The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મને લાગે છે. સત્ય અસત્ય જેવું કંઈ છે જ નહી. ભગવાન ના ભરોસે બેઠાં છીએ, પણ ભરોસા જેવું કંઈ છે જ નહીં. માત્ર ભગવાન છે, બાકી કશું જ છે જ નહીં. કળિયુગ ને દોષ દઈએ છીએ, પણ કળિયુગ ના રચયિતા ને કોઈ કશું કહેતું જ નહીં. કળિયુગ થી બચી જશો, જો નિવાસ પ્રભુ ના ચરણો નો કરશો, પણ પ્રભુ ના ચરણો નો વાસ તો એક ઠેકાણે નહિ. અત્ર તત્ર સર્વત્ર પ્રભુ નું જ સ્રમ્રાજ્ય છે.ક્યાં પ્રભુ ના ચરણ નથી તો ક્યાં બેસી આશ્રય કરવો ? ધર્મ નિયમ પાળનારા પણ પ્રભુ ના ભક્તો નથી. નમાઝ પઢી વધ કરનારા ઓછા નથી.ભગવો પહેરી લાજ લેનારા ઓછા નથી. નિર્દોષતા તો મરી ગઈ છે નેછળ કપટ ની મજા ગમી. ષડ્યંત્ર કરી પોતાનાં જ સ્વજન ને દુઃખ આપી ક્યાં ગયા એ કૃષ્ણ અત્ર તત્ર સર્વત્ર તો કૃષ્ણ તું અહીં નહિ ? દ્રૌપદી ને કહે છે તે મને પ્રથમ યાદ ન કર્યો, તારા સભાપતિ સ્વજનો એ તને સાથ ન દીધો. અરે કૃષ્ણ,તમે તો અંતર્યામી છો. દુખિયા ના દુઃખ જોઈ સુદામા પાસે દોડો છો. વિવેક કેમ ચુક્યા આમ બોલી કોઈ મદદ ન માંગે તો શું મદદ ન કરશો? બાળા ના ચીર હરાય તોયે તમે મૌન રહેશો?અને વાંક પણબાળા નો કાઢશો, તે મને યાદ ન કર્યો?તમારી ફરજ તો મદદની હતી ને ?યાદ કરે કે નહીં પણ મદદ તો એને કરવાની જ હતી ને ? કોઈ પડે તો તરત દોડી મદદ કરવી એ તો માનવતા નો વિવેક છે.કળિયુગ તો સૌ પ્રથમ તમને જ સ્પર્શયો છે કે નહિ ? આશ્ચર્ય તો મને ત્યારે થયું. શ્રીકૃષ્ણ નો સાથ સમગ્ર જીવન માં રહ્યો. તો પણ સ્વર્ગ નો લાભ દુર્યોધન ને મળ્યો? પાંડવો કૃષ્ણ કૃષ્ણ કરતાં તો પણ નર્ક માં એમને સડવું પડ્યું? પ્રભુ સાથે છે પ્રભુ સાથે છે. એમ જીવન ભર સંભારણું હતું.તોયે..સ્વર્ગ ન મળ્યું? પ્રભુ તારી લીલા તું જ જાણે. માનવ જીવન હંમેશા વામણું પડ્યું. વિશ્વાસ સંપૂર્ણ છે, ભગવાન નું અસ્તિત્વ ચોક્કસ છે. એ સાથે જ છે એ દેખાય કે નહીં.. અરે પાછો આ વિશ્વાસ આવ્યો? લો માનવ જીવન નો આધાર આવ્યો. કળિયુગ માં,વિશ્વાસ નો જ વિશ્વાસઘાત થતો. સ્વાર્થ માટે સૌ પોતાનાં ને જ જૂથતા પાડતા. પોતે જુટઠું બોલી સત્ય બોલનાર ને જુઠ્ઠા કહેતાં. ઓ વિશ્વાસ ન રચયિતા, કળિયુગ માં કેમ વિશ્વાસ રચ્યો? સ્વાર્થ તો ચાલો માનો તમારું રમકડું છે.પણ વિશ્વાસઘાત,વિશ્વાસઘાત તો સાચે મૃત્યુ જ છે. આવા મરેલા માનવો નો પૃથ્વી પર કેમ વસવાટ કર્યો? સ્વાર્થ સ્વાર્થ રમતાં રમતાં રમતાં આ નિર્દોષ જીવો નો વધ કર્યો? હે કળિયુગ ના રચયિતા તે વિશ્વાસઘાત રચી માનવતા નો નાશ કર્યો? ખરું આશ્ચર્ય તો એ પણ રહ્યું એ નાથ. જેમ કસાઈ પશુ નો વધ કરી સહજ રીતે જીવે છે. એમ તારો કહેવતો માણસ વિશ્વાસઘાત કરી આટલું સહજ જીવે છે. અરે,અરે,અરે પ્રભુ એકવાત કહું તારો માનવ તો આ અમાનવીય વર્તન ને પણ પ્રભુ એજ કહ્યું છે એમ કહી હસતાં હસતા વિશ્વાસઘાત કરે છે! તું તો જબરો ભગવાન નીકળ્યો,મને કેમ ક્યારેય આવું આવી ને તે ન કહ્યું?અને એ લોકો ને જઈ તું કહી ગયો. જાવ સ્વાર્થ માં રચ્યા પચ્યા રહી વિશ્વાસઘાત કરો. અને મને તો એમ કે તું તો સત્ય બોલનારો. આ તું બોલ્યો કે તારો માનવ પણ અસત્ય બોલી તારું નામ વટાવી ગયો.
ઉગાડીએ. ચાલો. આખું વિશ્વ કહે છે કે બુદ્ધિ એ બહુ જ પ્રગતિ કરી છે એટલે પૃથ્વી પર નું જીવન જોખમમાં આવી ગયું છે. વિજ્ઞાન ને જે જે શોધખોળ કરી છે,તેને કારણે પૃથ્વી ના વાતાવરણ માં તિરાડ પડી છે. તેનાં વિનાશ થી પૃથ્વી પરના ઓક્સિજન નું ને ખૂબ જ અસર થઈ છે.લોકો ને શ્વાસ લેવામાં શુદ્ધ પ્રાણવાયુ ની બદલે અશુદ્ધ વાયુ મળે છે.એટલે જન જીવન જોખમ માં છે. ભવિષ્ય ખૂબ જ જોખમ માં છે.ભાવિ પેઢી વિકલાંગ અને મંદ બુદ્ધિ ની થઈ શકે છે. પૃથ્વી પરથી શુદ્ધતા નો અંત આવી શકે છે.માણસો સુઈ ગયાં છે.સુઈ જશે. શુદ્ધ પ્રાણવાયુ માટે માણસ માણસનો નાશ કરી શકે એવી કફોડી હાલત થઈ શકે એમ છે. જો વાતાવરણ બદલવામાં ન આવે તો. જો કાપવાનું રોકવામાં ન આવે અને નવા ઉગાડવામાં ન આવે તો સમગ્ર જીવ સૃષ્ટિ ને અસર પડી શકે છે. નવા ઉગાડી સંવર્ધન કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે. સર્વે નાશ પામી જશે. ચાલો ઉગાડીએ. જે જરૂરી છે,તેને પાછું ઉગાડીએ. ચાલો વાવીએ. પ્રેમ ને ઉગાડીએ. માણસ માણસ વચ્ચે વિશ્વાસ ઉગાડીએ. સલામતી નું ઝાડ વાવીએ. અસલામતી ની ગંદકી દૂર કરીએ. ચાલો માણસ માં માણસાઈ જગાડીએ. હૂંફ અને લાગણીઓ ને હૃદય માં સજાવીએ. ચાલો માનવતા ઉગાડીએ. ફરી થી ખુશીનું,હાસ્ય નું નિર્દોષ વાતાવરણ જગાવીએ. સમજણ અને વિવેક ને વાવીએ. એકબીજા માં સંપ અને એકતા ના બીજ રોપીએ.સ્કારત્નકતા ને ગળે લગાડી નકરાત્મકતા ને લાત મારીએ. હંમેશા સારું જ વિચારીએ. હેત નો ધોધમાર વરસાદ વરસાવી સૌ ને લાગણી માં ભીંજવી દઈએ. ચાલો એકબીજા નો સાથ લઈ આપણી સંસ્કાર રૂપી સોના ની ખાણ ને ફરી નમ્રતા થી ભરી દઈએ. શૂરવીર થઈ મહેનત કરી ચાલો ફરી માનવતા ઉગાડીએ. ચાલો બધાં સાથે મળી પૃથ્વી ને ફરી પ્રેમથી હર્ષોલ્લાસ થી ભરિ દઈએ.
