Redhat-Story ek Hacker ni - 20 in Gujarati Thriller by Divyesh Labkamana books and stories PDF | રેડહેટ-સ્ટોરી એક હેકરની - 20

Featured Books
Categories
Share

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 20


     રેડ હેટ:સ્ટોરી એક હેકરની
     પ્રકરણ:20

         સૂર્યા ગાડીમાં બેસીને ભાગતા તારાપુરને નિહાળી રહ્યો હતો.તેને ઘણીવાર થતું કે આ લોકોની જિંદગી કેટલી સરળ હશે ને? કોઈ વધારાની ચિંતા વગર જ પરિવાર સાથે રહી શકે છે.ઘણા નસીબવંતા છે ને તે લોકો? આવું જ્યારે તેને થયું ત્યારે તેને દાદાના શબ્દો યાદ આવ્યાં કે 'તું ખરેખર નસીબદાર છો,કે તને દેશની સાથે પુરી દુનિયાની મદદ કરવાનો મોકો મળ્યો છે અને ભગવાને એ આવડત તારામાં મૂકી છે.'

            સૂર્યાના માનસપટલ પરથી એ વિચારો હજી ખસ્યા ન ખસ્યા ત્યાં જ કિંજલનો વિચાર અચાનક થવા લાગ્યો.તે કિંજલને ફરી એકવાર મળવા માંગતો હતો પણ આટલી રાત્રે તે શક્ય નહોતું.તે વિચારવા લાગ્યો કે શું સાચે જ તે કિંજલને ચાહવા લાગ્યો છે કે પછી તે એક આકર્ષણ માત્ર છે.તેને થતું કે તે કિંજલને ઘણા સમયથી ઓળખે છે. આટલીવારમાં તે બંગલે પહોંચી જાય છે.સૂર્યા ફક્ત ગુડ નાઈટ કહી ને તેના રૂમમાં ચાલ્યો જાય છે.

          પોતાના રૂમના જઈને સૂર્યા કમ્પ્યુટર સામે બેસે છે.કોમ્પ્યુટર્સ ઓન કરે છે પણ અત્યારે તેની પાસે કરવા જેવું કોઈ કામ નહોતું.જ્યા સુધી રાકેશ કોઈ માહિતી ના આપે ત્યાં સુધી તેને રાહ જોવી જ રહી. અત્યારે તેની પાસે બીજી એક માહિતી હતી અને એ હતી ઈન્સ્પેકટર અજય.તેને અજયને પણ ઘણો સમય સુધી ટ્રેક કર્યો હતો પણ તેને ફક્ત કેસ ક્લોઝ અને એવા પોલીસસ્ટેશનને લગતા કામો જ રેડ હેટ ગેંગ આપતી અને એ પણ કોઈ અનનોન નમ્બરથી સૂર્યાને વિશ્વાસ હતો કે અજય કોઈ રેડહેટ ગેંગના આદમીઓને આજ સુધી નહીં મળ્યો હોય એટલે તેને પકડીને પણ કોઈ ફાયદો હતો નહિ ઉલટાનું તેને આઝાદ રાખીને તેને વધારે માહિતી મળી શકે એમ હતું.

               સૂર્યાને અત્યારે આ બધું મૂકી કિંજલ શુ કરી રહી છે તે જાણવાનું મન થઇ રહ્યું હતું. તે કોઈ દિવસ કોઈ સામાન્ય લોકોનો મોબાઈલ હેક કરતો નહિ પણ આજે તેને આ કરવાનું મન થઇ રહ્યું હતું.તેને થોડીવાર આખો બંધ કરીને વિચાર્યું,પછી તેને કિંજલનો મોબાઈલ હેક કરવાનું નક્કી કરી લીધું.તેને એકજ મિનિટમાં કિંજલનો આખો મોબાઈલ હેક કરી લીધો.તેને કિંજલના મોબાઈલનો ફ્રન્ટ કેમેરો ઓપન કર્યો કિંજલ અત્યારે મોબાઈલમાં જ કંઈક જોઈ રહી હતી.તેને ચહેરો સ્થિર હતો કદાચ તે કોઈ વિડિઓ જોઈ રહી હતી અથવા મેસેજ ટાઈપ કરી રહી હતી. સૂર્યા તેના ચહેરાને થોડીવાર જોઈ રહ્યો અને તેમાં ખોવાઈ ગયો.તેને ઓડીઓ સ્ટાર્ટ કર્યો.કિંજલનો રૂમમાં બીજું કોઈ નહોતું સૂર્યાને ફક્ત ટીવીનો અવાજ આવી રહ્યો હતો.સૂર્યાને તેનું વોહટ્સએપ ચેક કરવાનું મન થયું પણ પછી કંઈક વિચારીને તેને માંડી વાર્યું અને સાથે જ તેને વિન્ડો બંધ કર્યો.

************

       બીજે દિવસે સવારે સૂર્યા રાકેશે કાઈ જણાવ્યું કે નહીં એ જાણવા માટે વહેલી સવારે જ બંગલે પહોંચી ગયો.તે પહોંચ્યો ત્યારે સવારની સાફસફાઈ ચાલી રહી હતી.જીનું અને વિક્રમ ટેબલ પર બેસીને નાસ્તો કરી રહ્યા હતા.સૂર્યા ત્યાં પહોંચ્યો એટલે જીનું ઔપચારિકતા માટે ઉભો થયો અને કહ્યું " ગુડ મોર્નિંગ સર"

       "ગુડ મોર્નિંગ જીનું પેલાએ કાંઈ જણાવ્યું?" સૂર્યાએ કહ્યું

        "જી સર એ તૈયાર થયો છે ચાલો" જીનુંએ કહ્યું

       "તમે નાસ્તો પૂરો કરો પછી જઈએ" સૂર્યાએ કહ્યું

       "અરે સૂર્યા તું પણ બેસ નાસ્તો કરી લે એમ પણ મને ખબર છે તું નાસ્તો કર્યા વગર આવ્યો છું" વિક્રમે કહ્યું.

       "હા ભૂખ તો લાગી છે" સૂર્યા કાઈ વધારે દલીલ કર્યા વગર નાસ્તો કરવા લાગ્યો.

            નાસ્તો પૂરો કર્યા બાદ ત્રણેય રાકેશને જે રૂમમાં રખાયો હતો એ રૂમમાં ગયો અને તે અત્યારે નિખિલના વેશમાં આવી ચુક્યો હતો. તે રૂમમાં પ્રવેશ્યો ત્યારે રાકેશ ભરનિદ્રામાં સુઈ રહ્યો હતો તે જોઈને જણાતું હતું કે તે રાત્રે સરખો સૂતો નથી.તેને એક ખુરશી સાથે મજબૂતાઈથી બાંધ્યો હતો.

       "લાગે છે તમે આને સરખો સુવા દીધો નથી!!" સૂર્યાએ સ્મિત સાથે કહ્યું

       "હા એ રાત્રે ત્રણ વાગ્યે બધું જણાવવા તૈયાર થયો.પહેલા મેં તેને ટોર્ચર કર્યો પછી વિક્રમસરે કર્યો પછી બન્નેએ સાથે મળી ઘણી મહેનત કરી ત્યારે તે તૈયાર થયો છે" જીનુંએ કહ્યું

      "હા યાર સૂર્યા બહુ જિદ્દી હતો. જીનુંએ અને મેં તેને એટલો માર્યો હશે કે મેં મારા પુરા કરિયરમાં કોઈને એટલા નથી માર્યા. છેલ્લે અમે તેને સોડિયમ થિઓપેન્ટલનું ઇન્જેક્શન આપ્યું હતું.ત્યારે તે કહેવા તૈયાર થયો હતો અત્યારે પણ એક ઇન્જેક્શન આપવું પડશે" વિક્રમે કહ્યું

         "ઓહ સાચે બહુ જિદ્દી છે મને એમ કે થોડી મરામત થશે તો માની જશે પણ...ખેર જગાડ એને જીનું" સૂર્યાએ કહ્યું

          આ સાંભળી જિનું રાકેશ પાસે ગયો અને તેના ખભેથી થોડો ખખડાવ્યો એટલે તે થોડો સભાન થયો પણ પછી ખૂબ થાકેલ હાલતમાં પાછો સુઈ ગયો.જીનુંએ મોટેથી તેને નામથી જગાડવાના પ્રયત્ન કર્યા પણ તે નિરર્થક રહ્યા.આથી જીનુંને ગુસ્સો આવ્યો એટલે તેને જોરથી રાકેશના ગાલ પર એક તમાચો માર્યો એટલે રાકેશનો હાથ આપોઆપ ધીમી ચીસ સાથે ગાલ પર જતો રહ્યો અને તે ઝબકીને જાગી ગયો.તે એક ખૂંદત ભરી નજરે જીનું તરફ જોવા લાગ્યો.જીનુંએ તેને અવગણી તેના ખીચામાંથી એક નાની બોટલ કાઢી અને તેનું એક ઇન્જેક્શન ભર્યું અને તે રાકેશની લાગવા ગયો,રાકેશે તેને રોકવા ભરપૂર પ્રયત્ન કર્યા પણ અંતે જીનુ તેને ઇન્જેક્શન આપવામાં સફળ થયો.

         પાંચ દસ મીનીટ બાદ રાકેશની આંખો થોડી નરમ પડી ગઈ હતી. તેનામાંથી જોશ ચાલ્યું ગયું હોય એવું લાગી રહ્યું હતું અને તેનું મગજ ખૂબ જ થાકી ગયુ હોય એવું લાગી રહ્યું હતું.તે કોઈ પણ નિર્ણય કરવા અસમર્થ બની ગયું હતું અને તેના પોતાના નિયંત્રણમાં પણ કઈ ન હતું.

       સૂર્યા આગળ આવ્યો અને ધીમા અવાજે બોલ્યો "રાકેશ તું રેડ હેટ ગેંગમાં કઈ રીતે જોડાયો? તું તેમના માટે શું કામ કરે છે? તેમાંથી તું કોને કોને ઓળખે છે? તું રેડ હેટ ગેંગ વિશે જે કાંઈ જાણે છે તે બધું કહે"

         "હું કે.પી કોલેજમાં સામાન્ય પ્રોફેસરની નોકરી કરી રહ્યો હતો..અહ..આહ..." તેના મગજમાં સણકા ઉઠી રહ્યા હતા પણ તેને અવગણતો હોય તેમ તેને આગળ ચલાવ્યું "એક દિવસ મારા મોહન અને બાબુ માટે એક લેટર આવ્યો.તેમાં લખ્યું હતું કે જો તમે રેડ હેટ ગેંગમાં જોઈન થશો તો તમને તમારા પગાર કરતા અનેક ગણાં રૂપિયા આપીશું અને તામરે ગેંગ વિશે જાણવાની કોઈ જરૂર નથી.તમારું કામ કોઈ જોખીમભર્યું પણ નથી.અમારે તમારી કોલજના સ્ટોરરૂમનો એક વેરહાઉસ તરીકે ઉપયોગ કરવો છે.તેથી તમને અમે અમારી ગેંગમાં શામિલ થવાનો મોકો આપીએ છીએ. રાકેશ તું જો સહમત હોય તો સ્ટોરરૂમમાં જા આગળની માહિતી ત્યાં એક ચીઠ્ઠી સ્વરૂપે છે" રાકેશે કહ્યું

