Dhwani Shastra - 10 in Gujarati Horror Stories by Maulik Vasavada books and stories PDF | ધ્વનિ શસ્ત્ર - ભાગ 10

Featured Books
Categories
Share

ધ્વનિ શસ્ત્ર - ભાગ 10

"જોસેફ દરવાજો બંધ કર." ડોક્ટર પ્રતિભાએ ખોવાયેલા જોસેફ ને સમજાવ્યો.

"હા." જોસેફ હોશમાં આવ્યો.

જોસેફે દરવાજો બંધ કરતા જ ડોક્ટર પ્રતિભા લાઈટો ચાલુ કરી ચારેય તરફ કાળી ફિલ્મ ની પટ્ટી ચઢાવી દે છે. જોસેફ તો હતપ્રભ જ રહી ગયો. એ દિવસે તો ફક્ત બે જ રૂમ દેખાયા હતા. પણ આ તો ખુબ મોટું કક્ષ હતું.

એક પેસેજ થી આગળ વધતા જ એ રૂમ આવ્યો કે જ્યાં ડોક્ટર મજમુદાર અને હાડપિંજર પડ્યું મળી આવ્યું. એ રૂમ ની આગળ જ નીચે સીડીઓ જતી હતી. 

"ડોક્ટર પ્રતિભા આ રૂમ ક્યાં પુરો થાય છે?" જોસેફે પ્રશ્ન કર્યો.

"આ જે ટેસ્ટ કેસ હોય એને બેસાડીને  સંભળાવા માટે ની જગ્યા હતી. આપણે સામે કાચ ના રૂમમાં ‌બેસીને તેની પર પડતાં જુદા જુદા અસરો વિષે માહિતી મેળવી પછી લખવાનું હતું.

જુદા જુદા પ્રકારના ટયુનિગ પોર્ટે એવા સાધનો હતાં કે જેનાથી જુદી જુદી પ્રકારની તરંગ ધ્વનિ પેદા કરી શકાય. પછી આ જ કેસ ને કેવી રીતે આ ધ્વનિ અસર કરે છે તે બધું જ આપણે રેકોર્ડ કરવાનું છે." ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.

"જોસેફ.. જોસેફ.." અચાનક જ જોસેફ હતપ્રભ બની ગયો.

"શું થયું તને?" ડોક્ટર પ્રતિભાએ પુછ્યું.

"મને હમણાં જ મારું નામ કોઈ બોલાવતું હોય એમ લાગ્યું." જોસેફે જણાવ્યું.

"ક્યાં થી અવાજ આવ્યો?" ડોક્ટર પ્રતિભાએ પુછ્યું.

જોસેફ નીચે જતી સીડીઓ તરફ ઈશારો કરે છે. ડોક્ટર પ્રતિભાએ લાઈટો ચાલુ કરતાં નીચે કોમ્પ્યુટર ની લાઈટ ચાલુ હોવાનું ખબર પડે છે.

"એ શું છે?" જોસેફ હતપ્રભ બની પુછે છે.

"આ તો મને પણ ખબર નથી." ડોક્ટર પ્રતિભાએ નીચે જઈ જોયું.

એક નાનકડા ચેમ્બરમાં લાલ રંગની લાઈટ ચાલુ હતી અને ખુરશી સાથે બાજુમાં જ કોમ્પ્યુટર પર જુદા જુદા પ્રકારની ધ્વનિ વાગી રહી હતી અને એ જ ધ્વનિ ના ગ્રાફ બાજુના પ્રિન્ટર થી છપાઈ રહ્યા હતા.

"બંધ કરો." ડોક્ટર પ્રતિભાએ અચાનક જ તીણો અવાજ સાંભળી જોસેફને સમજાવ્યું.

જોસેફ તરત જ કોમ્પ્યુટર બંધ કરી દે છે. આખા વાતાવરણમાં નીરવતા વ્યાપી ગઈ. ડોક્ટર પ્રતિભાએ કોમ્પ્યુટર નજીક ના જ પ્રિન્ટર પરથી આવતી કોપીઓ જોઈ પોતાની સાથે જોસેફ ને બેસાડ્યા પછી ગ્રાફ ની ચકાસણી શરૂ કરી.

