Dhwani Shastra - 16 in Gujarati Horror Stories by Maulik Vasavada books and stories PDF | ધ્વનિ શસ્ત્ર - ભાગ 16

Featured Books
Categories
Share

ધ્વનિ શસ્ત્ર - ભાગ 16

"એ તું કોણ છે?" ટેક્સી ડ્રાઈવરે ગુસ્સે થઈ પુછ્યું.

"હું ત્રિશલા છું. કોઈ રાત્રે રહેણાંક વિસ્તારમાં હોર્ન મારે છે?" ત્રિશલા એ કહ્યું.

આ બધો શોર બકોર સાંભળીને જોસેફ બહાર આવી ગયો. જોસેફ કપડાં પહેરીને બેગ લઈને જતો હતો.એ જ વખતે ત્રિશલા એ તેને ટોક્યો.

" તમે ચિંતા ન કરો. હું ભાભીને કહીશ કે આ ટેક્સી ડ્રાઈવર કેવો બેકાર છે? ટેક્સી કંપની થી બીજી મંગાવી લો." 

"શું?" જોસેફ હતપ્રભ બની ગયો.

"બાય ધ વે સફરજન મસ્ત હતા. ભાભીને આભાર કહેજો." ત્રિશલા બોલે જ જતી હતી.

જોસેફ ગુસ્સા વાળી નજરો નાખીને પછી નીકળી ગયો. ટેક્સી ડ્રાઈવર પણ જોસેફ ના આવ્યા પછી શાંત થઈ ગયો. 

"અરે.. અરે.. શું માણસ છે?" ત્રિશલા પગ પછાડીને આગળ વધી તો જોસેફ ના ઘરે તાળું હોવાથી પાછી ફરી જાય છે.

"કોણ‌ છે આ યુવતી?" ટેક્સી ડ્રાઈવર ના સ્વાંગ માં સેના અધિકારીએ પુછ્યું.

"મને પણ ખબર નથી. આજે જ પડોશમાં રહેવા આવી છે." જોસેફે જણાવ્યું.

"હું હોર્ન મારતો હતો તો બહાર આવી અવાજ કરવા લાગી." સેના અધિકારીએ જણાવ્યું.

" મારી પાસે જમવાનું માંગવા આવી હતી. થોડું મગજ નબળું લાગે છે." જોસેફે જણાવ્યું.

"પણ ધ્યાન રાખવું." ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું.

થોડીવાર પછી જ શસ્ત્ર ફેક્ટરીમાં જોસેફ પહોંચી ગયો અને ડોક્ટર પ્રતિભા ની સામે બેઠો હતો. ડોક્ટર પ્રતિભાએ શરૂ કર્યું:
" હવે કેમ છે?" 

"બસ મને તો આરામ છે. ગઈકાલે હું ખુબ ગભરાઈ ગયો હતો. ડોક્ટર મજમુદાર નો અવાજ મને સંભળાયો હતો." જોસેફે જણાવ્યું.

"હું સમજી ગઈ. આજે આખો દિવસ મેં અશ્ર્વય ધ્વનિ તરંગો ના ગ્રાફ જોયા છે અને મને એક વાત તો સમજાઈ ગઈ કે આ ધ્વનિ તરંગો અલગ અલગ સ્ત્રોતો થી આવી રહ્યા છે. 

તું કદાચ અશ્ર્વય ધ્વનિ સાંભળી  શકે છે પણ તારું મગજ એક લેવલ થી વધારે આ પ્રકારની ધ્વનિ તરંગો સહન ન કરી શક્યું અને પ્રથમ પ્રતિભાવ તરીકે તને બેભાન બનતા પહેલા ડોક્ટર મજમુદાર નો અવાજ સંભળાયો કારણ કે એ તારા મગજમાં રમી રહ્યા હતા." ડોક્ટર પ્રતિભાએ સમજાવ્યું.

"એ હોય શકે. આજે શું કરવાનું છે." જોસેફે પુછ્યું.

"આજે આપણે ટેસ્ટ કેસ ની ઉપર જ અશ્ર્વય ધ્વનિ સ્પંદનો ના પ્રયોગો કરીશું. આ સ્પંદનો આપણે પેદા પણ નહીં કરીએ. હું કોમ્પ્યુટર ચાલુ કરી એ સ્ત્રોત થી જ સ્પંદનો પેદા થવા દેવા માગું છું." ડોક્ટર પ્રતિભાએ સમજાવ્યું.

