Redhat-Story ek Hacker ni - 31 in Gujarati Thriller by Divyesh Labkamana books and stories PDF | રેડહેટ-સ્ટોરી એક હેકરની - 31

Featured Books
Categories
Share

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 31

       રેડ હેટ: સ્ટોરી એક હેકરની
       પ્રકરણ:31

          ચારેય ક્લાસરૂમમાં પહોંચ્યા બાદ તેમની નિયમિત જગ્યાએ બેઠા એક પછી એક લેક્ચર જતા ગયા પણ કિંજલનું તેમાંથી એકેયમાં ધ્યાન નહોતું.તેના મનમાં ખળભળાટ હતો,તેને સૂર્યા પાસે ગન હતી તે વાત આશ્ચર્યજનક લાગી હતી.જો કે અમીર વ્યક્તિઓના બાળકો જ્યારે તેમનાથી બે અઢી હજાર કિલોમીટર દૂર રહેતા હોય અને ઉપરથી તારાપુર જેવું કુખ્યાત શહેર તેમાં એ કોઈ મોટી નવાઈની વાત નહોતી. એક એકવાર તેની પોતાની મમ્મીએ પણ તેને ગન સાથે રાખવા સમજાવી હતી પણ તેને કોઈ હથિયાર સાથે રાખી ફરવું ગમતું નહીં.કિંજલ એક પછી એક ધારણા બાંધતી ગઈ અને છોડતી ગઈ અને બપોરનો એક વાગ્યો.સૂર્યાએ કોઈ અગત્યનું કામ છે એમ કહી રજા લીધી.કિંજલે પણ જે હશે તે સમય સાથે સામે આવશે,તે ન્યાયે ઘર તરફ ચાલી.રિયા અને આરવ થોડીવાર બન્નેને જોઈ ઘર તરફ ચાલ્યા. તારાપુરમાં ફાયરીગ કોઈ મોટી વાત નહોતી પણ એક કોલેજીયન દ્વારા કરવામાં આવેલ આ હરકતના લીધે ચકચાર મચી જવા પામ્યો હતો. આખી કોલેજમા આ વાત વીજળી વેગે પ્રવેશી હતી,કે કોઇ છોકરાએ કેન્ટીનમાં ગોળીબાર કર્યો અને ઘણાએ વધારી ચડાવીને એવી વાત પણ ફેલાવી હતી કે એક વ્યક્તિને માથા પર,હદયની પાસે પેટમાં ગોળી મારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો વગેરે વગેરે અફવા ફેલાઈ હતી.બહુ થોડાને જ સાચી હકીકત ખબર હતી.લગભગ બધા પ્રોફેસરનું ધ્યાન સૂર્યા તરફ રહ્યું હતું,પણ સૂર્યાને તેનાથી કોઈ મતલબ નોહોતો.

         સૂર્યા વિક્રમ જ્યાં હતો તે બંગલે પહોંચ્યો અને વિક્રમને નીચે આવવા કહ્યું.વિક્રમ જ્યારે નીચે આવ્યો ત્યારે તે તૈયાર થઈને રેડી હતો તે હકીકતમાં સૂર્યાનું ઘર જોવા માટે ઉત્સુક હતો.તેમને જલ્દીથી ભોજન કર્યું અને પછી સૂર્યાએ ગાડી તેના પોતાના બંગલા તરફ ગાડી લીધી.સૂર્યા અત્યારે વિક્રમ સાથે સવારની ઘટનાની વાત કરી રહ્યો હતો.

           "ડોન્ટ વરી સૂર્યા એ કેસમાં ડેઈટ ઉપર ડેઈટ આવતી રહેશે તો કોઈ પ્રોબ્લેમ નથી." વિક્રમે કહ્યું.

         "પણ તે કેસ પ્રકાશને સજા આપી હમેશા માટે ક્લોઝ ન થાય?" સૂર્યાએ પૂછ્યું.

         "થઈ શકે પણ જો કોઈ પાક્કું સબૂત હોય કે આ બધી વાતમાં તમારો કોઈ કસૂર નથી.પણ એવું તો કેમ બનશે તારી વાત પરથી લાગે છે કે પ્રિન્સિપાલ જરૂર એની તરફ જ બોલશે અને એક સરકારી અધિકારી તરીકે તેની વાતોનું ઘણું મૂલ્ય છે" વિક્રમે બહાર ધખતિ બપોરને જોતા કહ્યું.

         "મને તો આ પ્રિન્સિપાલ પણ તેની સાથે જ મળેલી લાગે છે પણ તે પછીની વસ્તુ છે. પણ સબૂતતો મળી જશે" સૂર્યાએ કહ્યું.

         "એ કઈ રીતે?" વિક્રમે પૂછ્યું

        "એ અત્યારે સમજાવવું થોડુંક અઘરું છે તમે કોર્ટમાં જ જોઈ લેજો"સૂર્યાએ કહ્યું.

         આટલા સમય સૂર્યાની સાથે રહ્યા બાદ તે જાણી ગયો હતો કે સૂર્યા સાથે માથાપચ્ચી કરવાનો કોઈ મતલબ નથી.

           તેઓ જ્યારે સૂર્યાના બંગલા પર પહોંચ્યા ત્યારે વિક્રમ તે વ્યવસ્થા જોઈને હકકા બક્કા રહી ગયો.સૂર્યા તેમને સીધા જ તેના રૂમમાં લઇ ગયા,અને બાજુના રૂમમાં બેઠેલા ગુરુને પણ બોલાવ્યો.તેને સૂર્યાના રૂમમાં હતું એવું કોમ્પ્યુટર આજ સુધી ક્યારેય જોયું નહોતું તે આંખ જબકાવ્યા વગર તેને જોતો રહ્યો.સૂર્યા એ ગુરુનો વિક્રમ સાથે તેનો પરિચય ટુકમાં કરાવ્યો.

         "સો વિક્રમ સર આપણે એ રેકોર્ડિંગ જોઈએ તે પહેલા મારી પાસે તમારા માટે એક ન્યુઝ છે?" સૂર્યાએ કહ્યું.

          "એ શું છે?" વિક્રમે કઈક આશ્ચર્ય સાથે કહ્યું.

          સૂર્યાએ ગોહિલવાળી વાત માંડીને કરી સૂર્યા તેની વાત ક્રોધ,આશ્ચર્ય અને સંદેહના મિશ્રિત ભાવ સાથે સાંભળી રહ્યો.સૂર્યા અટક્યો પછી પણ થોડીવાર શાંતિ રહી પછી વિક્રમ બોલ્યો "સૂર્યા તારી વાત સાચી હોય તો મારા જેવું મૂર્ખ કોઈ નથી મેં તેના પર એટલો વિશ્વાસ હતો કે મેં તેની કોઈ દિવસ ઉલટ તપાસ લીધી જ નહીં પણ હવે તું જો હુ તેને કેમ સબક શીખવાળું છું"

          "નહિ નહિ સર જ્યા સુધી આ ગેંગના પકડાય ત્યાં સુધી તમે એને કાઈ પણ નહિ કરો." ગુરુએ કહ્યું

           "ઠીક છે તો એ પછી વાત પણ હું તેને છોડીશ નહીં" વિક્રમેં ક્રોધમાં કહ્યું.

          "સર એને અત્યારે છોડીએ,એ કોઈ મહત્વનું નથી.અત્યારે આ રેકોર્ડિંગ જોઈએ" સૂર્યાએ કોમ્પ્યુટર ચાલુ કરતા કહ્યું.સૂર્યાએ કાલી લ્યુનિક્સમાં ઓપરેટિંગ સિસ્ટમ પર કમાન્ડો ટાઈપ કરવા માંડી.કોઈ હાઈપ્રોફેશનલ હેકર કરતા તેની સ્પીડ ઘણી વધારે હતી અને તે જે લેન્ગવેજમાં કોર્ડિંગ કરી રહ્યો હતો તે જાવા,સી,સી પ્લસ,પાયથન કે કોઈ જાણીતી લેન્ગવેજ ન હતી કેમ કે તેના દરેક શરૂ થતી લાઇનમાં એક હેટનું ચિહ્નન ફરજીયાત ટાઈપ કરવું પડતું તેના ફોન્ટના કલર વાઇટ હતા આથી તે વહાઇટ હેટ લાગી હતી.તે લેન્ગવેજ એક્સ- બાયનરી અને ઈંગ્લીશમાં કમાન્ડ લખતી હતી. એક્સ બાયનરી એ વાઇટ હેટ એસેમ્બલીએ ઉપજાવેલી કોમ્પ્યુટર લેન્ગવેજ હતી.જેમાં સાદી બાયનરીમાં વપરાતા ફક્ત 0 અને 1 સિવાય નમ્બર 4 અને 9નો ઉપયોગ થતો હતો.

         સૂર્યાએ કમાન્ડ ટેબ બંધ કરી.એક ફોલ્ડર ખોલ્યું તેમાં લગભગ ચાલીસેક કલાકનો એક વિડિઓ હતો.સૂર્યાએ એ પ્લેય કરવાનું શરૂ કરતો હતો ત્યાં ગુરુ બોલ્યો "ભૈયા આ બે દિવસનો વિડિઓ આટલીવારમાં કઈ રીતે ડાઉનલોડ થઈ ગયો શુ તારી કોલેજનું વાઈફાઈ આટલું ઝડપી છે?"

       "ઓહ તું પણ વિચારવા લાગ્યો એમને ગુરુ! ના મારા ભાઈ વાત એમ છે કે મેં જ્યારે કેમેરો ફિટ કર્યો ત્યારે ઘરે આવીને જ એક સ્ક્રીપટ રન કરી હતી કે તેમાં જે કાંઈ રેકોર્ડ થતું જાય એ આપણા સર્વરમાં અપલોડ થતું જાય.વાત રહી કોલેજના વાઈ ફાઈની તો એતો એટલું સ્લો છે કે કેમેરો ફિટ કર્યાને લગભગ સાઈઠ કલાક ઉપર થયા પણ હજુ ચાલીસેક કલાકનો જ વિડિઓ જ અપલોડ થયો છે પણ કાફી છે"સૂર્યાએ બોલવાનું પૂરું કરી વિડિઓ પ્લે કર્યો.

           તેઓ વિડિઓ કોઈ સુપર થ્રિલર મુવીની જેમ જોઈ રહ્યા હતા. સૂર્યાની વિડિઓની સ્પીડ 15× જેટલી સેટ કરી દીધી હતી જ્યારે તેમને કોઈ શંકાસ્પદ વસ્તુ દેખાતી ત્યારે તે સ્પીડ ઓછી કરતો.તેઓ લગભગ અઢી વાગ્યે વિડિઓ જોવા બેઠા હતા અને તેમને એ પૂરો કરતા સાંજના સાત થયા તેમને ઘણી વસ્તુઓ સ્લો મોશનમાં જોઈ ઘણી વસ્તુઓ બે ત્રણ કે ચાર વખત જોઇ હતી.ઘણી વસ્તુઓ ઝૂમ કરીને તો ઘણી વસ્તુ થોડી ક્લિયર કરીને અને બીજી બાજુ તેમને લગભગ બધા રાત્રીના સીન કાપ્યા હતા.તે રેકોર્ડિંગની સમરીની વાત કરવામાં આવે તો જે દિવસે સૂર્યાએ કેમરો લગાવ્યો ત્યારે અને તે રાત્રે કોઈ હલચલાહટ થઈ નહોતી.રાત્રે અને દિવસે સિક્યોરિટી બદલાતા હતા તેના બીજા દિવસે સવારમાં લગભગ સાડા છ વાગ્યે સિક્યોરિટીએ આવતા-વેત કોઈને ફોન કર્યો અને તેનો અવાજ બહુ અસ્પષ્ટ કેમેરામાં આવી રહ્યો હતો તેમ છતાં તે સમજાતું હતું તે વાત કંઈક આ મુજબ હતી 

        "હું પહોંચી ગયો છું તમે આવી જાવ અને હા ગાડી રોજ મુજબ બહાર જ રાખજો અને હા સ્કૂલબેગ જ લાવજો" કહી તેને કોલ કાપ્યો હતો.

           થોડા સમય પછી ચાર લોકો ત્યાં આવ્યા હતા અને પછી સ્ટોરરૂમમાં ગયા હતા લગભગ પાચજ મિનિટમાં તે બહાર આવ્યા હતા.સિક્યોરિટી તેમને કઈક સત્તાવાર સ્વરમાં કહી રહ્યો હતો પણ તે કેમેરાથી ખાસ્સા દૂર હતા અને ઉપરથી પવનની અવાજ એટલો આવી રહ્યો હતો કે કશું સમજાઈ રહ્યું નહોતું કે, તે શું બોકી રહ્યા છે. ત્યાર બાદ આ સેમ ઘટના બીજા દિવસે પણ બની હતી અને પછી તે દિવસના સાત વાગ્યા પછીનું રેકોર્ડિંગ નહોતું.

         "ભૈયા આ સિક્યોરિટી તો કોઈ પ્યાદુ લાગે છે" ગુરુએ કહ્યું

        "ના એવું નથી ગુરુ તેની વાત કરવાની અદાથી મને બિલકુલ એવું નથી લાગતું કે તે કોઈ પ્યાદુ છે" વિક્રમે કહ્યું

         "જે હોય તે પણ તે વ્યક્તિ કોઈ એન્ડ્રોઇડ મોબાઈલ નથી રાખતો મેં ચેક કરી લીધું છે સ્ટોરરૂમ પાસે કોઈ એક્ટિવ ઈન્ટરનેટ સિગ્નલ સવારના સાતેક વાગ્યા સિવાય આવતો નથી એ સિગ્નલ સમાન લેવા આવેલા લોકોનો છે અને હા બીજી એક વાત" સૂર્યાએ આમ કહી ત્યાં રહેલી ડ્રગની વાત બધાને કહી.

