Tandav ek Prem Katha - 8 in Gujarati Detective stories by Sanjay Sheth books and stories PDF | તાંડવ એક પ્રેમ કથા - 8

Featured Books
Categories
Share

તાંડવ એક પ્રેમ કથા - 8

કાવ્ય અને કાવતરા 

શિવ સાંજે પોતાના ઘરે પહોંચ્યો અને પોતાના દરરોજ ના નિયમ મુજબ નહાવા ગયો અને ત્યારબાદ પૂજારૂમ માં ગયો અને દીવા પ્રગટાવી ને ભગવાન નું નામ લેવાનું ચાલુ કર્યું અને અને ત્યાર બાદ પ્રાર્થના કરી ને પોતાના વિશાળ દિવનખંડ માં આવ્યો જ્યાં સુલેખા તેની રાહ જોઈ ને બેઠી હતી. 

સુલેખા :- શિવ કેવો રહ્યો આજ નો દિવસ?

શિવ :- આજે ઘણા દિવસે ઓફિસ ગયો હતો એટલે કામ પણ ઘણું રહ્યું તો સાંજ કયા પડી ગઈ તે ખબર જ નો પડી. ચીન ના આપણાં પ્રોજેક્ટ ના કારણે પણ ખુબજ ટેન્શન છે. ત્યાં ઘણું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે અને ત્યાંની આર્મી અને પોલીસ ખુબજ હેરાન કરે છે, જય આજે ત્યાંનાં કોમર્સ મિનિસ્ટર ને મળ્યો હતો પણ તેમણે વાહિયાત વાતો કરીએ રાખી પણ આ બધુ શું કામ થઈ રહ્યું છે તે કઈ નો કહ્યું. ત્યાં પણ એક ડોક્ટર રિસર્ચ માટે મોકલવાના છે તે પણ હજી કોઈ નથી મળ્યું. છોડ આ બધી બિઝનેસ ની વાતો વિશાખા નો પેલો સિંગર શું નામ? અરે હા હર્ષિત ગાંધી આજે ડિનર માટે આવી રહ્યો છે કે નહીં? વિશાખા એ તો કહ્યું હતું કે તે આજે અવશ્ય આવશે. 

સુલેખા :- હા આવી રહ્યો છે, વિશાખા તેને લેવા જ ગઇ છે. 

શિવ :- અચ્છા તો આજે જમવા માં શું બનાવ્યું છે?
સુલેખા :- કાઠિયાવાડી મેનૂ રાખ્યું છે. બાજરા, જુવાર ના રોટલા, ભાખરી , રીંગણ નો ઓળો, રજવાડી ઢોકળી, ઢોકળા, ચુરમા ના લાડુ , રબડી જલેબી, મીક્ષ ભજીયા, ખિચડી અને કઢી. આશા રાખી એ કે હર્ષિત ને આ બધુ પસંદ આવશે. 

શિવ ખુબજ હસતાં હસતાં:- સુલેખા તું તો એવી તૈયારી કરી રહી છે કે જાણે કે તારો જમાઈ પહેલી વાર આવી રહ્યો હોય. 

સુલેખા :- હા એ પણ શક્ય છે, મને તો હર્ષિત ખૂબ જ ગમ્યો છે અને મને લાગે છે કે વિશેખા ને પણ તે પસંદ આવેલ છે તેવું મને લાગી રહ્યું છે. બાકી તો જોડી ઉપર વાળો બનાવે છે.  

ત્યાં જ વિશાખા અને હર્ષિત પધાર્યો 

હર્ષિત એ આવી ને સુલેખા અને શિવ ના ચરણ સ્પર્શ કર્યા. 

હર્ષિત :- સર, આપને મળવું એ મારા જીવન નું સહુ થી મોટું સદભાગ્ય છે. આપના વિશે મે ઘણું સાંભળ્યું હતું પણ આપને આજે સાક્ષાત મળવા નો મોકો મળ્યો. 

શિવ :- પધારો, આપના વિશે પણ મે વિશાખા પાસે ઘણું સાંભળ્યું છે, આપની ગાયિકી ના બહુ જ વખાણ સાંભળ્યા છે. તો આજે મને પણ તે લાભ મળશે. હર્ષિત તમને અત્યારે જમવાનું ફાવશે કે હજી થોડી વાર બેસી એ તે પછી ચાલશે?

હર્ષિત :- સર આપને જેમ અનુકૂળ હોય તે રીતે, મારો એવો કોઈ ફિક્સ ટાઈમ નથી. આપણે પહેલા બેસી એ પછી જમવા બેસી એ. 

સુલેખા :- તમે લોકો ગપ્પાં પછી માર જો, પહેલા ગરમ છે ત્યાં જમી લ્યો. 

પછી હર્ષિત સામે જોઈ ને કહ્યું :- ગઈ વખતે આપણે થયેલી વાત પ્રમાણે આ વખતે કાઠિયાવાડી મેનૂ જ રાખ્યું છે. 

હર્ષિત પોતાની પ્લેટ માં પીરસાયેલી વાનગી જોઈ ને બોલી ઉઠ્યો :

કાઠિયાવાડની ધરતી રે, સ્વાદની સોગાદ,
રસોઈની રંગીની, દિલમાં ઉમંગ ઉઘાડ.
ખમણની ફેસે ફેસે, ઢોકળાં નરમ નાજુક,
ચટણીનો ચટકો લાગે, મન થાય બહુ આજુક.
ભજીયા કરકરા તળે, ગરમ ગરમ તવા પર,
મરચાંની ખુશ્બૂ સાથે, જીભે ચડે સ્વાદનો ઝર.
રજવાડી ઢોકળી રે, મસાલાની મહેક લઈ,
મોંમાં ઓગળે એવી, દિલને ગમે બહુ એ .
ખીચડી ને કઢીની જોડી, ઘીનો ટેમ્પો ચડે,
સુગંધથી ઘર ગુંજે, મનમાં આનંદ ભરડે.
ભાખરી કરકરી કોરી, ને લસણની ચટણી જોડે,
ચુરમા ના લાડુ મીઠો, દિલમાં રહે ના થોડે.
બાજરીનો રોટલો ગરમ, ને રીંગણાંનું ભરથું,
શાકની સુગંધ ઊઠે, જીભે ચડે રસનું ઝરણું.
જલેબી છે મીઠી મીઠી અને છે સાથે રબડી નો સ્પર્શ ,
કાઠિયાવાડી થાળીમાં, સ્વાદનો ભર્યો ખટાકો.
આવો ને બેસો જમવા, થાળી લઈ ભરપૂર. 

શિવ, વિશાખા અને સુલેખા બધા એક સાથે બોલી ઉઠયા વાહ વાહ શું વાત છે. 

હર્ષિત :- સર ગાયન સાથે થોડો લખવા નો પણ શોખ છે તો આ મેનૂ જોઈ ને તરત જે મન માં આવ્યું તે બોલ્યું. 

શિવ :- આપની બધી ખૂબી ઑ વિશે આપણે પેટ પૂજા પછી વાતો કરીશું. તો પહેલા જમી લઈએ. 

=*-*-*-*-*

આલમ ખાન બંને આતંકી ઑ ને લઈ ને રો ના મુખ્યાલય પર પહોંચી ગયો જ્યાં વિજય કપૂર અને શ્રેય ત્યાં પહેલે થી હાજર હતા. 

રો ની ઓફિસ માં પહોંચી ને તરત બંને આતંકવાદી ઑ ને રિમાન્ડ રૂમ માં લઈ જવા માં આવ્યો. ત્યાં પહોંચતા જ આલમ ખાન એ પોતાનો અત્યાર સુધી નો ગુસ્સો જે દબાવી રાખ્યો હતો તે સીધો બહાર નીકળ્યો અને બંને આતંકી ઑ ને ધડાધડ થપ્પડ મારવા માંડ્યો પણ બંને માં થી કોઈ એ ઉહકારો પણ ના ભર્યો તેથી તેનો ગુસ્સો વધુ ને વધુ વધવા માંડ્યો અને બંને ને આડેધડ મારવાનું ચાલુ કર્યું. તે જોઈ ને વિજય કપૂર બોલ્યા આલમ તારો ગુસ્સો આવી રીતે વ્યક્ત કરવાની જરૂર નથી, આ બંને હમણાં બે જ મિનિટ માં બધુ ફટાફટ બોલવાનું ચાલુ કરી દેશે. 

એક આતંકી બોલી ઉઠ્યો તમે ગમે તેટલા સિતમ કરશો પણ અમે એક શબ્દ નહીં બોલીએ, તમારે અમારા નખ કાઢવા છે તો કાઢો, બરફ ની પાટ પર સુવડાવવા છે તો ત્યાં સુવડાવો, મારવા છે તો મારો પણ તમને કાફરો ને એક પણ શબ્દ નહીં જણાવી. 

તે સાંભળી ને વિજય કપૂર હસવા માંડ્યો કે તું જે બોલ્યો તે તો બધા જૂના પુરાણા ઉપાયો છે, અમે લોકો એ તમારા માટે એક દમ નવીન ઉપાય શોધ્યો છે. શ્રેય સહુથી પહેલા આ બકવાસ કરવા વાળા નો વારો લે. 

શ્રેય :- જી સર કહી ને એક લાકડા નું બોક્સ લઈ ને આવ્યો અને તે આતંકી ના બને પગ તે બોક્સ માં નાખી તે બોક્સ બંધ કરી દીધું. 

તે જોઈ ને તે આતંકી હસવા માંડ્યો કે લ્યો આવા છે તમારા નવા ઉપાય. 

તે સાંભળી ને શ્રેય બોલ્યો હસ નહીં હમણાં પાંચ મિનિટ માં જ ખબર પડી જશે કે વેદના શું કહેવાય કેમ કે તે બોક્સ માં સેકંડ લેયર માં ત્રીસ જેટલા ભૂખ્યા મોટા ઉંદર છે જે એક મિનિટ પછી તારા પગ સુધી પહોંચી જશે અને ધીમે ધીમે તારા પગ ને ખાવા નું ચાલુ કરશે ત્યારે ખબર પડશે કે આ થર્ડ ડિગ્રી કરતાં પણ વધારે ખતરનાક વેદના આપે છે અને હું પણ જોવ છું કે તું કેટલી મિનિટ સહન કરી શકે છે, બંને પગ ખવાઇ જાય ત્યાર બાદ તારા બંને હાથ નો વારો ત્યાર બાદ તે નો વિચાર્યા હોય તેવા અંગો નો વારો પણ આવશે.

આટલું બોલ્યો ત્યાં સુધી માં બધા ઊંદરો આતંકી ના પગ સુધી પહોંચી ગયા હતા, અને તેમણે તેમનું કામ ચાલુ કરી દીધું અને ફક્ત બે મિનિટ થઈ ત્યાં તો તે આતંકી ચીસાચીસ કરવા માંડ્યો અને તે જોઈ ને બીજો આતંકી હતો તે રડવા માંડ્યો અને બોલ્યો તમે કાઇ નો કરો હું તમને બધુ કહું છુ પણ મને કઈ નો કરતાં પ્લીઝ. 

વિજય કપૂર ને પણ ખબર હતી કે આ બીજો આતંકી તેનો આસાન ટાર્ગેટ છે જેથી તેણે પહેલા આતંકી ને યાતના આપવા માટે પસંદ કર્યો હતો. 

વિજય કપૂર એ તરત શ્રેય ને કહ્યું કે તું આને લઈ ને બીજા રૂમ માં જા અને તેનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કર, પછી આલમ ખાન ને કહ્યું કે આ ને અત્યારે ધરતી પર જન્નત ની હૂર બતાવવા ની છે એટલે એના પગ પછી હાથ તે બધા નો નાસ્તો ઊંદરો ને કરાવવા નો છે. પછી પેલા આતંકી પાસે ગયા જે દર્દ થી ખુબજ ચિલ્લાવિ રહ્યો હતો અને કહ્યું કે એન્જોય યૂ બ્રેવ બોય. 

બીજા રૂમ માં બીજા આતંકી ને લઈ ને શ્રેય પહોંચ્યો અને તે આતંકી ને કહ્યું કે જો તું કોઈ પણ જાત ની માહિતી છુપાવીશ કે પછી ખોટી માહિતી આપશે તો તારા જોડીદાર કરતાં પણ વધુ યાતના ઑ ભોગવવી પડશે. 

આતંકી :- નહીં સાહેબ આપ જે કઈ પૂછશો તેના સાચા જ જવાબ આપને આપીશ. 

શ્રેય :- તારું નામ શું છે?

આતંકી :- મોહમ્મદ અફરોઝ 

શ્રેય :- તારી ઉમર શું છે?

આતંકી :- ૧૬ વર્ષ 

આ સાંભળતા જ શ્રેય એ તેને જોરદાર તમાચો છોડી દીધો. 
આતંકી :- ૨૦ વર્ષ અમને ત્યાં શિખવાડ્યું હતું કે પકડાઈ જાય તો અમારે અમારી ઉમર ૧૬ વર્ષ ની કહેવાની છે તેથી કહી હતી. 

શ્રેય :- હવે ત્યાંની કોઈ શિખવાડેલી વાતો બોલવાને બદલે જે સાચું હોય તે બોલજે નહીં તો તારા હાલ પણ તારા જોડીદાર જેવા જ કરશું. 

આતંકી :- નહીં હવે એવું નહીં કરું. 

શ્રેય :- તું કયા નો રહેવાસી છો?

આતંકી :- પાકિસ્તાન માં આવેલ પેશાવર પાસે એક નાનકડા ગામ માં રહું છું. 

શ્રેય :- તારો પરિવાર ત્યાં શું કરે છે?

આતંકી :- ત્યાં ખેત મજૂર છે બધા. 

શ્રેય :- તું કયાર થી આતંકી બન્યો છે?

આતંકી :- બે વર્ષ થી હું ત્યાં ટ્રેનિંગ લેતો હતો. ટ્રેનિંગ પૂરી થતાં જ અમને ભારત માં મોકલવા માં આવ્યા હતા અને પહેલી વખત માં જ પકડાઈ ગયા. 

શ્રેય :- તું કઈ રીતે આમાં આવ્યો?

આતંકી :- અમારા ગામ ની મસ્જિદ ના મુલ્લા એ કહ્યું હતું કે તું અલ્લાહ ના બતાવેલા રસ્તે ચાલીશ તો તને જન્નત પ્રાપ્ત થશે અને જન્નત માં ૫૬ હૂર મળશે અને તે મારા પરિવાર ને પાંચ લાખ રૂપિયા આપશે. પાંચ લાખ રૂપિયા અમારા માટે બહુ મોટી રકમ હતી એટલે મને થયું કે મારા એક ની કુરબાની થી મારો પરિવાર સારી રીતે રહી શકતો હોય તો મારે અલ્લાહ ના બતાવેલા કુરબાની ના રસ્તે મારે પણ ચાલવું જોઈએ. 

શ્રેય :- તમારો શું પ્લાન હતો ?

આતંકી :- અમારે બોર્ડર ક્રોસ કરી ને જંગલ વટાવી ને આગળ જવાનું હતું જ્યાંથી અમને શ્રીનગર લઈ જવામાં આવવાના હતા અને ત્યાં પ્રોફેસર સૈફુદ્દીન અમને બધા ને દેશ ના અલગ અલગ શહેરો માં મોકલવાના હતા. 

શ્રેય :- તારે કયા જવાનું હતું?

આતંકી :- મને કલકતા જવાનું છે તેમ કહ્યું હતું. 

શ્રેય :- ત્યાં જઇ ને તમારે લોકો ને શું કરવાનું હતું ?

આતંકી :- અમને લોકો ને હથિયારો ની સાથે કેમિકલ વેપન્સ કેમ વાપરવા ના છે તેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. અમારે ત્યાં પહોંચી ને થોડા દિવસો લોકો માં ભળી જઇ ને રહેવાનું હતું. તે પછી અમને એક વાઇરસ આપવાના હતા જે ચીન થી આવવાનો હતો, અમારે ફક્ત તેને ત્યાં પ્રસારાવવા નો હતો. 

શ્રેય :- કયો વાઇરસ છે તે? તેની શું અસર થવાની છે?

આતંકી :- કયો વાઇરસ છે તે મને ખબર નથી પણ તે અત્યારે ચીન ના સિકયાંગ ની એક લેબોરેટરી માં બની રહ્યો છે એંડ ફાઇનલ ટેસ્ટિંગ મોડ માં છે, તે અમારે અલગ અલગ શહેર માં અલગ અલગ રીતે પ્રસારાવવા ના હતા જેથી હિન્દુસ્તાન ની સરકાર ને ખ્યાલ નો આવે કે તે વાઇરસ કઈ રીતે પ્રસરી રહ્યો છે. અમને એવું કહ્યું હતું કે તે વાઇરસ ફેલાતા જ ત્યાંનાં લોકો એકદમ બીમાર થઈ જશે, હોસ્પિટલ માં જગ્યા નહીં રહે અને લોકો ટપોટપ એટલા બધા મરશે કે સ્મશાન અને કબ્રસ્તાન માં જગ્યા પણ નહીં રહે તેવું કહ્યું હતું. 

શ્રેય :- તમે બધા લોકો કયા કયા શહેર માં જવાના હતા?

આતંકી :- બીજા ની તો મને કોઈ નથી ખબર અમને બધા ને જ્યાં જવાનું છે તેની માહિતી બધા ને અલગ અલગ આપી હતી પણ ત્યાં થતી વાત મુજબ આખા ભારત માં ૧૬ એવા શહેરો પસંદ કર્યા હતા જેમાં પૂર્વ થી પશ્ચિમ અને ઉત્તર થી લઈ ને દક્ષિણ બધુ આવી જાય અને આખું હિન્દુસ્તાન ત્રાહિમામ પોકારી જાય. 

શ્રેય :- કોલકાતા માં તારે કયા રહેવાનું હતું અને તને વાઇરસ કોણ આપવાનું હતું?

આતંકી :- તે મને કઈ નથી ખબર, આ બધી વ્યવસ્થા પ્રોફેસર સૈફુદ્દીન કરવાના હતા. હવે આ સિવાય મને કઈ નથી ખબર. મને જેટલી ખબર હતી તે બધુ સત્ય આપને જણાવી દીધું છે તો મને હવે કોઈ યાતના નો આપતા. 

વિજય કપૂર આ બધુ સાંભળી ને બહાર આવી ગયા અને આલમ ખાન ને બોલાવ્યો અને કહ્યું તારે તુરંત પાકિસ્તાન જવા નીકળવાનું છે, ત્યાં તારે શું કરવાનું છે તે બધી માહિતી તને મારી સેક્રેટરી આપી દેશે. હવે હિન્દુસ્તાન ને બચાવવા માટે નો સહુ થી મહત્વ ની ભૂમિકા તારે ભજવવાની છે. હા અત્યારે તને ૨૫ કરોડ નું બજેટ ફાળવ્યું છે, ઘટશે તો બીજા મળી જશે પણ કામ પૂર્ણ થવું જ જોઈએ પછી હસતાં હસતાં કહ્યું કે આપણે પાકિસ્તાન ના પૈસા પાકિસ્તાન માં જ વાપરવાના છે. 

પછી ઇન્ટરકોમ પર કોલ કરી ને પોતાની સેક્રેટરી ને કહ્યું સિક્યોર લાઇન પર થી ચિકો ને મેસેજ આપ કે નોર્થ ઈસ્ટ માં થી તુરંત આવી ને મળે, હવે તેને એક અલગ મિશન પર જવાનું છે.

-*-*-*-*-*

ભોજન પૂરું થયા પછી શિવ, સુલેખા, વિશાખા અને હર્ષિત તેના દિવાનખંડ માં આવી ને બેઠા. 

હર્ષિત :- આંટી જી ડિનર ખરેખર શાનદાર હતું, ઘણા દિવસે આવું ભોજન લીધું. દરેક વસ્તુ એટલી બધી ટેસ્ટી હતી કે દિલ માં થતું હતું કે બસ ખાધા જ કરું, એ તો થોડી વાર પછી મારા પેટે કહ્યું કે ભાઈ હવે મારા પર દયા કર, ત્યારે બંધ કર્યું. આજે તો તમને પણ થયું હશે કે જમવાનું નો જોયું હોય એવા ખાધોડકા ને જમવા બોલાવ્યો છે કે શું? 

સુલેખા :- અરે નહીં બેટા, આ ને તારૂ જ ઘર સમજજે અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે કહી દે જે કે આંટી જમવા આવું છું. 

હર્ષિત :- thanks aunty, so nice of you. 

શિવ :- હા બેટા હવે તારા વિશે કઈ કહે. 

હર્ષિત :- મારુ નામ હર્ષિત દિનકરરાય ગાંધી છે, વ્યવસાયે ડોક્ટર છું, બે વર્ષ પહેલા જ મે મારુ ભણવાનું પૂરું કર્યું છે અને M.D., MNAMS (MED) FRCP (USA), FCCP (USA) ની ડિગ્રી મેળવી છે અને પલ્મનરી ડીસીઝ માં કન્સલ્ટિંગ ફિઝિશિયન છું અને પલ્મનરી ડીસીઝ માં આગળ રિસર્ચ કરવા માંગુ છું. 

શિવ :- WOW, GREAT પલ્મનરી ડીસીઝ માં આગળ શું રિસર્ચ કરવા માંગે છે? 

હર્ષિત :- મને સ્પેસિફિકલી ILD માં વિશેષ રસ છે તેમાં પણ Hyper Sensitive Pneumonitis માં વિશેષ રસ છે. મારો એ એક જ લક્ષ્ય છે કે હું તેની કોઈ દવા શોધું અને અત્યારે જે રીતે જે ઝડપે તે વધી રહ્યો છે તેના પર બ્રેક લાગે તેમ હું ઈચ્છું છું. 

શિવ :- તમને એવું લાગે છે કે પલ્મનરી ડીસીઝ માં કન્સલ્ટિંગ ફિઝિશિયન તરીકે કામ કરતાં કરતાં તમે કોઈ રિસર્ચ કામ કરી શકો? એના માટે તો તમને કોઈ ફાર્મા કંપની સાથે સંકળાવું પડે કેમ કે આમાં ક્લિનિકલ રિસર્ચ થી માંડી ને અત્યાધુનિક લેબોરેટરી ની પણ જરૂર પડે અને તે સુવિધા તો તમને ફક્ત કોઈ સારી ફાર્મા કંપની સિવાય ક્યાંય નો મળે. 

હર્ષિત :- હા સાચી વાત છે સર, આ તો મે મારુ જે સ્વપ્ન છે તે આપને જણાવ્યું. 

સુલેખા :- બેટા આ ILD શું છે ?

હર્ષિત :- આંટી જી, ઈંટરસ્ટીશિયલ લંગ ડિઝીઝ એક એવી બીમારી છે જે ફેફસાના વાયુકોષ વચ્ચેની જગ્યાને પ્રભાવિત કરે છે. તેમાં વાયુકોષ વચ્ચેની કોશિકા મોટી થઈ જાય છે અને તેના કારણે વ્યક્તિને શ્વાસ લેવામાં ઓક્સીજન પુરતા પ્રમાણમાં લોહીમાં પહોંચી શકતું નથી. આ બીમારીના પ્રકારોમાં પલ્મોનરી ફાઈબ્રોસિસ મુખ્ય છે અને તે વધારે કિસ્સામાં જોવા મળે છે. તે ઉપરાંત સારકાઈડોસિસ, હાઈપરસેંસિટિવિટી, ન્યુમોનાઈટિસ, કનેક્ટિવ ટિશ્યૂ ડિઝીસ અને ઓક્યૂપેશનલ લંગ ડિઝીજ પણ હોય શકે છે. 

