તોફાન પહેલા ની શાંતિ
આજે સિકયાંગ માં નીરવ શાંતિ લાગી રહી હતી. જય, સ્નેહા અને પ્રિયા સાથે બેસી ને હવે આગળ શું કરવું તેની રણનીતિ બનાવી રહ્યા હતા.
જય :- હવે જે પરિસ્થિતી છે તે કદાચ આપણાં કાબૂ બહાર રહેશે, હવે મને લાગે છે કે આમાં આપણે આપણ ને જે ઈનપુટ મળી રહ્યા છે તે પપ્પા ને અને ભારત સરકાર ને જણાવવા જોઈએ.
પ્રિયા :- સર મને હજુ લાગે છે કે આપણે એક બે દિવસ રાહ જોઈ એ અને વધુ સારી રીતે આપણ ને જે લાગી રહ્યું છે તે નક્કી કરવા દઈ એ.
સ્નેહા :- હા સર મને પણ એવું લાગી રહ્યું છે કે આપણે હમણાં ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી આપણે હજુ આપણ ને બહાર ના વાતાવરણ માં થી જે ઈનપુટ મળી રહ્યા છે તેનો અભ્યાસ કરવો જોઈએ અને હું અંહિયા ઘણા સમય થી છું તો મારા ઘણા કોન્ટેક્ટ અંહિયા થયા છે તેના દ્વારા પણ હું પ્રયાસ કરું છું અને શું ચાલી રહ્યું છે તે જાણવા નો પ્રયાસ કરી એ.
જય :- ઠીક છે આપણે સરકાર ને જણાવવા નું પછી રાખી એ પણ મને લાગે છે કે આ વાત મારે આજે જ પપ્પા સાથે કરવી જોઈ એ, પપ્પા ને ભારત સરકાર માં કોન્ટેક્ટ છે તો તે આમાં થી જરૂરર કોઈ રસ્તો કાઢી શકશે.
પ્રિયા :- હા જય તે વાત બરોબર છે. આપણે સર ને આ વાત જણાવવી જ જોઈએ.
જય :- આપણે ફરી એક વાર આપણ ને ગઇકાલે જે ઈનપુટ મળ્યા છે તેનો વિગતવાર અભ્યાસ અને ચર્ચા કરી લઈ એ અને આપણે જે માની રહ્યા છી એ તે સાચું છે કે નહીં તે એક વાર ફરી જોઈ લઈ એ.
પ્રિયા તરત ઊભી થઈ અને આગલા ત્રણ દિવસ ના બહાર ના વાતાવરણ ના જે રીડિંગ મળ્યા હતા તે લઈ ને આવી.
પ્રિયા :- આપણે જે વાયરસના સ્ટ્રેઇનનું અનુસંધાન કરીએ છીએ એ મલ્ટીપલ મ્યુટેશન બતાવે છે, પણ એ કુદરતી નથી. ખાસ તો છેલ્લા ૩૬ કલાકનાં ડેટા જે બતાવે છે તે અદ્ભુત છે. ટેમ્પલેટ પ્રોટીન અને ન્યૂક્લિયોટાઇડ ક્રમમાં એક સરખો રિપીટિંગ પેટર્ન છે. એ જાણે કોઈએ ઇન્ટેન્શનલ એડજસ્ટ કર્યું હોય એવું લાગે છે.
સ્નેહા :- એટલે... એ કુદરતી નહીં પરંતુ આર્ટિફિસિયલ જનરેટ કરાયેલો હોય તેવું લાગે છે અને આ બધી વાતો નો મતલબ એ થાય છે કે કોઈ બાયોલોજિકલ -વેપન નો ટ્રાયલ થઈ રહ્યો છે અને આપણાં માટે જાગી જવા નો સમય છે.
જય :- હા જાગવાનો સમય જ છે, અને મને એવું લાગી રહ્યું છે કે આપણે આપણાં એક્સપોર્ટ પર પણ ધ્યાન રાખવું પડશે, આ ચીબલા ચીના ઑ નો કોઈ ભરોશો કરી શકાય નહીં.
