" શાને પાંખો આપી? "
પહેલાં જગાવી પ્રેમ ને પછી ઝુરાપો આપી;
કુમળા એક હૃદયમાં તેં યાદોં લાખો આપી;
બસ ખાલી બતાવી સપનાં, ઊંચી ઉડાનનાં,
કેદ કરવાં'તાં પાંજરે, તો શાને પાંખો આપી?
એક શિકાયત રહી સદા, તારાથી ભગવાન,
ગોપિત રહેવું' તું તારે, તો કેમ આંખો આપી?
લોહીએ બાંધેલા સબંધો નિકળ્યા સૌ સ્વાર્થી,
સરભર કર્યું પ્રભુ, એક દોસ્ત અનોખો આપી;
જીવનભર અટવાયો, સુખ દુઃખના વમળમાં,
પોસ્યું સદા દુઃખને "વ્યોમ", સુખને ખો આપી;
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.