AnokhiSafar - Amavasyathi Purnima Sudhi... - 14 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -14

Featured Books
Categories
Share

અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -14

“ સાવી..અમારાં માટે મારા પાપાનું અચાનક અવસાન ખુબ મોટી ખોટ હતી..હું તો સાવ ભાંગી પડી
હતી..મારી આંખો રડી રડી થાકી સાવ કોરી થઇ ગઈ હતી..આંસુ પણ હવે સાથ નહોતા આપતા. ખુબ કઠિ ન સ્થિતિનો સામનો કરી રહી હતી..મને ખબર નહોતી કે આ આઘાત પછી વધુ નિર્દયી ઘાત પચાવવાના છે ના
સહેવાય એવું જોવાનું… સહેવાનું છે. સાવીએ પૂછ્યું  "સારા..કેમ આનાથી વધુ દુષ્કર શું હોઈ શકે?” સારાએ
કહ્યું“ એજ કહું છું જેણે મારા જીવનમાં..મારા વિચારોમાં આમૂલ પરિવર્તન આવ્યું હું મારા પાપાની લાડકી …મારી મોમની આંખમાં ખૂંચવા લાગી હતી..હું એ વાત પર આવવા માંગુ છું પણ..કહેતાંય મને પીડા થઇ રહી છે સાવી.. “ મારાંપાપાની અકાળે આકરી વિદાય પછી ..15 દિવસ વિધિ વિધાનમાંગયાં.. કહેવાતા સગાંવાહલાં વહેવાર સમજાવી વિદાય થયા અને મને મારી માં નું અસલ સ્વરૂપ જોવા મળ્યું..કોઈ સ્ત્રી આવી હોય ? હું તને કયા શબ્દોમાં કહું સાવી ? મારી માંને મારાં પાપાની હયાતીમાં પણ પેલા બિલ્ડર કોન્ટ્રાકટર ગોવિંદ મહાત્રે સાથે વિષયી સબંધ હતાં જે મને પાપાનાં ગયા પછી ખબર પડી..પાપા ટુર પર જતા ત્યારે એ રંગરેલિયા મનાવતી..સગાંવાહલાં ખરખરો કરી વિદાય થયા અને માંનું પોત પ્રકાશ્યું..પેલો મહાત્રે સીધો ઘરમાંજ નફ્ફટની જેમ આવેલો. મને કહે બેટા તું ચિંતા ના કરીશ હું છું ને તારી બધીજ જરૂરિયાત પુરી કરીશ.. તારું ધ્યાન રાખીશ,,ભલે તોરસેકર નથી રહ્યા પણ હું બેઠો છું..તને ભણાવીશ બધા ખર્ચ કરીશ.. તને તારી માં ને સંભાળી લઈશ..
“ સાવી નિષ્ઠુર અને બેશરમ મારી માં હસીને મને મનાવી રહી હતી કે સરલા તારાં પાપા આપણને છોડીને ગયા પણ ગોવિંદ અંકલ બધું ધ્યાન રાખશેજ જો અહીં નવા મલ્ટીસ્ટોરીડ ફ્લેટ બનશે આપણને બધી ફેસેલીટી વાળો 3 બેડરૂમનો નવો ફ્લેટ મળશે ઉપરથી 50 લાખ રૂપિયા..આપણને તો 20 લાખ થી 25 લાખ વધુ આપશે..તને ભણવા હું એબ્રોડ મોકલી શકીશ.. બધું નક્કી થઇ ગયું છે. સોસાઈટીના બધા મેમ્બર તૈયાર થઇ ગયા છે. ગોવિંદ અંકલજ બાંધકામ કરવાના છે..તને તારો ભવ્ય બેડરૂમ જુદો મળશે કોઈ ખોટ નહીં રહે આપણે સુખ શાંતિથી નિશ્ચિંત જીવી શકીશું.”
“ મારું કોલેજનું છેલ્લુંવર્ષ પૂરું થયું અને મારી માંએ સીધું ફરમાન કર્યું “સરલા તારા માટે આગળ ભણવા
મેં બધી વ્યવસ્થા કરી લીધી છે ગોપાલજીએ બધી તપાસ કરી લીધી છે..મને માન્યામાં નહોતું આવતું કે મારી માં મને આમ દબાણથી કેમ મોકલે છે?” મેં માં ને કીધું“ માં આપણે એકલા જ છીએ હવે.. હું અને તું પાપા પણ નથી હું અહીંજ ભણીશ આગળ..મારે ક્યાંય નથી જવું..પછી તારું ધ્યાન કોણ રાખશે? “ મનોમન મને બધી ખબર હતી..છતાં મારે એનો જવાબ લેવો હતો..મને કહે સરલા હું સ્વાર્થી ના થઇ શકું..તારા પાપા હોત તો તને બહાર ભણવા મોકલતાંજ ..એમની ઈચ્છા હતી તું નવું વિશ્વ એક્સપ્લોર કરે..દુનિયા જુએ..હું એમની ઈચ્છા પુરી કરું છું...રહી મારી વાત તો હું હજી સક્ષમ છું મારું ધ્યાન રાખી શકીશ..તારા પાપા ખુબ મૂકી ગયા છે વળી રિડેવલોપમેન્ટમાં નવો ફ્લેટ અને આટલા બધા પૈસા મળવાના પછી ચિંતા શું છે ? અને સોસાયટીમાં બધી કમ્પની છેજ અને ગોપાલ અંકલ પણ ખુબ કાળજી લેછે.”
“ સાવી… ગોપાલ અંકલનું ચરિત્ર બિલકુલ સારું નહોતું ખબર હતી..એલોકો ઉઘાડેછોક સબંધ રાખતા
હતા.. એમાં એક દિવસ હું મારી કોલેજથી ઘરે જતા લેટ થઇ..એ દિવસે વરસાદ પણ ખુબ હતો બધે પાણી ભરાયા હતા અમુક ટ્રેન કેન્સલ થઇ હતી હું એટલી લેટ ઘરે પહોંચી..કોઈ લાઈટ ચાલુ નહીં..હું પગથિયાં ચઢી દરવાજા પાસે પહોંચી તો દરવાજો લોક હતો.. મને ઘરમાં હસવાનો અવાજ આવી રહેલો હું સાવધ થઇ ..કમ્પાઉન્ડમાં જઈ બારીમાંથી રૂમમાં જોયું..સાવી.. મારી માંને આટલી હલકટ ક્યારેય નહોતી જોઈ..પેલા મહાત્રેની બાહોમાં હતી સાવ નિર્વસ્ત્ર…અને એલોકોના બિભસ્ત હાવભાવ અને ગંદી ચેષ્ટાઓ જોઈ હું સાવ હેબતાઈ ગઈ હતી.. મારી આંખોમાં ગુસ્સા અને ખુન્ન્સના આંસુ ધસી આવ્યા..હું પછી આગળ દોડી ગઈ..મુખ્ય દરવાજો જોર જોરથી ખખડાવ્યો..બેલ માર્યા ..બૂમો પાડી..રીતસરની ચીસો પાડી.. માંમાં.. મારાથી સહેવાતું નહોતું એ ગંદુનિ ર્લ્લજ દ્રશ્ય આંખોથી હટતું નહોતું. હું બારણા ઠોકતી ઉભી રહી..રડતી રડતી મારા મોઢામાંથી પાપા પાપા નીકળી રહ્યું હતું ".

મારી માંનું હૃદય એટલું નફ્ફટ અને નિર્લ્લજ થઇ ચૂક્યું   હતું સાવિ..કેટલીયે વાર પછી એને દરવાજો ખોલ્યો.. ઉપરથી મને ધમકાવી કે સરલા તું કેમ બૂમો પાડે થોડી ધીરજ નથી તારામાં..મને અંદર લઇ કહે અંદર
અંકલ છે બધી કેશ આપવા આવ્યા છે એ ગણી રહી હતી..એનાં સરાસર જૂઠાણાં પર મને ગુસ્સો આવ્યો મેં અંદર તરફ જોયું તો પેલો ડામીસ કપડાં પહેરી શાંતિ થી મોટી બેગ સાથે બેઠો હતો.. એ ઉભો થયો મારી સામે ગંદી નજરે જોઈ બોલ્યો..આવી ગઈ બેટા ? તું પણ હવે મોટી થઇ ગઈ.. તારું શરીર ભરાવદાર અને આકર્ષક થઇ ગયું છે..સાવી.. મારાથી રાડ નંખાઈ ગઈ..” એય ઘાટા નિકળ મારા ઘરમાંથી બહાર..યુ ચિપ..ત્યાં મારી માંનો લાફો આવ્યો મારા ગાલ પર.. પેલો હસતો ચીઢતો બહાર નીકળી ગયો.

“એનાં ગયા પછી મારી માં મને કહે છે સરલા તને મોટા નાનાં નું કઈ ભાન છે કે નહીં ? આવું તું કેવી
રીતે બોલી શકે? એ તારા બાપની જગ્યાએ છે. મારો ગુસ્સો હાથ ના રહ્યો મેં કીધું..” માં હું તને શું કહું માં કે
છીનાળી તને..ચુડેલ પણ એક ઘર છોડી દે છે તેતો તારુંજ ઘર બરબાદ કર્યું.. મને જ્ઞાન આપે છે સારા નરસાનું? મેં બધું જોયું છે તમારી નગ્ન લીલા બધી… જાણે પેલો કોઠા પર આવ્યો હોય એમ તને એના ખોળામાં સાવ નાગી કરીને બેસાડી હતી..મેં મારી આંખે તને જોઈ છેસાલી છિનાળ …મારો મારાં પર કાબુ નહોતો હું શું બોલી રહી હતી આઘાત ગુસ્સામાં મને ભાન નહોતું અને એ દિવસે ના બનવાનું બની ગયું સાવી…હું..મારુ જીવન બધું બદલાઈ ગયું..

વધુ આવતા અંકે પ્રકરણ -15 અનોખી સફર..