સ્નેહા :- સર, મને હવે એવું લાગી રહ્યું છે કે આપણે આમાં આવા ડેટા ને બદલે બીજી કોઈ રીતે તપાસ કરવી જોઈએ.
જય :- મતલબ
સ્નેહા :- સર, હું ઘણા દિવસ થી અંહિયા છું તો મારા ઘણા લોકલ કોન્ટેક્ટ છે, તેના દ્વારા હું આ બાજુ ના યુનિટ માં ઘૂસી શકીશ અને બધી માહિતી મેળવી શકીશ અને આપણે પછી નક્કી કરીશું કે આગળ શું કરવું છે. સર મને ફક્ત સાત દિવસ નો સમય આપો હું બધી તપાસ કરી લઇશ.
જય :- સ્નેહા તને નથી લાગતું કે આ બહુ રિસ્કી છે. ત્યાં પાકિસ્તાની, અમેરિકન અને ચાઇનીઝ જાસૂસો, પોલીસ, મિલેટરી ના લોકો જ ફરતા હોય છે તો આમાં જીવ નું જોખમ છે. મને આ વાત પ્રોપર નથી લાગતી.
પ્રિયા :- જી સર હું પણ આપની સાથે સહમત છું. સ્નેહા તારે આવું જોખમ લેવા ની જરૂર નથી. આપણે શિવ સર અને જરૂર લાગે તો આપણી સરકાર ને જાણ કરી દઈ એ તો તે લોકો જોઈ લેશે.
સ્નેહા :- સર અને પ્રિયા હું તમારી લાગણી સમજુ છું, પણ જ્યારે વાત મારા દેશ ની આવે ત્યારે હું મારા જીવ ના જોખમ વિષે ક્યારેય પણ નહીં વિચારું, હું એક સૈનિક ની દીકરી છું, જીવન માં ક્યારેય હાર નહીં માનું. બસ આવતી કાલ થી હું સાત દિવસ રજા પર જાવ છું અને હું જ્યારે પરત આવીશ ત્યારે બધી માહિતી સાથે આવીશ.
જય :- ઓલ ધ બેસ્ટ સ્નેહા, તને અમારી ક્યાંય જરૂર પડે તો કહેજે.
-*-*-*-*-*-*
પેરિસ ની ગલી ઑ માં કોઈ પણ હેતુ વગર આમ તેમ કબીર સિંહ ફરી રહ્યો હતો, તે એક સમય નો ભારત નો મહત્વ નો અણુ વિજ્ઞાની હતો પણ જુગાર અને શરાબ ના શોખ એ હવે તેને ક્યાંય નો નોતો રહેવા દીધો. આજે પણ તે જુગાર માં મોટી રકમ હારી ગયો હતો અને તેની પાસે બધી રકમ ખાતાં થઈ જતાં કેસીનો વાળા લોકો એ તેને ઉપાડી ને બહાર ફેકી diધો હતો.
અપમાન માં સળગી રહેલો કબીર મન માં ને મન માં ગુસ્સે થઈ રહ્યો હતો અને રોડ પર ચાલતા ચાલતા હિંસક વર્તણૂક કરી રહ્યો હતો અને રસ્તા માં ચાલી રહેલા લોકો તેને પાગલ સમજી રહ્યા હતા. કબીર સિંહ ના જીવન ની એક જ નબળાઈ હતી જે તેની પુત્રી મીતા અને તેના માટે જ તે હવે જીવી રહ્યો હતો નહીં તો પોતાની જુગાર અને દારૂ ની ખરાબ આદત થી પરેશાન થઈ ક્યારની આત્મહત્યા કરી લીધી હોત પણ પુત્રી ના પ્રેમ ને કારણે તે આજે પણ પોતાને નો ગમતી જિંદગી જીવી રહ્યો હતો અને આજે તેની ફી ભરવા માટે તે પોતાના વધેલા પૈસા થી દાવ લગાવવા આવયો હતો પણ તેની પાસે જે કઈ હતું તે પણ તે હારી ગયો હતો અને બાકી હતું તેમ તેણે પોતાનો સોના નો ચેન, ઘડિયાળ, પોતાના સગાઈ ની વીટી પણ દાવ માં લગાવી દીધી હતી પણ બધુ હારી ગયો હતો હવે તેની પાસે કઈ બચ્યું ન હતું. તેને ઘણીવાર આત્મહત્યા નો વિચાર આવી જતો હતો પણ પોતાની પુત્રી મીતા નું મોઢું યાદ આવી જતાં જ તેના બધા વિચાર ફરી જતાં હતા અને તે આત્મહત્યા ના વિચારો માંડી વાળતો હતો. તેણે હતાશા માં પોતાની પુત્રી મીતા ને ફોન જોડ્યો.