ચક..ચક..ચક..ચક... મરઘી ને ચણ નાખવામાં આવે છે..અને મરઘી તે ચણ નાખનાર ની પાછળ પાછળ દોડી દોડી ચણ ખાય છે.અને તે ચણ નાંખનાર એજ મરઘી ના શરીર પરથી એક એક પિછા ખેંચતો જાય છે. આવી મેં એક વાર્તા સાંભળી છે.જે સાંભળી ત્યાર થી આજ સુધી જબરદસ્ત અસર કરી ગઈ છે.કદાચ ભુલાતી પણ નથી. કે એ મરઘી એજ વ્યક્તિ ની પાછળ દોડી દોડી જાય છે.જે એને ચણ નાંખે છે. એજ ચણ નાંખનાર એનાં શરીર માંથી પીંછા ખેંચી ખેંચી ને કાઢે છે,મરઘી ને એની પીડા પણ થાય છે,મરઘી એ પીડા નાં સિસકારા પણ બોલાવે છે.કેટલુ પીડાદાયક ભોજન છે આ.પણ પેલી નિર્દોષ મરઘી ને ભાન પણ નથી કે જેની પાછળ પ્રેમથી, વિશ્વાસ રાખી એ ખાવાનું લેવાં દોડે છે એ જ નરાધમ એનો હત્યારો છે.એ એને એટલે ચણ ખવડાવે છે જેથી એ મરઘી તાજી માજી થાય અને એનો વધ કરી હું મારું પેટ ભરૂ. એબિચારી તો નિર્દોષતા થી કુદરતી નિયમ મુજબ જ્યાં ખાવાનું દેખાય ત્યાં જીવ જાય.જ્યાં પોતાને આનંદ લાગે ત્યાં બુદ્ધિ નો વિચાર કર્યા વગર દોડી જાય. આ વાત થઈ મરઘી ની.જેને બુદ્ધિ નથી.માફ કરજો મરઘી ને "એટલી"બુદ્ધિ નથી. આગળ નો કદાચ "એટલો" વિચાર નથી.કે એ સમજી શકે કે ચણ નાંખનાર ની વૃત્તિ ખરાબ છે અને હું તેનાંથી બચી શકું છું.કદાચ બીજા નું જોઈ એને ભાન પડે પણ ત્યાં સુધી તો બહુ મોડું થઈ ગયું હોય છે.કેમ કે એને ત્યારે જ ખબર પડે છે જ્યારે એ વધાવા માટે સંપૂર્ણ ઝડપાઇ ગઈ હોય છે.એને છૂટવાનો કોઈ મોકો કે સહારો નથી હોતો, "ચક ચક ચક અવાજ ચીકાયારીઓ,મોત થી કણસતી ચીસો માં ફરી જાય છે.ચિત્કાર ને દુઃખ,ભય જાણે નર્ક ની અનુભૂતિ કરાવે છે.અને પછી એજ ચણ વાળા ના હાથ માંથી છૂટવા,ભાગવા, તડરફળિયા મારે છે.અગાધ મરણિયો પ્રયાસ કરે છે.પણ મરઘી માં :"બુદ્ધિ" નથી. મરઘી માં "તાકાત" નથી.(જેનાં માં "બુદ્ધિ" અને "તાકાત" હોય એ "કદાચ" બચી શકે.) પણ એ નિર્દોષ મરઘી બિચારી માં બુદ્ધિ નથી.એ તો કુદરતે જે નિયમ બનાવ્યો છે રોટી કપડાં ઓર મકાન એને જ અનુસરતી હતી.જ્યાં ખાવા મળે ત્યાં પેટ ભરવા દોડવું.એને તો એય નથી ખબર કે પેટ ભરવા થી જીવાય. એ તો કુદરત ના એક નિયમ મુજબ જે એની ઇન્દ્રિયો કરાવે એમ કરે છે.ભૂખ લાગે ત્યારે ખાવાનું શોધે.પ્રજનન ની લાગણી થાય ત્યારે પ્રજનન કરે.ટોયલેટ ની ઈચ્છા થાય ત્યારે હાજતે જાય.કુદરતી રિતે જે જે થાય એમ એમ કરે. એ રીતિ એ બીચારી ને ભૂખ લાગી તો ચણ ચણવા ગઈ.જો ભૂખ ન લાગી હોત, અથવા "ઉપવાસ" કરવો એવી ધાર્મિક સમજણ હોત તો પણ કદાચ ચાન્સ હતો બચવા નો. પણ એવી કોઈ સમજણ તો હતી નહિ. કુદરતે જ એને એવી રીતે ફસાવી તેમા એનો શો વાંક? એને ક્યાં ખબર છે કે કુદરતે "નર્ક" ના "યમદૂતો" જેવા માણસો પણ બનાવ્યાં છે. જે "નિર્દોષતા" ને જાણે છે.સમજે છે.જે "લાલચુ" છે."સ્વાર્થી" છે."ખરાબ" છે. હાલ તો ,માણસ એક જ એવી જાત છે જે અત્યંત નીચતાં ના પાતાળ સુધી જઈ શકે છે.દુરુપયોગ કરવા. એવાં માણસ ના "ચંગુલ" માં તો બેન માણસ પણ ફસાઈ જાય છે તો તું તો એક નિર્દોષ મરઘી છે.માણસ થી માણસ નથી બચી શક્યો તો...એ મરઘી માણસ ના "ચંગુલ"માં ફસાઈ છે, ત્યારે "કદાચ" એને ખબર પડે છે કે આ ચણ નાંખનાર તો સા..ખરાબ, હ..માણસ છે.મારો અને મારા કુટુંબ નો વિનાશ કરનાર માણસ છે.એ ચણ નહિ ઝેર છે.ભલે ચણ લાગે પણ કસાઈ ની તલવાર છે. પણ ત્યાં સુધીમાં તો એ જીવ વધેરાઈ જાય છે. બસ.એમ જ. કળિયુગ આ શબ્દ સાંભળ્યો છે? કળિયુગ એટલે શું એ ખબર છે? હાસ્યસ્પદ અથવા સાવ સામાન્ય લાગે ને કે આવું તો પુછાય?આ તો બધાં ને ખબર જ હોય ને ?ભારત છે આ,થોડું અમેરિકા કે પશ્ચિમ ના દેશો છે?કેમ ?એવું લાગે ને? પણ , આ પ્રશ્ન પૂછવો જરૂરી છે. કેમ કે આ પ્રશ્ન બધાં ને ખબર ન પણ હોય. હાલ જે રીતે ભારત માં પશ્ચિમ કરણ થઈ રહ્યું છે. બાળકો,માતાઓ,યુવાઓ,અરે વડીલો પણ પૈસા,સત્તા,મોજશોખ અને જલસા,અભિમાન માં જે અંધ બન્યા છે. ધર્મ,ભક્તિ,સંયમ,સંપ,બલિદાન, એ પ્રકાર ના જે જીવન ના ઉચ્ચ મૂલ્યો ને ભૂલી ગયા છે. એ હિન્દૂ ધર્મ અથવા ધાર્મિક એવી વાતો ને શું સમજવના? અથવા શું સાંભળવા ના ? અને કોણ સંભળાવે એમને ? ઘર માં બા દાદા તો છે નહીં.માતા પિતા ને સમય નથી. સંપૂર્ણ પણે પાશ્ચાત્ય થઈ ગયાં છે. જેમ કોઈ ધોળીયા-કાળિયા ને કળિયુગ એટલે શું એમ ખબર ન હોય ને એમ આપણા ભારતીય હિન્દૂ પણ કદાચ ખબર ન હોય તેમાં નવાઈ નહિ. ચાલો મુખ્ય મુદ્દા પર આવીએ..આમ તો એક એક શબ્દના ઊંડાણ માં જઈએ તો અનેક પુસ્તકો લખાઈ જાય. કળિયુગ. કળિયુગ એટલે શું એ જો સાંભળ્યું હોય તો. કળિયુગ માં જે જે થવાનું છે.તેની વર્ણન આપણા ધર્મ ગ્રંથો માં લખ્યું છે. જો પાશ્ચાત્ય સંસ્કૃતિ કહેતાં એમનાં ચલચિત્રો અને મોજશોખ નો વિચાર કરીએ તો. તેમાં એક ઝોમ્બી/zombi આશબ્દો બહુ આવે છે. રોબોટ કહેતા લાગણીહીન મશીન જેવા માનવો. મારામારી,લૂંટફાટ સ્ત્રીઓ ના,સ્ત્રીઓ સાથે ભીભત્સ વર્તન,મર્યાદા વગર નું જીવન.કુટુંબ વ્યવસ્થા ની ગંદકી. વ્યભિચાર ની સર્વસંમતિ થી સ્વીકાર. આવું આવું ઘણું ઘણું બતાવાય છે.. જેને ભારતીય સમાજ (સમાજ માં દરેક ઉંમર ના, દરેક વર્ણ ના,દરેક ક્ષેત્ર ના વ્યક્તિ આવી જાય)ખૂબ જ સહર્ષ સ્વીકારે છે અને તે મુજબ અનુસરવા ઘેલાં ઘેલાં થાય છે. તડપાપડ થાય છે. Actual. ખરેખર તો એજ કળિયુગ ની નિશાની છે. એજ કળિયુગ છે. કેટલી શુક્ષમતા થી. કેટલી બારીકાઈ થી કેટલાં ઊંડાણ થી આ રાક્ષસી વૃત્તિ ફેલાય છે ..ફેલાવવા માં આવે છે.તેનો અહેસાસ પણ નથી.અને હવે તો એ મોબાઈલ થઈ ગયું. પહેલા ગામ ની બહાર ભવાઈ થતી. પછી સિનેમા આવ્યા જે પણ ઘરની બહાર દૂર હોય. પછી tv આવ્યા.અને હવે મોબાઈલ.અને હવે તો 3d glasses.હાથ માં પણ નહીં શરીર થી સંપૂર્ણ લગોલગ ચોંટાડી ને.આંખો જ બંધ કરી દો.આજુબાજુ નું કઈ જોવાનું જ નહીં.જુવે તો છટકી શકે ને ?પકકોપાક બંધ.જડબેસલાક બંધોબસ્ત કર્યો છે કળિયુગે. અને આપણે એ ટેકનોલોજી નામના કળિયુગ માં ફસાતા જઈએ છીએ,હોમતાં જઈએ છીએ.ભાન પણનથી કે આપણે આપણો જ વિનાશ કરીએ છીએ. જેટલાં પણ સારા વિચારો,સારી આદતો,સારા ગુણો, સારી પ્રક્રિયા એ દરેક નો ખુબ જ બારીકાઈથી ઉપયોગ કરાય છે "ખરાબ" કામ કરવા.તમને "બલિ નો બકરો બનાવવા" ચાલો થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. .શરૂઆત કરીએ સર્વ સ્વીકાર્ય, સર્વ પ્રિય એવી મોબાઈલ ગેમ થી. એમાં આવતી જાહેરાતો થી. માફ કરજો. એમાં આવતી "લલચામણી" જાહેરાતો થી. તમને કોઈ ને ખબર છે?કે આ જાહેરાતો નો અર્થ શું? લોકો ને પોતાની વાત,વસ્તુ બહાર પાડી જણાવવી. એ જાહેરાતો "મફત" લાગે. પણ એ "મફત" નથી. એ તમારો હત્યારો "કસાઈ" છે. અને "તમે" એની "મરઘી" ગેમ એ મનોરંજન માટે રાખી.તેમાં લલચામણી જાહેરાતો મૂકી માણસ નો સમય માંગી લે છે.તેને પકડી રાખે છે.વારે વારે જાહેરાત વચ્ચે વચ્ચે દખલ કરે એટલે તમારું મન -ચિત ભ્રમિત થઈ જાય.તમે એકાગ્રતા ગુમાવી દો છો. વારે વારે ..એક ની એક પ્રક્રિયા તમારાં મગજ જોડે રોજ રોજ સતત.નિયમિતપણે થાય એટલે.(નિયમિત,સતત થવું એ સારો ગુણ છે.સારા કાર્ય ની નિયમિતતા એ માણસ ને આગળ લાવે એ નિયમિતતા ના ગુણ ને અહીંયા ખરાબ કામ માટે વપરાય છે,સતત વપરાય છે.) નિયમિત પણે થાય એટલે તમારું મગજ એના થી ટેવાતું જાય છે.(ડ્રગ્સ ની જેમ,તડપ લાગે એમ)મગજ "ગાંડું" બની જાય એ પ્રક્રિયા માં જ. એકાગ્રતા માત્ર ગેમ માં જ નથી તૂટતી. તમારુ આખું મગજ એ 1..2.3 કલાક માં એનું વ્યસની બની ગયું છે.વારે વારે ભ્રમિત થવાનું વ્યસની બની ગયું છે. એટલે એ રોજિંદી ક્રિયા માં પણ એકાગ્રતા ગુમાવશે. અભ્યાસ માં. નોકરી માં સંશોધન માં ઘરકામ માં સંબન્ધ માં. વાંચન માં સાયકોલોજી ની દ્રષ્ટિએ એ તમારું મગજ વારેવારે કેન્દ્રિત થવાનું પ્રયત્ન કરે અને આ જાહેરાત વાળી "નિયમિત" પ્રેક્ટિસ થી કેળવાયેલુંતમારું મગજ તમને "સતત" એકાગ્રતા માંથી દૂર કરી પછાડે. એકાગ્રતા વગર તમે કોઈ કાર્ય માં.સફળ ન થાવ. તમે અસફળ થાવ એટલે તમે તમારી એ ગમતી વસ્તુ,વ્યક્તિ,પ્રોજેક્ટ,વિષય,કાર્ય સંબન્ધ ગુમાવો. તમે વારે વારે એકાગ્રતા ગુમાવો એટલે વારેવારે કઈંક મેળવવા અસફળ થાવ. એટલે તમે દુઃખી થાવ. તમે વારે વારે આમ દુઃખી એટલે તમે નાસિપાસ થઈ જાવ.depression માં આવી જાવ.ડિપ્રેશ થાવ એટલે ગુસ્સે થાવ.ગુસ્સે થાવ એટલે અયોગ્ય વર્તન કરો.વારેવારે અયોગ્ય વર્તન કરો એટલે સામે વળી વ્યક્તિ તમારાં થી કંટાળે.એને પણ તમારા પર થી વિશ્વાસ તૂટવા લાગે.તમે કદાચ કાર્ય,સબંધ કે પ્રોજેક્ટ ગુમાવી દો એટલે પ્રતિષ્ઠા હીન થાવ. આવી ઘેલછા થી કદાચ તમે એકલાં થઈ જાવ એટલે વધુ ને વધુ ગેમ રમો.વધુ એકાગ્રતા ગુમાવો. માનસિક રીતે બીમાર કહેતાં ક્યાં ગાંડા થઈ જાવ.નાદર થઈ જાવ.ક્યાં ખતરનાક ગુનેગાર થઈ જાવ. પણ તમે "તેજસ્વી "તો ન જ થાવ. એ સમજી રાખજો. જોયું કેટલું ઊંડાણ છે.તમને આકર્ષવા માટે નું. તમને એમ લાગતું હોય કે આવું થોડું હોય .તો સત્ય માનો આવું જ છે. તમારાં પ્રિય અમેરિકામાં 70% થી 90% લોકો માનસીક રોગ થી પીડાય છે.તમને એમ લાગે કે આટલી નાની વસ્તુ થી આમ આટલું ભયંકર રૂપ થોડું થાય. ટીપે ટીપે સરોવર ભરાય. સોરી માફ કરજો તમને ટીપાં કરતાં પૈસા ની ભાષા જલ્દી સમજાશે.. એક એક પાઇ થી કરોડો રૂપિયા થાય. એમ સાવ સામાન્ય લાગતી વારે વારે આવતી જાહેરાત નું નિયમિત રીતે જોવું એ એકાગ્રતા તોડવાની ટેવ બની જાય જે ખતરનાક અને ભયંકર છે.એ સમજી રાખો. (બીજી રીતે વિચારો તો,એકાગ્રતા લાવવા શું કરવું પડે? ધીમે ધીમે એકાગ્રતા આવે ને? પહેલાં મને ને 10 મિનિટ ધ્યાન થી કેન્દ્રિત કરો,પછી 20..30..40..એમ "નિયમિતપને" 10 સેકન્ડ થી શરૂઆત કરવાથી 1 કલક4. 3 કલાક ની એકાગ્રતા આવે અને તમે એ વસ્તુ,ક્રિયા માં માસ્ટર થઈ જાવ.practice make man perfect)એમ. એટલે કે તમે જેને આ અનુસરો છો..જે પાશ્ચાત્ય અને પશ્ચિમી લોકો પાછળ ઘેલાં બન્યા છો એ "ગાંડા" છે.અને તમને ગાંડા બનાવે છે. વિદેશ માં અમેરિકા જેવા દેશો માં ખાસ કરી ને ભારતીય અથવા ચાઈનીઝ ક્યાં મેક્સિકન લોકો જ કાર્ય કરે છે. કેમ કે એમનાં માં જ બુદ્ધિ છે.એજ મહેનતુ છે. બીજા તો "ગાંડા" "મફતિયાઓ" જ છે. જ્યારે તમે જે વિદેશ થી આકર્ષવ છો તે ભારતીય લોકો ને કારને ઉજળું છે તો ભારતીયતા નેઅનુસરો ને? કેમ ગાંડાઓ ને અનુસરો છો ? આ મોટી મોટી કંપનીઓ ના માલિકો પોતે અથવા પોતાના બાળકો કે કુટુંબીજનો ને આ ગંદકી થી દુર જ રાખે છે..ખબર છે તમને ? કેમ કે એમને ખબર છે આ ખતરનાક"ડ્રગ્સ" છે .વ્યસન છે . ઝોમ્બી એટલે શું. આવી ગેમ રમી માણસો સાચે ઝોમ્બી જેવાં થઈ જાય છે. લાગણી વગર ના મશીન જેવાં થઈ જાય છે.સબન્ધઓ તૂટે એટલે વ્યભિચાર અને વૃદ્ધાશ્રમો વધે.માણસ વધુ બેજવાબદાર અને બેફિકરો થઈ જાય. એટલે કે ત્યાં આવા જ લોકો.આવા જ વાતાવરણ નું સર્જન કરવામાં આવે છે.આવું જ મુર્ખામી વાળું વાતાવરણ છે. માત્ર જાહેરાતો જ નહીં.ગેમ પણ ઘેર ઘેર જુગાર તીન પતિ જેવી રમતો મોબાઈલ માં જોવા મળે છે..વ્યભિચાર કરવો.ચોરી કરવી..ગંદકી કરવી..વગેરે અનેક ચલચિત્રો ની જેમ જ મોબાઈલ ની ગેમ માં પણ એવું જ વાતાવરણ..ઉભું કરવામાં આવે છે.જે મગજ ને હાનિકારક હોય તો વિચારો બાળ માનસ ને કેટલી હાનિ પહોંચાડે? આવું બધું જોઈ ઘર માં અને સામાજિક જીવન માં પણ પછી એવું જ કરવાનું મન થાય અને બધાં કરે પણ છે..ગંદકી..પારકા પુરુષો ને સ્પર્શ કરવા..જેમતેમ વર્તવું..ખરાબ રીતે ખરાબ કપડાં પહેરવાં વગેરે અનેક રીતે.લોકો ને ભરમાવવા મા આવે છે.આકર્ષીત કરવામાં આવે છે. ચાલો બીજી રીતે વિચારીએ. ભારતીય ધર્મમાં સંગ નું ખૂબ મહત્વ અપાવમાં આવ્યું છે. સંગ એવો રંગ. સંપ રાખો. એ સંગ વ્યક્તિ નો હોય,વાંચન હોય,વિચાર કે વર્તન. કોઈ પણ રીતે સંગ કરો તો હંમેશા સારા નો જ સંગ કરો. કેમ ?એમ ભારતીય ધર્મ નો,શાસ્ત્ર નો,વાંચન નો સંગ કરો. ભારતીય ધાર્મિક રીત રિવાજો માં વારે વારે ધ્યાન કરવાનું કહેવા માં આવે છે કેમ ? ધાર્મિક વિધિઓ કોઈ મૂર્તિ કે એક વસ્તુ કે એક જ સ્થાન આ.કેન્દ્રીય રહે છે કેમ ? નિયમો માં રહો એમ કહેવામાં આવે છે કેમ? ૐકાર રોજ કરવો.યોગ રોજ કરવા. સૂર્ય દેવ દર્શન કરવા. પગે લાગવું, પૂજન કરવું,વહેલાં ઉઠવું, માળા કરવી,માતા પિતા કે મોટાં નું માનવું, રોજ વાંચન કરવું, આ બધા બંધન લાગે એવું કરવાનું કેમ કહેવા માં આવે છે. આપણા શાસ્ત્રો માં એક ઉદાહરણ લખ્યું છે કે. જેમ માછીમાર હોય તે તળાવ માં માછલી પકડવા જાળ નાંખે છે.ત્યારે એ જાળ એ માછીમાર થી દુર જઈને પડે છે..એટલ કે માછીમાર થી જે માછલીઓ દૂર હશે તે બધી જાળ માં પકડાઈ જશે...પણ માછીમાર ના પગ ની આજુબાજુ વાળી માછલીઓ બચી જશે..એ જાળ માં નહિ પકડાય.. એમ જ ભગવાન ના ચરણો માં રહીશુ તો ભગવાન રક્ષા કરશે.બચી જઈશું..નહિ તો કળિયું ના ષડ્યંત્ર માં ફસાઈ જશો. ભગવાન કહેતાં. ભગવાન ના નિયમો.સારા નિયમો.સારી ટેવ.સારું વાંચન. સારા મિત્રો. પવિત્ર શુદ્ધ જીવન. કળિયુગ ની માયા થી કોઈ બચી નહિ શકે.સિવાય એ જે ભગવાન ના ચરણો માં સ્થાન પામેલા હશે તે બચી જશ
આ ભાર. આભાર. એક માત્રા ની જગ્યા,space મૂકીએ એટલો જ ફરક શબ્દ ના સંપૂર્ણ ભાવ ને સંપૂર્ણ વિરોધી બનાવી દે છે. Space.જગ્યા. એક માત્રા જેટલી જગ્યા. લાગણીઓ અને અભિમાન નો ફરક. આભાર એટલે શું? ઋજુતા-ઋણ નો અહેસાસ. નમ્રતા.સુવિચાર પ્રેમ,સમજણ,સંપ,દાસત્વ,મદદ ની ભાવના નો અહેસાસ. ક્યાંક શરણાગતિ પણ. વગેરે કહી શકાય તેવી સકારાત્મકતા. આ ભાર એટલે ? આભાર નું સંપૂર્ણ વિરોધાભાસી. અપકાર,અભિમાન,બોજ નો ભાવ,નફરત ની લાગણી,કુવિચાર માત્ર એક space થી. એક અંતર થી. અંતર. અંતર જસ્તો બધું કરાવે છે. અંતર બે હૃદય વચ્ચે. અંતર સમજણ અને અણસમજન વચ્ચે. અંતર માન અભિમના વચ્ચે. અંતર વિશ્વાસ અને અવિશ્વસ વચ્ચે. અંતર પ્રેમ અને નફરત વચ્ચે બસ આટલું જ અંતર પડે છે. એક space જેટલું.દિવાલ દિવાલ... જ્યારે બે હૃદય વચ્ચે બુદ્ધિ કે તર્ક નું અંતર પડે ને ત્યારે આભાર અને આ ભાર નો તફાવત સર્જાય છે.
