Redhat-Story ek Hacker ni - 30 in Gujarati Thriller by Divyesh Labkamana books and stories PDF | રેડહેટ-સ્ટોરી એક હેકરની - 30

Featured Books
Categories
Share

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 30


       રેડ હેટ:સ્ટોરી એક હેકરની
       પ્રકરણ:30

       "દોસ્તો હોસ્પિટલે પહોંચે તેવા ન થાય ત્યાં સુધી ચારેયમાંથી એકેયને મુકતા નહીં" પ્રકાશે તાળુકતા કહ્યું.

       "એય એય તમારે જે કરવું હોય તે કેન્ટીનથી બહાર જઈને" મુનાભાઈ કિચનમાંથી દોડતા દોડતા આવ્યા અને બોલ્યા.

         "જો મુનાભાઈ તમારી ઉંમરનો અમે રિયાઝ કરીયે છીએ.કૃપા કરીને કિચનમાં અંદર જતા રહો,અમે હવે રાહ નહિ જોઈએ.તમારી જે કાંઈ વસ્તુનું નુકસાન થશે તેની ભરપાઈ હું કરી દઈશ.સો પ્લીઝ અંદર જતા રહો" પ્રકાશે હાથના ઈશારાથી કહ્યું. મુનાભાઈ જાણતા હતા કે આ ગુંડા જેવો પ્રકાશ કોઈનું સાંભળશે નહીં એટલે સૂર્યા માટે દુઆ માંગતા તે અંદર ગયા.

      "તમે કોની રાહ જોવો છો?" પ્રકાશે કહ્યું.

        પ્રકાશના આમ બોલતાજ સૂર્યા ખુરશીને ખસેડીને વચ્ચે આવ્યો. સામેથી મુદ્ગલ ધરાવતા બે લોકો સૂર્યા તરફ દોડયા.તે સૂર્યાને મારવા જાય તે પહેલાં સૂર્યાએ બંને મુદ્ગલને હવામાં એક એક હાથથી પકડ્યા પછી પુરા બળથી બન્ને હાથ શરીરની મધ્ય રેખાથી વિરુદ્ધ દિશામાં મરોડયા બન્ને એક આંચકા સાથે નચે એક સૂર્યાની ડાબી અને એક જમણી તરફ પડ્યા.તે જ વખતે જેના હાથમાં લાકડી હતી તે આરવ તરફ દોડ્યો હતો.તેની ઉંમર અને કદ આરવ કરતા ડબલ હતું આરવે તે નજીક આવે તે પહેલાં ત્યાં પડેલો કાચનો જગ તેના માથા પર પૂરતા બળથી માર્યો.પેલાંને કુમળા છોકરાઓ પાસેથી આવી કોઈ ઉમિદ નહોતી.તેને આખે અંધારા આવ્યા કેમકે ડર માંને ડરમાં આરવથી ખૂબ જોરથી પ્રહાર થયો હતો.તેના માથામાં પણ લોહી નીકળ્યું હતું તે એક ખૂણામાં જઇ બેભાન થયો.પેલા બે ચાકુધારી લોકોમાથી એક સૂર્યા તરફ આગળ વધ્યો અને એક આરવ,રિયા અને કિંજલ ઉભા હતા તે તરફ આગળ વધ્યો.સૂર્યા તરફ આવતા વ્યક્તિએ પહેલેથી જ મારવાના ઇરાદાથી ચપ્પુ હવામાં વીંઝ્યુ હતું પણ તે તેની મુર્ખામી હતી કેમકે એટલીવારમાં સૂર્યાને તેનો હાથ પકડવાનો સમય મળી ગયો હતો.તેને તેનો હાથ પકડ્યો અને કાંડાને એટલી જોરથી મારોડયું કે તેના હાથમાંથી તે ચાકુ એક કડાકા સાથે નીચે પડ્યું.હકિકતમાં તે વ્યક્તિનો હાથ ફ્રેકચર થયો હતો.

            સૂર્યા પાછળ ફર્યો પણ ત્યાં સ્થિથી બદલાઈ ગતિ તે ચપ્પુવાળો વ્યક્તિ આરવ કરતા ચાલક નીકળ્યો હતો તેને ચપ્પુના મુઠના પ્રહારથી આરવને એક તરફ ધકેલયો હતો.જો કે તે પ્રહાર આરવના હલનચલનથી ખૂબ નાજુક થયો હતો,પણ તેમ છતાં આરવને તમ્મરતો જરૂર આવી ગયા હતા.હવે તે વ્યક્તિ ચાકુથી કિનજ પર પ્રહાર કરવાના પુરા મૂડમાં હતો.સૂર્યા પાસે ભાગીને ત્યાં જવાનો સમય નોહતો તે વ્યકતીનો હાથ કિંજલથી માંડ દસ ફૂટ છેટો હતો.કિંજલે તેના હાથથી આખો બંધ કરી દીધી હતી અને કંઈક ધીમા અવાજે બોલી રહી હતી. સૂર્યા પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો.તેને તેનો શર્ટ ઉંચો કર્યો અને તેના નીચેથી એક ફ્રેચ સ્ટાઇલની ગન કાઢી તે કાળી અને લાલ ચળકતી હતી.તેના ટ્રિગરની ઉપરની બાજુ મેગેઝીન દાખલ કરવાના સહેજ આગળ બન્ને તરફ બે હીરા ચમકતા હતા.એક ખૂબ પ્રોફેશનલ શૂટરની જેમ તેને કોઈ પણ નિશાનો સાધ્યા વગર ગોળી છોડી.તે બિલકુલ તે વ્યક્તિના હાથ અને ચપ્પુને એ રીતે સ્પર્શ થઈ કે તે ચપ્પુ તેના હાથમાથી ઉડી ગયું અને તેના હાથની આંગળીઓમાંથી લોહીની ટશરો ફૂટી અને ગોળી પાછળની દીવાલમાં જઈ ખુંપી.આખા કેન્ટીનમાં શાંતિ છવાઈ.સમય ઉભો રહી ગયાની લાગણી થઈ બધા પોતાની જગ્યાએ સ્થિર થઈને ઉભા રહી ગયા.

        આ ગોળીના અવાજથી કિંજલે પોતાની આખો ખોલી તેને ખ્યાલ આવ્યો કે સૂર્યાના હાથમાં ખૂબ વિશિષ્ટ ગન છે અને તેને ગોળી પણ ચલાવી છે.આરવ તથા પેલા લાકડીવાળા વ્યક્તિને પણ કળ વળી બધા સ્તબ્ધતાથી સૂર્યા સામે જોઈ રહ્યા.

         "બધા અહીં લાઇનમાં આવી જાવ" સૂર્યાએ કહ્યું.

         સૂર્યાના હાથમાં ગન જોઈને તો પ્રકાશના મોતિયા મરી ગયા હતા, અને તેના નિર્ણય પર તેને જ પસ્તાવો થતો હતો. સૂર્યા તેને એકેય એન્ગલથી તેને આટલો ખાતરનાખ લાગ્યો ન હતો.કોઈ કાઈ બોલે તે પહેલાં પોલીસ સબઈન્સ્પેકર મિત ગોહિલ ત્યાં આવ્યા અને પ્રિન્સિપાલ રાજેશ ભટ્ટ પણ ત્યાં પોહચ્યાં અને સીધા સૂર્યા પાસે જઈને તાળુક્યા "અહીં આ કરવા માટે આવો છો?તમારું કામ છે સ્ટડી કરવાની નહિ કે ગન ચલાવવાનું સ્ટુડન્ટસ છો કે ગુંડા જ્યારથી આ લોકો અંદર આવ્યા છે ત્યારે જ મેં પોલીસને કોલ કરી દીધો હતો" ભટ્ટે પ્રકાશ તરફ આંગળી કરતા કહ્યું.

       "જુઓ સર આ ગન મેં કોઈ શોખની નથી ચલાવી!આ લોકોએ કિંજલ તરફ ચાકુ ઉગામયુ હતું એટકે મેં ખાલી સેલ્ફ ડિફેન્સમાં ફાયરિંગ કર્યું છે,અને એમાં પણ માયનર બ્લીડીંગ છે.અનેમારી પાસે આ ગનનું લાઇસન્સ છે" સૂર્યાએ કહ્યું અને વોલેટ ખોલી એક કાર્ડ કાઢી પહેલા ભટ્ટને બતાવ્યું અને પછી મિત ગોહિલના હાથમાં મૂક્યું.

        "જો તું જે કોઈ હોય તે પણ કોલેજમાં તારા કોઈ ડિફેન્સની જરૂર નથી" ભટ્ટે ખૂબ બેદરકારીભર્યા અવાજે કહ્યું

        "સર મારે કહેવું ન જોઈએ પણ તમે ડિફેન્સની વાત ન કરો તો સારું તમને આ લોકો અંદર પ્રવેશ્યા ત્યારની ખબર છે તો પણ તમે અંદર કેમ ન આવ્યા,તમે કેટલા ડરપોક છો એ તમારી જાતને પૂછો તમે" સૂર્યાએ કહ્યું.

         "બસ મોઢું બંધ કર તારું.શી ઔકાત છે તારી? અમીર બાપના દીકરાને લાઇસન્સ મળી જાય તેમાં કોઈ નવાઈ નથી.સર આને લઈ જાવ પોલીસસ્ટેશન અને બરાબરની ધૂલાઈ કરો" ભટ્ટે કહ્યું

       આરવને પ્રિન્સિપાલનું ડાગળુ ચસ્કી ગયું હોય તેવું લાગ્યું કેમ કે સૂર્યા હાથમાં લોડેડ ગન લઈને ઉભો હતો,અને પ્રિન્સિપાલ કોઈ આ
અક્રોધનું તપ કરતા મુનિવરને પણ ક્રોધ આવી જાય તેવી બકવાસ કરતા હતા.સૂર્યા કાઈ બોલે એ પહેલાં મિતે કહ્યું "જુઓ સર આની પાસે લાઇસન્સ છે,ઉપરથી ફાયરિંગ કરવાનું કારણ છે અને એમાં પણ કોઈને મેજર ઇજા થઈ નથી.તો તેને કોઈ કાયદાકીય સજા થઈ ન શકે પણ હા જ્યા સુધી કોર્ટમાં કેસ કોલ્ઝ ન થાય ત્યાં સુધી તેને જેલમાં રહેવું પડશે" મિતે કહ્યું.

           "એની જરૂર નહીં પડે" કહી સૂર્યાએ એક ફોન ઘૂમાવ્યો અને થોડી વાત કર્યા બાદ મિતને આપ્યો.મિતે વાત કર્યા બાદ કહ્યું "ઓકે મિસ્ટર સૂર્યા તમારી પહોંચ બહુ ઉપર સુધી છે,તમે ફ્રી છો જ્યારે કોર્ટમાં હાજર થવાનું હશે ત્યારે હું તમને કોલ કરી દઈશ અથવા તમને કોર્ટનો ઓર્ડર પહોંચી જશે તમારો નમ્બર મને આપી દો." 

       "પણ સર આ તો બરાબર નથી" પ્રિન્સિપાલે કહ્યું

          "જુઓ સર મેં અત્યારે જેની સાથે વાત કરી એ તારાપુરના ચીફ જસ્ટિસ હતા.તેમને કહ્યું છે કે સૂર્યાનું એન્ટીસીપેન્ટરી બેલ પોલીશસ્ટેશને એફ.આર.આઈ દર્જ થશે ત્યાં સુધીમાં પહોંચી જશે.હું તો શું કોઈ પણ આમાં કશું કરી શકે નહીં" ગોહિલે કહ્યું.

           "તમે ના કરી શકો પણ,કોલેજ જરૂર પગલાં લેશે કેમ કે કોલેજના નિયમમાં ચોખ્ખું લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિ હથિયાર લઈને કેમ્પસમાં ન આવી શકે.તે પછી મર્ડર માટે હોય કે ડિફેન્સ માટે " પ્રિન્સિપાલ લગભગ તાળુકતા બોલ્યા.

         "વેલ મિસ્ટર ભટ્ટ એ તમારો વિષય છે મી.પ્રકાશ તમારે બધાએ મારી સાથે ચાલવું પડશે અને તમે મને આપનો ચાલુ નંબર મને લખી આપો" ગોહિલે સૂર્યા સામે જોતા કહ્યું.

         સૂર્યાએ એક કાગળમાં નમ્બર લખી ગોહિલને આપ્યો એટલે ગોહિલે તેને ખિસ્સામાં નાખતા કહ્યું "જુઓ આ નમ્બર કોર્ટના નિર્ણય સુધી ચાલુ રાખવો એ તમારી જવાબદારી છે"

         "જી સર" સૂર્યાએ કહ્યું.
  
         ગોહિલ તે છ લોકોને લઈને બહાર નીકળ્યો અને પ્રિન્સિપાલ પણ સૂર્યા સામે ડોળા કાઢતા બહાર નીકળ્યા.બધા હજી સ્તબ્ધતાથી સૂર્યા સામે જોતા હતા.કિંજલ,રિયા અને આરવ સૂર્યાની પાસે આવ્યા."સૂર્યા આ ગન.." રિયાએ ડર અને સ્તબ્ધતાના બેવડા ભાવથી પૂછ્યું.

         "હા મેં કહ્યુંને આનું લાઈસન્સ મારી પાસે છે" સૂર્યાએ કહ્યું

         "ગાયસ તમાશો પતી ગયો છે સો પ્લીઝ ગો ફોર ધ કલાસ" આરવે બધા તેમની વાત સાંભળતા હતા તેનો અંદાજ આવતા કહ્યું.આરવના આમ બોલતા જ બધા ઘેરા સમોહનમાથી બહાર આવ્યા હોય એમ દરવાજા તરફ અગ્રેસર થયા.હવે કેન્ટીનમાં તેમના સીવાય કોઈ નહોતું.
  
         "સૂર્યા તારી પાસે લાઇસન્સ છે કે નહી તેનો સવાલ નથી પણ આટલી નાની ઉમરે તારે આની શુ જરૂર પડી તે જાણવું છે" કિંજલે કહ્યું

         "ગાયસ અત્યારે કશું નહીં પ્લીઝ હું તમને બધું કહીશ પણ પછી" સૂર્યાએ કહ્યું

         "અરે યાર સૂર્યા હવે બહુ થયું તારે જાણવું જ પડશે કે આ બધું શુ છે પ્લીઝ મને તારી ફિકર થાય છે" કિંજલે કહ્યું

         સૂર્યાએ કિંજલનો બન્ને હાથ તેના હાથમાં પકડયા અને કહ્યું "કિંજલ હું ના નથી કહેતો પણ અત્યારે નહિ પ્લીઝ અને અહીં તો બિલકુલ નહિ ટ્રસ્ટમી" સૂર્યાએ કહ્યું


          "ઠીક છે હું રાહ જોઇશ પણ વધારે નહીં "કિંજલે કહ્યું અને સૂર્યાને ભેટી પડી.સૂર્યાના હાથ અનાયાસે જ કિંજલ ફરતે વીંટાયા.પછી છુટા પડી સૂર્યા કલાસરૂમમાં ગયો અને તેની પાછળ બધા દોરવાયા.

**********

ક્રમશ: