એ દિવસે..કેવી સરસ મીઠી ઘડીઓ હતી…હું અને વિશ્વા એકમેકની દિલની વાતો કરતાં હીંચકા ખાઈ રહેલાં..વિશ્વા એની ચિંતા યુક્ત વાતો મારી સાથે કર્યા પછી સાવ ચિંતામુક્ત થઈને નિશ્ચિંત મારાં ખોળામાં
માથું રાખી સુઈ રહેલી..હું એના માથે.. કપાળ ઉપર મીઠી સંવેદનાઓ સાથે પ્રેમથી હાથ ફેરવી રહેલો..એનો
નિર્દોષ..ભાવથી ભીનો ચહેરો જોઈ હું વધુ આકર્ષાઈ રહ્યો હતો..એને ખુબ વહાલ કરું.. કદી એને મારાથી અળગી ના કરું એવો ભાવ દ્રઢ થતો જતો હતો..વિશ્વા મારા માટેજ સર્જાઈ હતી..મારીજ હતી..મને એના પ્રેમમાં એના માટેનો માલિકી ભાવ આવી ગયેલો..વિશ્વા..મારી વિશ્વા.. હું એના ભોળા ચહેરાને જોઈ મનોમન બોલી રહેલો..વિશુ હજી આપણે નાના છીએ..પરણવા લાયક થઈશું..એકમેકને વરમાળા પહેરાવીશું અગ્નિ સાક્ષીએ પવિત્ર બંધનમાં બંધાઈ વેદીના ફેરા ફરીશું એક થઇ જઈશું...હું તારી બધીજ ઈચ્છાઓ પુરી કરી.અમાપ પ્રેમ કરીશ મારી પ્રિયા
તારી આંખોમાં કદી વિરહના..કે કોઈ પીડા દુઃખના આંસુ નહીં આવવા દઉં…એમ કહેતા મનમાં વિચારતા મારી આંખો ભીંજાઈ ગઈ હતી..મારી વિશ્વા…”
“ હું હજી વિશ્વાના વિચારોમાં ધ્યાન મગ્ન હતો પ્રેમથી અમે ઝૂલા ખાઈ રહેલાં.પગની એક એક થપાટે
હીંચકો વધુ ઝડપે ઝૂલી રહેલો..એક એક પગની થપાટ એ સમયનો એનો થડકારો એ સ્પંદનો હજી મનેયાદ છે
એની ભનક હજી કાનમાં હૃદયમાં સંભળાય છે કેટલા એકમેકમાં પરોવાયેલા હતા. વિશ્વાના હાથ મારા ખોળામાં સુતા સુતા પણ મારી કેડે વીંટળાયેલા હતા જાણે કોઈ નાજુક વેલી એના ભરથાર સમા વૃક્ષને વીંટળાયેલી હોય છે એની એ હાથની પકડ..એ મીઠો સ્પર્શનો એહસાસ હજી મનેછે..હે વિશ્વા..હું નથી ભૂલી શક્યો ના હું રહી શક્યો..ના જીવી શક્યો…વિશ્વા…એક અશ્રુ બિંદુ..આંખથી સરી પડ્યું..
વિશ્વાની એ નિશ્ચિન્તતા હજી મારી આંખો સામે છે એનું તન મન મને સમર્પિત કરી એ સાવ સુરક્ષિત
ખુદને અનુભવી રહી હતી બસ એને મારો સાથ સંગાથ મારો પ્રેમ જોઈતો હતો..અમે સ્વૈરવિહાર કરી રહેલા..ત્યાં વીરબાળા કાકી આવ્યા..અમને આમ હીંચકા પર એકમેકમાં પરોવાયેલા જોઈ જાણે આષ્ચર્ય આઘાત પામ્યા હોય એમ જોઈ રહેલા..થોડીવાર જોઈજ રહ્યા પછી વિશ્વાને જોરથી બૂમ પાડી..” વિશ્વા..વિશ્વા..અહીં તું શું કરે છે?
હું ક્યારની તને શોધું છું ક્યારની બૂમો પાડું છું. હવે તમે લોકો નાના નથી રહ્યા..તું તો છોકરી જાત છે જરા તારી જાતને સંભાળ હવે તારો વાન તન બાંધો બંધાઈ ગયો..નાની છોકરી નથી ચાલ ઉભી થા..બધું કેટલું કામ પડ્યું છે..બીજી વાત.. તમને બન્નેને કહું છું.. સોહુ દીકરા..તું પણ મોટો થઇ ગયો આગળ ભણવાનું..તારા પાપાને મોટો ધંધો છે..અહીંથી જતો રહીશ..એક દિવસ એવો આવશે કે તું આ ફળિયું..ગામ તરફ જોઇશ પણ નહીં..તમે મોટા માણસમાં ગણાવ.. અમેવાડી ગામનાં રહ્યા…રાહ જોઈ જોઈ જીવ નીકળી જશે તમારા દર્શન નહિ થાય..અને આ વિશૂડીને તો કશું ભાન નથી..કાલે ઉઠી ગામમાં કોઈ આડી અવળી વાતો થશે એનો હાથ ઝાલનાર નહીં મળે અને એ અહીં…એમ બોલતા બોલતા સાલડાનો છેડો મોઢે ડાબી રડતા રડતા બહાર દોડી ગયા.. સફાળી જાગેલી
વિશ્વાને શું બોલવું શું કરવું સમજાયું નહીં એપણ એની માંનું કહેવું સમજી ના સમજી.. રડતી રડતી પાછળ દોડી ગઈ..
હું દિગ્મૂઢ થયેલો આઘાતથી એમજ બેસી રહ્યો.. હીંચકો થંભી ગયેલો..પગની થપાટ એ મીઠો બોથડ
અવાજ બંધ અનેમારા મનને જાણે કોઈ ભયાનક પ્રહાર થયો હોય એમ બેસીજ રહ્યો..વીરબાળા કાકીના શબ્દો વાગોળી એને સમજવા પ્રયત્ન કરી રહ્યો..કાકીએ આટલા વખતે આવું બધું કેમ કીધું?..આ બધું થયા પછી હું મુંબઈ પાછો ગયો ત્યાં સુધી વિશ્વા મને મળી નહીં ના મારી સાથેવાત કરી..ના એક નજરે જોઈ શક્યો..જે જોઈ એનાથી તૃષા જાણે વધી ગયેલી પીડા પરોવી મુંબઈ પાછો ગયેલો..
દિગુકાકાએ કારમાં બધો સામાન, શાકભાજી થોડી કેરીઓ બધું મૂક્યું..ફળિયામાં ઉભેલી અમારી કાર
આંગણમાં હતી..હું વારેવારે બાજુના ઘરમાં જોતો..
દિગુકાકાએ મને પૂછ્યું“ સોહુ શું થયું? વિશ્વા તને મળી નથી ? તું આજે મુંબઈ પાછો જવાનો કીધું નહોતું? મને એ સવારે મળી ગઈ હતી પગેલાગી મને.. કીધેલું કાકુ હું પાપા સાથે સવારના હાટમાં બધું લેવા જવાની છું તમે જશો ત્યાં સુધીમાં આવી જઈશું સોહું હજી ઊંઘતો હશે હું પછી મળી લઈશ..પણ એલોકોને મોડું થશે મને વીરબાળા ભાભીએ હમણાંજ કીધું એ એમની માં ને ઘરે થોડો સામાન આપીને પાછા આવશે એટલે મોડું થશે..આપણે નીકળી જઈએ..પછી ધર્મેશનાં ફોન પર વાત કરી લઈશું. ચલ દીકરા.. નીકળીએ અને દિગુકાકા કારમાં બેસી ગયા..મેં વિશ્વાના ઘર તરફ નજર કરી..સુમસામ ફળિયું બંધ
બારણાં પણ વીરબાળા કાકી બારીમાંથી અમને જતા જોઈ રહેલા..મેં એ તરફ જોઈ નિસાસો નાખી નજર ફેરવી લીધી..
અમારી કાર ફળિયામાંથી..પછી ગામથી બહાર નીકળી હાઇવે પહોંચીયે પહેલા મેં જોયું ધર્મેષકાકા કાચા
રસ્તે ગામ તરફ જઈ રહેલા..મારી નજર એમની બાઈક જોઈ સ્થિર થઇ..વિશ્વા પાછળ બેઠી હતી.. અમારી નજર મળી આંખો વરસી..અને બાઈક આગળ નીકળી ગઈ..હા…હે..વિશ્વા..
વધુ આવતા અંકે પ્રકરણ-19 અનોખી સફર..