હસવું આવે છે. આને મુર્ખામી કહેવાય કે દુઃખદ માનસિકતા. ક્યાં સાચે સાચ હાસ્યસ્પદ જીવન. તમેં આજ કાલ આજુ બાજુ નું વાતવરણ અનુભવ્યું છે? Selfcenterd. કડવી ભાષા માં સ્વાર્થી. કેવળ સ્વ નો જ વિચાર કરનાર વાતાવરણ અથવા પેઢી. એ પણ ઉલ્લુ બનાવી. હાસ્યસ્પદ લાગે જ્યારે મોટી મોટી કંપની હોય કે ઓફીસ. એ લોકો એમ કહે કે એમનાં કર્મચારી એ એમનું કુટુંબ છે. કુટુંબ? કુટુંબ એટલે શું એ સમજ પડે છે? કોને સમજ પડે ?આજ કાલ કુટુંબ છે જ ક્યાં ? જ્યાં છે ત્યાં બધે ઓફીસ જ છે..એટલે કે કામ પુરતી વાત.કામ પુરતાં સબંધ.અને પછી તું કોણ ને હું કોણ અથવા બાહ્ય સબન્ધઓ.. જેમાં ન વિશ્વાસ હોય.ના લાગણીઓ. ના સમજણ હોય ન બલિદાન. ઓફીસ હોય ઓફીસ. આપણે એમ કહી શકાય.ઓફીસ કુટુંબ બતાવાય છે..અને કુટુંબ ઓફીસ બની ગયા છે. આજ ની પેઢી મૂર્ખ બની છે.પૈસા,સત્તા,સ્વતંત્રતા માટે. અને વડીલો અંજાઈ ગયા છે આજની પેઢી ની આ આવડત થી. હા ,અંજાઈ ગયા છે.એટલે તો આવા ગંદકી ભર્યા વાતાવરણ ને સ્વીકારે છે.પ્રોત્સાહન આપે છે.ક્યાં મૂંગા થઈ ચૂપ થઈ જાય છે. પોતે આવું બધું કર્યું નથી. પોતે આવું કરી શકે એમ કલ્પના ન હતી. પોતાને પોતાનાં સપના પુરા કરવાનો મોકો ન મળ્યો. એટલે કદાચ આજ ના બાળકો ને કરો જેમ કરવું હોય એમ કરો એમ કહી છૂટછાટ આપી દે છે. અને પછી કહે આજ ની પેઢી હાથ માં નથી..પણ એ છૂટ આપી કોને? મિલિટરી માં કેવા સખત નિયમો હોય છે?મજાલ છે કોઈ આડું અવળું થાય ? એમ પહેલાં ના જમાના માં આવી જ રીતે સમાજ ના નિયમો હતા.ઘર ના નિયમો રહેતાં. પણ આજ કાલ તો મા બાપ જ .શું કરીએ?જમાના પ્રમાણે કરવું તો પડે ને એમ કહી હાથ ઊંચા કરી દે છે. અને આજ ની પેઢી દિશા હીન થઈ..જ્યાં ત્યાં ફાંફા મારે છે..ના કોઈ સાચું માર્ગદર્શન મળે.ના કોઈ હૂંફ. ..કદાચ કોઈ આપે તો એ લોકો નું અભિમાન અને અજ્ઞાન માં અપમાન કરી ચૂપ કરી દે છે. જ્યારે પોતાનાં સમજદાર અને જવાબદાર નથી તો બહાર ના તો તેમનો દુરુપયોગ કરવાના જ છે. ઓફીસ નો સ્ટાફ એ અમારું કુટુંબ છે હા.હા હા..હાસ્યસ્પદ પરિસ્થિતિ. કુટુંબ કુટુંબ કરી ચૂસી કાઢે છે. સ્વાર્થ અને કપટ થી મૂર્ખ બનાવે. ચાલો માની લો બધાં આવા નથી..પણ મહત્તમ આવા છે.કદાચ અપવાદ રૂપે સારા કહેવાય એટલાં બોસ હશે..અપવાદ ને ટકાવારી માં ન ગણાય. આજ ના મા બાપે તાતી ઝડપે જાગૃત થવાની જરૂર છે. બાળકો ને એકદમ સ્પીડ માં uturn લેવડાવી ..પહેલા સાચી જીવન ની રીત અને ટૂંક સમય માં પ્રસિદ્ધ અથવા પૈસા વાળા થવાની લાલચ માં ન સપડાય તેવા શૂરવીરકરવાની જરૂર છે.અને એજ જીવન નો ધ્યેય છે એમ સમજી એવી પેઢી પાછલ પૂંછડી પટપટાવવાની બન્ધ કરવાની જરૂર છે. વિદેશ જવાની ઘેલછા પૂર્ણ કરવી ..અથવા વિદેશ નું આંધળું અનુકરણ કરવાની ઘેલછા.. પોતાનાં આદર્શો નું..સંસ્કારો નું ઉલધન કરવું.અવગણના કરવી.તેને તુચ્છ ગણવા. આ બધું અપરિપક્વ કહેતા સંપૂર્ણ મુર્ખામી વાળું. Immature વર્તન કરતું જીવન જીવે છે. એ હાસ્યસ્પદ છે. આત્મવિશ્વાસ અને અભિમાન નો અથવા મુર્ખામી નો ફરક સમજવો- સમજાવવો જરુરી છે. કોણ સમજાવે? જરૂરી તો ઘણું બધું છે.જે નાનપણથી સમજાવવાનું હોય...પણસમજાવે કોણ? કોના માં તાકાત છે? બિલાડીના ગળા માં ઘન્ટ કોણ બાંધે? જોકે બિલાડી ના ગળા જેટલું અઘરું પણ નથી.જો સમજણ કેળવે અને સત્યતા થી સકારાત્મક વિચારી આગળ વધે તો.