સુલેખા :- અને આ Hyper Sensitive Pneumonitis શું છે?

હર્ષિત :- આંટી જી, આ એક મુખ્યત્વે કબૂતર દ્વારા થતો રોગ છે, જેની સારવાર માં શરૂઆતના સ્ટેજમાં એંટીબાયોટિક, એંટીફિબ્રોટિક, સ્ટેયરોઈડ્સ, ઈમ્યુનોપપ્રેસિવ દવાઓથી ઈલાજ થાય છે. પરંતુ બીમારી વધવાની સાથે દર્દીને આજીવન ઓક્સીજન આપવાની જરૂર પડે છે. આ ઉપરાંત આગળ જતા દર્દીને ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર પડી શકે છે અને આ ક્રોનિક બીમારી છે જે રિવર્સ ક્યારેય નથી થતી તેથી સહુથી વધુ ખતરનાક છે. 

સુલેખા :- ઓહ મને તો આજે ખબર પડી કે કબૂતર પણ આટલા ખતરનાક હોય છે. 

શિવ :- આ તો તમારી વ્યવસાયિક વાત થઈ, મને તમારા વિશે વ્યક્તિગત માહિતી પણ આપો. 

હર્ષિત :- જી મારુ વતન ગોંડલ છે પરંતુ મારા દાદા ને તે બધા વડોદરા માં સેટ થઈ ગયા હતા અને મારા પપ્પા એ ત્યાં એક ફેક્ટરી બનાવી હતી અને તેમના લગ્ન પછી ખુબજ અમારો બિઝનેસ વધી ગયો હતો અને દિન પ્રતિદિન ખુબજ પ્રગતિ થઈ હતી, જ્યારે હું એક વર્ષ નો હતો ત્યારે એક ગોજારા દિવસે સાંજે પપ્પા મુંબઈ થી આવી રહ્યા હતા ત્યારે એક કાર અકસ્માત માં તેમનું અવસાન થઈ ગયું. મારા મમ્મી એક ડોક્ટર હતા તેમણે બિઝનેશ ની કોઈ આંટાઘૂટી કઈ ખબર નો પડતી તે દરમ્યાન મારા બે કાકા મદદ કરવાના બહાને આવ્યા અને મમ્મી એ તેમનો ભરોસો કરી બધો બિઝનેસ તેમના હવાલે કરી દીધો, મમ્મી ના વિશ્વાસ નો લાભ લઈ તેમણે ધીરે ધીરે ફેક્ટરી, બંગલો અને મમ્મી ની હોસ્પિટલ ની જગ્યા સહિત બધી મિલકત પોતાના નામે કરાવી લીધી, જ્યારે આ ખબર પડી ત્યારે મમ્મી ને ખૂબ જ આઘાત લાગ્યો અને તે બીમાર પડી અને તે પછી ધર્મ કર્મ માં વધુ રહેવા માંડી અને તેમાં તે દરરોજ કબૂતરો ને ચણ નાખવા જવા નું શરૂ કર્યું અને તેને ફેફસા ની આ ગંભીર બીમારી એટલે કે Hyper Sensitive Pneumonitis થઈ ગયું અને તેનું નિદાન બહુ મોડું થયું અને ત્યારે સમય વધ્યો ન હતો અને હું જ્યારે ફક્ત પાંચ વર્ષ નો હતો ત્યારે મારી મમ્મી પણ ચાલી ગઈ અને હું એક અનાથ થઈ ગયો. ત્યારે મારા નાના આવ્યા અને મને તેમના ગામ રૂપાવટી લઈ ગયા અને ત્યાં એક વર્ષ રહ્યા બાદ તેમણે મારા અભ્યાસ અર્થે ભાવનગર રહેવા જવાનું નક્કી કર્યું અને ત્યાર બાદ હું ભાવનગર માં રહી મોટો થયો. જો મારા નાના નો હોત તો મારુ શું થયું હોત તે ખબર જ નથી પડતી. આજે હું જે કઈ છું તે ફક્ત અને ફક્ત મારા નાના ના કારણે જ છું. પાંચ વર્ષ પહેલા તેમનું પણ અવસાન થઈ ગયું છે તો હવે કુટુંબ ના નામે ફક્ત હું એકલો જ છું. આ બધુ કહેતા કહેતા તેની આંખો માં આંસુ વહેવા માંડ્યા. 

