ભાગ 17 : ટનલ - ગુનેગાર નું નર્ક
ધનશ બધા લોકો ને થર્ડ ડિગ્રી ટનલ તરફ લઈ જાય છે અને ત્યાં બધા લોકો જુએ છે પ્રોફેસર ને ! આ જોઈને તરત ડેવિન ને પ્રશ્ન થયો કે - અમને બધા ને અલગ અને પ્રોફેસર ને કેમ અલગ રાખવામાં આવ્યા છે ? , આ ટનલ માં કેમ તે ?
RK એ કહ્યું તમને એનો જવાબ હવે મળશે, થર્ડ ડિગ્રી ટનલ એટલે એક ભયાનક જગ્યા , કે જ્યાં દેશના મોટા મોટા નરાધમો , દેશ દ્રોહીઓ અને કુકર્મો કરવા વાળા ને અહી લઈ આવવામાં આવે છે, ક્યારેક કોઈ નક્સલવાદી પણ અહી હોય છે , જુઓ આ લોકો ને કે કઈ રીતે તેમને અમે અહી સરસ રીતે સાચવીએ છીએ !
બધા લોકો ધનશ સાથે આગળ ગયા , જોયું તો ક્રૂર દ્રશ્યો !! કોઈના હાથ-પગ ના નખ ઉખેડી ઉખેડી ને તેમાં મીઠું ભરાઈ રહ્યું હતું , માથા ના વાળ ખેંચી ખેંચીને લોહી ની ધાર કરી હતી, ટાંચણીઓ લઈ ને શરીર માં નાના-નાના છિદ્રો કરી ને લોહી કાઢતા , આંગળીઓ કાપતા , આગળ જોયું તો કાંડું કાપેલો માણસ, હાથ કાપેલા માણસો અને આંખ વિનાનાં લોહી લુહાણ કરેલા માણસો, વળી એટલું જ નહિ, જો વધુ ટોર્ચર થઈ ગયું હોય તો સારવાર માં ખસેડીને સાજા કરી ફરી પાછો આ તમાશો શરૂ , આ ટનલ માં આવીને લોકો મરવા માગતા હોવા છતાં એમને મરવા દેવામાં નથી આવતા અને તેમને વારંવાર ફરીથી હેરાન કરાય છે અને એમને અહેસાસ કરાવવામાં આવે છે કે તેમણે કરેલા ખરાબ કાર્યો ની શું સજા હોય છે , એમને નર્ક નો અહીં અનુભવ થાય છે.
" આટલી ભયાનક જગ્યા ! તમે લોકો તો કોઈ ને ચેન થી મરવા પણ નથી દેતાં " શીન બોલ્યો.
" કેમ મરવા દઈએ ? નરાધમો અને બળાત્કારીઓ ને ખબર પડે ને કે એ લોકોના લીધે બીજાની જીંદગી નો શું હાલ થયો છે, દેશ દ્રોહિઓ અને નક્સલો ના લીધે દેશ ના અનેક લોકો ને નુકસાન થયું છે, ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, ઘણા પરિવારે પોતાનો ટેકો અને સહારો, આવા લોકો ને હું કેમ છોડી શકું ? મારી સામે અન્યાય થાય એ હું ક્યારેય સહન નહિ કરી લવ અને તમારી જાણ ખાતર કહી દવ કે આ ટનલ માં મે મંત્રીઓ અને ઉધોગપતિઓ હોય કે એમના છોકરાઓ હોય એમને પણ નથી બક્ષ્યા, કોર્ટ કે વકીલ ના લીધે તેઓ બચી તો જાય ; પરંતુ મારી સજા માંથી ક્યારેય કોઈ નહિ બચે , હું જ્યાં સુધી છું ત્યાં સુધી તો અન્યાય તો નહિ જ થાય "
SK ખૂબ જ દ્રઢતા અને ગુસ્સા ના અવાજ માં બોલ્યો.
ફરી શીન એ પૂછ્યું - પણ પ્રોફેસર અહી શું કરે છે ?
" ભણતરના નામે નરાધમ ખોટા કામ કરતો હતો , ક્યાંથી મૂકું એને ? વળી માર્કેટ મેનીપુલેશન માં પણ જોડાયેલો, લાખો લોકો ના સપના હણ્યા છે તેણે, એ હવે જોશે મોત નો તાંડવ, દરેક ક્ષણે એ મરવા માટે તડપશે પરંતુ મોત નહિ આવવા દવ , તેને હું બતાવીશ નર્ક થી પણ બદતર જગ્યા , આ છે SK નું સામ્રાજ્ય , કે જ્યાં સારા લોકો સાથે સારો અને ખરાબ લોકો સાથે અતિ ખરાબ વ્યવહાર થાય છે "
આ વખતે SK ખૂબ જ ઉચ્ચા અવાજમાં બોલ્યો.
ધનશ એ બધા લોકો ને કહ્યું કે - યાદ રાખજો ! અહી કંઈ પણ ચાલાકી ના કરતા નહિ તો આ ટનલ યાદ જ છે ને ?