"આ તો એક જ ધ્વનિ ગતિ છે. પણ એ વારંવાર પોતાની રીતે જ વાગતી હતી." ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.

આખી રાત જોસેફ અને ડોક્ટર પ્રતિભાએ પોતાના પાસે રાખેલા સાધનો થી આ અજાણી જ ધ્વનિ ના તરંગો વિષે માહિતી મેળવવા માટે પ્રયત્ન કર્યો. 

"જોસેફ શું ખબર પડી?" ડોક્ટર પ્રતિભાએ પુછ્યું.

"આ માધ્યમને આપણે શોધવું મુશ્કેલ છે. એ સતત આ પ્રકારની અતિ શ્ર્વ્ય ધ્વનિ તરંગો નું ઉદગમ સ્થળ છે. આ ધ્વનિ તરંગો ૧૮ હર્ટઝ જેટલી તરંગ ગતિ ધરાવે છે અને ખુબ જ લાંબી તરંગ ગતિ ધરાવે છે."જોસેફે જણાવ્યું.

અચાનક જ જોરથી એલાર્મ વાગ્યો અને સવાર પડી હોવાની ખબર પડવાથી ડોક્ટર પ્રતિભાએ જોસેફને ફટાફટ બધું જ બંધ કરી પોતાની સાથે ગ્રાફ અને ફાઈલ લઈને પાછું ઓફીસ માં આવવા માટે હુકમ કર્યો.

જોસેફ અને ડોક્ટર પ્રતિભા બધી જ સ્વીચ અને પાવર સોર્સ બંધ કરીને દરવાજો બંધ કરી મુખ્ય ઓફીસ માં પહોચી ગયા. પણ ભોંયરામાં પેસેજ ની લાલ લાઈટ હજીય ચાલુ બંધ થઈ રહી હતી. એ જ વખતે કોમ્પ્યુટર પણ જાતે જ ચાલુ થઈ તે ધુન વગાડે છે.

મહિપાલ સિંહ સિક્યોરિટી ગાર્ડ સાથે ફેક્ટરી માં પ્રવેશ કરવા માટે ચર્ચા કરી રહ્યો હતો પણ સિક્યોરિટી ગાર્ડ ને કડક સુચના હોવાથી ડોક્ટર પ્રતિભાની રજા વગર કોઈ ને પણ ફેક્ટરી કેમ્પસ માં રાત્રે પ્રવેશ આપવા માટે ના પાડવામાં આવી હતી.

"જોસેફ તું ફટાફટ ટેકસીમાં નીકળી જા. પણ તને બીજા રસ્તા થી લઈને જવામાં આવશે." ડોક્ટર પ્રતિભાએ માહિતી મળતાં સમજાવ્યું.

"ઠીક છે." જોસેફ પોતાની સાથે કોઈ પણ જાતનો સામાન લીધા વગર જ ટેક્સી ડ્રાઈવર ના સ્વાંગ માં આવેલ સેના અધિકારી સાથે નીકળી ગયો. આ તરફ મહિપાલ સિંહે પણ ધૈર્ય જતું કરીને બળજબરીથી ફેક્ટરીમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરતા ડોક્ટર પ્રતિભાએ તેમને મળવા માટે બોલાવ્યા.

મહિપાલ સિંહને તેની ટીમ સાથે ડોક્ટર પ્રતિભા ની ઓફીસ બહાર જ રોકી દેવાયો. મહિપાલ સિંહ ખુબ ગુસ્સે ભરાયો. પણ એ શું કરી શકે?

થોડીવાર પછી જ ડોક્ટર પ્રતિભાએ તેને એકલા ને અંદર બોલાવ્યો.

"મહિપાલ સિંહ આ શું ખરાબ પ્રકારના વર્તન નું પ્રદર્શન છે. સેના ના કેમ્પસ માં આમ પોલીસ અધિકારી વર્તન કરે એ શું સારું લાગે?" ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.

"મને પોતાના કેસને લગતી કામગીરી કરતા રોકવામાં આવ્યો. એ સેના હોય કે બીજું એ ન ચાલે." મહિપાલ સિંહે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું.

"તમે ડોક્ટર મજમુદાર ના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. પછી શું રિપોર્ટ આવ્યો? " ડોક્ટર પ્રતિભાએ પુછ્યું.

"એ જ કે તેમણે આત્મહત્યા નથી કરી. તેમના શરીર પર કોઈ જાતના શારિરીક ઘાવ ન હતા પણ માનસિક રીતે તેમને ટોર્ચર કરવામાં આવ્યા. એ ભોંયરામાં જ કંઈક છે." મહિપાલ સિંહે જણાવ્યું.

"કેવી રીતે તમે કહી શકો?" ડોક્ટર પ્રતિભાએ પુછ્યું.

"હું જાણું છું કે તમે પણ આ મિશન ના ભાગ છો. કોઈ આત્મહત્યા કરે તો એના કાનથી લોહી કેવી રીતે આવી શકે? " મહિપાલ સિંહે પુછ્યું.

"એ જણાવવામાં મને કોઈ રસ નથી. જ્યાં સુધી તમારી પાસે કોઈ પુરાવા કે સર્ચ વોરંટ નથી ત્યાં સુધી આ કેમ્પસમાં બળજબરીથી ઘુસવા માટે પ્રયત્ન ન કરવો." ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.

"ઠીક છે. પોલીસ પોતાનું કામ કરતી જ રહેશે. પણ‌ તમે ધ્યાન રાખજો." મહિપાલ સિંહ પણ‌ ચીમકી આપી નીકળી ગયો.

જોસેફને બીજા રસ્તાથી રૂમ પર પહોંચાડી દેવાયો. જોસેફ ઘરમાં પહોંચી ખુબ થાકી ગયો હતો. એક તો‌ એણે પહેલી વખત જ આખી રાત નોકરી કરી હતી અને ભોંયરામાં તેને ખુબ ભય પણ લાગી રહ્યો હતો.

જોસેફ થોડો નાસ્તો કરીને પછી સુઈ ગયો.‌એ ગાઢ નિદ્રામાં હતો એ વખતે જ તેણે પોતાની દીકરીનો અવાજ સાંભળ્યો.

"પપ્પા મને કેમ ન બચાવી? પપ્પા તમે અમને એકલા મોકલી દીધા. કેમ પપ્પા?" 

જોસેફ સફાળો ઊઠી ગયો. પણ ત્યાં કોઈ જ ન હતું. જોસેફ પોતાની જાતને સંભાળી ફરીથી ઊંઘ લેવા માટે પ્રયત્ન કરે છે પણ વારંવાર કોઈ અવાજ તેને સહેલાઈથી ઊંઘવા દેતો ન હતો.

એ જ વખતે દરવાજા પર કુતરા ના ભસવાનો અવાજ આવતા જોસેફ ઊઠીને દરવાજો ચેક કરવા માટે જાય છે.દરવાજા પર મહિપાલ સિંહ ને જોતા જોસેફ હતપ્રભ બની ગયો.

"સર આપ?" જોસેફ પુછે છે.

"તારા ઘરનું સર્ચ વોરંટ છે. " મહિપાલ સિંહે જણાવ્યું.

"શું કરવા? હું તો માત્ર ત્યાં નોકરી કરું છું." જોસેફે જણાવ્યું.

"એ તો આ કુતરાને ખબર.." મહિપાલ સિંહ કુતરા ની સાથે જોસેફ ના ઘરમાં ઘુસી ગયો અને ટીમ ને આખા ઘરની ઉલટ તપાસ કરવા માટે આદેશ આપ્યો.

કુતરો વારંવાર કબાટ પાસે પહોંચી જોરથી હસવા લાગ્યો.મહિપાલ સિંહ કુતરા ને બાજુ માં રાખી જોસેફ થી કબાટ ખોલીને તપાસ કરવા માટે સમજાવે છે.કુતરો અંદર ધસી જતા એક ફોટો ફ્રેમ નીચે પાડી દે છે.

"આ કુતરાને કોઈ તીણો અવાજ સંભળાય છે." મહિપાલ સિંહે જણાવ્યું.