ભાગ 16 : સિક્રેટ જગ્યા
ધનશ એ હજુ પોતાની સિક્રેટ જગ્યા વાળી વાત પૂરી કરી ત્યાં જ શીન ફરી ગુસ્સા માં બબડ્યો કે - " વાહ ! હજી એક નવું રહસ્ય ! આ વાત તો હજુ બાકી જ રહી ગઈ હતી નહિ ? હવે મને કહો કે શું છે આ સિક્રેટ જગ્યા?, બધા ને ત્યાં લઈ જાઓ છો એવું તો વળી શું છે ત્યાં ? "
" એ તો તને જગ્યા એ જઈને જ ખબર પડશે " SK એ ખૂબ સહજ અને ટૂંકો જવાબ આપ્યો.
ધનશ એ બધા માણસો ને ઈશારો કરી ને કઈક કહ્યું , થોડી વાર માં ત્યાં હાજર લોકો ને બેભાન કરીને સિક્રેટ જગ્યા એ લઈ જવામાં આવ્યા.
એક મોટા હૉલ માં શીન, ઊર્જા, ડેવિન, ડિવા, માયા અને હેપીન હતા, હૉલ ની સામે તરફ સિંહાસન જેવું ખૂબ મોટું આસન હતું અને તેની બાજુ માં તેવા જ બે નાના નાના આસનો હતા , દ્રશ્ય તો એવું હતું જાણે કે કોઈ રાજસભા હોય !!!
થોડી વાર માં શીન ને નદી ના પાણી નો અવાજ સંભળાયો અને તેણે પૂછ્યું કે આ કંઈ જગ્યા છે ?
" હિમાલય, ગંગા નદી ના કાઠે અને જંગલો ની વચ્ચે આ અખંડ સામ્રાજ્ય ની શરૂઆત જ અહીં થી થઈ હતી, આ છે એ જગ્યા જ્યાંથી શરૂ થયો હતો ઇતિહાસ, આ સામ્રાજ્ય ત્રણ પાયાઓનું આ શાસન છે જ્યાં શત્રુ તથા મિત્રો બધા અહીં જ મળે છે, શત્રુ ને પણ આદર આપતા કોઈ SK પાસેથી શીખે, ખરેખર મને આ ઉદારતા જોઈને થયું કે આ માણસ સાથે શત્રુતા કરવી એ નકામી છે અને કોને એટલું સાહસ છે કે જે SK ની સામે એક સમાન સ્તર ની શત્રુતા કરે, આપણે બધા તો માત્ર ને માત્ર કીડીઓ સમાન છીએ "
ડેવિન જાણે કોઈને પ્રેરણાના પાઠ ભણાવી રહ્યો હોઈ એમ બોલી રહ્યો હતો,
તેની વાત પૂરી થતાં જ RK આગળ બોલ્યો,
" તમને આ જગ્યા એ માત્ર નજરકેદ જ રાખવામાં આવ્યા છે, અહીં તમારા માટે તમામ પ્રકાર ની સુવિધાઓની વ્યવસ્થા છે, આ અમારું પ્રાઈમ લોકેશન છે, મન ની શાંતિ અને હ્રદય ને હળવું પાડવા માટે SK ઘણા લોકો ને અહી મોકલતો હોય છે , યાદ રાખજો અહી હોશિયારી કરવાનો મતલબ છે મોત સાથે ખેલવાડ ! અહી થી ભાગવું અશક્ય છે, કેમ કે આ જગ્યા જ કંઈક એવી છે કે જેનાથી તમને અંદાજો જ નહીં મળે કે ગમે છો ક્યાં ? જો ભાગશો તો હિમાલય માં ક્યાંક ખોવાઈ જશો અથવા તો દેશ ની સીમાને પાર જતા રહેશો , તો અહીંથી ભાગવાનો વિચાર પણ તમારા માટે વ્યર્થ છે કેમ કે અહી થી અત્યાર સુધી કોઈ ભાગી નથી શક્યું , ધનશ જે અહીંની સિક્યોરિટી માટેનો ઇન્ચાર્જ છે તેને પણ એક વખત એવો ટાર્ગેટ આપવામાં આવ્યો કે તું અહીંથી ભાગીને બતાવ , તે પણ અસફળ રહ્યો, અહીંયાની સંપૂર્ણ વ્યવસ્થા ખુદ SK દ્વારા નિર્મિત કરવામાં આવી છે, જો અહી રહીને તમે એનો લાભ ના ઉઠાવો તો તમારાથી મોટું મૂર્ખ કોઈ ના કહેવાય અને જો ભાગશો તો યાદ રાખજો 4 લોકોનું ભયાનક મોત થયું હતું, હજી એક વાત કે જો અહીંની વ્યવસ્થા સાથે ચેડાં કરશો તો પણ પરિણામ ભયંકર આવશે "
આટલું બોલીને તેણે ધનશને બોલાવ્યો અને કહ્યું આ લોકો ને હવે આપણી થર્ડ ડિગ્રી ટનલ તો બતાવ.
ધનશ બધા નવા લોકો ને લઇ ને જાય છે, થર્ડ ડિગ્રી ટનલ, મોત થી પણ બદતર જગ્યા.....