ભાગ 27 : અંતિમ ચરણ
SK અચાનક જ પડી ગયો ત્યારે હોસ્પિટલ લઈ જવાયો અને ડોક્ટરો દ્વારા કહેવામાં આવ્યું કે SK ને બ્રેઇન ટયુમર છે , તે છેલ્લા સ્ટેજ માં છે અને ખૂબ જ ગંભીર સ્થિતિ માં છે.
ધનશ એ તત્કાળ પોતાનું જેટ મોકલીને વિશ્વ ના સર્વ શ્રેષ્ઠ ડોક્ટર ને બોલાવવાનું કહ્યું , તેણે અને RK એ કહ્યું અમારે ગમે તે પરિસ્થિતિ માં SK ને બચાવવાનો છે , જે ડૉક્ટર આનો ઈલાજ કરી આપશે તેને વિશાળ રકમ પણ આપીશું.
ત્યારે SK ને હોંશ આવ્યો અને તેણે બધાને બોલાવ્યા અને કહ્યું સાંભળો હું તમને જે કહેવા માગું છું , એ ઘણું ચોંકાવનારું હોય શકે છે , એમ કહીને તેણે વાત શરૂ કરી -
" જ્યારે હું નાનો હતો ત્યારે મને વડીલ કોઈ આશીર્વાદ આપતા ત્યારે એમ કહેતા કે ખૂબ જીવજે બેટા , ત્યારે હું એમને કહેતો કે મારે ખૂબ નથી જીવવું પણ મારે તો એટલું જ જીવન જીવવું છે કે એમાં લોકો મારા ગયા પછી મને યાદ કરે , ભલે ઓછું જીવું પણ યાદગાર રહેવો જોઈએ , ત્યારે એ લોકો કહેતા કે માણસ નો અવતાર ઘણા લાખો અવતારો પછી મળે એટલે એને જીવી લેવાય , હું પણ માસૂમ ને નાનો હતો છતાં એમને કહેતો કે મારે તો બસ નામ કમાવવું છે , એ નાનપણ માં મને કંઈ ખબર ન પડતી કોઈ પૂછે કે મોટો થઈને શું બનીશ ? ત્યારે મારા મુખેથી એક જ જવાબ નીકળે : ખૂબ મોટો માણસ બનીશ " એમ બોલીને તે હસવા લાગે છે અને
વાતાવરણ થોડું હળવું કરવા માગે છે.
તને બ્રેઈન ટયુમર હતો, એ શા માટે કોઈ ને ના જણાવ્યું ? " RK એ પૂછ્યું.
" જણાવ્યું હોત તો શું ફરક પડત ? મારે જે કહેવું છે તે કંઈક અલગ છે , જે કામ માટે હું આવ્યો હતો એ કામ મે કરી નાખ્યાં છે, જ્યારે જેનો સમય આવે ત્યારે એ આવે છે ને જાય છે , દરેક ના જીવન ના અમુક ઉદ્દેશ હોઈ છે એ પૂરા થાય એટલે જીવન પણ પૂરું "
SK એ ટૂંકો ને ટચ જવાબ આપ્યો.
" તો શું તારું જીવન પૂર્ણ થયું ? તારા ક્યાં ઉદ્દેશ પૂરા થયા છે ? " ફરીવાર RK એ પૂછ્યું.
ત્યારે SK એ જવાબ આપ્યો - " મેં ક્યારે કહ્યું કે મારા ઉદ્દેશો પૂરા થયા ? The Era is not ended yet , I have to do so many things then I'll go , જો હું નહીં તો કોઈ બીજું આવશે , એની રાહ જુઓ , સાચો સમય આવશે એટલે તમને ખબર પડી જશે , આ માત્ર શરૂઆત થઈ છે હજુ ઘણું બધું બાકી છે , હવે જે ભવિષ્ય માં થવાનું છે એમાં તમે પણ ચોકી જશો અને આપણે આ બધું જે કરી નાખ્યું છે એના એંધાણ ખૂબ જ મોટે સુધી જવાના છે , બસ મારી એક વાત યાદ રાખજો મારા ઉદ્દેશો પૂરા થશે જ ! "
બસ તે એટલું બોલ્યો ત્યાં વિશ્વના સર્વશ્રેષ્ઠ ડોક્ટર્સ ની એક ટીમ ત્યાં આવી પહોંચી તેણે SK ની પરિસ્થિતિ જોઈ SK નું શરીર ખૂબ જ નબળાઈ માં આવી ગયું હતું તે પોતાના દર્દ ને જાણે હસતા ચેહરા થી છુપાવતો હતો .
ડોક્ટર્સ એ બધાને જવાનું કહ્યું જે SK ને ઈમરજન્સી રૂમ તરફ લઈ જવાયો.
અને છેવટે SK બોલ્યો
" Remember the name SK " બસ એટલું બોલીને તે સૂઈ ગયો , થોડીક ક્ષણ માટે કે હમેશ માટે કોણ જાણે એ ?
પણ તેનું આ વાક્ય ગુંજી રહ્યું હતું - Remember the name....
નોંધ:
વાચક મિત્રો વાર્તા હજુ સમાપ્ત નથી થઈ , હજુ તો બસ આ શરૂઆત થઈ છે હવે આગળ ની વાર્તા એક નવી નોવેલ કે જેનું નામ છે " એક અદ્વિતીય સોપાન " એમાં જ બતાવેલી છે , તો બસ હવે જુઓ રહસ્યોનો ફરી એક નવો ખેલ.
આભાર.