શિવ રૂપાવટી ગામ અને મમ્મી ડોક્ટર હતી તે સાંભળી ને બાઘા જેવો થઈ ગયો હતો તેણે ઉતેજનાપૂર્વક પૂછ્યું કે તારા નાના અને મમ્મી નું નામ શું છે?

હર્ષિત :- મારા નાના નું નામ શેઠ મનોહરદાસ છે અને મમ્મી નું નામ ઉર્વશી. 

શિવ આ સાંભળી ને હક્કો બક્કો થઈ ગયો તેને શું બોલવું તે જ સમજાતું નોતું. 

હર્ષિત ને રડતો જોઈ ને સુલેખા તેની પાસે ગઈ અને બોલી બેટા ખરેખર દુખદ વાત છે. પણ તું દિલ નાનું નો કર અમે બધા તારા પરિવાર જ છીએ . 

શિવ ફાટેલી આંખો એ :- તું તું ઉર્વશી નો દીકરો છે?

હર્ષિત :- અંકલ આપ મારા મમ્મી ને ઓળખો છો?

શિવ :- અરે બેટા હું પણ રૂપાવટી ગામ નો છું, હું અને ઉર્વશી બંને બચપણ ના મિત્રો હતા, અમે લોકો સાથે જ ભણતા હતા અને જેમ તારા નાના તારા માટે દેવતા સ્વરૂપ છે તે રીતે મારા માટે પણ દેવતા છે. હું એક ગરીબ શિક્ષક નો દીકરો છું, મારા પિતા મને અમદાવાદ માં ભણાવી શકે તેવા કેપેબલ નો તા ત્યારે તારા નાના એ મારા ભણવા નો ખર્ચો ઉપાડ્યો હતો, આજે હું જે કઈ છું તેમાં તારા મમ્મી અને નાના નો સહુ થી મોટો ફાળો છે. આટલું બોલતા બોલતા તેની આંખો માં પણ પાણી આવી ગયા. 

આ સાંભળી વિશાખા વાતાવરણ હળવું કરવા બોલી પપ્પા દુનિયા કેટલી નાની છે તે ફરી એક વાર સાબિત થઈ ગયું. 

હર્ષિત હવે તો આપણાં બહુ જૂના સંબંધો નીકળ્યા છે તો હવે તો તું જ્યાં સુધી લંડન માં છે ત્યાં સુધી રોજ આવતો રહેજે. 

હર્ષિત :- હા વિશાખા હવે તો પિતાતુલ્ય શિવ અંકલ પણ મળી ગયા છે જેમની સાથે તો વર્ષો જૂના સંબંધો નીકળ્યા છે. ચાલો અંકલ હવે હું જાવ, આજે કોઈ ગીત ગાઈ શકું તેવી શક્તિ મારા માં રહી નથી, તે પ્રોગ્રામ આપણે ફરી ક્યારેક કરીશું. 

આ સાંભળી અચાનક તંદ્રાવસ્થા માં થી બહાર આવ્યા હોય તે રીતે બબડ્યો :- હા બેટા આજે જા, આપણે કાલે ફરી થી ડિનર પર મળીશું, હવે મારે પણ તારી સાથે ઘણી વાતો કરવી છે પણ આજે હું પણ કોઈ વાત નહીં કરી શકું. 

ક્રમશ: