"જોસેફ .. જોસેફ.." દુબેજીએ કહ્યું.
"હ..હા.." જોસેફને જાણે સામંથા કંઈક કહેવા માંગતી હતી.
"હવે ત્રીજા મૃતદેહને પણ જોઈ ખાતરી કરી લે કે એ તમારી પુત્રી મારિયા જ છે?" દુબેજીએ કહ્યું.
જેમ જ જોસેફ મારિયા ના મૃતદેહને જોવે છે તો મારિયા અચાનક જ ઊભી થઈ જોસેફને પ્રશ્ન કરવા લાગી:
"પપ્પા તમે કેમ ન આવ્યા? અમારી મદદ કેમ ન કરી?"
"જોસેફ.. જોસેફ.." દુબેજીએ જોસેફને પુછ્યું.
"હ.."જોસેફ જાણે ઊંઘ થી ઊઠ્યો.
"શું વિચાર કરી રહ્યો હતો? બીજા લોકો પણ ચકાસણી કરવા માટે લાઇનમાં ઊભા છે." દુબેજીએ સમજાવ્યું.
"મારિયા મને કંઈક કહી રહી હતી. એ ઊભી થઈ હતી." જોસેફે જણાવ્યું.
"હું તારી માનસિક હાલત સમજી શકું છું. પણ હાલ આ સમય આ બધી વાતચીત કરવા માટે નથી." દુબેજીએ સમજાવ્યું.
જોસેફ ખુબ જ ભારી હ્રદય સાથે મારિયાના મૃતદેહ પર સફેદ ચાદર પાછી ઢાંકી દે છે પણ અચાનક જ ક્યાંક થી અતિશય હવા વહેવા લાગી અને મારિયા સહિત ઘણા મૃતદેહની ઉપર ની સફેદ ચાદર ઊડવા લાગી.
એક પછી એક મૃતદેહો ની પરિવારજનો દ્વારા ઓળખાણ થઈ ગયા પછી તેમના ધર્મ પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જોસેફ સાવ સ્તબ્ધ થઈ ગયો હતો. એ શોકમાં ગરકાવ હતો. એ સમજી જ ન શક્યો કે એક જ પળમાં તેના પરિવારના ટુકડાઓ થઈ ગયા.
રાત્રે દુબેજી જોસેફ ના હોટેલ રૂમમાં તેને મળવા માટે પહોંચી ગયા. જોસેફ ચુપચાપ પોતાના બેડ પર પડ્યો હતો અને જાણે કંઈક કરવા માંગતો હોય એમ વિચાર કરતો હતો.
"દુબેજી આવો. કોઈ ખબર પડી આતંકવાદીઓ વિષે?" જોસેફે પુછપરછ કરી.
"સર્ચ ઓપરેશન ચાલુ જ છે. ત્રણ થી ચાર બીજા ખુંખાર આતંકવાદીઓ મૃત્યુ પામ્યા. "દુબેજીએ સમજાવ્યું.
ત્યારે જ દુબેજીને ફોન આવ્યો. દુબેજી ના ઉપરી અધિકારી નો ફોન હતો.
"તમે હમણાં જ ગુલમર્ગ પોલીસ સ્ટેશન પર રિપોર્ટ કરો. આ હત્યાકાંડ માં સામેલ બે આતંકવાદીઓ ગુલમર્ગ ના જ એક ગામની અંદર છુપાયેલા હોવાની બાતમી મળી હતી. "
"જી સર." દુબેજીએ જવાબ આપીને ફોન મુક્યો.
"જોસેફ બે આતંકવાદીઓ ગુલમર્ગ ના જ એક ગામમાં સંતાયેલા હોવાની વાત મળી હતી. હું જમ્મુ કાશ્મીર પોલીસ સાથે સેના ના જવાનો લઈને એમને મોતના ઘાત ઉતારીને તને મળું." દુબેજીએ સમજાવ્યું.
"હું પણ આવવા માંગું છું." જોસેફે કહ્યું.
"ના. તું કોઈ સૈનિક નથી. આ મિશન ખતરનાક સાબિત થઈ શકે." દબેજીએ કહ્યું અને હોટલ થી નીકળી ગયા. એ રાત્રે જોસેફ આખી રાત પડખાં ફેરવતો રહ્યો પણ તેને ઊંઘ ન આવતી.
જેમ જ આંખો બંધ કરતો એ જ મારિયાની ચીસ તેના કાનોમાં ગુંજી ઉઠતી. એ સાથે જ સામંથા પણ ગુસ્સે થઈ તેને પુછતી કે કેમ એકલો રહી ગયો? જોસેફ ની આંખો થી અશ્રુધારા વહેતી જ રહેતી.
ગુલમર્ગ નું એક ગામ
જે ઘરમાં આતંકવાદીઓ સંતાયેલા હોવાની બાતમી મળી હતી એ ઘર પર્વતો ની વચ્ચે સ્થિત હતું. ચારેય તરફ ઝાડીઓથી ઘેરાયેલું એ ઘર ખરેખર જર્જરિત અવસ્થામાં હતું. રાત્રે ત્રણ વાગ્યા ના સમયે દુબેજી પોતાની ટીમ સાથે એ ઘરના સામેની તરફ પહોંચી ગયા.
ઘોર અંધકાર વચ્ચે એ ઘરમાં ફાનસ નું આછું અજવાળું પથરાયેલું હતું. દુબેજીએ પોતાની ટીમને ઓપરેશન વિષે સમજાવતા કહ્યું:
"આપણે પાછળની તરફથી તેમને નહીં પકડી શકીએ કારણકે ત્યાં ભાગવા માટે કોઈ રસ્તો નથી. એ લોકો ભાગવા માટે આગળ ની તરફથી જ પ્રયત્ન કરશે. હું એકલો સામેથી જઈને દરવાજો ખોલવા માટે નો પ્રયત્ન કરીશ.
જેવો હું દરવાજો ખોલી તમારે મને કવર ફાયર આપવાનો રહેશે. કારણકે એ લોકો ઊઠીને સીધા જ ફાયરિંગ કરી શકે. હું લાત મારીને દરવાજો ખોલીશ. "
બધાએ હામી ભરી. ઘોર અંધકાર વચ્ચે એ જર્જરિત મકાનમાં કંઈ દેખાતું ન હતું. દુબેજીએ પોતાની જાતને સંભાળી ધીમે ધીમે આગળ વધવાનું શરૂ કર્યું. આ તરફ જોસેફ ને પણ અચાનક જ ઊંઘ ચઢી ગઈ.
દુબેજી ધીમે ધીમે ઝાડ ના પત્તાઓ પર પગ મૂકી આગળ વધવા લાગ્યો અને ટીમ ખુબ જ બારિકાઈ થી મકાન પર નજર રાખી બેઠી હતી. એક બે ત્રણ..દુબેજી મકાનના મુખ્ય દરવાજા પાસે પહોંચી ગયા.
દુબેજીએ પોતાના હાથથી એક બે ત્રણ એમ કાઉન્ટ કરીને જેમ જ દરવાજો ખોલ્યો તો અચાનક જ થયેલા અવાજથી એક આતંકવાદી કે જે ઘરમાં ઉપરની તરફ હતો એ કુદકો લગાવી પાછળ પર્વત ની શિલા પર ભાગવા લાગ્યો.
હજી તો કવર ફાયરીંગ કરી શકાય એ પહેલાં જ દરવાજા સાથે બાંધવામાં આવેલો લેન્ડ માઈન નો કેબલ દરવાજો ખુલતા જ ફાટ્યો અને પાછળ આખી ટીમ ધડાકાનો શિકાર બની. દુબેજી પણ હવામાં ફંગોળાઈ ગયા.
ક્ષણભરમાં શું થયું એ વિષે દુબેજી સમજી જ ન શકયા અને ધડાકાભેર મકાન પણ ઊડી ગયું અને પેલો આતંકવાદી પણ બચીને ભાગી ગયો.
