સારા એની માં સાથે આઘાત અને ગુસ્સા સાથે જેમતેમ બોલી રહી હતી..સાવ નીચલી કક્ષાના શબ્દો
આકરાં વેણ કાઢી રહેલી..એની માંનાં હાથના તમાચા ખાઈ રહેલી..એનાથી સહેવાય નહોતું રહ્યું એ એની માંને ધક્કો મારી એના રૂમમાં ગઈ જોરથી દરવાજો બંધ કર્યો ..એનાં પલંગ ઉપર પોતાની જાતને ફેંકી ક્યાંય સુધી ધ્રુસકે ને ધ્રુસકે રડતી રહી..એનાં રુદનથી ચાદર ભીંજાઈ ગઈ હતી..એનું નાજુક હૃદય એમ પણ તૂટીને લોહીના આંસુથી ભીંજાઈ ચૂક્યું હતું.એ ક્યાંય સુધી રડતી રહી..પછી એને ક્યારે નીંદર આવી ગઈ ખબરજ ના પડી..
“ સાવી મને ખબર નથી મારી આંખ ક્યારે ખુલી ..મેં મારી જાતને જોઈ…. હું સાવ ભાંગી પડી હતી..મને
થયું આવું જીવન શું કામનું? હું મારું જીવનજ પૂરું કરું..જીવવુંજ નથી..હવે મારે કાયમજ મારી માંની પાશવી નગ્ન લીલાજ જોવાની છે..રખે પેલો ઘાતકી વાસનાથી ભરેલો રાક્ષસ મને નિશાન બનાવે..મારી માંતો…”
સાવી મારી જીવવાની ઈચ્છાજ મરી ગઈ હતી..જીવુંતો કોના માટે? કોણ મારુ? હું સાવ નિ :સહાય અને અનાથ મહેસુસ કરી રહી હતી..હું વરસાદમાં પલળીને આવી હતી..મેં જેમતેમ મારા કપડાં બદલ્યા..મોં ધોયું..સ્વસ્થ થવા પ્રયત્ન કર્યો ..મેં મિરરમાં જોયું મારો ચહેરો જાણે હુંજ ના ઓળખી શકી..સાવ કાળો અને મૃત થઇ ગયેલો આટલો આઘાત પચાવવા મારી શક્તિ જ નહોતી ..હું ફરી મારા બેડ પર બેસી પડી..મનોમન એક નીર્ધાર કર્યો ..
સાવીએ પૂછ્યું “શું નીર્ધાર કરેલો ? તારી મોમે તને…કશું..” સારાએ તરતજ કીધું“ મને એણે ક્યાંય સુધી
એકલી છોડી દીધેલી પછી મારો દરવાજો ખટખટાવતી રહી મેં ખોલ્યોજ નહોતો..મારી નીંદર ઉડી ત્યારે ફ્રેશ થઇ મેં કરેલા નીર્ધાર પ્રમાણે હું રૂમમાંથી બહાર નીકળી ..એ બહાર મારી રાહ જોતીજ બેઠેલી..એ પણ ઊંઘી જ નહોતી..મને જોઈ એ ઉભી થઇ..મારી સામે હાથ જોડી ઉભી રહી મારી ખુબ માફી માંગી મને મનાવવા ખુબ પ્રયત્ન કરેલા એણે મને કહ્યું“ સરલા માંરાથી મોટી ગંભીર ભૂલ થઇ ગઈ છે મને માફ કર.. સરલા તારા પાપાના અચાનક જવા પછી હું સાવ એકલી થઇ ગઈ..ભવિષ્યના બધા વિચારોએ હું ભટકી ગઈ..એક નાજુક ક્ષણે મારાથી ના કરવાનું થઇ ગયું..સરલા ફરી કદી નહિ થાય.. મારું તારા સિવાય કોણ છે? હું તારા માટેજ જીવું છું અને તારું ભવિષ્ય સુરક્ષિત કરવાજ હું આવી ભૂલ કરી બેઠી.. પૈસા અને સલામતીના વિચારે હું ભાન ભૂલી ના કરવાનું કરી બેઠી..દીકરા મને માફ કર..મને ખબર છે મારી ભૂલ માફ કરવા લાયકજ નથી તે બધું તારી સગી આંખે જોયું છે હું મારો લૂલો બચાવ નહીં કરું.સરલા હું તારી માં છું એક નિઃસહાય વિવશ માણસ છું મને માફ કર પ્લીઝ..”
“ સાવી મારી માં ક્યાં સુધી મને કરગરતી રહી.. મનાવતી રહી એ મારા પગ પકડવા નીચે નમી..હું
ખુબ..ખુબ રડી પડી..મેં એને પકડી લીધી..હું ક્યાંય સુધી બોલતી રહી..આઈ તે આવું કેમ કર્યું ? આઈ તને પાપા કેટલું ચાહતા હતા..કેવું સરસ આપણું..હું બોલતી બોલતી એટલું રડી કે અમે બેઉ ક્યાંય સુધી એકમેકને જોતા બેસી રહ્યા..મેં મનોમન માંને માફ કરવા વિચારી લીધું..અમે બેઉ જણા બીજા દિવસની સાંજ સુધી કશું ખાધું નહીં બસ કઈ સુજતુ સ્ફુરતું નહોતું. માંએ મને કહ્યું સરલા ચલ આપણે ક્યાંક બહાર જઈએ મન છૂટું કરીએ બેટા ચલ
બહારજ કશું જમી લઈશું..અને અમે લોકો રાત્રે બહાર નીકળ્યા અને એને ટેક્ષી જુહુચોપાટી લેવરાવી..હું કશું
નહોતી બોલી સાવી હજી મારા ડુસકા શમ્યા નહોતા મને હિચકી આવતી હતી..અમે ચોપાટી ગયા ત્યાં દરિયેબેઠાં અમારાં બેઉમાંથી કોઈ કશું નહોતું બોલતું. હું બસ દરિયાની લહેરો જોયા કરતી મૌન બેઠી હતી..”
“ મારી માંએ મારી સામેજોઈ કહ્યું“ સરલા..હું તારી ગુન્હેગાર છું પણ હું પણ એક માણસ છું મારામાં પણ
બધી ઈચ્છાઓ લાગણીઓ....છોડ આ બધી વાતો તને લાગશે.. હું ફક્ત મારા પક્ષની મારા સ્વાર્થ.. ફિલિંગ્સનીજ વાત કરું છું..પણ આ બધામાં તારાજ વિચારો હોય છે..સરલા તું ખુબ આનંદમાં જીવે તને બધા સુખ સાહેબી આપી ખુબ ભણાવું..તું ખુબ પ્રગતિ કરે..સરલા તું બધી ચિંતા છોડી સરસ બિન્દાસ ..ચુમઈને જીવવાનું છોડી મસ્ત જીવ..બાકી બધું હું સંભાળી લઈશ..તું તારું ભણવું..કેરિયર તારી ઈચ્છાઓ મહત્વકાંક્ષા પુરી કરવા જીવન જીવ..સરસ સરસ આધુનિક કપડાં પહેરેજે મન થાય એ કરે ખુબ આનંદ કરે એવું હું ઈચ્છું છું જિંદગી કોમ્પ્રોમાઇઝથી નહીં બિંદાસ જીવ દીકરા..આપણે બેજ છીએ કોઈ જવાબદારી કોઈ બોજ નથી શા માટે સમાજથી કે કોઈનાથી ડરીને જીવવું..મારા કહેવાનો અનર્થ ના કરીશ પણ હું જીવનની સાચી વાસ્તવિકતાજ કહું છું..” પછી થોડીવાર ચૂપ થઇ ગઈ..હું એની સામેને સામેજ જોઈ રહી હતી..મને પૂછે શું વિચારેતું? મને જે હોય સ્પષ્ટજ કહેજે.. સાવી… મારા મનમાં પણ એક સામટા અનેક વિચાર ઈચ્છાઓ જાગી ઉઠી હતી.. હું સાવ શાંત ઠંડી અને સંકોચશીલ છોકરી હતી મને પણ ઘણા ઉમંગ ઈચ્છાઓ હતી…એને જાણે નવી પાંખ મળવાની હતી..મારા ચહેરાનેજ જોઈ રહી હતી આઈ..મારા ચહેરામાં બદલાવ આવ્યો..હું ઉત્તેજનાથી
બોલી ઉઠી “આઈ મને પણ ખુબ ઈચ્છાઓ છે મારે જીવવું છે મનભાવે એમ જીવવું છે દુનિયા જોવી છે સમજવી છે માણવી છે આઈ..મારે પાપાનું સ્વપ્ન
પૂરું કરવું છે મોટા વકીલ બનવું છે હું લો જોઈન્ટ કરીશ ભણીશ..સાથેસાથે જીવનના બધા સુખ લૂંટીશ..
આઈ એ કહ્યું “બધુંજ તું કર હું તારા સાથમાં છું આજે આટલી વાત ઘણી છે… હવે કૈક ખાઈએ પીએ ..વાતો
કરતા પેટને પણ ન્યાય આપીએ.. ચલ સામે મોટી હોટલ છેજ. ત્યાં જઈએ માં દીકરી એશ કરીએ.. જઈએ ? મેં તરત કીધું ચલ આઈ..”
વધુ આવતા અંકે.પ્રકરણ -16 અનોખી સફર