          " તો આપડે તેને પકડશું કઈ રીતે?" વિક્રમે કહ્યું.

           "કોલેજમાં જ કેમકે સ્ટોરરૂમ તરફ કોઈ આવતું નથી કેમકે એના સિવાય બીજો કોઈ રસ્તો નથી તે ક્યાં રહે છે ને શુ કરે છે એ બધું જાણવાનો સમય નથી." સૂર્યાએ કહ્યું

          "ઓકે તો હું તૈયાર છું તેને પકડવા માટે કાલે જ જાવ" વિક્રમે કહ્યું

         " ના તમે આજે રાત્રે વડોદરાથી પાછા ઘરે ફરી રહ્યા છો સો તમે કાલે જ એને પકડવા નહિ જઈ શકો કેમકે તેનાથી ગોહિલને શક જશે" સૂર્યાએ કહ્યું

         "તો ભૈયા હું?" ગુરુએ પૂછ્યું

        "હા તું એ કામ કરી શકીશ પણ કોલેજના ભૂગોળથી તું વાકેફ નથી સો મારે જ જવું પડશે.હું કાલે સવારે આઠ નવ વાગ્યા આસપાસ કોર્ટે જવું પડશે" સૂર્યાએ કહ્યું.

          "પણ સૂર્યા ત્યાં તને ઘણા ઓળખતા હશે" વિક્રમે કહ્યું.

        "અરે નિખિલનું માસ્ક છે ને" સૂર્યા બોલતા બોલતા હસ્યો અને પછી વિક્રમ અને ગુરુ પણ હસવા લાગ્યા.

        "ઓકે તો સૂર્યા ડન હું કાલે તને સીધો કોર્ટમાં જ મળીશ અત્યારે મને ઘર સુધી છોડી જા" વિક્રમે કહ્યું

         "હું નહિ,ગુરુ છોડતો જશે કેમકે મારે કાલે કોર્ટની પેશી માટે તૈયારી કરવી છે" સૂર્યાએ કહ્યું

          ગુરુ અને વિક્રમના ગયા બાદ સૂર્યાએ કોમ્પ્યુટરમાં રાકેશ અને તેના ગુંડાના ફોટોસ અને અવાજ જે તેના લોકેટમાં સેવ થયું હતું તે કોમ્પ્યુરમાં લીધું અને કોઈ સ્પોટકાર ટોપ ગેરમાં આવી ગયાની ગતિ જેટલી ગતિએ તે કોર્ડિંગ કરવા લાગ્યો અને તે લગભગ ત્રણ કલાક ચાલ્યું.તેને ખ્યાલ ન આવ્યો કે ત્રણ કલાક વીતી ગઈ છે તેની આટલી મહેનતના ફળ સ્વરૂપે તેને એક વિડિઓ બનાવ્યો હતો અને તેને એક બ્લેન્ક પેનડ્રાઇવમાં મુવ કરી,તેને પોતાના કાલે પહેરવાના પેન્ટના ખીસ્સામાં નાખ્યો ત્યારે અચાનક ગુરુનો અવાજ સાંભળ્યો "ભૈયા તું હજી કામ કરે છે?"

       "હા યાર તને ખબર છે ને હું શું કરતો હતો?" સૂર્યાએ કહ્યું

       "આઈ નો કાનુન અંધા હોતા હૈ વો સિર્ફ..." કહી ગુરુ હસવા લાગ્યો

        "પણ તને કેમ આટલું મોડું થયું?" સૂર્યાએ પૂછ્યું.

        "અરે ભૈયા હું અહીંથી ગયો ત્યારે મેં મનુકાકાને આજે રાંધવાની ના કહી હતી, તો હું ગરમાગરમ ઢોસા પેક કરાવીની લાવ્યો છું ઘણી લાઇન હતી" ગુરુએ કહ્યું

       "ઓહ તો ખોલ ખોલ રાહ શેની?" સૂર્યાએ કહ્યું અને બન્નેએ ભરપેટ જમ્યા બાદ એક બેડ પર આડા પડતા જ ઊંઘે તેનું સામ્રાજ્ય જમાવ્યું.કલાનો દિવસ તેમના માટે મહત્વનો હતો અને ઘણું લઈને આવી રહ્યો હતો સારું કે ખરાબ તે તો અંધારાના પેલે પાર હતું.

*******

ક્રમશ: