અમનદીપ સિંઘ એ તરત સૈનિક મુખ્યાલય એ રિપોર્ટ કર્યો કે તેમણે ૧૬ આતંકવાદી ઑ ને ઠાર કર્યા છે અને ૨ આતંકવાદી ઑ ને ગિરફતાર કર્યા છે. સૈનિક મુખ્યાલય માં થી તરત જ તેમને સૂચના આપવા માં આવી કે તમે કોઈ આતંકવાદી ઑ ને ગિરફતાર કર્યા છે તેવો કોઈ અહેવાલ હમણાં કોઈ ને આપશો નહીં અને તે બંને ને એક સેફ હાઉસ માં તરત જ ખસેડવા માટે વ્યવસ્થા કરવા માં આવશે ત્યાં સુધી તેને કોઈ નુકશાન નો પહોંચે તે ધ્યાન રાખશો.
સૈનિક મુખ્યાલય માં પણ આનંદ નો માહોલ છવાઈ ગયો હતો કેમ કે આઈએસઆઈ ના કુખ્યાત ઇનાયત ખાન નો ભત્રીજો હાથ માં આવી ગયો હતો પણ તે જો તેને જાણ થાય તો એ તુરંત તેના સ્લીપર સેલ દ્વારા આતંક મચાવી દેશે તે પણ એક ડર હતો તેથી તેમણે રો ના ચીફ ને તુરંત ફોન કરી જાણ કરી તો ત્યાંથી તેમણે એવી સૂચના આપી કે કાલે પ્રેસ સમક્ષ ૧૬ આતંકવાદી ઑ ને ઠાર મારવા માં આવ્યા છે અને ખાસ કરી ને તેમની ઓળખ સાથે તેમને દુનિયા સમક્ષ પ્રસ્તુત કરો પરંતુ બે આતંકવાદી ઑ ઇજા થયા બાદ પણ જંગલ માં ગાયબ થઈ ગયા છે અને જંગલ માં તપાસ ચાલુ છે તેવી જાહેરાત કરવાની સૂચના આપી દીધી.
બંને આતંકવાદી ઑ ને લઈ ને અમનદીપ તેને કેરન ની ચોંકી એ પહોંચ્યા અને બંને ની ફૉર્મલ પૂછતાછ શરૂ કરી.
તમારો પ્લાન શું હતો? તમારા નામ શું છે? કયા ના રહેવાસી ઑ છો? તમને ટ્રેનિંગ કયા અને કોણે આપી હતી?
બંને એ તો પહેલા પહેલા પ્રશ્નો ના જવાબ ટાળવા ની કોશિશ કરી પણ અમનદીપ એ ચૌદમું રતન બતાવતા તરત તેમણે પોપટ ની જેમ મોઢું ખોલી નાખ્યું અને તેઓ નો શું પ્લાન હતો તે પણ જણાવી દીધું. સાંભળી ને અમનદીપ અને તેમના સાથીદારો ની આંખો ખૂલી ને ખૂલી રહી ગઈ.
-*-*-*
હર્ષિત ગાંધી અને વિશાખા અલપ ઝલપ ની વાતો કરતાં ઘરે ક્યારે પહોંચી ગયા તે જ તેમને ખબર પડી ન હતી. વિશાખા એ ઘરે પહોંચી ને જોયું કે તેની માતા પણ તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહી હતી અને રસોયા ઑ પાસે ખાસ કાઠિયાવાડી અને કોંટિનેંટલ એ બંને ના મિશ્રણ જેવી વાનગી ઑ ના ભંડાર બનાવડાવી ને રાખ્યા હતા.
વિશાખા એ હર્ષિત ને પૂછ્યું કે આપ નો ડિનર નો સામે શું છે ? જો આપને ભૂખ લાગી હોય તો અત્યારે ડિનર લઈ અથવા થોડી વાર બેસી ને વાતો કરી એ અને મમ્મી પણ તમારા એક બે ગીત સાંભળવા માંગે છે તો અમે પણ એક સરસ મ્યુજીક સિસ્ટમ ની વ્યવસ્થા કરી રાખી છે તો આપને અનુકૂળ હોય તેમ કરી એ.
હર્ષિત કહે મારો ડિનર નો કોઈ સામે ફિક્સ નથી અત્યાર સુધી એકલો જ રહ્યો છું તો ઘરે કોઈ એ ડિનર બનાવી ને રાખ્યું હોય અને તૈયાર થાળી એ બેસવા મળે તેવા તો મારા નસીબ રહ્યા નથી. આજે ઘણા સમયે આવો મોકો મળ્યો છે. તો આપણે થોડી વાર બેસી ને વાતો કરી અને તે પછી એક બે ગીત આપણે સાથે ગાઈએ તો વધુ આનંદ આવશે.
હસતાં હસતાં વિશાખા એ કહ્યું અરે મહાશય મને કુદરતે ગળા માં આપના જેવી મીઠાશ નથી આપી કે હું કોઈ કંપની આપી શકું.
હર્ષિત :- આપની વાતો માં એટલી મીઠાશ અને એક અપનાપન છે જેના પર થી એક કલાકાર તરીકે મને લાગે જ છે કે આપના સ્વર માં પણ એટલી જ મીઠાશ હશે, વાત ફક્ત રિયાઝ અને સંગીત પ્રત્યે પ્રેમ કેળવવાની જરૂરિયાત નો હોય. તો આજે તો હું આપની સાથે ડયુએટ ગીત ગાવાનું જ પસંદ કરીશ.
આ વાતો કરતાં હતા ત્યાં વિશાખા ની માતા સુલેખા પણ વાતો માં જોડાઇ ગયા અને કહ્યું કે વિશાખા આપના ખુબજ વખાણ કરતી હતી અને કહેતી હતી કે આપના પર માં સરસ્વતી એ સંપૂર્ણ આશીર્વાદ આપના એક ના પર વરસાવ્યા છે, આપ અભ્યાસ ની સાથે સ્પોર્ટ, સંગીત અને સાહિત્ય માં પણ અવ્વલ છો, તે જાણી ખુબજ આનંદ થયો. હવે આપના વિશે થોડું જણાવશો.
હર્ષિત :- સાહિત્ય?
વિશાખા :- હા મહાશય મને હમણાંજ ખબર પડી કે આપ સુંદર કવિતા ઑ પણ લખો છો.
એ પછી હર્ષિત એ પોતાના વિશે વિશાખા ને જે કઈ જણાવ્યું હતું તે ફરી એક વાર તેની માતા સુલેખા ને જણાવ્યું, પણ પોતાની માતા ની વાત કરતાં કરતાં તેની આંખો માં આંસુ આવી ગયા તે જોઈને સુલેખા પણ ગળગળી થઈ ગઈ અને બોલી ઉઠી કે બેટા તું મને પણ તારી માતા જ ગણજે. બચપણ માં માતા ગુમાવવા નું દુખ શું હોય છે તે મને સમજાય છે. તે પછી અલપ ઝલપ ની વાતો પછી હર્ષિત એ પોતાનો મૂળ હેતુ જે હતો તેના પર ફોકસ થાય તે માટે તેણે શિવ મહેતા ની વાત નો ઉલ્લેખ કર્યો અને પૂછ્યું કે આપની અને સર ની મુલાકાત કઈ રીતે થઈ હતી? આપના અને સર વિશે મને પણ કઈક જણાવો તે તો મારા આદર્શ છે, મારા માટે તો એ ગુરુ દ્રોણ છે અને હું એકલવ્ય છું કેમ કે મે દૂર રહી ને પણ તેમની બીઝનેશ સ્ટાઇલ અને ફાર્મા ઇંડસ્ટ્રી માં જે નવા નવા સંશોધનો કરી રહ્યા છે તેનો હમેશા અભ્યાસ કર્યો છે, મને કોઈ પૂછે કે તમારે શું બનવું છે તો હું તો એમ જ કહીશ કે મારે તો ફક્ત અને ફક્ત શિવ મહેતા જેવુ બનવું છે. હું તો મારા આધ્ય દેવ એટલે કે શિવ સર ને મળવું જ છે. તેમને મળવા થી મને મારો લંડન નો પ્રવાસ અતિશય સફળ લાગશે.
સુલેખા તરત બોલી ઉઠી કે તે લંડન આવવા નીકળી ગયા છે અને આવતી કાલે પહોંચી પણ જશે તો આપણે કાલે સોમવાર છે પણ આવ્યા પછી તે બહુ બીઝી હશે તો મંગળવારે અવશ્ય ડિનર પર ફરી બધા સાથે મળીશું. તે પણ તને મળી ને ખુબજ આનંદિત થશે.
ત્યાર બાદ અલપ ઝલપ વાતો થયા પછી હર્ષિત એ ત્રણ ગીત ગાયા ત્યાર બાદ તેના ખુબજ આગ્રહ પર વિશાખા અને તેની માતા સુલેખા એ પણ એક એક ગીત ગાયું. તેમને સાંભળ્યા પછી હર્ષિત ને લાગ્યું કે ભગવાને આ માતા પુત્રી ને જેટલું રૂપ આપ્યું છે તેના કરતાં અનેક ગણું સારું દિલ અને સુંદર અવાજ પણ આપ્યો છે. જો તે એક બીજનેસ પરિવાર માં થી નો હોત તો તે લોકો પણ ગાયન માં પોતાનું સારું નામ કરી શક્યા હોત.
હોટેલ પરત પહોંચ્યા બાદ પણ હર્ષિત આજના દિવસ ને વાગોળતો રહ્યો અને પછી પોતાની એક ડાયરી કાઢી ને આજના દિવસ ની એક એક ઝીણી ઝીણી વાતો ને યાદ કરી તેમાં ટપકાવતો રહ્યો. તેને દરેક મિનિટે વિશાખા માં તેને પોતાના સપના સાકાર કરવાની એક સીડી દેખાતી હતી અને વિચારો ને વિચારો માં ક્યારે ઊંઘ આવી ગઈ તે તેને ખબર જ ના પડી.
-*-*-*
સનશાઈન ફાર્મા ના સિકયાંગ યુનિટ માં એકદમ શાંતિ પ્રવર્તતી હતી, દરેક લોકો ચૂપચાપ પોતાના કામ માં બીઝી હતા અને લેબોરેટરી માં તેની રિસર્ચ ટીમ ની હેડ સ્નેહા તેના રિસર્ચ વર્ક કરી રહી હતી. તેને હાલ માં એક નવું એસાઈમેન્ટ આપવા માં આવેલ હતું કે તેને કેન્સર ની ટ્રીટમેન્ટ દરમ્યાન કીમો થેરાપી પછી લોકો ને જે નબળાઈ આવે છે, વાળ ચાલ્યા જાય છે તથા સાઈડ ઇફેક્ટ પણ ઘણી થતી હોય છે તે ઓછા માં ઓછી થાય અને લોકો ને તરત રિકવરી આવે તેમજ કેન્સર ના જંતુ ફરી ઊથલો નો મારે તે માટે ની મેડિસિન નું સંશોધન કાર્ય આપવામાં આવેલ હતું.
સ્નેહા એ તે માટે ગહન અધ્યયન કરી અને કેન્સર કઈ રીતે શરીર માં ઍક્ટિવ થાય છે તથા દરેક રક્તકોશિકા પર તેની શું અસર થાય છે તેનો ડેટા તેમણે જે ક્લિનિકલ કેન્સર ના પેશન્ટ હતા તેમના રિપોર્ટ પર થી બનાવ્યો હતો. તે દરમ્યાન તેણે નોટ કર્યું કે લગભગ દરેક પ્રકારના કેન્સર માં કોષો એક ગઠ્ઠો બનાવે છે જેને ગાંઠ કહેવાય છે, જે તેની આસપાસના પેશીઓ પર આક્રમણ કરી શકે છે. ગાંઠમાંથી કોષો પણ તૂટી શકે છે અને શરીરના અન્ય ભાગોમાં પણ પ્રસરે છે. ત્યાં તેઓ વૃદ્ધિ કરવાનું ચાલુ રાખી શકે છે અને વધુ ગાંઠો બનાવે છે. ફેલાવાની આ પ્રક્રિયાને મેટાસ્ટેસિસ કહેવામાં આવે છે. જ્યારે કેન્સર શરીરમાં બીજે ક્યાંક ફેલાય છે, ત્યારે પણ તે એક જ પ્રકારનું કેન્સર છે, અને હજી પણ શરીરના તે ભાગને નામ આપવામાં આવ્યું છે જ્યાંથી તે શરૂ થયું હતું. ઉદાહરણ તરીકે, જો ફેફસાનું કેન્સર હાડકાંમાં ફેલાય છે, તો પણ તે ફેફસાનું કેન્સર છે, હાડકાનું કેન્સર નથી. તે કિસ્સામાં, એવું કહી શકાય કે વ્યક્તિને "હાડકાના મેટાસ્ટેસિસ સાથે ફેફસાનું કેન્સર છે." કેટલાક કેન્સર, જેમ કે લોહીના કેન્સર, ગાંઠ નથી બનાવતા. લોહીના કેન્સરને લ્યુકેમિયા કહે છે. બધી ગાંઠો કેન્સર નથી હોતી. ગાંઠ કે જે કેન્સર નથી તેને સૌમ્ય (બે-નવ) કહેવાય છે. સૌમ્ય ગાંઠો કેન્સરની જેમ વધતી નથી અને ફેલાતી નથી. બીજો શબ્દ જેનો અર્થ કેન્સર પણ થાય છે તે જીવલેણ છે. તેથી કેન્સરની ગાંઠને જીવલેણ ગાંઠ કહેવાય છે. સારવાર ન કરાયેલ જીવલેણ ગાંઠો તમને મારી શકે છે. કેન્સરના મોટાભાગના કેસોનું ચોક્કસ કારણ કોઈ જાણતું નથી. આપણે જાણીએ છીએ કે આપણા કોષોમાં થતા અમુક ફેરફારોથી કેન્સર શરૂ થઈ શકે છે, પરંતુ તે બધું કેવી રીતે થાય છે તે મેડિકલ સાયન્સ હજુ સુધી શોધી શકી નથી. વૈજ્ઞાનિકો આ સમસ્યાનો અભ્યાસ કરી રહ્યા છે અને કેન્સરની રચના અને વૃદ્ધિ માટે તે લેનારા ઘણા પગલાંઓ વિશે વધુ શીખી રહ્યા છે. જો કે આ પગલાંઓમાંના કેટલાક પરિબળો ઘણા સમાન હોઈ શકે છે, કોષોમાં જે પ્રક્રિયા થાય છે તે દરેક પ્રકારના કેન્સર માટે સામાન્ય રીતે અલગ હોય છે.
કેન્સરની મુખ્ય ત્રણ સારવાર પદ્વતિ પ્રચલિત છે જેમાં (1) ઓપરેશન (Surgery) (2) રેડિયો થેરાપી (Radio Therapy) અને (3) કેમોથેરાપી (Chemotherapy) અને Targeted therapy. કેન્સરની સારવારમાં એક પધ્ધતિ કરતાં વધુ પધ્ધતિ અપનાવાય છે. પચાસ ટકાથી વધુ કેન્સરની સારવારમાં એક કરતાં વધુ પધ્ધતિ અપનાવાય છે. જેમ કે સ્તનના કેન્સરમાં હવે સ્તન બચાવવાના ભાગરૂપે મોટાભાગના દર્દીમાં ત્રણેય સારવાર પધ્ધતિ અગત્યનો ભાગ ભજવે છે. તેવી જ રીતે મોટા આંતરડાના ઓપરેશન કર્યા પછી લગભગ પચાસ ટકાથી વધુ દર્દીને કેમોથેરાપી આપવામાં આવે છે તેવી જ રીતે મોઢાના કેન્સરના ઓપરેશન પછી ઘણા બધા દર્દીને રેડિયોથેરાપીની જરૂર પડે છે. અને આમ સારવારનો સમન્વય કરવાથી કેન્સર મટાડવાના પ્રમાણમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. આમાં થી દર્દી માટે સહુ થી વધુ ત્રાસદાયક સારવાર કેમોથેરાપી ની હોય છે. જેમાં કેમોથેરાપી, સામાન્ય રીતે કેન્સરની સારવાર માટે વપરાય છે, તે દવાઓ સૂચવે છે જે કેન્સરના કોષોને વિભાજીત અને વધતા અટકાવે છે. આ મુખ્યત્વે લક્ષ્ય કોષોને મારીને પ્રાપ્ત થાય છે જે અસામાન્ય રીતે ગુણાકાર કરવાની ક્ષમતા ધરાવે છે. આ હેતુઓ હાંસલ કરવા માટે વિવિધ પ્રકારની દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. કીમોથેરાપીની અસરકારકતા અમુક અંશે કેન્સરના સ્ટેજ પર આધારિત છે જેની સારવાર કરવામાં આવી રહી છે. જ્યારે પ્રતિકૂળ આડઅસર હોય છે, ત્યારે કીમોથેરાપીના ફાયદા સામાન્ય રીતે કોઈપણ પ્રતિકૂળ અસરના જોખમ કરતાં વધી જાય છે.
સ્નેહા નું મુખ્ય લક્ષ્ય આ બધી આડઅસરો ને નાબૂદ કરતી દવા વિકસાવા નો હતો. આ માટે નો બધા ડેટા ના અભ્યાસ પછી તેને લાગતું હતું કે આના માટે દવા ના કોમ્પોઝિશન માં મુખ્યત્વે તેણે વિટામિન, મિનરલ્સ, એન્ટિબાયોટિક્સ, પ્રોટીન નું યોગ્ય સંયોજન કરવું પડશે તથા બીજી પણ એક દવા અલગ થી વિકસાવી પડશે જેથી કેન્સર ફરી ઊથલો નો મારી શકે. તે ઊંડો વિચાર કરી રહી હતી ત્યાંજ તેમના પ્યૂન મોહન એ ડોર નોક કર્યો અને અંદર આવી ને કોફી આપી.
વિચારતા વિચારતા સ્નેહા હાથ માં કપ લઈ ને લેબોરેટરી ની બહાર આવી અને સીસીટીવી માં જોયું કે તેની નજીક આવેલી ફેક્ટરી માં કોઈક અલગ પ્રકાર ની ભેદી હિલચાલ થઈ રહી હતી. ત્યાં આસપાસ ચીન ની સેના ની ગાડી ઑ તથા સત્તાધીન પક્ષ સીસીપી ના ઘણા નેતા ઑ પણ આવ્યા હોવાનું દેખાતું હતું. ત્યાં અચાનક તેને પોતાની ફેક્ટરી નો દરવાજો કોઈ તોડી નાખવો હોય તેમ ખખડાવતું હોય તેવો અવાજ આવ્યો, તે પોતાના સિક્યુરિટી સ્ટાફ સાથે દરવાજે પહોંચી અને જોયું કે ચીની સૈનિકો હતા અને ચીલાવી રહ્યા હતા “你在这里干什么?回你家去吧。” ( તમે લોકો અંહિયા શું કરી રહ્યા છો તમે બધા તમારા દેશ માં પાછા જાવ અંહિયા તમારું કોઈ કામ નથી). સ્નેહા વિચારી રહી હતી કે બાજુ માં શું ભેદી પ્રવૃતિ થાય તે કઈ ખબર પડતી નથી પછી અચાનક વિચાર આવ્યો કે આ ચીના ઑ ને માવા ખાવાની કે ચા પીવાની આદતો હોત તો ભારત ની જેમ બધા ના કારીગરો સાથે બેસતા હોત અને કયા શું ચાલી રહ્યું છે તે પણ ખબર પડી જાતી હોત.
-*-
ઉર્વશી ની યાદ માં વિહવળ શિવ ને આજે મુંબઈ થી લંડન ની મુસાફરી લાંબી લાગી રહી હતી, તેનું મન આજે ઈમેલ કે પછી બીજા કોઈ કામ માં લાગી રહ્યું નોતું. દરેક મિનિટ પર તેને આજે અચાનક ઉર્વશી યાદ આવી રહી હતી. તેના મનોપટલ માં ફરી એ દ્રશ્ય આવી રહ્યું હતું કે ડોક્ટર થયા બાદ ઉર્વશી તેની પાસે આવી હતી.
ઉર્વશી :- શિવ, પપ્પા હવે મારા માટે છોકરા ઑ જોવાની વાત કરી રહ્યા છે અને સાથે કહ્યું પણ છે જો મને કોઈ ગમતું હોય તો હું કહી દઉં અને જો તેમને યોગ્ય લાગશે તો તે તુરંત હા પાડી દેશે, તેમના માટે મારી ખુશી મહત્વ ની છે.
શિવ :- અરે વાહ ખૂબ ખૂબ અભિનંદન, મતલબ હવે મારી બેસ્ટ ફ્રેન્ડ દુલ્હન બનશે.
ઉર્વશી :- શિવ પ્લીઝ ક્યારેક તો સિરિયસ બન. તને ખબર છે કે હું તને પસંદ કરું છું, તો પણ આવી મજાક શું કામ કરે છે?
શિવ :- ઉર્વશી તું પૈસાદાર પરિવાર ની એક માત્ર પુત્રી છે અને હું એક ગરીબ શિક્ષક નો પુત્ર, એમાં પણ તું ડોક્ટર અને હું માત્ર એક ફાર્મસી નો સ્નાતક, આપણાં બંને વિશે આવી વાત વિચારનાર ને પણ લોકો પાગલ ગણશે.
ઉર્વશી :- શિવ તું મારા પપ્પા ને તો ઓળખે છે તેમના મંતવ્ય મુજબ છોકરા નું પરિવાર ગરીબ હશે તો પણ ચાલશે પણ છોકરો પાવરફૂલ હોય તો તેમણે કોઈ વાંધો નથી. તે હસતાં હસતાં કહી રહ્યા હતા કે વર માંથી ઘર થાય પણ ઘર માંથી વર નો થાય. શિવ મને ત્યારે જ તારું નામ લેવા ની ઈચ્છા થઈ ગઈ હતી પણ તારી હા વગર મારે કોઈ ને કઈ કહેવું નથી તો પ્લીઝ આજે તો કહે તારા મન શું ચાલી રહ્યું છે અને તારા દિલ માં મારા માટે કોઈ જગ્યા છે કે નહીં? છોકરી થઈ ને પણ આજે ત્રીજી વાર મારા દિલ ની વાત તારી સમક્ષ રાખી છે હવે અપનાવી છે કે ઠુકરાવી છે તે નિર્ણય તારે લેવાનો છે. મને આજે અને અત્યારે જ જવાબ જોઈએ છે.
શિવ મનોમન પોતાને ગાળો દેતા દેતા અને પોતાના આંસુ ને છુપાવતા જવાબ આપ્યો :- ઉર્વશી તું મારી સહુ થી બેસ્ટ ફ્રેન્ડ છે અને તારા અને તારા પિતાજી ના મારા પર ઘણા જ ઉપકાર છે જેનું ઋણ હું આ જીવન માં ક્યારેય ચૂકવી નહીં શકું, રહી વાત જીવનસાથી બનાવવાની તો હું એક જ વાત કહીશ કે તું મારા માટે બેસ્ટ ફ્રેન્ડ છો અને રહીશ અને મે તને ક્યારેય એ નજરે જોઈ જ નથી. તો મને માફ કરી દેજે અને તારા પિતા કહે ત્યાં લગ્ન કરી લે, મારા માટે કોઈ રાહ જોવાની કે વિચારવાની કોઈ જરૂર નથી.
ઉર્વશી તો તુરંત રડતાં રડતાં ત્યાંથી ચાલી ગઈ. ત્યારે શિવ મનોમન બોલ્યો કે ઉર્વશી પ્યાર તો હું પણ તને ખૂબ જ કરું છું પણ મારે હજુ ઘણું કરવાનું બાકી છે, તારા પિતા ના મારા પર ઘણા ઉપકાર છે તો તેમના ઉપકાર નો બદલો હું ગરીબ તેની પુત્રી ની સાથે લગ્ન કરી ને તો ના લઈ શકું. તારા પિતા મને અને મારા પરિવાર માટે ખરાબ વિચારે કે મારા સંસ્કાર પર કઈ બોલે તો મારા પિતાજી તો જીવતા મારી જાય. મને માફ કરજે ઉર્વશી હું તારો ગુનેગાર છું.
આવા વિચાર માં ને વિચાર માં શિવ ને ક્યારે ઊંઘ આવી ગઈ તે ખ્યાલ જ નો આવ્યો, જ્યારે આંખ ઉઘડી ત્યારે લંડન નું હિથ્રો એરપોર્ટ નજીક છે તેવી એનઉન્સમેન્ટ થઈ રહી હતી.
-*-
જય મહેતા હજું સુધી મુંબઈ જ રોકાયેલા હતા અને આગળ ના રિસર્ચ કામ અને માર્કેટિંગ સ્ટ્રેટેજી માટે સ્ટાફ મિટિંગ પણ કરવાની હતી અને સિકયાંગ માં તેમણે જે મોટું રોકાણ કર્યું હતું પણ પ્રોડક્શન હજી જોઈ એ તેવું થતું નથી તેમજ ચીન ની આર્મી પણ ત્યાં સ્ટાફ ને હેરાન કરે છે તેવા અહેવાલો થી પણ ચિંતિત હતા. આ બધા માટે તેમને પહેલી જરૂરિયાત ત્યાં સારા રિસર્ચ એનાલિસ્ટ, પ્રોડક્શન માટે ના એક્સપર્ટસ તથા માર્કેટિંગ ની ટીમ સાથે ત્યાં એક બે સારા ડોક્ટર પણ મોકલવા જરૂરી લાગી રહ્યા હતા. આ માટે તે તેમના દિલ્હી, મુંબઈ તથા લંડન ના સ્ટાફ ના બધા ના ડૉજીયર મંગાવ્યા હતા તેમાંથી સહુ પ્રથમ તેણે પ્રોડક્શન માટે ની સહુ થી વધુ ચુનીંદા લોકો ને પસંદ કર્યા, તે પછી માર્કેટિંગ માટે પણ ટીમ બનાવી. ત્યારબાદ તેણે રિસર્ચ માટે એક કે બે મેમ્બર ને મોકલવાનું વિચાર્યું અને તે માટે તેને સહુ પ્રથમ અને છેલ્લો વિકલ્પ પ્રિયા જ દેખાઈ રહી હતી પરંતુ ડોક્ટર માં તેને કોઈ યોગ્ય વિકલ્પ દેખાઈ નોતો રહ્યો. જય મહેતા એ નક્કી કર્યું કે તે સવારે જ ઓફિસ પહોંચી ને પ્રિયા સાથે વાત કરશે અને સિકયાંગ જવા માટે મનાવી લેશે અને પોતે પણ હવે ફોકસ સિકયાંગ માં જ કરશે અને થોડો સામે ત્યાં જ રહેશે.
સવારે ઓફિસ પર પહોંચી ને પહેલું કામ તેણે પ્રિયા ને પોતાની ઓફિસ માં બોલાવવાનું કર્યું.
પ્રિયા :- જી સર આપે મને બોલાવી?
જય :- જી મે ગઇકાલે આપને એક ઓફર આપી હતી તેના માટે આપે શું વિચાર્યું છે?
પ્રિયા :- સર હજી સુધી મેં આ બાબતે કઈ પણ વિચાર્યું નથી. મને એમ લાગ્યું કે આપે કેજયુલ કહ્યું છે તો મેં હજી કઈ વિચાર્યું નથી. બીજું અંહિયા હું અને મારી માતા જ રહી એ છીએ તો તેને છોડી ને જવું પણ અઘરું લાગે છે.
જય :- હું ક્યારેય પણ કોઈ ને કેજયુલ વાત કરતો નથી. મેં જ્યારે આપને ઓફર કરી ત્યારે જ તે પોસ્ટ આપની થઈ ગઈ છે. ત્યાં સ્નેહા નામ ની એક સાયન્ટિસ્ટ રિસર્ચ વર્ક કરી રહી છે અને એક આપ ચાલ્યા જાવ તો ત્યાંની મારી ટીમ પણ પર્ફેક્ટ અને પૂરી થઈ જાય. રહી વાત આપના માતાજી ની, જો એમને અંહિયા રહેવું તો તેમનું ૨૪ કલાક ધ્યાન રાખવાની અને દરેક જરૂરીરીયાત પૂરી કરવાની જવાબદારી કંપની ની રહેશે અને જો તે આપની સાથે આવવા તૈયાર હોય તો પણ કંપની ને કોઈ વાંધો નથી. હવે મને એક કલાક માં આપનો શું નિર્ણય છે તે જણાવશો.
પ્રિયા આ સાંભળી ને ખુબજ એક્સાઈટમેન્ટ માં બોલી :- જી સર, હું મારી મમ્મી સાથે વાત કરું છું અને બીજું સર અંહિયા કરતાં ત્યાં મારી પોજીશન અને એન્યુલ પર્ક માં શું ફેર પડશે.
જય હસતાં હસતાં :- ત્યાં આપ અને સ્નેહા બને રિસર્ચ ના પેરેલલ હેડ રહેશો બીજું તમારા બંને ના રિસર્ચ ના વિષયો અલગ અલગ છે તો બંને વચ્ચે કોઈ મતભેદ તથા કોઈ ઇગો પ્રોબ્લેમ થાય તેવું થશે નહીં બીજું અંહિયા આપની વાર્ષિક સેલેરી ૫૦ લાખ રૂપિયા છે જે સિકયાંગ માં એક કરોડ આપવામાં આવશે તથા અંહિયા આપને રહેવા માટે કોઈ વ્યવસ્થા તથા ટ્રાન્સપોર્ટેશન ની વ્યવસ્થા કંપની દ્વારા આપવામાં આવતી નથી ત્યાં આપને એક બંગલો, ૨૪ કલાક બે નોકર સાથે તથા આવવા જવા માટે કંપની દ્વારા એક કાર આપવામાં આવશે. હવે મને આશા છે કે આપ તુરંત મને પોજીટીવ જવાબ આપશો. અને મેં પણ નક્કી કર્યું છે કે હમણાં થોડો સામે હું ત્યાંજ રહેવાનો છું. આપણી કંપની એ ત્યાં બહુ મોટું રોકાણ કર્યું છે પરંતુ ત્યાંની રાજકીય પરિસ્થિતિ તથા આપણી નબળાઈ ઑ ના કારણે આપણે ત્યાં ખુબજ નુકશાન કરી રહ્યા છીએ તો ત્યાં પણ આપણે બ્રેક ઇવન પોઈન્ટ પર લાવવા ના છે અને જ્યાં સુધી તે પરિસ્થિતિ નો આવે ત્યાં સુધી હું પણ ત્યાંજ રહેવા માંગુ છું.
પ્રિયા :- જી સર હું હમણાં જ મારા મમ્મી સાથે વાત કરી લઉં છું અને આપને મળું છું.
-*-*-
પોતાની ચેમ્બર માં પરત આવ્યા પછી પણ પ્રિયા ખુબજ એક્સાઈટમેન્ટ ફિલ કરી રહી હતી. ચેમ્બર માં આવી ને તુરંત ટેબલ પર પડેલી પાણી ની બોટલ ઉઠાવી અને પૂરી બોટલ પાણી પી ગઈ, અને પછી પોતાની માતા ને ફોન લગાવ્યો અને કંપની માં જય સર સાથે જે વાત થઈ હતી તે વિસ્તૃત રીતે કહી અને પોતે પણ આ ઓફર સ્વીકારવા માંગે છે તે પણ જણાવી દીધું.
પૂરી વાત સાંભળી પ્રિયા ના મમ્મી બોલ્યા ઠીક છે બેટા તને જો યોગ્ય લાગે છે તો તું આ ઓફર સ્વીકારી લે અને હું પણ તારી સાથે જ આવીશ. મારા માટે તો જ્યાં મારી દીકરી હોય ત્યાંજ મારુ ઘર કે સ્વર્ગ છે. હવે તું કહે કે ક્યારે જવું છે એટલે હું અંહિયા ના બધા કામ પૂર્ણ કરી લઉં અને બધુ સમેટવા નું શરૂ કરી દઉં.
પોતાની મમ્મી ની આ વાત સાંભળી પ્રિયા ની આંખો માં હર્ષ ના આંસુ વહેવા લાગ્યા, હવે તેને પોતાના જીવન ના બધા સ્વપ્ન પૂરા થઈ શકશે તેવું લાગ્યું બીજું જય સર ના સાનિધ્ય માં કામ કરવાનો મોકો પણ મળશે તે વિચારી ની તેની એક્સાઈટમેન્ટ ડબલ થઈ ગઈ.
-*-*-
થોડી વાર પછી એક્સાઈટમેન્ટ માંથી બહાર આવી અને મલકાતા મલકાતા જય મહેતા ની ચેમ્બર તરફ જવા નીકળી.
પ્રિયા :- May I come in sir?
જય :- yes, come in ms. Priya, આ આપનો એપાઇંટમેન્ટ લેટર લ્યો. મેં આપની સાથે જે કઈ વાત કહી હતી તે બધુ આમાં લખ્યું છે. હવે કહો ક્યારે સિકયાંગ જઇ શકશો? હું કાલે જ ત્યાં જવા નીકળી રહ્યો છું તમે પણ સાત દિવસ પછી એટલે કે આવતા શુક્રવારે સવાર ની ફ્લાઇટ માં આપની માતા સાથે આવી જશો. Welcome to Jay Mehta’s personal team.
ચોંકી ને પ્રિયા એ હક્કાબક્કા થઈ ને પૂછ્યું સર આપને કેમ ખબર કે હું હા પાડીશ અને અત્યારે હા કહેવાય આવી છું, અને મારા માતા મારી સાથે આવશે.
જય :- પ્રિયા આ વાત ને સાઇકોલોજી કહેવાય, જ્યારે તમે તમારા માતાજી સાથે વાત કરવા જઇ રહ્યા હતા ત્યારે જ આપના ચહેરા પર આપની હા જણાઈ રહી હતી. બીજું રહી વાત માતાજી ની હા ની તો કોઈ પણ માતા પોતાના સંતાન ની ખુશી થી ખુશ અને દુખ થી દુખી થતી હોય છે, બીજી વાત સાથે આવવાની તો કોઈ માતા પોતાની દીકરી ની સાથે જ રહેવા ઇચ્છતી હોય છે. તો મેં આપના ગયા પછી તુરંત એપાઇંટમેન્ટ લેટર બનાવવાનું કહી દીધું હતું.
પ્રિયા અહોભાવ થી wow લોકો અમસ્તા નથી કહી રહ્યા કે દસ સ્માર્ટ લોકો ને ભેગા કરી ને એક smarty જય મહેતા બન્યા છે. આપની સાથે કામ કરવું મારા માટે અહોભાગ્ય ગણાશે.
જય મહેતા એ પછી તુરંત પોતાના ટેબલ ના ડ્રોઅર માં થી કવર કાઢી ને આપ્યું અને કહ્યું કે આમાં પાંચ લાખ રૂપિયા નો ચેક છે અને શુક્રવાર સવાર ની બે બીજનેસ ક્લાસ ની ટિકિટ છે. તો આપણે હવે ત્યાં મળી રહ્યા છીએ. ઓલ ધ બેસ્ટ પ્રિયા.
-*-*-*
ઇસ્લામાબાદ સ્થિત આઈએસઆઈ ની કચેરી માં આજે ભારે ધમાલ હતી, પોતાના ૧૮ આતંકી ઑ ભારત માં કઈ પણ કરે તે પહેલા જ ભારતીય સેના એ તેમણે ઠાર કરી નાખ્યા છે તે સમાચારે બધા ને હલાવી દીધા હતા. ઇનાયત ખાન પોતે પણ ખુબજ દુખી દેખાઈ રહ્યો હતો કેમ કે તેનો ભત્રીજો પણ આ ૧૮ આતંકી ઑ માં સામેલ હતો.
આજે આઈએસઆઈ એ એક તાકીદ ની મીટિંગ બોલાવી હતી જેમાં આઈએસઆઈ ના ચીફ બશીરખાન , ઇનાયત ખાન, આઈએસઆઈ ના બધા ટોપ લેવલ ના ઓફિસર તેમજ આતંકી સરગના મોહમ્મદ કુરેશી, કાસીમ શેખ, પાકિસ્તાન સ્થિત ભારતીય સ્મગલર હનીફ પણ સામેલ થયા હતા. જે મિશન માટે ૧૮ નવયુવાનો ને ટ્રેનીંગ આપી હતી અને તે માટે અઢળક ખર્ચો કર્યો હતો તેઓ બધા એક પણ ભારતીય સૈનિક ને માર્યા વગર ઠાર થઈ ગયા હતા તે માટે બધા ને આશ્ચર્ય થતું હતું કે ક્યાં ખામી રહી ગઈ હતી કે આવું પરિણામ આવ્યું.
મિટિંગ ની શરૂઆત કરવા ની સાથે જ બશીરખાન નો ગુસ્સો ફૂટી નીકળ્યો અને તેનો ગુસ્સો સૌ પ્રથમ ઇનાયતખાન અને મોહમ્મદ કુરેશી પર નીકળ્યો અને બધી નિષ્ફળતા નો દોષ તે બંને પર નાખી આ માટે તુરંત કાર્યવાહી કરવા અને અને માર્યા ગયેલા આતંકી ઑ ના પરિવાર ને તુરંત સહાય કરવા જણાવ્યુ અને પછી ફરી ને કાસીમ શેખ ને પૂછ્યું
કાસીમ તારું મિશન ક્યાં સુધી પહોચ્યું છે? હમણાં તારા ગ્રૂપ તરફ થી આઈએસઆઈ ને કોઈ પણ જાત ની મદદ નથી મળી રહી તો ક્યાં સુધી આવી રીતે ચાલશે?
કાસીમ : મે હમણાં મારી બધી એક્ટિવિટી ને અટકાવી દીધી છે કેમ કે મારો એક માત્ર મકસદ એ કોઈ પણ રીતે અણુબોમ્બ મેળવી ને ભારત સરકાર ને ડરાવી અથવા બોમ્બ હિંદુસ્તાન ના કોઈ પણ મોટા શહેર પર ફેકી ને હાહાકાર મચાવી ને કશ્મીર પર પાકિસ્તાન ની શાન એવા લીલા ઝંડા ને ફરકાવવો છે, અને આ માટે એટમબોમ અથવા તેની ટેકનૉલોજિ ચોરવા માટે પ્લાન તૈયાર કરેલછે, બીજા વિશ્વયુધ્ધ માં હિરોસીમાં અને નાગશાકી માં બોમ્બ ફેકવામાં આવેલ ત્યાર પછી તેની હરોળ ના ઘણા એટમબોમ્બ હજુ વિશ્વ ના ઘણા પાર્ટ માં છે આ ઉપરાંત કોલ્ડવોર દરમ્યાન અમેરિકા અને ર્હિય એ તેમના મિત્ર દેશો માં ઘણી મિસાઈલો અને અણુબોંબ રાખેલ પરંતુ રશિયા માં ગોર્બાચેવ ના શાસન દરમ્યાન રશિયા નું પ્રભુત્વ દુનિયા માં થી પૂર્ણ થઈ ગયું એ તેના ટુકડા ત્તેમજ તેમના મિત્રદેશો માં થી ઘણા ના વિભાજન થઈ ગયા છે અને નાના નાના દેશો અસ્તિત્વ માં આવ્યા છે, આવા નાના દેશો માં વિશ્વ માં જાણકારી નો હોય એવી ઘણી મિસાઇલ અને અણુબોંબ હજુ પણ પડ્યા છે. આવા નાના દેશો ના શાસકો પોતાના નાના ફાયદા માટે પણ આ બધુ આતંકવાદી ઑ ના હવાલે કરતાં વિચારે તેમ નથી અને હાલ માં યુગોસ્લાવેકિયા માં થી અલગ પડેલ દેશ અલબેનિયન કોસોવો માં રશિયા ની ઘણી મિસાઇલ અને નાના અણુબોમ્બ પડેલા છે જે રશિયા એ કોલ્ડ વોર દરમ્યાન ત્યાં રાખ્યા હતા અને તેના લશ્કરી નેતા એ એક મોટી રકમ માટે તે નાનો અણુબોમ્બ અમને આપવા તૈયાર થઈ ગયેલ છે અને તે માટે પૈસા ભેગા કરવા નું મિશન અમે લોકો એ ચાલુ કર્યું છે આ માટે તાલિબાન સાથે મળી ને અફઘાનિસ્તાન માં એક પ્યોર હેરોઇન બનાવી શકાય એવી લેબ બનાવી છે અને ટૂંક સમય માં એક મોટો જથ્થો ઈરાન ના રસ્તે થઈ યુરોપ, અમેરિકા અને બ્રાઝિલ માં પહોચી જાશે પણ આ રીતે ઘણી વાર લાગી શકે છે તો અમે અમેરિકા માં એક અપહરણ નો પ્લાન પણ બનાવ્યો છે અને આ માટે અમારા માણસો દરેક દેશ માં પહોચી ગયા છે અને અલ્લાહ ની મહેર હશે તો ટૂંક સમય માં અણુબોમ્બ આપણાં હાથ માં હશે.
બશીરખાન :- કાસીમ, અણુબોમ્બ હાથ માં આવી ગયે આપણે બાઝી જીતી જાશું તે માની નો લેવું કેમ કે આ કોઈ સાદો બોમ્બ નથી કે જે કોઈ પણ વ્યક્તિ પિન ખેચી ને ફેકી ને ધડાકો કરી શકે, તે માટે કોઈ વૈજ્ઞાનિક નો સાથ પણ જોશે જે તે અણુબોમ્બ ને લાયક ડિટોમિનેટર અને તે રીલીઝ કરી શકાય તે માટે જરૂરી સિસ્ટમ બનાવી આપે કેમ કે આ બાબત માં પાકિસ્તાન સરકાર કે આઈએસઆઈ કોઈ સીધી રીતે મદદ નહીં કરી શકે આ માટે તમારે જ મહેનત કરવી પડશે પણ હા એટલું ચોક્કસ કહીશ કે આઈએસઆઈ તમને એવા વૈજ્ઞાનિક જે આમાં માહિર હોય અને આસાની થી ટાર્ગેટ કરી આપની સાથે ભેળવી શકાય તેનું એક શોર્ટ લિસ્ટ તૈયાર કરી આપશે પરંતુ તેને આ કામ માટે તૈયાર કઈ રીતે કરવો તે તમારે જોવું પડશે.
હનીફ જ્યારે ભારત સરકાર તમને જીવિત કે મૃત પકડવા માંગતી હતી ત્યારે દુબઈ થી પાકિસ્તાન ની સરકારે તમને મદદ કરી અને રો ના એજન્ટો ના હુમલા થી તમને બચાવી પાકિસ્તાન લાવ્યા હતા પરંતુ આજ સુધી અમને તેનો કોઈ ફાયદો મળી નથી રહ્યો તો હવે તારો સમય છે કે તું હવે કઈ કર અને મુંબઈ માં ફરી ગેંગ વોર કરાવ કે પછી તારી ગેંગ નો એટલો આતંક ફેલાવ કે ભારત ની આર્થિક નગરી મુંબઈ લોકો ને નર્ક સમાન લાગે સાથે સાથે બીજા મેટ્રો સિટિ જેવા કે દિલ્લી, ચેન્નઈ, બેંગલોર, અમદાવાદ, હૈદરાબાદ જેવા શહેરો માં પણ હવે તારૂ નેટવર્ક વધારવા નું છે. બસ હવે તારે સાબિત કરવાનું છે કે તને બચાવવા નો અમારો નિર્ણય ગલત ન હતો.
બશીર ખાન :- બસ હવે સમય આવી ગયો છે કે આપણે કોઈ વાતો કરવાને બદલે નક્કર પગલાં ઑ લઈ ને ભારત ને તબાહ કરી નાખી.
હવે દરેક લોકો ના કોઈ ને કોઈ કામગીરી નક્કી કરી નાખવામાં આવી છે તે મુજબ દરેક લોકો એ કાર્યવાહી કરવાની છે, ઇનાયત તારે હવે ટ્રેનીંગ કેમ્પ નું કોઈ કાર્ય કરવાનું નથી હવે થી તે કામ મોહમ્મદ કુરેશી જોશે, તારે આવતીકાલે સિકયાંગ, ચીન જવાનું છે અને તારે ત્યાં શું કામ કરવાનું છે તે તને જણાવી દેવા માં આવશે.
કુરેશી હવે તું જણાવ કે આ વખતે આપણું મિશન કેમ નિષ્ફળ ગયું, આપણાં છોકરા ઑ આવી રીતે કેમ શહીદ થઈ ગયા તે અંગે તે કઈ જાણવા પ્રયાસ કર્યો છે?
કુરેશી : હજુર, એવું લાગી રહ્યું છે કે ભારત ની સેના પાસે પહેલે થી જ એ માહિતી હતી કે આ રીતે આપણાં અલ્લાહતાલા ના મરજીવા ઑ ત્યાં આવી રહ્યા છે, કેરન ગામ થી જે માહિતી મળેલ કે ત્યાં ફક્ત 30 સૈનિકો જ છે તે એકદમ સાચી હતી પરંતુ તે લોકો એ સરહદ ની લડાઈ અને જંગલ વિસ્તાર માં સૈનિકો ને વહેચી ને સટીક રીતે આપણાં મરજીવા ઑ ને શહીદ કર્યા, જંગલ વિસ્તાર માં ભારતીય સૈનિકો જંગલ વિસ્તાર અને આજુબાજુ ના વિસ્તાર માં રાહ જોઈ રહ્યા હતા, અને બધી બાજુ થી ઘેરી ને બધા લોકો ને માર્યા. ભારત ને આ માહિતી કઈ રીતે મળી તે શોધવા અમે લોકો પ્રયાસ કરી રહ્યા છી એ પરંતુ હજુ સુધી કોઈ માહિતી મળી નથી, પરંતુ હજુર જે દિવસે માહિતી મળશે કે આ ગદ્દારી કોણે કરી હતી અને મારા હાથ માં ઝડપાઇ જાશે તે દિવસે અલ્લાહ કસમ તેને ખૂન ના આંસુ થી રોવડાવીશ. હવે થી હું વ્યક્તિગત રીતે બધુ ધ્યાન રાખીશ અને ટૂંક સમય માં મોટી સંખ્યા માં આપણાં મરજીવા ઑ ને તૈયાર કરી બદલો તુરંત લઇ લેશું.
અલ્લાહ ઉ અકબર, ઈન્સાલાહ હમ કશ્મીર લેકે રહેંગે, કશ્મીર કો હમ આઝાદ કરવા કે રહેંગે, હમ લૉગ અલ્લાહ કે વોહ સિપાહી હૈ જો અપને મઝહબ કે લિએ આપની જાન કી બાજી લગા શકતે હૈ ઔર હિંદુસ્તાન કે નાપાક હાથો સે કશ્મીર લેકે રહેંગે.