:બેટા મને માફ કર હું આજે પણ તારી ફી ની વ્યવસ્થા નો કરી શક્યો અને જે કઈ હતું તે પણ હું જુગાર માં હારી ગયો છું, મને માફ કર બેટા હું મારી કુટેવો છોડી શકતો નથી અને તારી જિંદગી પણ બગાડી રહ્યો છું. મને માફ કર બેટા કહેતા કહેતા તે રડી પડ્યો.
મીતા :- અરે પપ્પા તમે દિલ ના દુભાવો મારે કઈ નથી જોઈતું મારે મારા પપ્પા જોઈએ છે બસ બીજું કઈ નહીં.
કબીર :- તારી મમ્મી ના અચાનક અવસાન ને હું પચાવી નો શક્યો અને દારૂ ના રવાડે ચડી ગયો અને એક કુટેવ બીજી અનેક કુટેવ લાવે તેમ દારૂ પાછળ જુગાર ની પણ કુટેવ આવી ગઈ અને મારી કેરિયર, પ્રતિષ્ઠા, સગા સબંધી ઑ બધુ ગુમાવી દીધું. હું ખુબજ પ્રયાસ કરું છું કે આ બધુ છોડી ને હું એક જવાબદાર બાપ બનવા માંગુ છું પણ મારી કુટેવ પીછો છોડતી નથી. મને માફ કર બેટા બોલતા બોલતા કબીર ફરી ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો.
મીતા :- પપ્પા તમે કયા છો? હું તમને લેવા આવું છું.
અચાનક સામે એક ગાડી આવી ગઈ અને તેણે જોરદાર બ્રેક મારી અને ચીલાવ્યો hey man want to die?
કબીર સોરી સોરી કહેતો આગળ ભાગ્યો. અચાનક તેણે એક અવાજ સાંભળ્યો હાઇ કબીર કેમ છે?
કબીર :- અંહી પેરિસ માં મને બોલાવનાર કોણ છે ?
નવો આંગતૂક બોલ્યો કબીર સિંહ અંહી રોડ પર તો વાત થઈ શકશે નહીં તું ઘરે જઈ ફ્રેશ થઈ ને મારી હોટેલ પર આવી જા, બસ એમ વિચાર કે તારા માટે એક નવી તક આવી છે જે તારું જીવન ફેરવી નાંખશે. અને આ લે 5000 ફ્રાન્ક જલ્દી થી ટેક્સી પકડ અને ફ્રેશ થઈ ને જલ્દી થી આવી જા. બસ એમ સમજ જે કે તારી બહેતર ઝીંદગી તારી રાહ જોઈ રહી છે.
કબીર પાગલ ની જેમ હા હમણાં આવું છું હા આવું જ છું એવું બબડતાં આગળ ચાલવા માંડ્યો.
-*-*-*-*-
હર્ષિત આજે સવાર થી જ ખુબજ ઇન્તેઝારી પૂર્વક સાંજ પાડવાની રાહ જોઈ રહ્યો હતો શિવ મહેતા સાથે ના જૂના સંબંધો એ તેણે તેની મંજિલ નજીક દેખાઈ રહી હતી. તેને હવે ખુબજ ખાતરી હતી કે હવે તેણે મહેતા પરિવાર ના બધા સદસ્ય નું દિલ જીતી લીધું છે અને તેણે શિવ મહેતા સાથે જોડાવા ની તક મળવાની છે અને તેનું પોતાનું એક સ્વપ્ન પૂર્ણ થઈ જશે અને ખાસ તો તે વિશાખા ને હવે આસાની થી મેળવી શકશે તેવી મનોમન ખાતરી થઈ ગઈ હતી. તેણે જ્યાર થી જ વિશાખા ને જોઈ હતી ત્યાર થી જ તેના હ્રદય માં એક અનોખી લાગણી ઑ થઈ ગઈ હતી.
સાંજ પાંચ વાગ્યે વિશાખા નો ફોન આવ્યો કલાકાર મહાશય આપ તૈયાર થઈ ચૂક્યા છો? હું આપને લેવા માટે દસ મિનિટ માં આવી રહી છું.
હર્ષિત મનોમન હું સવાર ના સાત વાગ્યા થી તૈયાર થઈ ને બેઠો છું કે તું ક્યારે આવશે.
વિશાખા આવી પહોંચી અને બંને તેમના રહેઠાણ તરફ જવા નીકળ્યા.
વિશાખા :- શું હર્ષિત કેવો રહ્યો આજ નો દિવસ?
હર્ષિત :- બસ સાંજ જલ્દી પડે તેની રાહ માં આજ નો દિવસ ખુબજ મોટો લાગ્યો.
વિશાખા :- ગઇકાલે પણ ગઝબ નો સંજોગ નીકળ્યો, આપણાં બધા વચ્ચે વર્ષો પુરાણા સંબંધો નીકળી આવ્યા. લાગે છે કે બે પેઢી વચ્ચે મિત્રતા ના સંબંધો રહ્યા છે. તારા મમ્મી અને મારા પપ્પા અને તારી અને મારી વચ્ચે, આપણાં લોકો ને મિત્રતા ના દોરે બાંધી રાખ્યા હતા અને કુદરત એ જૂની સંબંધો ને તાજા કરવા માટે જ તને લંડન ની સફરે મોકલ્યો હશે.
હર્ષિત :- હા કુદરત ની શું ઈચ્છા હશે તે કુદરત ને ખબર. હા આપણાં સંબંધ ની કશ્મકશ પર મે આજે થોડીક લાઈનો લખી છે. જો આપની મંજૂરી હોય તો ફરમાવું.
વિશાખા :- ઈર્શાદ
હર્ષિત :- તો પેશ છે થોડી લાઇન આપણાં સંબંધો ની કશ્મકશ પર
પ્રેમ અને મિત્રતા નો દોર તોડયો તૂટે નહીં
પતંગરૂપી મન ચકડોળે ચડયો છે
મારા થી સંભાળ્યો સંભળે નહીં.
એમ શાને થાય છે તારા વગર રહેવાય નહીં
ને વળી આ લાગણીને પ્રેમ પણ કહેવાય નહીં.
ખૂબ ઊંડેથી તને હું સાદ દઉં છું ને છતાં,
તું મળે પ્રત્યક્ષ ત્યારે ‘કેમ છે?’ પુછાય નહીં.
રાહ તારી જોઉં કે નીરખું કે હું ઝંખું તને,
ત્રણ ઘટનાઓથી આગળ આ કથા કંઈ જાય નહીં
હુંય એ જાણું જ છું કે તું બધું જાણે જ છે,
તુંય એ જાણે જ છે કે કંઈ બધું કહેવાય નહીં.
એટલી નાજુક છે તારી નિકટતા,
કે તને- એ તૂટી જાવાના ડરથી સ્પર્શ પણ કંઈ થાય નહીં.
એક દી તું આ નજરથી દૂર થઈ જાશે અને હું કહી પણ ના શકીશ કે કંઈ મને દેખાય નહીં..
આ બધું કેવી રીતે છે આ બધું શા કારણે ?
આ બધું કહેવાય નહીં. સહેવાય નહીં., સમજાય નહીં.
પ્રેમ અને મિત્રતા નો દોર તોડયો તૂટે નહીં
પતંગરૂપી મન ચકડોળે ચડયો છે
મારા થી સંભાળ્યો સંભળે નહીં.
વિશાખા :- વાહ વાહ અતિ સુંદર પણ કલાકાર મહાશય આપણાં સંબંધો મિત્રતા ના જ છે, તે આપ યાદ રાખશો.
હર્ષિત :- જી મેડમ, જેવો આપનો હુકમ.
વિશાખા :- લ્યો વાતો માં ઘર ક્યારે આવી ગયું તે ખબર જ ના પડી.
હર્ષિત હસતાં હસતાં હા હું છું જ મોટો વાતોડિયો.
-*-*-*-*-*-*
શિવ પણ આજે હર્ષિત ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો. જ્યાર થી તેને ખબર પડી હતી કે હર્ષિત તેના પ્રથમ પ્રેમ ઉર્વશી નો પુત્ર છે ત્યાર થી જ તે હર્ષિત ના ચહેરા માં ઉર્વશી નો ચહેરો શોધવા નો પ્રયાસ કરતો હતો. બીજું સ્વામીજી એ પણ કહ્યું હતું કે ઉર્વશી ના પુત્ર ને તું જે શક્ય હોય તે મદદ કરજે અને તારા પર જે ઉર્વશી અને તેના પરિવાર નું ઋણ છે તે ઉતારવા નો પ્રયાસ કરજે. ત્યાર થી બસ તેને હર્ષિત ના જ વિચાર આવતા હતા અને મનોમન ઘણી વાર તેણે હર્ષિત અને વિશાખા ને બાજુ બાજુ માં કલ્પી ને ખુશ થતો હતો. તેને લાગતું હતું કે જે મારા માટે શક્ય નો બન્યું અને ઉર્વશી સાથે બધા જોડાણ તૂટી ગયા હતા હવે તે હર્ષિત અને વિશાખા ના સ્વરૂપ માં બંધાશે.
હર્ષિત અને વિશાખા ત્યારે જ તેમના દિવાનખંડ માં પ્રવેશ્યા અને હર્ષિત એ શિવ ને ચરણસ્પર્શ કર્યા અને બોલ્યો જય શ્રી કૃષ્ણ અંકલ.
શિવ :- જય શ્રી કૃષ્ણ બેટા. આપણે ગઇકાલે ઘણી બધી વાતો રહી ગઈ હતી આજે હવે આપણી પાસે ઘણો જ સમય છે તો આરામ થી બધી વાતો થશે.
અચાનક શિવ ના મોબાઈલ માં રિંગ વાગી અને તેણે જોયું તો જય નો ફોન આવી રહ્યો હતો તેણે ફોન ઉપાડ્યો અને બોલ્યો જય શ્રી કૃષ્ણ બેટા, ત્યાં ચીન માં બધુ કેમ ચાલે છે? તું ત્યાં ગયો તે પછી કોઈ ફેર પડ્યો છે કે નહીં ?
જય :- નહીં પપ્પા, ત્યાં હું મિનિસ્ટર ને મળ્યો હતો પણ તેણે ફક્ત ગોળ ગોળ વાતો કરી, બીજું પપ્પા હમણાં ત્યાં બહાર જે કેમિકલ રિએક્શન જોવા મળે છે તેનો અભ્યાસ કરતાં એવું લાગી રહ્યું છે કે ત્યાં કોઈ બાયોલોજિકલ વેપન નું પરીક્ષણ થઈ રહ્યું છે અને વાતાવરણ માં જે રીતે ફેરફાર દેખાઈ રહ્યો છે તે જોતાં એ સ્પષ્ટ લાગી રહ્યું છે કે કોઈ ખતરનાક વેપન નું પરીક્ષણ થતું હશે જે માનવ જીવન માટે અતિ ખતરનાક સાબિત થશે, પપ્પા શું કરવું તે સમજાઈ નથી રહ્યું, હવે મને આપણાં યુનિટ ની કોઈ ચિંતા નથી પણ સમગ્ર માનવ જીવન ની ચિંતા થઈ રહી છે, આ ચીના ઑ નો કોઈ ભરોસો થઈ શકે તેમ નથી. મને એમ લાગે છે કે આપણે ભારત સરકાર માં આ વાત ખાસ જણાવવી જોઈએ, કેમ કે ચીન કોઈ પણ બાયોલોજિકલ વેપન બનાવશે તેનું ટેસ્ટિંગ તે આપણાં દેશ માં જ કરશે.
શિવ :- શું વાત કરે છે બેટા? આ તો ખુબજ ખતરનાક વાત છે. એક કામ કર તું હજી એક બે દિવસ ત્યાં બધા કેમિકલ ફેરફાર ના રીડિંગ લે અને મને ફરી એકાદ દિવસ માં કહે, પછી આપણે વિચારી એ કે આપણે આગળ શું કરવું. જો જરૂરરત લાગશે તો આપણે રો ને પણ જાણ કરીશું. તેના ચીફ વિજય કપૂર ને હું વર્ષો થી ઓળખું છું તો તે આપણ ને જરૂર વ્યવસ્થિત માર્ગદર્શન આપશે અને દેશ ને બચાવવા માટે ના જરૂરી પગલાં પણ લેશે. દેશ માં વિજય કપૂર જેટલું કોઈ ઈમાનદાર અને દેશભક્ત નહીં હોય તો તે તો તુરંત પગલાં લેશે.
જય :- જી પપ્પા, હું કાલે ફરી થી બધો અભ્યાસ કરી ને આપને જાણ કરીશ. જય શ્રી કૃષ્ણ પપ્પા. મમ્મી અને વિશાખા ને મારી યાદી આપજો, તે બંને સાથે હું આવતીકાલે ફોન કરીશ અત્યારે મારે અંહિયા થોડા કોન્ટેક્ટસ છે તેમને મળવા જવાનું છે.
શિવ એ જય શ્રી કૃષ્ણ બેટા કહી ને ફોન કાપી નાખ્યો.
વિશાખા :- પપ્પા શું થયું, જય ભાઈ શું વાત કરી રહ્યા હતા?
શિવ એ કહ્યું બેટા કઈ ખાસ નથી, થોડો ચીન વાળા યુનિટ માં પ્રોબ્લેમ ચાલી રહ્યા છે તેની ચર્ચા થઈ હતી.
વિશાખા :- પણ પપ્પા તમે તો રો અને તેના ચીફ ની વાત કરી રહ્યા હતા, તો કઈક તો સિરિયસ લાગે જ છે.
શિવ :- ના બેટા એવું કઈ ખાસ નથી. જય ને ત્યાં અમુક શંકા હતી તે માટે મે કહ્યું કે જરૂર પડશે તો આપણે રો નો કોન્ટેક્ટ કરશું.
વિશાખા :- ઓકે પપ્પા.
શિવ :- શું હર્ષિત બેટા કેમ છે? આપણે ગઇકાલે વાતો અધૂરી રહી ગઈ હતી. હા તો આપણે વાત ત્યાં અટકી હતી કે તું મેડિસિન માં સંશોધન કરવા માંગે છે અને ખાસ કરી ને હાઇપર સેસિટિવ ન્યૂમોનિટીસ બીમારી ની દવા માટે. તો બેટા તે એના માટે શું વિચાર્યું છે?
હર્ષિત :- અંકલ ખાસ કઈ નહીં પણ મારી માતા તેના કારણે અવસાન પામી હતી તો મને ઘણા સમય થી મન માં છે કે તે બીમારી ની કોઈ દવા શોધાય અને કોઈ ના પરિવાર નો માળો નો વીખઈ ના જાય. પણ મારી પાસે એવી કોઈ વિશાળ તક નથી કે હું કઈ ખાસ કરી શકું.
શિવ :- એ તક હું તને આપું તો ?
હર્ષિત :- શું વાત કરો છો અંકલ, આ વાત તો મારા માટે ખુબજ મહત્વ ની છે મારા સ્વપ્ન ને પૂર્ણ કરવા માટે.