"પણ હવે તો હું સ્વસ્થ છું." જોસેફે કહ્યું.

"તું બસ મારી વાત માન. તું અમારી માટે ખુબ જ અમુલ્ય છે." ડોક્ટર પ્રતિભાએ સમજાવ્યું.

ડોક્ટર પ્રતિભા અને જોસેફ ફરીથી ‌નીચે ભોંયરામાં ઊતરતા હતા ત્યારે વીજ પુરવઠો ચાલુ જોતા ડોક્ટર પ્રતિભા હતપ્રભ બની જાય છે. 

"હું બધું જ બંધ કરીને આવું છું પણ આ રાત્રે કેવી રીતે લાઈટો ચાલુ થઈ એ ખબર નથી પડતી. " ડોક્ટર પ્રતિભાએ સમજાવ્યું.

જોસેફ આજે તો ચુપચાપ જ હતો. એ ખબર નહીં કેવી રીતે પણ આ બધા થી બચવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. 

"જોસેફ શું થયું?" ડોક્ટર પ્રતિભાએ પુછ્યું.

"કંઈ નહીં. " જોસેફ જણાવે છે.

"હું ટેસ્ટ કેસ ને બોલાવું છું. તું રેકોર્ડ રૂમમાં જઈને કોમ્પ્યુટર ચાલુ કરી પછી બધી માહિતી ઈશારાઓ થી જ આપજે." ડોક્ટર પ્રતિભાએ સમજાવ્યું.

ડોક્ટર પ્રતિભાએ ફોન કરી ગુપ્ત રસ્તાથી ટેસ્ટ કેસ ને બોલાવી પછી તેને જ્યાં સાંભળવાનું હતું એ રૂમમાં માથે હેડ ફોન ભરાવી પછી બેસાડી દીધો. તેની આંખો પર પટ્ટી બાંધેલી હતી અને ફક્ત તેનું મોઢું જ ખુલ્લું હતું.  

એક સેના અધિકારીને સમજાવવામાં આવ્યો. ડોક્ટર પ્રતિભા તેની બાજુમાં જ હતી.સેના અધિકારી ટેસ્ટ કેસ ને કહે છે:
"જો તને પહેલા અવાજ સંભળાય તો હાથ ઊંચા કરી એ જ અવાજ નું ફરીથી પુનરાવર્તન કરજે. જો ન કર્યું તો પછી જોઈ લેજે." 

ડોક્ટર પ્રતિભાએ જોસેફ ને ઈશારો કર્યો. જોસેફે કોમ્પ્યુટર ચાલુ કરી પહેલા શ્ર્વ્ય ધ્વનિ તરંગો પેદા કરવા માટે ચાલુ કરી પછી ફયુઝન જનરેટર ને લાઈન માં લીધું.

" અવાજ આવે છે?" ડોક્ટર પ્રતિભાએ જોરથી પુછ્યું.

પહેલા તો ટેસ્ટ કેસ ચુપચાપ જ રહ્યો. પછી સેના અધિકારીએ તરત જ ગરમમાગરમ ચીપિયો તેના હાથમાં મૂકતા જોરદાર ચીસ પાડી ઊઠ્યો. જોસેફ તો ડોક્ટર પ્રતિભાના ઈશારા જોઈ રહ્યો હતો.

ડોક્ટર પ્રતિભાએ અવાજ ચાલુ રાખવા માટે જ સમજાવ્યું.  જોસેફ પણ એ જ કરે છે. અધિકારી ફરીથી પુછે છે:

"અવાજ આવે છે?" 

ટેસ્ટ કેસ ચુપચાપ બેસી ગયો. હવે ફરીથી જેમ જ ગરમ ચીપિયો તેના હાથમાં લગાડવામાં આવ્યો તો એ તરત જ ગભરાઈ ગયો અને‌ કહે છે:

"હા આવે છે."

ડોક્ટર પ્રતિભાએ હાસ્ય વેરીને જોસેફ ને કોમ્પ્યુટર પર અશ્ર્વય ધ્વનિ સ્પંદનો પેદા કરવા માટે ઈશારો કર્યો. ડોક્ટર પ્રતિભા પોતે પણ જોસેફ પાસે પહોંચી ગયા.

"જોસેફ તું ટયુનિગ ફોર્ક નો પ્રયોગ ન કરતો. કોમ્પ્યુટર ને જાતે જ અશ્ર્વય ધ્વનિ સ્પંદનો પેદા કરીને રેકોર્ડ કરવાનું આદેશ આપ." ડોક્ટર પ્રતિભાએ સમજાવ્યું.

જોસેફ પણ હામી ભરી દે છે. ધીમે ધીમે અશ્ર્વય ધ્વનિ સ્પંદનો કોમ્પ્યુટર પર પેદા થવા લાગ્યા અને ડોક્ટર પ્રતિભા ને જોસેફ અંગુઠો બતાવે છે તો ડોક્ટર પ્રતિભા ટેસ્ટ કેસ ને પુછે છે:

"કંઈ સંભળાય છે?" 

ટેસ્ટ કેસ તરત જ જવાબ આપે છે.

" કોઈ અવાજ નથી આવતો. શું છે આ ધીમે ધીમે અવાજે ચાલુ રાખ્યું છે?" 

ડોક્ટર પ્રતિભાએ હાથ ઊંચો કરીને એ જ તરંગ ગતિએ ચાલુ રાખવા માટે જોસેફ ને ઈશારો કર્યો. જોસેફ પણ કોમ્પ્યુટર ના રેકોર્ડ રૂમમાં ફ્યુઝન જનરેટર તરફ નજર કરે છે તો હતપ્રભ બની જાય છે.

"આ શું? આ બધા ધ્વનિ સ્પંદનો વચ્ચે બિલકુલ પણ ગેપ નથી. એક જ સ્ત્રોત થી આટલી બધી તરંગો? એ પણ કોઈ વાતચીત થતી હોય એમ? " જોસેફ હતપ્રભ બની જાય છે.

"કંઈ સંભળાય છે?" ડોક્ટર પ્રતિભાએ ફરીથી ટેસ્ટ કેસ ને પુછ્યુ.

"કાનો પર અને મગજ પર ખુબ ભાર લાગે છે. આ શું ધીમે ધીમે અવાજે કહેવા માંગો છો? કાન માં કંઈ દરિયાઈ જીવ બોલતા હોય એમ સમજાય છે." ટેસ્ટ કેસ કહે છે.

ડોક્ટર પ્રતિભાએ ખુશ થઈ જોસેફને હજી થોડી તરંગ ધ્વનિ નીચી કરવા માટે સમજાવ્યું. જોસેફ પણ ઈશારો સમજી ૧૭ હર્ટઝ ની તરંગ ધ્વનિ મુકે છે.

"આ..આ..આ..." ટેસ્ટ કેસ કંઈ પણ પુછ્યા વગર જ કહે છે.

"કાન ની અંદર સણકાઓ ઊઠી રહ્યા છે?" ડોક્ટર પ્રતિભાએ પુછ્યું.

"હા આ બધું શું છે? કાનમાં અજાણ્યા અવાજો આવી રહ્યા છે." ટેસ્ટ કેસ કહે છે.

ડોક્ટર પ્રતિભાએ તરત જ જોસેફ ને તરંગ ધ્વનિ ૧૮ હર્ટઝ કરવા માટે સમજાવ્યો. જોસેફ કમાન્ડ પણ આપે છે. પણ કોમ્પ્યુટર થી થતું નથી.

" આ શું બદલો લેવા માંગો છો? કાનમાં સમુદ્ર ઘોઘવાય છે. આ..આ..આ.." ટેસ્ટ કેસ રાડો પાડીને કહે છે.

અચાનક જ જોસેફ દોડતો ડોક્ટર પ્રતિભા પાસે આવે છે. ડોક્ટર પ્રતિભા પણ રૂમની બહાર નીકળી જાય છે.

"શું થયું?" ડોક્ટર પ્રતિભાએ પુછ્યું.

"મેડમ કોમ્પ્યુટર ૧૮ હર્ટઝ નથી જતું.એ મનફાવે તેમ ધ્વનિ તરંગો પેદા કરે છે." જોસેફે જણાવ્યું.