[ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે અડધી રાત્રે વિશ્વાને નશાની હાલતમાં રાજ તેના ઘરે મૂકી જાય છે.. જે વિશ્વાના પપ્પા મનોજ અંકલ જોઈ જાય છે.]હવે જુઓ આગળ...
મનોજ અંકલ વિશ્વાને આમ નશાની હાલતમાં અડધી રાત્રે ઘરે આવતાં જોઈને ગુસ્સે તો થાય છે. પણ હાલ વિશ્વાને કશું કહેવું યોગ્ય ન જણાતા તે પણ પોતાના રૂમમાં જઈને સૂઈ જાય છે..
બીજે દિવસે સવારમાં મનોજ અંકલ વહેલા ઊઠીને વિશ્વા જાગે તેની રાહ જોઇને બેઠા હતા. ત્યારે વિશ્વા થોડીક વારમાં પોતાનું માથું પકડીને બહાર આવે છે.
વિશ્વા પોતાના પપ્પાને થોડા ગુસ્સામાં જોઈને સમજી જાય છે. કે રાતે પપ્પા મને રાજ સાથે જોઈ ગયા હશે..
તેથી ચૂપચાપ ત્યાંથી ઊભી થઈને પાછી રૂમમાં જવા જાય છે. ત્યાં પપ્પા કહે છે..નાસ્તો કરી લે પહેલા..
વિશ્વા મનમાં વિચારે છે કે બકરાની બલી ચડાવતા પહેલા ખવડાવીને પીવડાવીને તાજોમાજો કરવામાં આવે છે. તેમ આજે મારી પણ બલી ચડાવવાની છે.. નટખટ હસી અને ડર સાથે વિશ્વા પપ્પાને કહે છે... જી...પપ્પા..
વિશ્વા નાસ્તો કરતી હોય છે ને તેના પપ્પા તેની પાસે આવીને બેસી જાય છે. અને પુછે છે. " કોણ હતો તે છોકરો ? શું તે રાજ હતો ? "
વિશ્વા : હમમમ્ હા પપ્પા તે રાજ હતો ... ( જરા હકલાઈને જવાબ આપ્યો. )
મનોજ અંકલ : કેમ તેની સાથે અડધી રાત્રે નશામાં ફરવું પડે..? શું કોલેજમાં આવા જ મિત્રો રાખે છે ?
વિશ્વા : પણ પપ્પા ...( વિશ્વાની વાત કાપતાં અંકલ કહે છે કે.. )
મનોજ અંકલ : જો એ આપણા ઘરને અનુકૂળ છોકરો નથી. તેથી તું આગળ કઇ વિચારતી હોય તો તે ભૂલી જજે.. બાકી જો ખાલી મિત્રતા જ હોય તો તે પણ ઓછી કરી દેજે...
વિશ્વા : જુઓ પપ્પા હું તેને પ્રેમ કરું છું અને તેની ...( ફરી વિશ્વની વાત કાપતા અંકલ ગુસ્સામાં કહે છે. )
મનોજ અંકલ : આ જ છોકરો મળ્યો તને આખી દુનિયામાં પ્રેમ કરવા માટે.. અને તેની સાથે તું પણ બગડી ગઈ છે. આમ અડધી રાત્રે નશામાં કોઈ બોયફ્રેન્ડ સાથે ઘરે આવવું શું તે આપણને શોભે છે ?
વિશ્વા : પણ પપ્પા રાજ સારો છોકરો છે..
મનોજ અંકલ : જો રાજ સારો છોકરો હોત તો અડધી રાત્રે આવી રીતે નશાની હાલતમાં તને લઈને બહાર ના રખાડતો હોત..
વિશ્વા : પણ પપ્પા મેં જ કહેલું આ બધો મારો જ પ્લાન હતો...
મનોજ અંકલ : જે બી છે. આજ પછી તું રાજને મળીશ નહીં.. તેમ કહીને અંકલ ત્યાંથી નીકળવા જાય છે ત્યાં..
વિશ્વા : પપ્પા હું રાજને હું પ્રેમ કરું છું.. તો તેને મળવાનું થશે જ હું કોઈની પાબંધીમાં નહિ રહી શકું.. ( તેમ કહી વિશ્વા પોતાના રૂમમાં જતી રહે છે.. )
આ તરફ વિશ્વાના પપ્પાએ વિશ્વાના બંને ભાઈ દીપક અને અજયને બોલાવી વિશ્વાની ચર્ચા કરતાં કહ્યું.. " વિશ્વા માટે છોકરો શોધવાનું શરૂ કરી દો.. વિશ્વા જે છોકરાને પ્રેમ કરે છે. તે આપણા સ્ટેટસનો નથી... તેથી આગળ વધે તે પહેલા જ અહીંયા જ વાતને દબાવી દો... "
વિશ્વા બધી વાતની સાંભળી જાય છે..
ત્રણ ચાર દિવસ પછી
વિશ્વા કોલેજ જાય છે... અને તે રાજને મળે છે.. વિશ્વાને ખરાબ મૂડમાં જોઈ રાજ પૂછે છે શું થયું ?? બધાના બેન્ડ વગાડવા વાળી આજે ફાટેલા ઢોલ જેવી થઈને કેમ બેઠી છે...?
વિશ્વા : તને example પણ આવા જ મળે છે !! ઢોલ.. બેન્ડ.. ! બેન્ડવાજાની તો ખબર નથી પણ મારા ઘરેથી મારી શરણાઈ વગાડવાની તૈયારી કરવા માંડી છે..
રાજ : શરણાઇ ?
વિશ્વા : પાગલ લગ્નની તૈયારી.... મારા માટે છોકરો જોવાની શરૂઆત કરશે હવે ...
રાજ : શું વાત કરે છે તું ?
વિશ્વા : હા પપ્પા આપણને જોઈ ગયા હતા..
રાજ : તો હવે શું કરશું ?
વિશ્વા : શું કરશું મતલબ !!! પ્રેમ મેં એકલીએ કર્યો છે તે નથી કર્યો ?
રાજ : હા કર્યો છે. પણ આમ અચાનક આવું થાય તો..!!
વિશ્વા : જો હું તો બે-ચાર વાર મનાવવાની કોશિશ કરીશ.. પણ ઘરેથી જો નહીં માને તો આપણે ભાગીને લગ્ન કરી લઈશું. પછીથી જે થશે તે જોયું જશે. પરિવાર માની જ જશે..
રાજ : એ એ એ તુફાન મેલ જરા શાંતિ રાખ. અચાનક તું આમ ભાગવાની વાતો ના કરીશ... એકવાર મારા ઘરે પણ વાત કરી જોવા દે..
વિશ્વા : તારા ઘરે તું વાત કરીશ ? તું મને તો કહી શકતો ના હતો. તારા ઘરે કેવી રીતે વાત કરી શકીશ. ડરપોક ના જોયો હોય તો..
રાજ : વિશ્વા થોડો સમય તો આપ. હું ઘરે વાત કરી દઈશ.. પછી જો કોઈ ના માને તો તુ જે પણ decision લઈશ તે જ યોગ્ય રહેશે. બસ ખુશ હવે...
વિશ્વા : Oooo hello ઉપકાર નથી કરતો મારી ઉપર તું.. સમજ્યો ...!! પ્રેમ કર્યો છે તો હિંમત પણ કરવી જ પડશે..
રાજ : હા મારી મા હવે શાંત થઈ જા...વિશ્વા : સારું ઠીક છે ચાલ હવે પછી મળીશું.. ( તેમ કહી તે રાજને પ્રેમ ભર્યું Hug આપીને બંને જણા છુટા થાય છે.. )
વિશ્વા ઘરે આવે છે.. અને ઘરે આવીને જુએ છે તો તેના ઘરે મહેમાન આવીને બેઠા હોય છે.. જે લોકોને વિશ્વાએ ક્યારેય જોયા હોતા નથી ...
વિશ્વા અચંબિત થઈને બધાને જોઈ અને પછી જય શ્રી કૃષ્ણ કહીને પોતાના રૂમમાં જતી રહે છે..
કોણ હતા આ મહેમાનો ? તે જાણીશું હવે આવતા ભાગમાં ....
ત્યાં સુધી મિત્રો વાંચતા રહો, ખુશ રહો,
સ્વસ્થ રહો મસ્ત રહો,, ધન્યવાદ.. 🙏