        "પછી?" સૂર્યાએ પૂછ્યું

        " હું ત્યાં ઉત્સુકતા અને લાલચના બેવડા ભાવથી ત્યાં ગયો હતો. ત્યાં એક ચીઠ્ઠી અને એક ગન પડી હતી. તે જોઈને હું થોડો સહમી ગયો પછી મેં ધીરે રહીને તે ચીઠ્ઠી ઉપાડી અને વાંચવાની શરૂ કરી," રેડ હેટ ગેંગમાં જોડાવા બદલ આભાર હું જાણું છું કે તારા મનમાં અનેક સવાલો છે પણ તે બધા મહત્વના નથી.તારે ફક્ત રોજ સવારે આ સ્ટોરરૂમમાં આવવાનું છે જે દિવસે અહીં ચીઠ્ઠી હોય તો તેને વાંચી તે મુજબ કામ કરવાંનું છે અને જે દિવસે સમાન આવે ત્યારે બધાની નજરથી બચાવી તેને અહીં ગોઠવાની જવાબદારી તારી છે.મોહન અને બાબુ ને તારા મદદનીશ તરીકે રાખજે.તારે જો અમને કાઈ જાણાવવું હોય કે કહેવું જોય તો ચીઠ્ઠીમાં તારી વાત લખીને અહીં મૂકી દેજે અને હા તારા એડવાન્સ રૂપિયા નીચેના કવરમાં છે" તેમાં તેટલુ જ લખેલુ હતું મેં તે કવર ખોલ્યું તેમાં પૈસા હતા મેં એને ખીચામાં નાખ્યું અને મારા ડિપાર્ટમેન્ટમાં જઇને ગણ્યા તો તે પુરા પચાસ હજાર રૂપિયા હતા.હજી કોઈ કામ કર્યા વગર મને ઘણી મોટી રકમ મળી હતી.એટલે હું મોહન અને બાબુ ત્રણેય તેમાં કામ કરવા માટે તૈયાર થયા. કામ કોઈ મુશ્કેલ ન હતું. મહિનામાં બે વખત સમાન આવતો લગભગ તે ચારથી પાંચ બોક્સમાં આવતો ક્યારેક ત્રણ વખત પણ આવી જતો પણ બીજો સમાન ત્યારેજ આવતો જ્યારે પહેલો સમાન ખાલી થતો"

       "એક મિનિટ પહેલો સમાન ખાલી થતો મતલબ? તેને કોણ લેવા આવતું તેમાં શુ હતું?" સૂર્યાએ પૂછ્યું વિક્રમ અને જીનું પણ આ વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતા.

        "હું નથી જાણતો કેમ કે તે લોકો મારી નજર સામે ક્યારેય આવ્યા જ નથી કદાચ મોડી રાત્રે તેઓ આવતા હોવા જોઈએ અને તે બોક્સનો સમાન કોઈ એક સાથે નથી લઈ જતું પણ ધીરે ધીરે વપરાય છે એની મને ખાતરી છે પણ તેમાં શુ છે તે મને નથી ખબર કેમ કે તે ચીઠ્ઠીમાં જ્યારે પહેલીવાર સમાન આવ્યો ત્યારે લખ્યું હતું કે મારે તેમાં શુ છે તે જોવાની કોઈ જરૂર નથી.મને ડર હતો કે હું જોઇશ તો કદાચ બેઠા બેઠા જે રૂપિયા મળે છે તે પણ નહિ મળે અને એમ પણ તેમાં શુ છે એ જાણી મને કોઈ ફાયદો નહોતો થવાનો એટલે મેં ન જોયું કે તેમાં શુ છે?" રાકેશે કહ્યું

         "પણ ત્યાં તો કોઈ પણ સ્ટુડન્ટ જઈ શકે છે" સૂર્યાએ કહ્યું

      " ના..ત્યાં એક સિક્યોરિટી હોય છે તેને મેં સમજાવી દીધું છે કે આ રૂમમાં અગત્યના પુસ્તકો છે તો કોઈને અંદર ન જવા દેવા હકીકતમાં મને આ વિચાર પણ રેડ હેટ ગેંગે જ આપ્યો હતો" રાકેશે કહ્યું.

********

ક્રમશ: