“ સાવીને મારાં ચરિત્રમાં.. મારી બરબાદીની કથામાં રસ પડી ગયેલો..એ એકી ટસે મારી સામે જોઈ ખુબ
ધ્યાનથી મને સાંભળી રહી હતી..મેં થોડો પોરો ખાધો.. એક સીપ મારી બોલી..કેટલો સમય વીતી ગયો અહીં
પીતા પીતા..તને મારું આખું ગંદુ બીભત્સ.. સાંભળવું પણ ના ગમે એવું આખ્યાન કીધું..સાવી…તને ઘીન આવી ગઈને મારું બધું સાંભળીને? મેં પહેલીવાર કોઈ પાસે સાવ સાચુંજ હૈયું ખોલી વાત કરી..બધુંજ ઉઘાડું કીધું..હું સાવ પારદર્શી થઇ ગઈ તારી પાસે..મને ખબર છે ખુબ મોડું થયું છે આજે આપણે..તારી બર્થડેની તો મેં વાટ લગાડી દીધી છે..સોરી સાવી..પણ આજ દિવસ નિર્માણ થયો હશે બધું કહેવા તને થોડું વધુ સાંભળી લે..હું હળવી થઇ જઈશ..બધું સાંભળયા પછી તું નક્કી કરજે…મારા જેવી સાથે ફ્રેન્ડશીપ રાખવી કે નહીં..સબંધ તોડી નાખીશ તોયે દુઃખ નહીં કરું.બધા સબંધ તુટીજ ચુક્યા છે જે પોતાના કહેવાય..માત્ર દેખાવના ..ખોખલા..દંભી..શરીર ચૂંથવા ..ચુંથવવાનાજ શેષ રહ્યાં છે..મને કોઈ દુઃખ નથી હવે..દુઃખ પણ મારી સાથે રહેતા..રહેતા..ટેવાઈ ગયું
છે..સાવી…” એમ કહેતા કહેતા..સારા ફરી દ્રવી ઉઠી મનોમન..આંસુ ના ઉભરાયા પણ ….
“સારા તું કેમ આવું બોલે? હા એ સાચું તારું બધું સાભળ્યું એવું કદી કોઈનું પણ નહોતું સાંભળ્યું…આવું
પણ થાય કોઈ સાથે એ સાંભળી ખુબ નવાઈ લાગી અને કોઈ પોતાનાજ પગ ઉપર આવો ક્રૂર..બરબાદીનો
કુહાડો મારે એ આજે સાંભળ્યું..આઇ એમ.. સોરી સારા…” સારાએ મ્લાન હસીને કીધું“ હું જાણું છું મેં જાતે મારું વધુ બગાડ્યું છે..કોઈએ ગંદી શરૂઆત કરી..હું સાવધ થવાની જગ્યાએ એ ગંદા રસ્તેજ ચાલી નીકળી..સ્ત્રીનું ચરિત્ર કેવું હોય હું ભૂલી..ખોટા રસ્તે ચઢી ગઈ.પણ…સાવી..મારો શું વાંક ? મારા પાપા જીવતા હતા ત્યાં સુધી મારું ઘર કુટુંબ સરસ વ્યવસ્થિત સંસ્કારીજ હતું .હું નાની હતી મારા પાપા છોડીને ગયા..પછી મોટી થતી ગઈ મેં મારી માં ને ચારિત્ર્યહીનજ જોઈ ના સંસ્કાર ના સંયમ બસ.. બે પરવા જિંદગી..જાણે કુદરતે મારા બાપને મારીને માંને
ચારિત્ર્યહીન બનવા લાયસન્સ આપી દીધું મારી માં.. કેવી હતી..સાવી….કેવી થઇ ગઈ..”
“ કોઈનો પતિ સ્વર્ગે સિધાવે..અથવા કોઈ કારણસર સ્ત્રી એકાંકી થાય તો શું એ સંયમ રાખી સંસ્કારનું
જતન ના કરે? મારી માંતો પાપાને ગયે હજી 13 દિવસની વિધિ પણ પુરી નહોતી થઇ..એણે રંગ બતાવવા માંડેલો..એને સમાજ કુટુંબની પડીજ નહોતી..સંતાનમાં હું એકલી એપણ..છોકરી..એને કોઈ ડર સંકોચજ નહોતો રહ્યો..એનો આશિક મહાત્રે તો હતો…પણ સોસાયટીનાં બીજા પુરુષોની નજર માં તરફ રહેતી..એકલી રહેતી સ્ત્રી જાણે બધા માટે અવેલેબલ હતી..માં પણ હસી હસીને રિસ્પોન્સ આપતી..પછી મને સમજાવતી..સરલા આપણે
એકલા થઇ ગયા છે ક્યારે કોની જરૂર પડે કહેવાય નહીં બધા સાથે સબંધ રાખવાના..પણ કેવા સબંધ
રાખવાના..? એ જાણે જગતમાં એકલીજ એવી સ્ત્રી હતી જે એકલી રહેતી હોય..એકલી રહેતી બધી સ્ત્રી એવી થોડી હોય? અરે..મારી નાની સાવ નાની ઉંમરે…મારી માં 6 વર્ષની હતી વિધવા થયેલા.આખી જિંદગી એકલી કાઢી આ સુધાને ઉછેરેલી ભણાવેલી..પણ મારી માં…એની માં પાસેથી પણ ના શીખી..”
“ મેં માંને કેટલીયેવાર આવતા જતા બીજા પુરુષો સાથે ઈશારા કરતી જોઈ છે..હું મોટી થઇ બધા મને એવીજ નજરે જોતા.કોઈ તો એટલા હરામી કે મને સીધીજ ગંદી ગંદી ઓફરો આપે..હું કંટાળી ગયેલી ખુબ… શું
છે આ ? મારી માંજ આવી? આવું ચરિત્ર? આપણા સનાતનમાં તો કેવા કેવા ઉમદા દાખલા છે સ્ત્રીઓના પવિત્ર પાત્રતાના..પણ…સાવી..મેં મારી વાત કીધી.. હું વધુ કેટલું કહી શકું..મારી માંની દરેક રાત્રિની નવી નવી કથની છે ચરિત્રહીનતાના પુરાવા દાખલા છે..હું મનોમન મારી માં ને ધિક્કારવા લાગી હતી..હું એને લઢતી ઝગડતી તો..એ કહેતી..તું શું છે તું તારી જાતમાં ઝાખીને જો પછી મને બોલ..તું શાણી સીતા નથી.. મને એટલો ગુસ્સો આવે..મેં કીધેલું..આઈ..તું સાવ નીચલા સ્તરે ગઈ છું તારું તો ઠીક તે મારું પણ પાતક કાઢી નાખ્યું છે તુંતો જાતે તારા શોખ વાસનાથી આવી નીચ વેશ્યા જેવી બની ગઈ..પણ મને તો તે અને તારા આશિકે બરબાદ કરી..રોજ ઉઠી હું આજ જોઉં તારી પાસે હું શું શીખું???? બોલને શું શીખું?? મને બરબાદ કરી તમને શું મળ્યું બોલ આઈ શું મળ્યું??? પેલો મહાત્રે હવે મારી પાછળ છે.મને એક રાતના એક એક લાખચૂકવવા કહે છે..તને મજા નથી આવતી તારી છોકરીના કેવા ભાવ બોલાય છે?? એ મારું લોહી.. પરસેવો..શરીરની ગંધ બધું શું શું ચાખી ગયો છે
એને હુંજ જોઈએ છે મારા ભાવ શેર બજારની જેમ વધારતો જાય છે..પછી….સાવી..હું મારી માં સામે એટલી ખડખડાટ હસી છું..હસી નથી અટ્ટહાસ્ય કર્યું છે..સુધાની શુદ્ધ ઉડી ગયેલી..અમારો એ છેલ્લો ઝગડો..બસ પછી હું ઘર..મુંબઈ..છોડી અહીં આવી જાઉં એની પાછળ પડી ગઈ..અંતે અહીં હું આવી ગઈ..એણે નિરાંતનો શ્વાશ લીધો હશે..પૈસો હતોજ.. મહાત્રેએ પણ આપેલો..એનો ખર્ચો ઉઠાવતો..વળી મારા બાપાએ પોતાના પિતાનું મકાન એમનાં અને માંના નામે કરેલું..એમનાં મૃત્યુ પછી મને મળે એવી કન્ડિશન હતી..એ પૈસા મારા નામે છે..મુકવા પડેલા.. મારા પપ્પાં મારું વિચારતા ગયેલા..એ એમના આશીર્વાદ છે.. જોકે સાચું કહું તો માં એનાજ પૈસા મારી પાછળ વાપરતી..ખબર નહીં કેમ મારાં પૈસાને હાથ નહોતો લગાવ્યો ઉપરથી મકાન સામે કેશ મળી હતી એનો
વહીવટ પણ મારા નામે અને ખર્ચ મારી પાછળ કર્યો ..મને કીધેલું ટાઈમપાસ માટે ત્યાં જોબ કરજે બાકી તને કાયમ પૈસા મળતા રહેશે..તારા તો તારી પાસે છેજ….બસ જો મારી આ કથની…”
સાવી કહે..” પણ બધી વાતમાં અમિત ક્યાં છૂટી ગયો?? એનું શું થયું? આઈ મીન એની સાથે પછી
આગળ શું થયું? સારા કહે” બસ આજે આટલું..બહુ મોડી રાત થઇ છે આજે ફ્રાઈડે છે આજે અહીં બધા પી પીને મસ્તી કરતા ઘરે જશે..ક્યાંક કોની ઝપટે પડી ગયા..દરવખતે કોઈ ધનુષ નહીં મળે..એમ કહી ખડખડાટ હસી..ચલ હું બિલ ચૂકવું..નીકળીએ આપણે..આવી ફરી કોઈ અંગત પળે વાત કરીશું..હું તો તારું કશું જાણતીજ નથી..બર્થડે સિવાય..સાવી હસી બોલી..”ફરી કોઈવાર..” બન્ને નીકળી ગયાં બિલ ચૂકવી…ઘરે જવા..
વધુ આવતે અંકે પ્રકરણ-25 અનોખી સફર