“ ફોર સ્ટાર હોટલ..એની રેસ્ટોરાં બાંકુરા… હું અને માં અંદર ગયાં..આ રેસ્ટોરાંમાં સાવી તને ખબરજ
હશે બધા બૉલીવુડ સ્ટાર આવતા..કલાકો બેસી રહેતા..એનો પંજાબી ઓનર બધાને ઇનવાઈટ કરતો..ત્યાંનું બધું વાતાવરણજ કાયમ ફિલ્મીજ રહેતું. માહોલજ એવો હોય કોઈને કોઈ ફિલ્મી સેલિબ્રિટી ત્યાં આવીજ હોય..અમે લોકો ત્યાં ગયાં ત્યારે પરવીન બાબી ત્યાં હતી..પેલા કબીર બેદી સાથે બેઉ એકદમ બિંદાસ બેઠેલા આગળજ..
અને મસ્તીથી વાત કરતાં સિગરેટના કસ લેતા..હું ધારી ધારીને જોઈજ રહી હતી..એકદમ એનું બિંદાસ હોવું હું જોઈ રહી હતી..ફિલ્મી મેગેઝીનોમાં.. સ્ટારડસ્ટ.. ફિલ્મફેર બધામાં એમના વિષે વાંચેલું આજે સામેજ જોઈ..એના ટૂંકા ટૂંકા વસ્ત્રો..ગોગલ્સ માથે ચઢાવી હસતી હસતી વાતો કરી રહેલી..એલોકો એમનામાં મસ્ત હતા..”
“ સાવી હું તો સાવ સીધી સાદી..આવું બધું જોઈ આશ્ચ્રર્યથી જોઈ રહી હતી..મને વિચાર આવે શું મસ્ત
બિન્દાસ આ લોકો જીવે છે કેટલો આનંદ..કોઈ ડર, સંકોચ કોઈ રોકટોક નહીં સમાજની પરવા નહીં.. મારે બસ આવું જીવવું છે એવું મનોમન નક્કી કર્યું.. હું અને માં અંદર બાંકુરામાં ગયાં ખાલી ટેબલ પર બેઠા.. અમારા કપડાં નવા હતા પણ સાવ દેશી સ્ટાઇલ ..મે માંને કહ્યું પેલી પરવીન જો..કેવી બિન્દાસ એન્જોય કરે છે અને આપણે..”
માં બોલી હસીને..હું તને એવુંજ કહું છું સારા…હવે સરસ બિન્દાસ જીવવવાનું છે આ સરલાને વિદાય કર..હવે તારે “સારા’ બની જીવવાનું..મસ્ત બિન્દાસ”
“ સારા” નામ મને મારી માંએજ આપ્યું સાવી…મારું કલેવર..રૂપ દેખાવ ટેસ્ટ લક્ષ્ય બધું બદલી નાખ્યું.. મેં પણ જાણે બધું હોંશે હોંશે સ્વીકારી લીધેલું..હવે જિંદગી માણવી છે..મારી માંએ મારા કશું કીધા વિનાજ અમારા માટે રેડ વાઈન ઓર્ડર કર્યો .. હું મારા પોતાના બદલાવથી આશ્ચર્યચકિત હતી..મારી માંને પણ જુદા વિચાર રૂપ સાથે જોઈ રહેલી..માં તો જાણે આવનાર ભવિષ્ય માટે પ્રિપેર હતી..હું હજી વિમાસણમાં હતી..પણ માં કહે સારા સ્ટાર્ટ યોર ન્યૂ લાઈફ ફોર એવર..મેં પણ સ્વીકારી લીધું..પૈસાની ફિકર નહોતી હું માંની વાતો સ્વીકારવા લાગેલી મને અંદર ને અંદર ગમી રહેલું..મેં જીવનમાં પહેલી વાર માંની સાથે વાઈન પીધો..મને મજા આવી રહેલી..મેં ત્રણ પેગ પીધા..મસ્તી ચઢેલી..”
“ સાવી મને મારું આ નવું રૂપ ગમવા લાગેલું..મેં તરત માં ને કીધું માં મારા ફોટા લે..વિડિઓ ઉતાર.. માં એના ફોનમાં મારુંપહેલું રીલ ઉતારેલું..મેં ટીશર્ટ ઉપરની કોટી કાઢી નાખી માત્ર ટીશર્ટજ રાખ્યું જુદા જુદા પોઝમાં ફોટા લીધા..મેં મારા વાળ છોડી નાખેલા..મનમાં નશો હતો..મસ્તી હતી..મારા રૂપનું પ્રદર્શન હુંજ કરી રહેલી..મને થયું હું કેટલી સુંદર છું અત્યાર સુધી મારી આટલી સુંદરતા શરમના સંકોચનાં આંચળા નીચે
છુપાવી રાખેલા..મારી છાતીનો ઉભાર જાણે અચાનક વધી ગયો..મારી છાતીના એ બિંદુ અણીયારા મેં વધુ
અણીયારા કર્યા ટીશર્ટમાં એકદમ દેખાઈ આવ્યા ઉભાર એકદમ આકર્ષક થઇ ગયો ..સાવી મેંજે રીતેમારો બદલાવ કર્યો ..સ્વીકાર્યો ..એનાથી મારી માં ખુબ ખુશ હતી.. હું રેસ્ટોરાંમાં નશો કરી બધું કરી રહી હતી મને કોઈ સંકોચ નહોતો..રેસ્ટોરાંમાં બધા પોતપોતાની મસ્તીમાં હતા કોઈને કોઈની પડી નહોતી દરકાર નહોતી..પણ ત્યાં..મને જોઈ ત્યાં બેઠેલો એક છોકરો..મને ફલાઇંગ કિસ આપી..હું વધુ મસ્તીમાં આવી ગઈ..જાણે મને સર્ટિફિકેટ મળ્યું હું સુંદર દેખાઉં છું..ત્યાં મને માંએ કીધું મારી સારા..તું કેટલી સુંદર દેખાય છે વાહ તને જોઈ ભલભલાની વિકેટ પડી જશે એમ કહી હસી પડી..સારા તારે આવું રહેવાનું.. જીવવાનું.. દુનિયા આખી બદલાઈ ગઈ છે.. તારે મારે પણ આપણી દુનિયા બદલી નાખવાની છે..”
“ બસ એજ ક્ષણથી મારી દુનિયા બદલાઈ ગઈ.. બલ્કે મેંજ બદલી નાખી..હું મારી નવી દુનિયામાં ખુબ ખુશ હતી..અમે બાંકુરામાં પીધું..ખાધું અને મોટી ટીપ આપી રોબથી બહાર નીકળ્યા..ટેક્ષી કરી ઘેર આવ્યા.. રસ્તામાં માં મારા વખાણજ કરતી રહી..એને આનંદ હતો કે મેં એની ઈચ્છા પ્રમાણેની જિંદગી અપનાવી
લીધી હતી એ ખુબ ખુશ હતી હું પણ નવા નશા નવા કેફમાં હતી..મસ્તીમાં ડૂબેલી હતી..હું કોન્સિયસ હોવા છતાં જાણે અન્કોન્સીયસ હતી..માં મને એણે ઉતારેલ રીલ મને બતાવી રહી હતી..સાવી હું હિરોઈન બની ગઈ હતી જાણે..હું ખુશ હતી..પણ દિલમાં ઊંડે હજી કૈક ખટકી રહેલું..બધું સ્વીકારીને પણ હું હજી કોઈક ખૂણામાં રહેલી સંવેદનાને ખોતરી રહી હતી..મારા પાપા આ બધું જુએ તો..પણ બધા વિચારો દાબી હું નવી દુનિયાને માણી રહી હતી..ઘરે આવ્યા…માંએ કદાચ મરાથી વધુ પીધું હતું.એ એની મસ્તી એના નશામાં હતી. હું મારા રૂમમાં આવી ડોર બંધ કરી કપડાં બદલવા લાગી..એક એક કપડું ઉતારી મારી જાતને.. મારા આકર્ષક તનને.એના સુડોળ વળાંકો લીસી લીસી મોહક ચામડી મારી એક એક અંગ..જોઈ હુંમારા પર જ મોહી પડેલી..હું હવે સાવ નગ્ન અરીસા સામે હતી..ખુબ સુંદર તન મારું નીરખી નીરખી..ધારી ધરી જોઈ સંતૃપ્ત નહોતી થતી..મને વિચાર આવ્યો મારો મોબાઈલ લીધો..મારા તનનાં અલગ અલગ ફોટા લીધા એવી એવી અદાઓ કરી..હીરોઇનો પાણી ભરે.. મને મારા રૂપ પરજ અભિમાન આવી ગયું..હું ખુબ સુંદર છું હું..સાવી મારા તનને સ્પર્શી સહેલાવી આનંદ લઇ રહી હતી..”
ત્યાં અચાનક મેં મિરરમાં મારા પાપાનો જાણે દુઃખી ચહેરો..ઓછાયો જોયો હું ચીસ પાડી બાથરૂમમાં
દોડી ગઈ..કપડાં બદલી લીધા..હું શરમ સંકોચ અને કોઈ પાપ કર્યું હોય એવા ગુનાહિત ભાવ સાથે બહાર
આવી..ફરી મિરરમાં જોયું..કશું નહોતું.મને થયું આ ભ્રમ જ હતો..કે પાપાનો જીવ દુઃખી થયો હશે.. કકળતો આવી મને ચેતાવી ગયો ? મારામાં કોઈ અગમ્ય લાગણી ઉભરાઈ આવી..હું રડી પડી..સાવી… સાવ શાંતિ હતી..રાત્રીના કદાચ 12 વાગી ગયા હતા..દૂર ટ્રાફિકનો અવાજ હતો..પણ મેં કોઈ બીજો અવાજ… સ્વર હું ચોકી ગઈ..મારા રૂમનાં દરવાજાની ધારથી બહાર જોયું..સાંભળ્યો..અને મને એજ ધાર હૈયામાં પેસી ગઈ..હું…ફાટી આંખે વરવું દ્રશ્ય જોઈ રહી..
વધુ આવતે અંકે..પ્રકરણ-22 અનોખી સફર..