રેડ હેટ: સ્ટોરી એક હેકરની
પ્રકરણ:32
સમય: સવારના સાડાપાંચ
સ્થળ: સૂર્યાનો બંગલો
"તને યાદ આવી ગયું એ ઘણું છે" કિંજલે કહ્યું.અત્યારે સૂર્યાને અચાનક કિંજલને ફોન કરવાનું યાદ આવ્યું હતું.તેની પાસે કરવા જેવું કશું નહોતું એટલે તેને કિંજલને ફોન કરી લેવાનું નક્કી કર્યું હતું,તેને ખબર હતી કે ભલે તેના માટે આ વાત મહત્વની હોય કે ન હોય પણ કિંજલ જેવી છોકરીઓ માટે એ જરૂર મહત્વ ધરાવતું હતું.
"યાદ તો આવે જ ને કાલે તે જો ઠપકો આપ્યો હતો" સૂર્યાને મુસ્કાન સાથે કહ્યું.
"એ ઠપકો નહોતો મેં તને કેટલા પ્રેમથી કહ્યું હતું" કિંજલે પણ એજ સ્વરમાં કહ્યું.
"તો પછી શું થયું કોર્ટનું ક્યારે પેશી છે?" કિંજલે પૂછ્યું
"આજે જ સાડા દસ આજુબાજુ" સૂર્યાએ કહ્યું.
"અરે કમાલ છો આજે જ તારી પેશી છે અને તું અત્યારે કહી રહ્યો છે" કિંજલે આવેગપૂર્વક કહ્યું.
"અરે સોરી યાર કાલે રાત્રે વકીલ અંકલનો ફોન આવ્યો તો તેમને જ જણાવ્યું" સૂર્યાએ કહ્યું.
"અરે યાર મને બહુ ડર લાગે છે.પેલો પ્રિન્સિપાલ જરૂર તારી વિરુદ્ધ ગવાહી આપશે" કિંજલે આશંકા વ્યક્ત કરતા કહ્યું.
"તું ચિંતા ન કર કોઈ પણ કાઈ પણ ગવાહી આપે તેમ છતાં આ કેસ આપડે જ જીતઈશું અને એ પણ કેસ અડધી કલાકથી વધુ નહીં ચાલે." સૂર્યાએ કહ્યુ
"એવું તો તને શું સબૂત મળ્યું છે?" કિંજલે કહ્યું.
"એ કોર્ટમાં જ જોઈ લેજે તને અહીં સમજાવીશ તો તારું માથું ભમી જશે" સૂર્યાએ કહ્યું
"ઓકે તો તું તો આજે કોલેજે નહિ આવેને?" કિંજલે કહ્યું
"અરે તો તું કોલેજે જઈ રહી છો? યારે તારે તો કોર્ટમાં હાજર રહેવું પડશેને?" સૂર્યાએ દલીલ કરી
"હા હા હું આવીશ જ પણ અહીંથી મમ્મી મને કોલેજ મૂકી જાય પછી આરવ મને અહીંથી પિકપ કરી લેશે.એમ પણ અહીંથી કોર્ટ દૂર નથી"કિંજલે કહ્યું
"અરે પણ એવું કરવાની શી જરૂર છે હું તને ડાયરેકટ ઘરેથીજ લેતો જઈશ" સૂર્યાએ અસમંજસમાં કહ્યું
"સૂર્યા વાત એવી છે ને કે હું નથી ઈચ્છતી કે મમ્મીને જાણ થાય કે હું કૉર્ટના કેસમાં ફસાઈ છું.યુ નો એમને બહુ ચિંતા થશે કાલે જ એમને સમાચાર સાંભળ્યા કે આપણી કોલેજમાં ફાયરિંગ થયું છે.એતો સારું છે કે તારું નામ જાહેર નથી થયું. તે મારી કોલેજ બદલવાનું કહેતા હતા મેં ખૂબ મુશ્કેલીથી મનાવ્યાં છે" કિંજલે કહ્યું.
"હું સમજુ છું તને ઠીક લાગે એમ કર તો ચાલ મળીયે કોર્ટમાં" સૂર્યાએ ફોન મુકવાની તૈયારી દર્શાવતા કહ્યું
"ઓયય શુ મૂકીએ રુક આમ સાવ રુખું રુખું બાય?" કિંજલે શારારતભર્યા સ્વરે કહ્યું
"ગુડબાય ડિયર કિંજુ..આ ચાલશે?" સૂર્યાએ પણ એજ અવાજમાં કહ્યું
"આજ માટે ચાલશે એમ પણ મમ્મી નાસ્તા માટે બોલાવી રહ્યાં છે સો ગુડબાય ડિયર" કહી કિંજલે ફોન કટ કર્યો.
સૂર્યાએ મુસ્કુરાટ સાથે ફોન મુક્યો ત્યાં પાછળથી અવાજ આવ્યો "અરે ભૈયા તું કેટલો શરમાય છે મને હતું કે તું આઈ લવ યુ કહીને ફોન મુકીશ" ગુરુએ ખડખડાટ હસતા કહ્યું.
"ગુરુ તું મારી પર્સનલ વાત સંતાઈને સાંભળે છે?" સૂર્યાએ કઈક અણગમતા ભાવ સાથે કહ્યું.
"અરે નો નો ભૈયા હુ તો જસ્ટ અત્યારે જ આવ્યો અને એ પૂછવા આવ્યો હતો કે હું તારી સાથે આવું છું.કોલેજે બહાર ગાડી તૈયાર કરીને ઉભો રહીશ" ગુરુએ કહ્યું.
"હા એમ પણ તારે તો આવવાનું જ છે પણ આ વેશમાં નહીં માસ્ક પહેરજે" સૂર્યાએ કહ્યું.
ઠીક છે ભૈયા તો નાસ્તો કરીને નીકળીએ.
************
સમય: લગભગ આઠ
સ્થળ: કે.પી કોલજ
કિંજલનાં મમ્મી તેને અત્યારે જ કોલેજ ઉતારીને ગઈ હતી અને કિંજલ શુ કરવું તેના વિચારમાં અહીં તહીં જોઈ રહી હતી.આજે કેન્ટીનમાં જવાનું મન બિલકુલ નહોતું.તે ગાર્ડનમાં ગઈ ત્યાં બે ચાર સ્ટુડન્ટ બેઠા હતા.તે બધા કિંજલને જોઈ ઉભા થઇ ગયા અને તેને બેસવાનો આગ્રહ કરી ગાર્ડનની વધારે અંદર જતા રહ્યા.કિંજલ જાણતી હતી કે આ લોકો કેમ આવુ કરી રહ્યા છે.કાલે સૂર્યાના હાથમાં ગન જોઈ બધા તેમના ગ્રુપથી ડર્યા હતા.તે ગાર્ડનની બહાર આવી અને મેઈનગેટની સામે જ રહેલા પ્લેગ્રાઉન્ડમાં બેઠી.તે થોડીવાર મોબાઈલમાં મેસેજ ચેક કર્યા અને પછી આરવની રાહ જોતી બેસી રહી.ત્યારે ત્યાં એક કાર આવી અને તેમાંથી એક કદી ન જોયેલો નવયુવાન ઉતર્યો.તે કોલેજની પાછળની તરફ જતો રહ્યો.
તે સૂર્યા હતો પણ કિંજલ તેને સરખી રીતે જોઈ ન શકી.સૂર્યાએ તેની ગન કાઢી એજ ફ્રેન્ચ ડિઝાઇનવાળી અને તેના આગળ ના ભાગે સાઈલન્સર લગાવ્યું.તેને સંતાઈને જોયું સિક્યોરિટી મોબાઈલમાં કઈક મથી રહ્યો હતો.સૂર્યાએ તરત જ તેની સામે ગન તાકી આગળ વધ્યો અને બોલ્યો "સબૂર મી.સિક્યોરિટી જો એક પણ કદમ ચાલ્યા છો તો આ ગોળી તમારા માથાની આપરાર થઈ જશે" સૂર્યા આગળ બધી ઉભો રહ્યો.
"કોણ છો તું...તમે" સિક્યોરિટીએ અધોકડા હાથ ઉચા કરતા કહ્યું.
"ગન મારા હાથમાં છે ને,તો સવાલ હું પૂછીશ તારું નામ કહે" સૂર્યાએ આંખમાં આંખ પરોવતા કહ્યું
"રાહુલ મિશ્રા પણ લોકો રોકી જ કહે છે" તે પહેલવાન સિક્યોરિટીએ કહ્યું.
"મને ખબર છે તું સિક્યોરિટી નથી અહીં કઈ રીતે પહોંચ્યો એ કહે" સૂર્યાએ કહ્યું
"એ બધાથી તારા જેવા સ્ટુડન્ટને શો મતલબ" તેને કડકાઇથી પૂછ્યું.
સૂર્યાએ તેના અંગુઠાની એકદમ લગોલગ બાજુમાં ગોળી મારી તેમાં સાઈલન્સર હોવાથી ફક્ત થોડો અવાજ થયો અને પછી ગનપાઉડરની તીક્ષ્ણ વાસ આખા વાતાવરણમાં ફેલાઈ. રોકી કોઈ ગાજીયો જાય એવો આદમી નહોતો પણ તેને આવો અંદાજો ન હતો કે આવડો છોકરો ગોળી છોડશે.અરે તેને તો એમ જ હતું કે આ ગન પણ નકલી છે,પણ આમ અચાનક હુમલાથી તે હેબતાયો હતો હકીકતમાં તે કોઈ ઓગણીસ વીસ વર્ષના છોકરાથી ડરે તેમ નહોતો પણ તેને સૂર્યામાં રસ પડ્યો હતો એટલે તેને બોલવાનું શરૂ કર્યું "આ જાણીને તને કાઈ ફાયદો નથી થવાનો કેમ કે તું અહીંથી જીવિત જવાનો જ નથી પણ તારી આખરી ઈચ્છા સમજી તને જાણવું છું હું એક અનાથ બાળક હતો,અને એમ પણ અનાથ બાળકોને જો સારી પરવારીશ મળે તો તે કોઇ મહાન વ્યક્તિ કે નેતા કે સંત પણ બની શકે છે.પણ જો પરવારીશમાં કચાશ રહે તો તે મારા જેવો ખોટો આદમી પણ બની શકે મને ખબર છે હું જે કાંઈ કરું છું તે યોગ્ય નથી. પણ આ મારો સમાજ સાથેનો બદલો છે. હું નાનો હતો ત્યારે માંગીને ખાતો,ઘણા લોકો પાસે દારૂ,પાર્ટી અને મોજશોખ માટે કરોડો રૂપિયા છે,પણ કોઈ રોડ પર રહેતા બાળકોની પરવરીશ કરવામાં કોઈને રસ નથી.મને અનાથઆશ્રમ જેવી પણ જગ્યા હોય છે તેનો કોઈ ખ્યાલ નહોતો.એક દિવસ હું ભૂખ્યો ફૂટપાથ પર બેઠો હતો ત્યારે સામે બસની લાઇનમાં ઉભા એક વ્યક્તિની પાછળથી એક વ્યક્તિ આવ્યો અને તેનું પાકીટ મારીને જતો રહ્યો.મારા નાના એવા મગજે ઝબકારો કર્યો ત્યારે મને ખબર નહોતી કે આ કામ સાચું છે કે ખોટું! મારે તો ફક્ત મારી ભૂખ સંતોષવી હતી.હું એક અજાણ્યા વિસ્તારમાં ગયો અને ત્યાં ઉભેલા બે ચાર રહીશના પાકીટ માર્યા કેમ કે દોડવામાં મને પહોંચે તેમ નહોતું.મેં તે દિવસે ધરાઈને ખાધું પછી આદત પડી ગઈ,પણ એકવાર હું પકડાઈ ગયો કેમ કે મને પોલીસની સમજણ નહોતી.મેં પોલીસનું જ પાકીટ મારી લીધું. તે મને પોલીસસ્ટેશન લઈ ગયા અને હું નાનો હોવાથી વધારે માર તો ન પડ્યો પણ મને લગભગ એકાદ મહિનો જેલમાં રખાયો.મને જેલ વાતાવરણ માફક આવ્યું કોઈ પણ કામ વગર મને જમવાનું મળતું પણ મને મહિના પછી મને એક અનાથ આશ્રમમાં મુકવામાં આવ્યો.ત્યાનું વતાવરણ પણ મને માફક આવ્યું પણ ચોરી મારા લોહીમાં ગરી ગઈ હતી.મેં ચોરી ચાલુ રાખી અને આજ સુધી પકડાયો નથી હજી બે વર્ષ પહેલાં સુધી હું મામુલી ચોર હતો,પણ બે વર્ષ પહેલાં મારા નામે એક ખત આવ્યો રેડ હેટ ગેંગમાં જોડવવાનો.મને લાગે છે તે મારી નીચે કામ કરતા લોકોને પકડ્યા છે હું આ કોલેજ સપ્લાયનો હું હેડ છું" રોકી અટક્યો"
"તમે આટલું બધુ ડ્રગ વેચો છો કઈ રીતે?" સૂર્યાએ પૂછ્યું
"તમારા જેવા નવજવનોના લીધે.. તે બહારનો કેફે જોયો હોય ત્યાં એક સ્પેશિયલ ફોકી,ચા અને ડ્રિન્ક મલે છે.તેમાં અમે આ ડ્રગ મિક્ષ કરીયે છીએ અને તેનો ભાવ ખૂબ વધારે છે.સ્ટુડન્ટસને અમે એ સ્પે.કેફીન એડેડના નામે વહેંચીએ છીએ પહેલા બધા ઉત્સુકતાથી પીવે છે પછી આદત બની જાય છે ઘણા સ્ટુડન્ટસ તે પરીક્ષામાં જાગરૂકતા રાખવા પીવે છે.યુ નો કેફીન દ્રવ થોડા કલાકો માટે બોડીને એનર્જેટિક રાખે છે સ્ટુડન્ટસ તો એ ચાને એનર્જી ટી પણ કહે છે" રોકીએ કહ્યું.
"વ્હોટ મતલબ તમે તમે.." સૂર્યાને એમ હતું કે કદાચ આ બધી વસ્તુઓ કોઈ પાર્ટીમાં એક્સપોર્ટ થતી હશે,પણ એવું નહોતું અને એ ખૂબ ખાતરનાખ હતું. અને જે પ્રમાણમાં સવારે પેલા લોકો લઈ જતા હતા.તે ઉપરથી જણાતું હતું કે કેટલા લોકો અજાણતા જ ડ્રગના આધીન બન્યા છે. "હવે એ પણ કહી દે કે તું કોના અન્ડર કામ કરે છે તારો બોસ કોણ છે" સૂર્યા તાળુક્યો.
"તે એક લેડીઝ છે અને તે તારાપૂરની હેડ છે અને તેના ઉપર આવે છે રેડ હેટનો મુખ્ય બોસ બસ આથી વધારે હું કઈ કહીશ નહિ" રોકીએ સૂર્યાની નજીક આવતા કહ્યું.હકીકતમાં સૂર્યા તેની વાતોમાં ઉલજાયો હતો.તેને જ્યારે તેની વાત કહી ત્યારે તેને પોતાના મમ્મી પપ્પાની યાદ આવી હતી.રોકી પાસે એક સ્નોક બૉમ્બ હતો તે તેનો ઉપયોગ કરવામાં સફળ રહ્યો હતો.આજુબાજુનું સૂર્યાને દેખાવવાનું બંધ થયું હતું જ્યારે ધુમાડો હટ્યો ત્યારે રોકીના હાથમાં પણ ગન હતી તે પણ સૂર્યા જે મુદ્રામાં ઉભો હતો તે જ મુદ્રામાં ઉભો રહ્યો તેની સામે અને હવે સ્થિતિ સમાન હતી.
**********
ક્રમશ: