"આ તો સાવ ખોટી માહિતી આપવી કહેવાય." ધીમે થી જ જોસેફે જણાવ્યું.
ટેક્સી ડ્રાઈવરે અવગણના કરીને ગિરધારી લાલ ના મૃતદેહને બતાવી પછી પોતે હવે પોતાના પેસેન્જર સાથે નીકળી જશે એમ કહીને જવા માટે તૈયારી કરી.
"આ એક ચિઠ્ઠી નીચે પડી હતી. " જોસેફ આગળ આવ્યો.
"શું છે આ ચિઠ્ઠીમાં?" એમ્બ્યુલન્સ ડ્રાઈવરે પુછ્યું.
"આ ચિઠ્ઠીમાં તેમના પુત્ર નો મોબાઈલ નંબર છે. જેની પર ફોન કરીને અમે તેમને માહિતી આપી અંહી બોલાવ્યા." જોસેફ સમજાવે છે.
એ જ વખતે પોલીસ જીપ સાથે એક ગાડી પણ એ જ રસ્તે આવીને ઊભી રહી. એમ્બ્યુલન્સ સેવા સાથે આવેલા ડોક્ટરે પછી તરત જ મૃતદેહ ની ચકાસણી કરીને કહ્યું:
"આ વ્યક્તિ મૃત્યુ પામી ચુકી છે. વધુ માહિતી માટે પોસ્ટમોર્ટમ કરવા સુધી પોલીસ ને મૃતદેહ આપવો પડશે."
પોલીસ જીપ ની અંદરથી પોલીસ કર્મચારી સાથે એક નવયુવક પણ બહાર નીકળ્યો અને એમ્બ્યુલન્સ સહિત બીજા બધા વ્યક્તિઓ ને જોઈ ગભરાઈ ગયો.
"ક્યાં છે પપ્પા?" એ નવયુવક અચાનક જ લોકો ને બાજુ એ રાખી પછી તરત જ આગળ વધે છે તો ગિરધરલાલ ના મૃતદેહને જોઈને જોર જોર થી રડવા લાગ્યો.
જોસેફ તેમજ ટેક્સી ડ્રાઈવર નવયુવક ને સાંત્વના આપીને પોલીસ ને મૃતદેહ સોંપવા માટે કહે છે. જોસેફ ટેક્સી ડ્રાઈવર ની સામે જોઈ પછી ઈશારો કરે છે.
"આ તમારા પપ્પા ની ચિઠ્ઠી મળી હતી. " જોસેફે જણાવ્યું.
"શું? કઈ ચિઠ્ઠી?" એ યુવાન જોસેફ ના હાથમાં રાખેલી ચિઠ્ઠી ખોલીને વાંચતા પહેલા પુછે છે.
"આ ચિઠ્ઠીમાં તમારો મોબાઈલ નંબર લખવામાં આવ્યો છે. એ સાથે જ કોઈ વ્યક્તિ નો સંપર્ક કરવા માટે પણ વિનંતી છે." જોસેફે જણાવ્યું.
"ચલો હવે અમે જઈએ." ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું.
"હા આ ચિઠ્ઠી તો વાંચી લઈએ." નવયુવક કહે છે.
નવયુવક આખી ચિઠ્ઠી વાંચી પછી તરત જ જોસેફ ની સામે જોવા લાગ્યો.
"આ ચિઠ્ઠીમાં જે મોબાઈલ નંબર લખ્યો છે એ પણ સાચો છે. એ સાથે જ મારે જે વ્યક્તિ નો સંપર્ક કરવો જોઈએ એ પણ બરાબર જ છે. તેઓ મને પૈસા આપીને આગળ ભણાવવા માટે તૈયાર છે." નવયુવકે કહ્યું.
"બસ તો હવે જઈએ." જોસેફ ને રાહત થઇ.
"પણ મારા પપ્પા તો અભણ હતા. એ આ બધું કેવી રીતે લખી શકે?" નવયુવકે કહ્યું અને પોલીસ કર્મચારીએ જોસેફ અને ટેક્સી ડ્રાઈવર ની તરફ સંદેહ ની દૃષ્ટિએ જોયું.
"અમે કંઈ ખોટું નથી કર્યું." જોસેફ જણાવે છે.
"શું નથી કર્યું?" પોલીસ કર્મચારીએ પુછ્યું.
"જ્યાં સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ નથી આવતો ત્યાં સુધી તમે પોલીસ કસ્ટડીમાં જ રહેશો." પોલીસ કર્મચારીએ આદેશ આપ્યો.
"અરે ભાઈ.." ટેક્સી ડ્રાઈવરે ગુસ્સો વ્યક્ત કર્યો.
"પણ સર?" જોસેફ કંઈક કહેવા જાય છે.
"હું કંઈ સાંભળીશ નહીં. ચલો પોલીસ સ્ટેશન." એ પોલીસ કર્મચારી પોતાની સાથે બન્ને ને લઈને પોલીસ સ્ટેશન જવા નીકળી ગયો.
રસ્તામાં જોસેફ અને ટેક્સી ડ્રાઈવર એકબીજાની સામે જોઈ રહ્યા હતા. આ તરફ ડોક્ટર પ્રતિભાએ પણ ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ પણ કંઈ ન થતાં એ કંટાળી ટેક્સી ડ્રાઈવર ને ફોન કરે છે.
"શું થયું? આજે નથી આવવાના."
"અમે પોલીસ ની સાથે છીએ. થોડીવાર પછી જ આવશું." ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું.
"જો ગુનેગાર હશો તો જેલમાં જ રહેશો." પોલીસ કર્મચારીએ કહ્યું.
"સર..." જોસેફ વચ્ચે થી કંઈક કહેવા જતા રોકાઈ ગયો.
"શું થયું?" ટેક્સી ડ્રાઈવરે પુછ્યું.
"એ તો રસ્તા પર કંઈક જોયું." જોસેફ હતપ્રભ બની જાય છે.
જોસેફ ગિરધારી લાલ ને પોલીસ જીપ ની બહાર જ ઊભો જોવે છે. એ જોસેફ ને નમસ્કાર કરીને ધન્યવાદ આપતો હતો એમ લાગ્યું.
જોસેફ છેવટે રાહત નો શ્વાસ લે છે કે આખરે ગિરધારી લાલ ની મદદ કરી શકયો. તેનો પુત્ર પણ સાચી જગ્યાએ થી પૈસા લઈને આગળ ભણી શકશે.
"જો કોઈ પણ ભુલ કરી હોય તો હમણાં જ માહિતી આપી દો. તમે બન્ને બચી જશો." પોલીસ કર્મચારીએ કહ્યું.
"અમે સાવ નિર્દોષ છીએ." ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું.
"ઠીક છે સર." જોસેફે કહ્યું.
" આ ટેક્સી ડ્રાઈવર ને સર કહીને સંબોધે છે." પોલીસ કર્મચારીએ પુછ્યું.
"એ તો ભુલ થી કહેવાય ગયું." જોસેફ કહીને પછી ચુપચાપ બની ગયો.
થોડીવાર પછી જ નજીક ના પોલીસ સ્ટેશનમાં બન્ને ની પેશી થઈ. પોલીસ કમિશનરે તરત જ પોલીસ ઇન્સ્પેકટર ને આ બન્ને ને ખુબ સાવધાની સાથે રાખીને પ્રશ્નોતરી કરવા માટે સમજાવ્યું. લોક અપ રૂમમાં બન્ને ને લઈ જવામાં આવ્યા.
ટેક્સી ડ્રાઈવર ના રૂપે સેના અધિકારીને તો આ બધા થી કંઈ વધારે ફેર પડવાનો ન હતો. પણ જોસેફ કદાચ પહેલીવાર જ આ રીતે લોક અપ માં દાખલ થયો.
એક નાનકડી અંધારી ઓરડીમાં બન્ને ને જુદી જુદી ખુરશી પર બેસાડીને પછી તેમના હાથ પગ બાંધી દેવામાં આવ્યા. પોલીસ કમિશનરે બન્નેને કોઈ જાતની ઈજા ન થવી જોઈએ એવી સુચના આપી હતી. પોલીસ ઇન્સ્પેકટર પ્રવેશ કરે છે.
"આ બધું શું ચાલી રહ્યું છે?" પોલીસ ઇન્સ્પેકટર પ્રવેશ કરતા જ બન્ને ની સામે જોઈ કહે છે.
"ગુનેગારને છાવરતા સીધા જ પોલીસ કમિશનર ફોન કરે છે. બન્નેને ઈજા ન થવી જોઈએ." પોલીસ ઇન્સ્પેકટરે ઉમેર્યું.
"અમે કોઈ ગુનો નથી કર્યો." ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું.
"એ તો હમણાં જ ખબર પડી જશે. " પોલીસ ઇન્સ્પેકટર ટેક્સી ડ્રાઈવર ની નજીક પહોંચી જાય છે.
"ગિરધારી લાલ ને ક્યારથી ઓળખો છો?" પોલીસ ઇન્સ્પેકટર જોસેફ ને પુછે છે.
"સર હું તમને બધી જ વાત સાચી રીતે જણાવવા માંગુ છું. પણ મને કંઈ કરતા નહીં." જોસેફે જણાવ્યું.
"આ લોકો તને કંઈ નહીં કરી શકે." ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું.
"તું કોણ છે?" પોલીસ ઇન્સ્પેકટર હવે ટેક્સી ડ્રાઈવર ની સામે જોઈ ગુસ્સે થઈ જાય છે.
"સર તો એમ બન્યું.." જોસેફ શરૂ કરે છે.
અચાનક જ પોલીસ કમિશનર નો ફોન આવ્યો. પોલીસ કમિશનરે સીધા જ ઇન્સ્પેકટર ને પોસ્ટમોર્ટમ રિપોર્ટ વિષે ખુલાસો આપીને આ બન્ને ને તાત્કાલિક જ છોડી મૂકવા માટે આદેશ આપ્યો.
"શું કહી રહ્યો હતો?" પોલીસ ઇન્સ્પેકટર અચાનક જ આવી જાય છે.
"બસ સર એ જ કે અમે નિર્દોષ છીએ." જોસેફે જણાવ્યું.
"તું કંઈક બીજું જ કહેવા માંગતો હતો પણ હવે નાટક કરે છે." પોલીસ ઇન્સ્પેકટરે જણાવ્યું.
"ના સર." ટેક્સી ડ્રાઈવર પણ જોશમાં આવી ગયો.
" તમને બન્નેને છોડી મુકવામાં આવે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ સાવ સામાન્ય છે. ગળું દબાવવા થી તેમનું મૃત્યુ થયું હતું અને આટલી ઊંચાઈએ કોઈ એમ ન કરી શકે. વળી તમારા બન્ને ના ડી. એન. એ રિપોર્ટ મળતા નથી." પોલીસ ઇન્સ્પેકટરે જણાવ્યું.
"શું કહ્યું?" ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું.
"ગિરધારી લાલ ની આત્મા ને હવે શાંતિ મળી ગઈ." જોસેફ જણાવે છે.
"શું?" પોલીસ ઇન્સ્પેકટર હતપ્રભ બની ગયો.
"અમારી ટેક્સી સુધી પહોંચવા માટે કોઈ સાધન મળશે?" ટેક્સી ડ્રાઈવરે પુછ્યું.
"હા પોલીસ કમિશનર નો આદેશ છે. તમને સાઈટ સુધી મુક્તા આવવાનો. ગજબ છે તમારી મિત્રતા." પોલીસ ઇન્સ્પેકટરે જણાવ્યું.
પોલીસ ઇન્સ્પેકટર ખુબ જ હતાશ થઈને બન્ને ને મુકવા માટે સાધનની વ્યવસ્થા કરી આપે છે. સવાર થઈ જાય છે.