શિવ :- અમારા મુંબઈ અને ચીન ના યુનિટ માં આ અંગે જરૂરી બધી સગવડતા છે. પણ હું તને હમણાં ચીન નું એટલા માટે નહીં કહું કેમ કે ત્યાં અત્યારે ઘણા બધા પ્રોબ્લેમ ચાલી રહ્યા છે અને હું તને કોઈ જોખમ માં નથી માંગતો.
હર્ષિત :- અંકલ આપના લંડન ના યુનિટ માં શક્ય નો બને?
શિવ :- નહીં બેટા અંહિયા અમારે રિસર્ચ અને ડેવલપમેન્ટ વિભાગ છે જ નહીં અને અંહિયા અમે લોકો એ મેઇન એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ રાખી છે જેથી અમારા ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ પર વ્યવસ્થિત ધ્યાન રહે અને અમુક દેશ માં ભારત ના સીધા એક્સપોર્ટ પર ઘણા બધા પ્રતિબંધો અને ઊંચા ટેક્સ ના દર પણ છે, તો તે બધી જગ્યા માટે અમે અંહિયા થી એક્સપોર્ટ મેનેજ કરી એ છીએ.
હર્ષિત :- ઓકે અંકલ, મને એમ હતું કે આપના સાનિધ્ય માં રહી ને હું ઘણું શીખી શકીશ તેથી લંડન નું કહ્યું હતું. પણ અંકલ હું મુંબઈ ને બદલે ચીન જવાનું પસંદ કરીશ, જો આપ મને આપના છત્રછાયા માં કઈક શીખું તેવી તક આપતા હોય તો.
શિવ :- પણ બેટા ત્યાં અત્યારે ઘણા બધા પ્રોબ્લેમ ચાલી રહ્યા છે તો હું નથી ઈચ્છતો કે તું કોઈ મુસીબત માં મુકાય અને તને કઈ થાય તો હું ઉર્વશી નો મોટો ગુનેગાર બનું.
હર્ષિત :- નહીં અંકલ એવું કઈ નથી, પણ અંકલ જો આપ કહી શકતા હોય તો તો કહેશો કે ચીન માં શું પ્રોબ્લેમ ચાલી રહ્યા છે, કદાચ હું કોઈ મદદ કરી શકું અથવા મને પણ ખ્યાલ આવે કે ત્યાં મારે કઈ પરિસ્થિતિ નો સામનો કરવાનો છે.
શિવ એ હર્ષિત અને વિશાખા ને જય સાથે થયેલી બધી વાત કહી અને કહ્યું બેટા એટલેજ હું તને ત્યાં જવાનું નથી કહી રહ્યો.
હર્ષિત :- અંકલ જો આપ મને મોકો આપવા માંગતા હોય તો હું હવે તો ચીન જવાનું જ પસંદ કરીશ, કેમ કે ત્યાં મને રિસર્ચ કરવા પણ મળશે અને કદાચ હું ત્યાં યુનિટ ને આ મુસીબત માં મદદ પણ કરી શકીશ. અંકલ હું એક વિનંતી કરીશ કે જો આપને કોઈ તકલીફ નો હોય તો હું ત્યાં મારા એક મિત્ર ને લઈ ને જવા માંગુ છું. તે કેમિકલ એક્સપર્ટ છે અને સાથે સાથે સહુ થી મોટી ક્વોલિટી એ છે કે તે ભારત નો અગ્રગણ્ય એથિકલ હેકર છે તો તે ત્યાં સાથે હશે તો ખૂબ જ મદદરૂપ થશે.
શિવ :- ઓકે બેટા, તને જે ઠીક લાગે તેમ. તો ક્યારે જવું છે ત્યાં બેટા?
હર્ષિત:- અંકલ બસ એક વીક નો સમય આપો, હું લંડન જોઈ લઉં અને થોડા બીજા મારા અંહિયા ના કરાર છે તે પણ પૂર્ણ થઈ જાય.
શિવ :- ઓકે બેટા, ઓલ ધ બેસ્ટ.
-*-*-*-*-*-*