાં લંબાવ્યું અને ટીવી ચાલુ કર્યું પણ તેમાં તેનું મન નહોતું લાગી રહ્યું તે મોબાઈલમાં મથી પણ તેનું મન નહોતું લાગી રહ્યું.તેને વોટ્સએપ ખોલ્યું અને તેમાં સૂર્યા સર્ચ કર્યું તેને તેનું ડીપી ચેક કર્યું તેમાં એક સફેદ ફૂલનો ફોટો હતો તે ફૂલ તેને કોઈ દિવસ જોયું નહોતું પણ તેમ છતાં જાણીતું લાગતું હતું.તેને થયું કદાચ તેને ક્યાંક જોયું હશે પણ તેને યાદ નહિ હોય તેને એક મેસેજ કર્યો "સાંજે શુ કરે છે? ફ્રી હોય તો આવ મારા ઘરે વિડીયોગેમ રમીએ એમ પણ તારી ફેવરિટ છે ને" મેસેજ સેન્ડ કર્યો અને તે સુઈ ગઈ.

***************

     સૂર્યા તેના બંગલે પહોંચ્યો.તે રૂમમાં જઈને ફ્રેશ થયો અને પછી પોતાના કોમ્પ્યુટર પર બેસ્યો.તેને મોબાઈલ ચેક કર્યો તેમાં ઘણા મેસેજ હતા પણ મોટા ભાગના ગ્રુપ મેસેજ હતા પણ એક મેસેજ તેની નજરે ચઢ્યો તે કિંજલનો હતો તેમાં લખ્યું હતું કે"સાંજે શુ કરે છે? ફ્રી હોય તો આવ મારા ઘરે વિડીયોગેમ રમીએ એમ પણ તારી ફેવરિટ છે ને" પછી બે ચાર ઇમોજી હતા. સૂર્યાની જવાની ખૂબ ઈચ્છા હતી પણ તેને અત્યારે એક ખૂબ જરૂરી કામ હતું અને તે કામ હતું તે વ્યક્તિને ગોતવો જેને કેફે માં પહેલો મેસેજ કોણે મોકલ્યો હતો.તે અત્યારે તે રેડ હેટ ગેંગને ભૂલી ગયો હતો તે સ્વગત બબડયો " અહીં મને કોણ ઓળખી શકે યાર બહુ વિચિત્ર છે તે ચલો બીજા નંબરની વાત છે પણ એક ગોળી ચાર શિકાર આ વાત તો દાદા અને સમીર અંકલ તથા કોઈ વિશ્વાસુ સિવાય કોઈને ખબર નથી.તો કોઈ ઇન્ડિયામાં રહેલા વ્યક્તિને તે વાત કઈ રીતે ખબર હોય!! શક્ય જ નથી અરે રશિયન પોલીસને પણ ખબર નથી.શુ એસેમ્બલીમાંથી વાત બહાર આવી હશે? પણ કેમ આવે? તો શું વાઇટ હેટ એસેમ્બલીનો બીજો કોઈ મેમ્બર પણ અહીં હાજર છે? જો હોય તો દાદાએ મને જણાવ્યું જ હોય? પણ કદાચ દાદાને જ ન ખબર હોય તો? કેમ ખબર ન હોય તે એસેમ્બલીના માસ્ટર છે તેની ઈચ્છા વિરુદ્ધ કોઈ ઇન્ડિયા કેમ આવી શકે?" સૂર્યા થોડી વાર વાતના અલગ અલગ એન્ગલ વિચારતો રહ્યો અને પછી પાછું મોબાઈલ તરફ નજર નાખી અને એક મેસેજ ટાઈપ કર્યો "સોરી યાર દાદાની સાથે હું બહાર જાવ છું તો આજે તો પોસીબલ નથી ફરી ક્યારેક ચોક્કસ" સૂર્યાએ મોબાઈલ બંધ કરી ટેબલ પર મુક્યો.

        તેને કોમ્પ્યુટર્સ ઓન કર્યા અને પાસવર્ડ તથા ફિંગરપ્રિન્ટ નાખી તેના વોલપેપર પર કાલી લ્યુનેક્સ લખેલું આવ્યું.તેને તેના મોબાઈલ પર આવેલ મેસેજ જોયો તેને તે મેસેજ ટ્રેક કરવાની કોશિશ કરી. તે કોઈ થર્ડ પાર્ટી વેબસાઈટ જનરેટેડ હતો તેને તે વેબસાઈટ પરથી જે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા તે ઓપરેટ થઈ હતી તેનું આઈપી લઈ લીધું. તેને તે આઈપી એડ્રેસ ટ્રેક કર્યું. તે તારાપુરનાં એક સાઈબર કેફેના કોમ્પ્યુટરનું હતું. આ સાઈબર કેફે તેને જોયું હતું તે કોલેજથી દૂર ન હતું.તે સાઈબર કેફેનું નામ હતું 'ઝીરો એમ.બી. સાઈબર કેફે'. સૂર્યાએ તેના માલિકની આઈડી અને સાઈબર કેફેની જનરલ આઈડી બન્ને હેક કરી પણ તેની સાથે કોઈ સી.સી.ટી.વી એટેચ નહોતો. તેને નવાઈ લાગી તેને રૂબરૂ સાઈબર કેફેએ જવાનું નક્કી કર્યું.

          તેને કપડાં બદલીને નાઇટી પહેરી અને પછી તેનું વાઇટ હેટ કિચેન તેને ટીશર્ટ અંદર નાખ્યું તે થોડીવાર અરીસા સામે ઉભો રહ્યો તે ભાગ્યેજ અરીસા સામે સમય ગળતો. તેને અરીસા સામે જોયું તેને ખ્યાલ આવ્યો કે તે નાઇટીમાં પણ ખૂબ હેન્ડસમ લાગી રહ્યો હતો. તેને સહેજ વાળ સરખા કર્યા પછી પાછો ફરી તેને કોમ્પ્યુટર ટેબલના નીચેના ખાનામાંથી એક ગન કાઢી તેની મેગેઝીન ચેક કરી અને નાઇટીમાં ખોસી.

       સૂર્યા રસોડામાં ગયો અને પાણી પીધા પછી તે મનુકાકાના રૂમમાં ગયો.તે આરામથી ઊંઘી રહ્યા હતા.સૂર્યાના ચહેરા પર એક આછું સ્મિત આવ્યું અને સ્વગત બબડયો "આજે કાકાને હેરાન નથી કરવા ભલે સુતા કહી તેમને એક મેસેજ મોકલી દિધો અને ગાડીની ચાવી લઈને તે બહાર આવ્યો. તે ગાડી લઈને નીકળી પડ્યો ઝીરો એમ.બી સાઈબર કેફે તરફ.

*********

ક્રમશ: