Tandav ek Prem Katha - 5 in Gujarati Detective stories by Sanjay Sheth books and stories PDF | તાંડવ એક પ્રેમ કથા - 5

Featured Books
Categories
Share

તાંડવ એક પ્રેમ કથા - 5

આંતરિક શત્રુ સામે તાંડવ

લંડન પહોચી ને શિવ એ સહુ પહેલું કામ પોતાના પુત્ર જય સાથે વાત કરવાનું કર્યું અને તેની પાસેથી છેલ્લા પંદર દિવસ નો અહેવાલ લીધો અને તેને તુરંત તેની ટીમ સાથે સિકયાંગ પહોચવાનું કહ્યું અને ત્યાં પહોચી ત્યાં શું પરિસ્થિતી છે તથા ક્યાં કારણોસર ત્યાની લોકલ પોલીસ અને આર્મી ના લોકો યુનિટ માં હેરાન કરે છે તે જાણવા અને જરૂર પડે તો ત્યાના રાજનેતા ઑ અને ઇંડિયન એમ્બેસી ની મદદ લેવા તાકીદ કરી અને કહ્યું કે જરૂર પડશે તો હું પણ ત્યાં તુરંત આવી જઈશ. 

ત્યાર બાદ સ્નાન કરી શિવ પોતાના મંદિર માં ગયો. શિવ એ પોતાના ઘર માં જ એક સરસ મંદિર બનાવ્યું હતું અને તેનો રોજ નો ક્રમ હતો કે સવારે સ્નાન કરી એક કલાક પૂજા કરતો અને ભગવાન ના ધ્યાન માં તલ્લીન થઈ જતો હતો આજે પણ તેના ક્રમ પ્રમાણે એક કલાક પૂજા રૂમ માં ગાળી ને બહાર આવ્યો, તો જોયું સુલેખા અને વિશાખા ડાઈનિંગ ટેબલ પર નાસ્તા માટે તેની રાહ જોઈ રહ્યા છે. 

શિવ :- જય શ્રી કૃષ્ણ સુલેખા, બેટા વિશાખા જય શ્રી કૃષ્ણ. 
સુલેખા :- જય શ્રી કૃષ્ણ શિવ. 
વિશાખા :- જય શ્રી કૃષ્ણ પપ્પા, આપની ટુર કેવી રહી? સ્વામીજી એ શું કહ્યું? આપ દર વખતે એમની વાતો નો સારાંશ કહો છો જે સાંભળી ને અમને પણ એવું લાગે છે અમે પણ ત્યાં જ રહ્યા હતા. તો આ વખતે પણ કઈ કઈ વાત મહત્વ ની કહી હતી તે કહેશો. 
શિવ :- બેટા આ વખતે તો સ્વામીજી સાથે વ્યક્તિગત ઘણી વાતો કરવાનો અવસર મળ્યો હતો, મને તો મારુ જીવન ધન્ય થઈ ગયું તેવું લાગી રહ્યું હતું. છતાં ટુંક માં કહું છું, 
જો તમારે જીવન માં સફળતા મેળવવી હોય તો તમારો દ્રષ્ટિકોણ વિશાળ રાખો. તમારી નજર હમેશા બગીચા તરફ હોવી જોય નહીં કે સામાન્ય ફૂલ કે પાન તરફ, તમારી સામે ખેલાડી કોણ છે તે ઓળખો, બાજી શું છે તે નહીંજૂઓ. લોકો મહાવીર અને બુધ્ધને જુવે છે પરંતુ તેમણે ઉઠાવેલા કષ્ટ ને જાણીબૂજી ને અવગણે છે. આપણે બધા શતરંજ ના એક મોહરા છીએ અને ખેલાડી એ જગત નો પાલનહાર છે માટે હે ભક્તો સફળ લોકો હમેશા જે લોકો ચાલતા હોય છે તેમને ચાલતા જુવે છે, તરવૈયા ને કિનારે થી નહીં પણ તરંગ થી જોવે છે, મનુષ્યો એ જીવન માં આવેલ દરેક મુશ્કેલી ને એક તક ગણાવી જોઈએ. જો તમે પોતાની મુશ્કેલી ઑ ને તક માં તબદીલ કરી શકશો તો સફળતા તમારા કદમો માં હશે પરંતુ આ માટે ક્યારેય પણ સત્ય નો માર્ગ છોડવો ન જોઈએ.”.
આ ઉપરાંત તેમણે આ વાત સમજાવવા માટે ઘણા ઉદાહરણો પણ આપ્યા હતા. આ ઉપરાંત તેમણે માનસિક શાંતિ ના ઉપાય પણ બતાવ્યા હતા :

“ જો મનુષ્ય ભગવાન પર શ્રદ્ધાભાવ રાખી ભક્તિ કરે તો પરમાત્મા ની કૃપા દ્રષ્ટિ એમના પર અવશ્ય થાય છે, હજાર વર્ષ ના અંધારા ઓરડા માં એક વખત એકજ દિવાસળી સળગાવવા થી તરત અજવાળું થાય છે, તેમ આ જીવ ના જન્માંતર ના પાપ ભગવાન ની એક કૃપા દ્રષ્ટિ થાય તો અવશ્ય દૂર થાય છે. ધૂળવાળા ફર્યા કરવું એ બાળકો નો સ્વભાવ છે પણ માં બાપ તેમને મેલા રહેવા ન દે તે તેમનો સ્વભાવ અને કર્તવ્ય છે, તેવી જ રીતે માયા ના સંસાર માં પડી ને જીવ ગમે તેટલો મેળો થાય તો પણ ભગવાન તે શુધ્ધ કરવાના ઉપાય કર્યા કરે છે.”
“ આજ નો મનુષ્ય શાંતિ ઇચ્છે છે પરંતુ રોજિંદા જીવન માં એવા એવા બનાવો બનતા રહે છે કે સ્થાયી શાંતિ ની વાત તો દૂર રહી પણ થોડા સમય માટે પણ તેને શાંતિ નથી મળતી. વિજ્ઞાન અને ટેકનૉલોજી માં મનુષ્ય એ અસાધારણ પ્રગતિ હાંસલ કરી છે પરંતુ વારંવાર તેને અહેસાસ થાય છે કે તેના કરતાં પણ વધ પાવરફૂલ કો શક્તિ છે જેનો તે મુકાબલો કરી શકે તેમ નથી. આજના સમય માં માનસિક તણાવ દિનપ્રતિદિન વધતો જાય છે, વધારે પડતો કામ નો બોજો, આર્થિક અકળામણ, પરિવાર માં કલેશ, બાળકો ના અભ્યાસ અને કેરિયર ની ચિંતા, ભવિષ્ય ની વધુ પડતી ચિંતા જેવા અનેક કારણોસર માનસિક તાણ સતત વધતો જાય છે અને આવા જ તણાવ ને લીધે ઘર માં અને વ્યવસાય માં અનેક પ્રકાર ની સમસ્યા ઑ સર્જાય છે, આવા સમયે શાંત કેવી રીતે રહેવું , મન ને કેવી રીતે સ્થિર અને સ્વસ્થ રાખવું એ કળા હસ્તગત કરનાર મનુષ્ય જીવન ના યુદ્ધ માં વિજય પ્રાપ્ત કરે છે”.
આ બધુ સાંભળી ને તથા સ્વામીજી ના સાનિધ્ય માં તો મારા પંદર દિવસ તો સ્વર્ગ માં રહેતો હોવ તેવું લાગી રહ્યું હતું. 
બેટા હવે તમે કહો તમારા પંદર દિવસ કેવા રહ્યા?
વિશાખા :- પપ્પા પંદર દિવસ માં થી અગિયાર દિવસ તો સામાન્ય રહ્યા પણ છેલ્લા ચાર દિવસ તો સુપર સે ઉપર જેવા રહ્યા છે. 
શિવ :- વાહ કેમ એ તો કહે બેટા, એવું તે શું થયું કે મારી દીકરી આટલી ખુશ ખુશાલ દેખાઈ રહી છે. 

વિશાખા એ ખુબજ ખુશ થતાં થતાં હર્ષિત ગાંધી વિશે બધી વાત કરી કે કઈ રીતે ગુજરાતી સમાજ ના પ્રોગ્રામ માં તેણે ગીત ગાયા અને દરેક લોકો ને કઈ રીતે સંમોહિત કરી દીધા હતા, બે દિવસ પહેલા આપણાં ઘરે ડિનર પર આવેલ ત્યારે પણ ખુબજ આનંદ કર્યો હતો, તે ડોક્ટર છે, ક્રિકેટર છે, રિસર્ચ પણ કરે છે અને સાથે સુંદર ગાયક અને તે બધા થી વિશેષ એક સુંદર વ્યક્તિત્વ ના માલિક છે. તેના માટે તો પપ્પા તમે એક ગુરુ છો અને તે તમારા કામ થી એટલો પ્રભાવિત છે કે તે તમને એક વાર મળવા માંગે છે તેણે તો એમ કહ્યું હતું કે મારા આરાધ્ય દેવ એટલે કે તમારા દર્શન થશે તો તે તેની લંડન ની ટુર ને ખુબજ સફળ ગણશે. મમ્મી ને પણ તેણે ખુબજ પ્રભાવિત કરી છે. 
અરે હા પપ્પા તમને ખબર છે કે તમારી પત્ની એક સુંદર સ્ત્રી, સારી માં, સફળ ગૃહિણી હોવા ની સાથે સાથે એક સુંદર ગાયિકા પણ છે. 

સુલેખા :- શિવ, વિશાખા ની વાત બહુ સિરિયસ નો લેતા, આ તો બેય બાળકો એ બહુ આગ્રહ કર્યો તો એક ગીત ગાયું હતું. મારા માટે તો હું ભલી અને મારુ ઘર ભલું. 
શિવ :- વાહ બેટા આ તો આટલા વર્ષો સુધી મારા થી છુપાવેલો મોટો રાઝ નીકળ્યો. હવે તો મારે પણ રોજ ડિમાન્ડ કરવી પડશે કે એક ગીત તો ગાવું પડશે મારા માટે અને ખડખડાટ હસી પડ્યા. 

હા બેટા, આજે સાંજે બોલાવી લે તારા સિંગર કમ સુપરમેન મહાશય ને હું પણ જોવ તો ખરો કે એના માં એવું તે શું ટેલેન્ટ છે કે મારી દીકરી તેના થી આટલી બધી પ્રભાવિત થઈ ગઈ છે. 

સુલેખા સ્વામીજી એ આ વખતે મારી સાથે વ્યક્તિગત વાતો કરતાં એક બે અજબ વાતો કરી હતી. 

સુલેખા :- શિવ શું કહ્યું હતું. 
શિવ :- સહુ પ્રથમ એમણે એવું કહ્યું હતું કે “શિવ બેટા આવનારું વર્ષ તારા જીવન માં ઊથલ પાથલ લાવનાર રહેશે પરંતુ તું દરેક વસ્તુ નો દ્રઢ સામનો કરી વિજેતા રહીશ તેવી મને ખાતરી છે.” ત્યાર બાદ જ્યારે છેલ્લો દિવસ હતો ત્યારે પણ રાત્રે મને બોલાવી ને કહેલ કે “બેટા આવતીકાલે તું ઇંગ્લૈંડ જઈ રહ્યો છે, તું હવે એ વાત યાદ રાખજે કે તારી પરીક્ષા નો સમય હવે શરૂ થઈ ગયો છે, તારે ધીરજ રાખી કાર્ય કરવાનું છે અને કોઈ પણ પ્રલોભન, ભય કે લાગણીવશ થયા વગર મક્કમ બની દરેક નિર્ણય લેવાના છે કેમ કે તારા દરેક નિર્ણય દેશ અને સમસ્ત વિશ્વ ને અસર કરતાં સાબિત થશે અને જ્યારે પણ જરૂર પડે મારુ સ્મરણ કરજે હું હમેશા તારી સાથે જ રહીશ. પ્રભુ તારું કલ્યાણ કરે અને તું એક વિશ્વમાનવ બની લોકો સામે આવીશ તેવા મારા આશીર્વાદ છે”. સુલેખા મને તો એ નો સમજાયું કે આવનારા એક વર્ષ માં એવું તે શું થશે કે સ્વામીજી એ બે વાર આ વાત કરી હતી. બહુ વિચારતા એવું લાગ્યું કે જે થશે તે પણ સ્વામીજી અને શ્રીજીબાવા ના આશીર્વાદ થી બધુ સારું થશે. 

-*-*-*
ડોક્ટર અસલમ શેખ એક નિવૃત લશ્કરી અફસર હતો જેણે પોતાની નોકરી ના સહુથી વધુ વર્ષો લડાઈ ના મેદાન કે સરહદ પર નહીં પણ સુરક્ષા વિભાગ ની મુખ્ય કચેરી માં જ કાઢ્યા હતા અને નિવૃત થયા પછી એણે પોતાની સુરક્ષા વિભાગ અને બીજા સરકારી ખાતા ઑ માં રહેલી વગ ને પોતાના ફાયદા માટે ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું, એ જાણતો હતો કે ભારત સરકાર ની ત્રણે પાંખ ની – આર્મી , નેવી અને એરફોર્સ ની ઘણી ગુપ્ત માહિતી ઑ ગમે તેટલી કિમતે લેવા અનેક દેશો તલપાપડ હતા. પાડોશી દેશો પાકિસ્તાન, નેપાલ, બાંગ્લાદેશ, બર્મા, અફઘાનિસ્તાન, શ્રીલંકા ઉપરાંત મહાસતા ઑ ચીન, રશિયા, અમેરિકા ને પણ ભારત ની ગુપ્ત માહિતી ઑ માં ખુબજ રસ હતો અને તેમને ભારત ની ગુપ્ત માહિતી ઑ જેવી કે અણું ફોર્મ્યુલા, અણું પ્રયોગો જો ભારત કરતું હોય કે કરવા માંગતુ હોય તો એની માહિતી, મહત્વ ની શોધો ની માહિતી, ભારત ના અણું શસ્ત્રો ની માહિતી કે કેટલા છે અને ક્યાં રાખ્યા છે, ગુપ્ત કરારો ની માહિતી, ગુપ્ત મંત્રણા ઑ ની માહિતી, મિસાઈલ્સ અને ઉપગ્રહો ની માહિતી, લશ્કરી હિલચાલ ની માહિતી, ગુપ્ત અડ્ડા ઑ ની માહિતી, આવી નાની મોટી દરેક બાબત માં આ બધા દેશો ને પોતાની જરૂરિયાત મુજબ રસ હતો અને એની ગુપ્ત માહિતી આપનાર ને અને એના દસ્તાવેજી પુરાવા ઑ આપનાર ને દરેક દેશ સારી એવી રકમ આપતી હતી. આમ આવા એસ્પિઓનેજ નો ખતરનાક પણ લાભદાયક કામ કરવાનું નક્કી કર્યું હતું અને આ માટે દરેક દેશ ના ગુપ્તચરો સાથે પણ તે સંપર્ક માં રહેતો હતો. ધીમે ધીમે તે હવે પૈસા પાછળ પાગલ થઈ રહ્યો હતો, હવે તેને ક્યારેય એવો વિચાર નોતો આવી રહ્યો કે જે દેશ એ તેને સુંદર કેરિયર આપી, સૈનિક હોવા નું ગૌરવ પ્રદાન કર્યું તેની સાથે તે ગદ્દારી કરી રહ્યો છે, તે બસ યેનકેન રીતે પૈસા કમાવવા ને જ જીવન નું લક્ષ્ય બની ગયું હતું. આ માટે તે પૈસા થી, કોલ ગર્લ થી કે બ્લેક મેઈલિંગ થી પણ સેના ના અફસરો ને ફસાવતો હતો અને તેની પાસે થી માહિતી મેળવી બીજા દેશો ને વેચી દેતો હતો. 

આજે પણ એક સંવેદનશીલ માહિતી તેની પાસે આવી હતી અને તેને તે આઈએસઆઈ ના એજન્ટ ને વહેચવા માટે હોટેલ મનાલી માં પહોંચ્યો હતો, આ જગ્યા તેની ફેવરિટ હતી કેમ કે તે અંહિયા વારંવાર ડિનર માટે આવતો અને અંહીના બધા સામે તે એક નિવૃત લશ્કરી અફસર હતો અને લોકો તેની ખુબજ ઇજ્જત કરતાં હતા, એટલે તેની સામે કોઈ શંકા કરી શકે એમ હતું નહીં. 

આજે પણ તે આઈએસઆઈ ના એજન્ટ ની રાહ જોઈ રહ્યો હતો અને કોફી મંગાવી હતી અને અચાનક તેણે એક અવાજ સાંભળ્યો અસલમ શેખ કેમ છે મજા માં?

આવી રીતે તુકારા થી આ હોટેલ માં તેને કોઈ એ પહેલી વાર બોલાવ્યો હતો એટલે તેણે ચોંકી ને જોયું તો એક હસતો હસતો નવજવાન તેની પાસે આવી રહ્યો હતો. 
અસલમ :- કોણ છે તું?
નવયુવાન :- લે મને નો ઓળખ્યો? હું તારો નવો દોસ્ત છું. કહી ને અસલમ સામે બેસી ગયો. 
અસલમ ચમકી ને તેને જોતો જ રહ્યો. 
નવયુવાન બોલ્યો અસલમ કોઈ પણ જાત ની હિલચાલ કરતો નહીં તું અંહિયા ચારે બાજુ થી ઘેરાઈ ગયો છો મારુ નામ શું છે તે તારે જાણવાની જરૂર નથી તું ચૂપચાપ મારી સાથે ચાલ નહીં તો અંહિયા તારી ઇજ્જત ના ફાલૂદા કરી નાખીશ. દેશ સાથે ગદ્દારી કરતાં શરમ નથી આવતી? હવે તારો ખેલ ખાતાં થઈ ગયો છે, હા અંહી થી ભાગવાનો કે ઝેર પી ને આત્મહત્યા નો પ્રયાસ કરતો નહીં કેમ કે તને તારા પરિવાર ના લોકો વહાલા જ હશે અમે તેનું જીવવું હરામ કરી દેશું. તારા માટે એક જ વિકલ્પ છે કે તારી કોફી પૂરી કર અને અમારી સાથે ચાલ. 

અસલમ બસ આંખો ફાડી ને જોઈ જ રહ્યો હતો કે આ શું થઈ રહ્યું છે. તેને આખી દુનિયા ગોળ ગોળ ફરતી દેખાઈ રહી હતી. રડમસ ચહેરા સાથે તે ઊભો થયો અને તે આવેલ નવયુવક સાથે ચાલતો થયો. 

-*-*-*-*-*-*

સિકયાંગ પહોંચી ને જય સહુ થી પહેલા પોતાના યુનિટ માં પહોંચ્યો અને સ્નેહા ને મળ્યો અને ત્યાંનો હાલ પૂછ્યો કે યુનિટ માં કઈ રીતે કામ ચાલી રહ્યું છે? ચીની પોલીસ અને સૈનિકો કઈ રીતે હેરાન કરી રહ્યા છે તે પૂછ્યું આગળ શું કરવું જોઈ એ જેથી યુનિટ ની કામગીરી સારી થઈ શકે. 

સ્નેહા એ બધી વાતો તેને કહી કઈ રીતે થોડા થોડા દિવસ ના અંતરે કઈ રીતે ચીની પોલીસ અને સૈનિકો આવે છે અને અંહિયા થી ચાલ્યા જાઓ તેમ કહી ને ધમકાવે છે અને કઈ રીતે દરેક સ્ટાફ મેમ્બર અંહિયા ડરી ડરી ને કામ કારી રહ્યા છે. આપણે જે અંહિયા લોકલ સ્ટાફ ને રાખ્યા હતા તેમાંથી મોટા ભાગ ના લોકો કામ મૂકી ને ચાલ્યા ગયા છે તેથી પ્રોડક્શન પર પણ ખરાબ અસર થઈ રહી છે તથા આપણે રો મટિરિયલ જલ્દી મળી જાય તે હેતુ થી આપણે અંહિયા યુનિટ બનાવ્યું હતું પરંતુ હમણાં કોઈ ભેદી કારણોસર આપણાં સપ્લાયર પણ રો મટિરિયલ આપવા માં નાટક કરે છે અને દસ બાર વાર કહી એ ત્યારે માંડ મોકલે છે. ખબર નથી પડી રહી કે શું થઈ રહ્યું છે? હા પહેલા બધુ સરખું ચાલી રહ્યું હતું પરંતુ હમણાં બાજુ માં કઈ નવું ચાલુ થયું છે તે પછી આપણી સાથે આ બધુ ચાલુ થયું છે. ત્યાં શું થઈ રહ્યું છે તેનો કોઈ અંદાજ આવી નથી રહ્યો પણ કોઈ ગંભીર અને ખતરનાક પ્રવૃતિ થઈ રહી છે તેવું લાગી રહ્યું છે. આપણાં બે ત્રણ લોકો એ તે બાજુ થી જવાનો પ્રયાસ કરેલ તો ત્યાં રહેલ પોલીસ એ તેમને મારી ને ભાગવી દીધા હતા અને હવે થી આ બાજુ આવવા ની હિંમત પણ નો કરતાં નહીં તો ગાયબ કરી દેશું તેવી ધમકી ઑ પણ આપી હતી, ખરું કહી એ તો હાલ માં અંહિયા જેટલા કામ કરી રહ્યા છે તે બધા લગભગ ડરી ડરી ને કામ કરી રહ્યા છે. આપણી સાથે થયેલા કોન્ટ્રાક્ટ ને કારણે તેઓ બધા અંહિયા ટકેલા છે બાકી તેમનું ચાલે તો બધા કાલે જ ચાલ્યા જાય. 

જય તે સાંભળી ને ચિંતા માં પડી ગયો કેમ કે ચીન માં યુનિટ નાખી ને દવા ની કોસ્ટ ઘટાડી ને તેને એક્સપોર્ટ કરી નફો વધારવા નો પ્લાન તેનો જ હતો. હવે પરિસ્થિતિ કઈ રીતે સંભાળવી તે પણ જોવું પડશે. તેણે સ્નેહા ને આશ્વાસન આપ્યું કે તે દરેક પરિસ્થિતિ સંભાળી લેશે અને સાથે પ્રિયા તથા બીજો સ્ટાફ અંહિયા આવી રહ્યો છે તેની માહિતી આપી. 

-*-*-*-*-*-*-*