રેડ હેટ: સ્ટોરી એક હેકરની
પ્રકરણ:સાત
પેલો રેકોર્ડિંગ કરવા વાળો વ્યક્તિ એક રૂમમાં બેઠો હતો અને તેની સામે પેલા બે જેને સૂર્યાનો પીછો કર્યો હતો એ લોકો હતા. રેકોર્ડિંગ કરવાવાળો વ્યક્તિ બીજું કોઈ નહીં પણ રાકેશસર હતા.જેને આજે સૂર્યાનો પહેલો લેકચર લીધો હતો તેઓ જો જાણતા હોત કે તેમની નાકમાં દમ કરનાર વ્યક્તિ તેમની જ ક્લાસમાં ભણે છે તો કદાચ તે બે ઘડી ચક્કર ખાઈ ગયા હોત! તેમની સામે જે બે વ્યક્તિ બેઠા હતા તે બન્ને કોલેજની કેન્ટીનમાં કામ કરતા હતા તે બન્નેના નામ મોહન અને બાબુ હતા.
હકીકતમાં રાકેશ પહેલા સાધારણ પ્રોફેસરની જેમ કોલેજમાં ભણાવી રહ્યા હતા અને મોહન તથા બાબુ કેન્ટીનમાં કામ કરતા હતા. એકદિવસ એમને એક મુખવટીધારી માણસ મળ્યો અને રેડહેટ ગેંગમાં સામેલ થવા કહયું અને એ માટે તેમને તેમના પગાર કરતા 10 ગણો પગાર આપવા કહ્યું એટલે તેમણે એમજ હા કરી દીધી પછી તેમને ચિઠ્ઠી દ્વારા જે કામ મળતું તે મુજબ કરતા જતા હતા.તેમને બે દિવસ પહેલા એક ચિઠ્ઠી મળી હતી કે તેમની ગેંગ પાછળ કોઈક હાઈપ્રોફેશનલ હેકર છે.તેને પકડવા માટે આપડા હેકરો એ એક મેસેજ તેને મોકલ્યો છે કે તે સીટીમોલની સામેના ગાર્ડનમાં સફેદ કાર નીચે કાલે બપોરે એક ગીફ્ટ લેવા પહોંચી જાય.એટલે તમારે તેને ડરાવવા એક વિડિઓ બનાવી તેને પેનડ્રાઈવમાં સેવ કરી તેમાં આ GPS લગાવી દેવું તથા તેને જે લેવા આવે તેઓ પીછો કરવો અને તેનો ફોટો લેવા તે સફેદ ગાડીના સાઈડગ્લાસમાં એક કેમેરો લગાડવો”રાકેશે તે ચિઠ્ઠી વાંચી અને તેમાં એક GPS હતું એ લીધું અને તેને કામ કરી દીધું સાથે સૂર્યાનો જે ડુપ્લીકેટ ફોટો લીધો હતો એ પણ તેને સ્ટોરરૂમમાં મૂકી દીધો.જ્યારે રાકેશ પાસે કોઈ વસ્તુ મંગાવાતી ત્યારે તેને સ્ટોર રુમમાં જ મુકવાની કહેવાતી જેથી આ બધા પાછળ કોણ છે તેની ઓળખ છતી ન થાય.
***********************
“સર બંગલે પહોંચી ગયા” મનુભાઈએ સૂર્યાને પ્રેમથી ઢંઢોળતા કહ્યું
“યુહ..અહ…કેટલા વાગ્યા?”સૂર્યાએ આખો ઢંઢોળતા કહ્યું
“સર સાડા ત્રણ થયા છે”મનુભાઈએ કહ્યું
“ઓકે હું સ્નાન ઇત્યાદિ પતાવું ત્યાં તમે નાસ્તો તૈયાર કરો પછી તમે બપોરે જમવાનો સમય થાય ત્યારે ઉઠજો એમ પણ આજે રવિવાર છે” સૂર્યાએ કહ્યું
“જી સર” મનુભાઈએ કહ્યું
પછી સૂર્યા ગાડીમાંથી ઉતરીને બંગલાના પહેલા માળે ગયો અને પેલા કમ્પ્યુટર વાળા રૂમની બાજુના રૂમમાં પ્રવેશ્યો જે તેનો બેડરૂમ હતો જે ખૂબ આલીશાન હતો અને તેમાં પણ ઝૂમરનો વાદળી પ્રકાશ આખા રૂમને એક તાજગી આપી રહ્યો હતો અને સાથે જ એ.સી.નો ઠંડો પવન વાતાવરણને એક નશાથી ભરી દેતો હતો.સૂર્યાએ થોડી વાર બેડ પર બેઠો અને પછી ન્હાવા માટે બાથરૂમમાં જતો રહ્યો.
સૂર્યા દરરોજ સવારે ચાર વાગ્યે જાગી જતો હતો ભલે પછી એ રાત્રે નવ વાગ્યે સૂતો હોય કે એક વાગ્યે!!.
સૂર્યા નાહીને બહાર આવ્યો ત્યારે મનુભાઈ ટેબલ પર નાસ્તો લગાવીને સુવા ચાલ્યા ગયા હતા અને પછી તે પણ નાસ્તો કરીને કોમ્પ્યુટર રૂમ તરફ ચાલ્યો ગયો.ત્યાં જઈ તે પોતાની રોલિંગ ચેર પર બેઠો.
"ઇન્સ્પેક્ટર વિક્રમને સાથે કરી લીધા હવે મારે આગળનો પ્લાન બનાવવો જોઈશે."સૂર્યા મનોમન બબડ્યો.
તે રેડ હેટ ગેંગ વિશે વિચારી રહ્યો હતો.તેને તેના દાદા યાદ આવ્યા.ઘણીવાર રશિયામાં તેમની સાથે સવારના આ વાતાવરણમાં કરાતી કસરત અને નાસ્તો બધું યાદ આવ્યું.સૂર્યાએ તે એક ઝાટકે ખંખેર્યું અને ફરી કામે લાગ્યો.
તેનો પીછો કરનાર વ્યક્તિને પકડવા માટે સૂર્યા પાસે એક પ્લાન હતો.તેને પોતાનું PC ઓન કર્યું અને તેમાં ગઈ કાલે જ્યારે તે પેલું બોક્ષ લેવા ગયો ત્યારે તેની આજુબાજુ કયા કયા મોબાઈલ નંબર એક્ટિવ હતા તે જાણવા તેને આજુબાજુના ટાવર અને કમ્પનીના ડેટાબેઝને હેક કરવાનું નક્કી કર્યું.
અડધી કલાકની મહેનત બાદ તે સફળ થયો તેને જોયું તો તેની આજુબાજુ ઘણા મોબાઈલો એક્ટિવ હતા પણ તેમાંથી બે મોબાઈલો છેક તેમની ગાડીની સ્પીડ વધી ત્યા સુધી તેમની પાછળ હતા. ત્યારબાદ તે બન્ને નમ્બર કે.પી કોલેજ એટલે કે સૂર્યાની કોલેજે જતા રહ્યા.સૂર્યાએ તે નમ્બરન કોના નામે છે તે ચેક કર્યું તે મહોન અને બાબુના નામે હતા.સૂર્યા ઘણા દિવસથી કોલેજમાં અલગ અલગ પ્રોફેસરના મોબાઈલ ટ્રેક કરી રહ્યો હતો પણ તેને સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે કેન્ટીનમાં કામ કરતા બે વ્યક્તિ પણ રેડહેટ ગેંગનો હિસ્સો હશે.પછી સૂર્યાએ તેમને પકડવાનો એક પ્લાન બનાવ્યો.
સૂર્યાએ ઘડિયાર સામે જોયું તો સાત વાગવાની તૈયારી હતી. " કદાચ વિક્રમસર હવે જાગી ગયા હશે"તે સ્વગત બબડયો અને પછી તેને ઇન્સપેક્ટર વિક્રમને કોલ કર્યો.
****************
વિક્રમ ન્યૂઝપેપર વાંચી રહ્યો હતો અને તેની પત્ની મીતલ તેની બાજુમાં બેસીને મોબાઈલમાં મેસેજ ચેક કરી રહી હતી.એટલીવારમાં અંદરના રૂમમાંથી એક રિંગ વાગે છે.
"આ કોના મોબાઈલની રિંગ છે?વિક્રમ તમે રિંગ ચેન્જ કરી છે?"
વિક્રમ સમજી ગયો કે આ જરૂર નિખિલનો ફોન હશે એટલે તેને તરફ જોઈને કહ્યું " પોલીસસ્ટેશનનો મોબાઈલ છે થોડા દિવસ મારી સાથે જ રહેશે"
"ઓકે,તો જાવ કટ થઈ જાય એ પહેલાં ઉપાડો"મીત્તલે સ્મિત સાથે કહ્યું
વિક્રમ રૂમમાં જાય છે અને જુવે છે તો તે મોબાઈલમાં નિખિલ નામ ફ્લેશ થઈ રહ્યું હોય છે આથી તે રૂમનો દરવાજો બંધ કરે છે અને ફોન ઉપાડે છે. તે બન્ને વચ્ચે કઈક આ મુજબ વાતચીત થાય છે.
"હેલ્લો..નિખિલ?"વિક્રમે પ્રશ્નાર્થભાવે કહ્યું
"હા સર હું નિખિલ,તમે આજે ફ્રી છો?"
"હા હું તો આજે આખો દિવસ ફ્રી જ છું"
"આજે તમારો કોઈ ફેમેલી પ્લાન હતો એ?" સૂર્યાએ પુછયું
"ઓહ,એ તો મીતલના મમ્મીની તબિયત ખરાબ છે આથી તે ત્યાં જઈ રહી છે,આથી હું ફ્રી છું" વિક્રમે કહ્યું
"ઓકે તો રેડહેટ ગેંગના થોડા વ્યક્તિઓની ઓળખ થઈ છે એમને પકડવા તમારી મદદ જોઈએ" નિખિલ ઉર્ફે સૂર્યાએ કહ્યું
"હા હા બોલ" વિક્રમે ઉત્સાહીત સ્વરે કહ્યું.
"વાત લાંબી છે એટલે મળીને જ વાત કરવી પડશે."સૂર્યાએ કહ્યું
"હા તો બોલ ક્યાં મળીયે?" વિક્રમે પૂછ્યું
"જુઓ અત્યારે સાત વાગી રહ્યા છે આપડે 9 વાગે અહીંથી વીસેક કિલોમીટર દૂર આવેલ ભારી ગામથી થોડેક આગળ એક ચબૂતરો છે ત્યાં નિચે વિશ્રામ માટે એક છવાણી છે ત્યાં કોઈ આવતું જતું નથી ત્યાં આપડે સાદા મુસાફરના પહેરવેશમાં મળવાનું છે" સૂર્યાએ કહ્યું.
"કેમ આવી જગ્યા?"વિક્રમે ભારે આશ્ચર્ય સાથે પૂછ્યું
"એ જવાબ પણ હું તમને ત્યાં પહોંચી ને જ આપીશ"સૂર્યાએ કહ્યું
"ઓકે પણ મારી પાસે જે કપડા છે એમાં હું મુસાફર ક્યારેય નહીં લાગુ" વિક્રમે કહ્યું
"એની ચિંતા ન કરો તમારા ઘરની બહાર એક કાર છે જે મારા માણસો દ્વારા મુકાવી છે તેમાં મુસાફર જેવા કપડા પણ છે તમારે તે ગાડી લઈને જ આવવાનું છે" સૂર્યાએ કહ્યું
"ઓકે ગ્રેટ તો હું પહોંચી જઈશ." વિક્રમે કહ્યું
"ઓકે ગ્રેટ સર પણ તમે ક્યાં જાવ છો એ કોઈને ફોન પર ન કહેતા કેમ કે ફોન ટ્રેસ થઈ શકે છે,અને હા તમારો ફોન ઘરે મુકીને જ આવજો" સૂર્યાએ કહ્યું
"તો શું આ કોલ કોઈ ન સાંભળી શકે?" વિક્રમે પૂછયુ
"ના તે લોકો એડી ચોટીનું જોર લગાવે તો પણ એ લોકો આ મોબાઈલ ટ્રેસ ન કરી શકે." સૂર્યાએ કહ્યું
"ઓકે"વિક્રમે કહ્યું.પછી બન્ને તરફથી ફોન કટ થાય છે.
"મિતલ મારે અત્યારે બહાર જવાનું છે" વિક્રમે રૂમમાંથી બહાર આવતા કહ્યું
"ક્યારે પાછા આવશો?"મીત્તલે પૂછ્યું
"કદાચ બપોરે જમવા સમયે આવી જઈશ" વિક્રમે કહ્યું
"ઓકે તો ચાવી લઈને જાવ હું પણ હમણાં નીકળું જ છું"મીનલે કહ્યું
****************
થોડીવાર બાદ વિક્રમ અને સૂર્યા બન્ને એક નિર્જન વનવગડામાં વિશ્રામ છાવણીમાં બેઠા હતા.તેઓ બન્ને કોઈ મુસાફરની માફક મેલા-ઘેલા કપડામાં હતા.સૂર્યા અત્યારે નિખિલના સ્વરૂપમાં હતો.જ્યારે વિક્રમ દાઢી મૂછમાં હતો અત્યારે કદાચ મિત્તલ આવે તો પણ કોઈ ઓળખી ન શકે.
"હા બોલ નિખિલ હવે આવી જગ્યા તે કેમ પસંદ કરી?"વિક્રમે પૂછ્યું
"સર એની પાછળ બે કારણ છે મુખ્ય કારણ તો આજની વાત ખૂબ ઈમ્પોર્ટન્ટ છે એટલે કોઈ પણ કિંમતે આની જાણ રેડહેટ ગેંગના કોઈ વ્યક્તિને ન થવી જોઈએ અને બીજું કારણ છે તમારો મોબાઈલ સતત કોઈક હેક કરતું રહે છે એ સિવાય તારાપુરમાં જગ્યાએ જગ્યાએ રેડ હેટ ગેંગના લોકો હોય છે.હું નથી ઇચ્છતો કે કોઈને કાઈ પણ ખબર પડે" સૂર્યા કહ્યું
"ઠીક છે,હવે કહે રેડહેટ ગેંગના ક્યાં પ્યાદા હાથે લાગ્યા છે?" વિક્રમે મુદ્દા પર આવતા પૂછ્યું.
"શહેરમાં જે કે.પી કોલેજ છે તેમાં કેન્ટીનમાં કામ કરતા બે વ્યક્તિ બાબુ અને મોહન આ રેડ હેટ ગેંગમાં શામિલ છે." સૂર્યા એ કહ્યું
"પણ તને કઈ રીતે ખબર પડી?"વિક્રમે પૂછ્યું
સૂર્યાએ તે બન્નેને કઈ રીતે પકડ્યા એની વાત કહી.
"એક્સઅલન્ટ,તો હું આજે જ તે બન્નેને જેલમાં નાખીને રિમાન્ડ પર લવ"વિક્રમે મુઠ્ઠી વાળતાં કહ્યું.
"ના,જો તમે એ બન્નેને જેલમાં નાખશો તો રેડ હેટ ગેંગ વગ વાપરીને એક કલાકમાં છોડાવી લેશે"સૂર્યાએ કહ્યું
"પણ એ લોકોને ખબર જ ના પડવા દઈએ તો?"વિક્રમે કહ્યું
"પણ તમે એ બન્નેને ક્યાં ગુનાના આધારે પકડશો?આપણે બન્ને તો જાણીએ છીએ કે તે રેડહેટ ગેંગના મેમ્બર છે પણ સાબિત કઈ રીતે કરશોમકેમ કે હું તો લોકો સામે નહિ આવી શકું" સૂર્યાએ કહ્યું
"વાત તો તારી સાચી છે તો શું કરીશું?" વિક્રમે પૂછ્યું
"તો સાંભળો,આપડે હવે એમને આપડી જેલમાં રાખવા પડશે"સૂર્યાએ કહ્યું
"આપડી જેલ એટલે?"વિક્રમે પૂછ્યું
"તમારા ધ્યાનમાં એવો કોઈ બંગલો છે જેમાં આવા લોકોને રાખી શકાય કેમકે હજી તો બોસ સુધી પહોંચવા આવા ઘણા લોકોને બંદી રાખવા પડશે" સૂર્યાએ કહ્યું
"એક મિનિટ મને વિચારવા દે....હા એક બંગલો છે મારા મિત્રનો.તેની આગળ પાછળ કોઈ નહોતું.હકીકતમાં તે મારો ખબરી હતો પણ એટલો વફાદાર હતો કે ક્યારે દોસ્ત બની ગયો ખબર જ ન રહી પણ એક દિવસ તેને હાર્ટ-અટેક આવ્યો ત્યારે તેને એનો બંગલો મને સોંપ્યો હતો"વિક્રમે કહ્યું
"ખબરી પાસે એવડો મોટો બંગલો?" સૂર્યાએ પૂછ્યું
"હકીકતમાં તેને ખબર હતી કે તેને દિલની બીમારી છે અને તેની પાસે વધુ સમય નથી આથી તે બચેલો સમય દેશના નામે કરવા માંગતો હતો."વિક્રમે કહ્યું
"તો અત્યારે એ બંગલાની હાલત કેવી હશે?" સૂર્યાએ પૂછ્યું
“બંગલાની હાલત ઠીકઠાક છે.હા થોડી સાફસફાઈની જરૂર છે પણ એનું કરીશ શુ?”વિક્રમે પૂછ્યું.
****************
ક્રમશઃ