"એ..એ.."જોસેફે અચાનક જ ચીસ પાડી. એ ક્યારે ઊંઘી ગયો એને જ ખબર ન હતી.
"શું આ સ્વપ્ન હતું?" જોસેફે પોતાની જાતને પ્રશ્ન પુછ્યો.
જોસેફે સીધા જ દુબેજીના ફોન પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ જ ફાયદો ન થયો. એ ઘણી વખત પ્રયત્ન કરીને થાકતા છેલ્લે પોલીસ કર્મચારીને ફોન કરીને પોતાના સ્વપ્ન વિષે વાતચીત કરે છે. પણ કોઈ જોસેફ ની વાત પર ધ્યાન નથી આપતું.
થોડીવાર પછી જ પોલીસને ગામવાળા રાત્રે બનેલી ગોઝારી ઘટનાની જાણ કરતા તાબડતોબ પોલીસ કર્મચારી અને સેના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા.
જેમ જ ઘટનાસ્થળે પહોંચી જોવે છે તો પોલીસને ખ્યાલ આવ્યો કે આતંકવાદીઓ ને પહેલાથી જાણ હતી કે તેમને શોધતી સેના કે પોલીસ વિભાગ ગમે ત્યારે હુમલો કરી શકે. એટલે જ તેમણે લેન્ડ માઈન બિછાવી રાખી હતી અને દુબેજી જેમ જ દરવાજો ખોલ્યો તો એ સ્વીચ એકટીવ થતાં જ બહાર ઊભેલા પોલીસ તેમજ સેનાના કાફલા પર ધમાકો થયો.
જોસેફ ની વાત પોલીસ કર્મચારીને યાદ આવી ગઈ. પણ જોસેફ આટલી બધી દૂર હોવા છતાં કેવી રીતે પોતાની ઊંઘમાં આ બધું જ સમયસર જોઈ શક્યો? પોલીસ કર્મચારી ને કંઈક આશંકા લાગી.
એણે પોલીસ સ્ટેશન પહોંચી જોસેફ ને બોલાવ્યો.
"આ વાત ફક્ત તમારી અને મારી વચ્ચે જ રહેવી જોઈએ." પોલીસ કર્મચારીએ કહ્યું.
"શું થયું?" જોસેફે પુછ્યું.
"તમારા મિત્ર દુબેજી આતંકવાદીઓ ને પકડવા જતાં જેમ તમે વર્ણન કર્યું એ પ્રમાણે જ વીરગતિ પામ્યા." પોલીસ કર્મચારીએ કહ્યું.
"શું?" જોસેફ હતપ્રભ બની ગયો.
"હા તમે કેવી રીતે આ બધું જાણી શક્યા એ મને પણ ખબર નથી. પણ આ વાત કોઈને કહેતા નહીં બાકી તમને જ આતંકવાદી સમજી લેશે." પોલીસ કર્મચારીએ કહ્યું.
"એ તો હું જ સમજી શકું કે મારી સાથે કેવી વિચિત્ર ઘટનાઓ બની રહી છે?" જોસેફે કહ્યું.
"પણ તમે હમણાં જ કશ્મીર છોડીને ચાલ્યા જાવ. એમાં જ તમારી અને મારી બન્નેની સલામતી રહેશે." પોલીસ કર્મચારીએ કહ્યું.
"પણ સર?" જોસેફે પુછ્યું.
"બસ આ એક ઓર્ડર છે. " પોલીસ કર્મચારીએ કહ્યું.
"ઠીક છે સર. હું શું કરું? આ કદાચ મારી છેલ્લી કશ્મીર યાત્રા હશે. મારે જીવવું જ નથી." જોસેફ પોતાના લમણે પોલીસ કર્મચારીની પિસ્તોલ મુકે છે.એ જ વખતે તેને વિચિત્ર અવાજ સંભળાયો.