એક નાની ઢીંગલી એક નાની ઢીંગલી છે. ખૂબ મઝા ની બિન્દાસ અને ખૂબ જ આકર્ષક,ખૂબ જ તેજસ્વી. નાનપણથી જ તે અત્યંત પ્રભાવિક છે. તેની બોલવા ચાલવાની રીત ભાત. એકદમ અલગ છે. ખૂબ જ આનંદ અને પ્રેમ થી હસતી રમતી તે ઉછેરાઈ રહી છે. તેનાં માં રહેલ આવડત,પ્રેમ,આત્મવિશ્વાસ અને જ્ઞાન થી એ સૌ ની લાડલી થઈ ગઈ છે. બાળપણ થી અભ્યાસ માં દરેક વિષય માં 100 માંથી 100 કે 99 જ માર્ક્સ લાવે છે. ખૂબ જ નિર્દોષ,પ્રેમાળ,ચંચળ એ દિકરી ખુલ્લા આકાશ માં ઉડે છે. તેના મિત્રો માં દાદાગીરી થી રહે છે. જો કોઈએ ભૂલ થી પણ ખોટી દાદાગીરી કરી તો એની દાદાગીરી આગળ કોઈ ન ટકે. અરે એક વાર તો શું થયું સાંભળો ને. આ દિકરીનું ઘર પોળ માં છે.આ દિકરી ઘર માંકામ કરતી હોય છે.બહાર કેટલાંક બાળકો દોડાદોડી કરી ,બુમાબુમ કરી રમત રમતાં હોય છે.કેટલાક મજીઓ માસીઓ ઓટલાં પર બેઠાં બેઠાં ગામ ગપાટા મારતા હોય છે. આ દિકરી, એના મમી,બા ,મોટી બેન પાપા એમ કુટુંબીજનો સાથે ઘર માં કોઈક કામ કરી રહી છે..અને અચાનક એનો નાનો 8..9 વરસ નો એનો ભાઈ રડતો રડતો આવ્યો..એટલે સૌ થી પહેલી આપણી આ દિકરી નો વહાલો નાનો ભાઈ છે. આંખ નો તારો છે. અને પોતે પાછી દાદી છે...એટલે તેને તરત ભાઈ તરફ વળી પૂછ્યું કેમ રડે છે? શું થયું ? ભાઈ એ કહ્યું પેલાં રણછોડીયા જોડે ઓપિંગો બેઢીંગો રાખ્યો હતો.અને હું નિશાળે થી આવતો હતો ને એણે મને ખોટી રીતે ઓપિંગો કરી પાછળ થી પીઠ માં જોરથી ગુંબ્બો માર્યો છે. કેમ ખોટી રીતે ?મોટી બેને ઉલટ તપાસ શરૂ કરી. મારો અત્યારે વારો ન હતો.એને મને આવી રીતે મારવાનો ન હતો. તો પણ એણે માર્યું. બસ. પછી શું.બહાર તરફ દોડી પેલા રમતાં બાળકો માં જઇ રણછોડ નામ ના છોકરા ને પકડ્યો .થોડી બોલા બોલી થઈ,ત્યાં બેસેલા માસીઓ એ પણ દૂર બેઠાં બેઠાં એય બેય જણા ઝઘડો ન કરો ચાલો...ભૂલી જાવ. પણ ભૂલે એ બીજી. આ દીકરી એ તો રણછોડીયા ને પકડી ને કહ્યું કેમ મારભાઈ ને ઓપિંગો કર્યો? કેમ એને ખોટી રીતે માર્યો ?બોલ ? બોલ નહિ તો હું તને ગુમ્બો મારીશ. પેલો રણછોડીયો પણ ખોટી દાદાગીરી કરવા લાગયો અને આ દિકરી નો હાથ છોડવી ભાગ્યો એનાં ઘર તરફ. આપણી ઝાંસી ની રાણી પણ દોડી એની પાછળ,, ડહેલુ વટાવ્યુ, ચોક વટાવ્યો, બને પુર જોર માં દોડે છે..પેલો રણછોડીયો અને એની પાછળ ઝાંસી નીરાણી બન્ને પુર જોર થી દોડે છે. દોડ પકડ રમે છે.પેલો રણછોડીયો એના ઘરનો દરવાજો ખોલી,ઘર નો ચોક વટાવી, દાદર ચઢી. પરસાળ વટાવી પહેલો રૂમ વટાવી જ્યાં એના પપ્પા અને મોટો ભાઈ tv જોતાં હતાં.. તેમને વટાવી ફૂલ સ્પીડ માં રસોડા માં દોડ્યો એની મમી અને બે મોટી બહેનો રસોડા માં રસોઈ કરતાં હતાં તે મમમી પાછળ સંતાઈ ગયો.આપણી રાણી પણ એજ ઝડપે એની પાછળ દોડી..દાદર ચઢી..પરસાળ વટાવી,પહેલા રમ મા રણછોડીયા ના પપા અનેભાઈ નેઅવગણી એટલી જ પુરપાટ ઝડપે રસોડા તરફ દોડી..એની મમી ની પાછળ સનતાયેલ રણછોડીયા ને ખેંચ્યો..રણછોડીયા ની બેય બહેનો અને મમી હજુ એનેરોકે ત્યાં તો બધાં ને હંફાવી રણછોડીયા ને એના ઘર માં એના ઘર ના ની સામે છેક રસોડા માં ઘુસી ઓપિંગયા નો જોરદાર ગુમ્બો મારી અને પછી રણછોડીયા ના ઘર ના ને કેમ માર્યો એ વાસ્તવિકતા જણાવી કહે આજ પછી બીજી વાર માર ભાઈ નેખોટી રીતે મારતો નહિ.એમ કહી સિંહણ ની માફક દાદાગીરી થી બહાર નિકીલી એનાં પોતાનાં ઘરેજય..ભાઈ ને કહે. આજ પછી બીજી વાર મારશે નહિ... આવી શૂરવીર... અરે હજુ એક કિસ્સો કહું સાંભળો ને... આ ઝાંસી ની રાણી એનાં મોટા બેન સાથે રોજ લોકલ બસ માં સ્કૂલે જાય. રસ્તા માં કેટલાંક મવાલીઓ એની મોટી બેન ને રોજ ચસમિશ કહી ચીડવે અને ભાગી જાય. એક દિવસ બસ આવી આ બન્ને દિકરીઓ બસ માં ચઢી..બન્ને ની પીઠ પાછળ વજનદાર દફતર લટકાયેલા છે હાથ માં પાણી ની બોટલ છે. આ ઝાંસી હજુ એક પગ જ બસના પહેલા પગથિયે મૂકે છે ને પેલાં મવાલીઓ બાજુ માથી સાયકલ પર પસાર થયા ને એય...યયય ચશમિશ....કહી પુર ઝડપે સાયકલ હનકાવી... આપણી ઝાંસી નો પિત્તો આજે તો ગયો જ હતો..ઊંચો કરેલો પગ પહેલા પગથિયે થી હેઠો મેલ્યો..પુર ઝડપે પેલાં મવાલીઓ ની સાયકલ પાછળ દોડી...દોડતાં દોડતા જ પીઠ પર નું દફ્તરને પાણી ની બોટલ રસ્તા પર ફેંકી...ચાર રસ્તા સુધી દોડી..ચાર રસ્તા પર સવાર ના 6 વાગે આ રાણી એ પેલાં સાયકલ સવારો ની સાયકલ પછાડી,એ મવાલીઓ ને જે ઢીબેડયા છે...જે ઢીબેડયા છે...બોલ મારીબહેન નેફરી ચસમિશ કહીશ..?બોલ કહીશ? રોડ પર બધાં ભેગા થઈ ગયા..બસ વાળા બસ માંથી ઉતરી આ ઝઘડો રોકવા લાગ્યા...પણ આપણી રાણી કોઈ ની ઝાલી રહે ? પેલાં મવાલીયો એ માફી માંગી ભાગ્યા...ત્યારે આ રાણી બસ માં ચઢી. 5 ..6 ધોરણ મા ભણતી આવી શૂરવીર દિકરી ની જીવન વાત સાંભળીએ.... ક્રમશ
અદ્રશ્ય અદ્રશ્ય એટલે શું? અદ્રશ્ય અનુભૂતિ. સત્ય અને સાતત્યતા. સત્ય શબ્દ સૌ ને ગમે છે. પણ સત્ય સમજવું સત્ય બોલવું સાતત્ય સાથે જીવવું સત્ય સ્વીકારવું ઘણું ઊંડાણ અને અત્યંત તાકાત, શક્તિ માંગી લે છે. સત્યતા થી જીવવુ ગમે છે ખરું ? શક્ય છે ખરું ? 99.99% શક્ય છે જ. પણ ચોક્કસ 0.01% શક્યનથી. આપણે આજે 0.01% ની વાત નથી કરતાં પણ 99.99% ની વાત કરીએ. સત્ય. પૃથ્વી પર જીવતાં દરેક સજીવ સત્યતા થી જ જીવે છે. જી બરોબર વાંચ્યું દરેક સજીવ. સત્ય કેવળ મનુષ્ય માટેજ નથી. સત્ય અને સત્ય ની આભા એ જીવ,પ્રાણી,જીવજંતુ, ઝાડ પાન, કુદરત સર્વે ને લાગુ પડે છે,અસર કરે છે. Aura. આભા Vibration/સ્પંદનો ચેતના/સંવેંદના આવા શબ્દો સાંભળ્યાં છે? કદાચ સાંભળ્યા છે પણ શું અનુભવ્યા છે? ઉત્તર છે હા. પૃથ્વી પર ના દરેક સજીવે આ શબ્દો ને અનુભવ્યા છે. અદ્રશ્ય સ્પંદનો. અદ્રશ્ય લાગણીઓ અદ્રશ્ય તાકાત અદ્રશ્ય શક્તિ સમગ્ર જીવ સૃષ્ટિ અરે માત્ર જીવ સૃષ્ટિ નહિ સમગ્ર સૃષ્ટિ નું સર્જન એક અદ્રશ્ય શક્તિ જ છે. આપણે જે રોજિંદું જીવન જીવીએ છીએ તે સંપૂર્ણ સંપૂર્ણ અદ્રશ્ય લાગણીઓ,અનુભૂતિઓ અને શક્તિઓ ને આધીન છે. આમ જોવા જઈએ તો આપણનું અસ્તિત્વ એ કેવળ અને કેવળ અદ્રશ્ય શક્તિ જ છે. ચાલો આ વાત કેવી રીતે સત્ય છે અને તે વિચારીએ અનેસમજીએ. આપણું જીવન એજ આપણું અસ્તિત્વ છે. બરોબર કે નહીં ? જો આ જીવન જ નહોય તો આપણે કયાં થી હોવાના ? તો શું આપણે આપણાં જીવન ને જોઈ,સ્પર્શી,ચાખી શકીએ છીએ ? આપણે તે માત્ર અનુભવી જ શકીએ છીએ. જીવન એટલે શું ? એક અદ્રશ્ય તત્વ/ શક્તિ શ્વાસ -શ્વાસ ને સ્પર્શી શકીએ છીએ? તે પણ અનુભવ નો જ વિષય છે. આપણી પાસે ખોપડી છે કદાચ સ્નાયુઓ વાળું મગજ છે. પણ બુદ્ધિ ? બુદ્ધિ એ અદ્રશ્ય તાકાત છે. આંખો આંખો ચોક્કસ છે પણ દ્રષ્ટિ/જોવુ એ આંખો તો અંધ ને પણ છે પણ જે દ્રષ્ટિ છે એ માત્ર અનુભૂતિ નો વિષય છે. પ્રેમ જીવન નો આધાર છે.પ્રેમ છે તો જ જીવન છે. પણ પ્રેમ એક અનુભૂતિ છે. પ્રેમ માતા માટે પિતા માટે સ્ત્રી-પુરુષ માટે,બાળક માટે,નોકરી,અભ્યાસ,પૈસા,પ્રતિષ્ઠા, કોઈ પણ વસ્તુ માટે પ્રેમ છે એટલે એ મેળવવા પ્રયત્ન કરીએ છીએ. એ પ્રેમ પણ અદ્રશ્ય છે. વિશ્વાસ /શ્રદ્ધા વિશ્વાસ છે એટલે દરેક કાર્ય કરવાની પહેલ કરી શકીએ છીએ.આશા રાખી શકીએ છીએ. વિશ્વાસ પણ અદ્રશ્ય છે. ક્રોધ ગુસ્સો એ લાગણી છે.જે માત્ર અનુભવી શકાય છે.જે સંપૂર્ણ અદ્રશ્ય છે. શ્રવણ -કાન છે પણ શ્રવણ ની પ્રક્રિયા સંપૂર્ણ અદ્રશ્ય છે.તે માત્ર અનુભૂતિ છે. અદ્રશ્ય અનુભૂતિ. ડોનાલ્ડ ટ્રમ્પ ને સતા નો મોહ છે એટલે એણે આટલી બધી મહેનત કરી. તે મોહ પણ અદ્રશ્ય છે. મોઢું છે પણ ભૂખ અદ્રશ્ય છે. જીભ છે પણ બોલવું અદ્રશ્ય છે. આંસુ એ દુઃખ અને સુખ ની આકૃતિ છે પણ દુઃખને સુખ એ અદ્રશ્ય લાગણીઓ છે. ગમવુ /ન ગમવુ. સમગ્ર જીવ સૃષ્ટિ આ ગમવા ન ગમવા ના આધારે જીવે છે જે સંપૂર્ણ અદ્રશ્ય ભાવ છે. વફાદારી તે પછી પતિ પત્ની ની હોય, નોકર શેઠ ની હોય.દેશ અને નાગરિક ની હોય.વ્યક્તિ ની વ્યક્તિ કે પશુ ની વ્યક્તિ જીવની કુદરત માટે વફાદારી તે પણ અદ્રશ્ય લાગણી છે. વિશ્વ ના ધનાઢ્ય વ્યક્તિ એ એલોન મસ્ક ને આદ્રશ્ય એવી વફાદારી ના કારણે છૂટાછેડા થયાં અને બે જીવ એક બીજા થી અલગ થઈ ગયા. દગો તે પણ અદ્રશ્ય અહેસાસ છે. પ્રતિષ્ઠા એ પણ એક કાલ્પનિક અનુભૂતિ છે. બિલ ગેટ્સ અબજો દાન આપી અથવા વિશ્વ નો મોટો ધંધો કરી અદ્રશ્ય એવી પ્રતિષ્ઠા ઉભી કરવા મથે છે. કલ્પના એ પણ અદ્રશ્ય સત્ય છે. જેનાં આધારે વિશ્વ ના અનેક અજાણ્યા નિર્ણયો લેવાયા.જેની પર વિશ્વાસ કહેતા અદ્રશ્ય અનુભૂતિ મૂકી કાર્ય કરાયું.અબજો રૂપિયા વપરાય છે.અનેક લોકો તેં અદ્રશ્ય તાકત થી એ કાર્ય માં જોડાય છે. ટૂંક માં આપણે આ સૃષ્ટિ માં જે જીવીએ છીએ એ દરેકે દરેક ...ફરી લખું છું દરેકે દરેક અનુભૂતિ અદ્રશ્ય છે. જેને આપણે દેખી શકતાં નથી પણ માત્ર અનુભવી શકીએ છીએ. અને માત્ર એ અનુભૂતિ નેઅનુસરી આપણે આપણું સમગ્ર જીવન જીવીએ છીએ. એટલે કે આપણે આખું જીવન એક અદ્રશ્ય શક્તિ ના આધારે વિતાવીએ છીએ. વિચારી જોજો. દરેક વિચાર,લાગણી,સ્પંદન જે અદ્રશ્ય છે. અને આપણે તેની પાછળ સમગ્ર જીવન વિતાવીએ છીએ. કહેતાં. આ લૌકિક સ્થૂળ દેખાતી વસ્તુઓ માટે મૂર્ખ બનવા કરતાં. જે AURA. જે VIBRATION. જે લાગણીઓ ને અનુભવીએ છીએ તેને મહત્વ આપીએ. સૃષ્ટિ નું સત્ય અદ્રશ્ય છે.કશુંજ સોલિડ નથી. અને આ અદ્રશ્ય વસ્તુ કયારેય સ્થાયી નથી.તે આપણે ક્યારેય મેળવી નથી શકતાં.. કેવળ અનુભવી શકીએ છીએ .અને એ અનુભૂતિ માટે સમગ્ર જીવન મહેનત કરીએ છીએ છલ, પ્રપંચ, પ્રેમ,બલિદાન,સમજણ પ્રેમ રાખીએ છીએ...તે બધું જ અદ્રશ્ય છે. આપણુ કશું જ નથી. એ અદ્રશ્ય અનુભૂતિઓ ચલિત અને કદાચ ક્ષણિક છે. આ પણ એક આશ્ચર્ય છે. જાદુ છે. એ અદ્રશ્ય શક્તિ ને અનુભવીએ. તેમાં વિશ્વાસ રાખીએ અને તે અદ્રશ્ય શક્તિ ને માણીએ
Approximately 10 to 15 years ago Science/ scientists have found there is a light after black hole. બ્લેક હોલ નું નામ સાંભળ્યું છે? બ્લેક હોલ એ શું છે ? આ નામ ક્યાં સાંભળ્યું છે ? બ્લેક હોલ એટલે અંધકાર નો કૂવો...એક એવો કૂવો જે અવકાશ/આકાશ માં ઘૂમે છે...ને એક પ્રચંડ તાકત ધરાવે છે..એવી તાકાત કે જેની સામે અન્ય કોઈ તાકાત કામ નથી લાગતી. આકાશ? જી આજે આપણે વાત કરીએ છીએ ખગોળશાસ્ત્ર ની. ખગોળશાસ્ત્ર એટલે અવકાશીય જ્ઞાન. પૃથ્વી જે આકાશ માં ઉડી રહી છે.એ આકાશ વિશે ની માહિતી. ભાગ્યેજ કોઈ 8 વરસ થી મોટી ઉંમર ની વ્યક્તિ હશેજેને અવકાશ,ગ્રહો,આકાશગંગા, ગેલેક્સી .ધૂમકેતુ,તારાઓ, બ્રહ્માંડ.. બ્રહ્માડો વગેરે વિશે સાંભળ્યું ન હોય. દાદા દાદી હોત તો આવી કેટલીય વાર્તા ઓ બાળકો એ સાંભળી હોત્ત.. પણ દાદા દાદી તો છે નહીં...અરે ગૂગલ તો છે ને?you tube છે.દાદા દાદી ની જગ્યા એ લોકો એ તો લીધી છે. વેલ એક એક સંપૂર્ણ અલગ વિષય થઈ જાય છે જેના વિશે આપણે પછી ક્યારેક ચોક્કસ ચર્ચા કરીશું. પાછા વળો.... અને ખગોળશાસ્ત્ર માં ખોવાઈએ. એટલે કે પૃથ્વી તેનો ઉપગ્રહ ચાંદા મામા ,સૂર્યમંડળ.અનેક સૂર્યમંડળ થી આકાશ ગંગા આવી અનેક આકાશ ગંગાઓ ધવાર બ્રહ્માંડ ને આવા અનેક બ્રહ્માંડો છે. આવી અનેક આકાશગંગાઓ અનેક બ્રહ્માંડૉ ને મોઢું ખોલી ગળચી જાય કહેતાં પ્રચંડ તાકાત થી પોતાની તરફ ખેંચી લઈ ગળી જાય અને તે ગેલેક્સિ નું નામો નિશાન ન દેખાય તેને બ્લેક હોલ કહેવામાં આવે છે. કહેવાય છે કે. બ્લેક હોલ નું નામ બ્લેક હોલ એટલે પડ્યું કે.એ સંપૂર્ણ બ્લેક છે.અંધકાર નો કૂવો.સંપૂર્ણ અંધારું.ત્યાં પ્રકાશ પણ અંધારા માં સમાઈ જાય છે.ત્યાં માત્ર અંધારું જ છે.કેવળ અંધકાર અને તે અંધકાર માં અગાધ તાકત રહેલી છે કે અનેક અવકાશ ગંગાઓ ને એપોતાની તરફ આકર્ષી ને પોતાની તરફ ચુંબક તત્વ ની જેમ ખેંચી પોતાના પેટ માં સમાવી લે છે. તેની ચુંબકીય શક્તિ એટલી પ્રચંડ છે કે એનાં પ્રભાવ થી કોઈ બચી શકતું નથી.જે એના ચુંબકીય પ્રભાવ ની રેખા માં આવી ગયું તે બ્રહ્મન્ડ ને એટલી પ્રચંડ તાકાત થી ખેંચે કે એ બ્રહ્માંડ એમ ખેંચાય સિવાય અન્ય કોઈ વિકલ્પ રહે જ નહીં.તે બ્લેકહોલ માં વિલીન થઈ જાય છે.કોઇ બ્લેક હોલ ની તાકાત આગળ ટકી શકતું જ નથી. અરે નવા સંશોધન મુજબ તો બ્લેક હોલ અન્ય બ્લેક હોલને પણપોતા ના મા સમાવી દે છે.ગળી જાય છે. બ્લેકહોલ ની ભયકર તાકાત અત્યંત વિનાશક અને અંતિમ છે. આ પ્રક્રિયા થતાં લાખો વર્ષ થાય છે. આવા તો એક નહિ નાના મોટાં અનેક બ્લેક હોલ છે.જે આકાશ માં ઉડતાં રહે છે અને તેનાં ચુંબકીય ક્ષેત્ર માં આવતી દરેક વસ્તુઓ ને પોતાનાં માં સમાવી લે છે. અત્યાર સુધી વિજ્ઞાન એમ કહેતું હતું કે આ બ્લેક હોલ પોતાનાં માં જે સમાવી લે પછી આગળ કાંઈ શક્ય નથી.બ્લેક હોલ એટલે સંપૂર્ણ અંધકાર અને તે અંધાકાર માં વિલીન થયેલ બ્રહ્માંડ પછી ક્યારેય કોઈ વસ્તુ જોઈ શકે એમ નથી..કેમકે બ્લેકહોલ નો કોઈ અંત જ નથી. અંધકાર અંધકાર અંધકાર અને બસ અંધકાર બીનું કશું જ નહીં. પણ. હમણાં થોડાં વર્ષો થી કહેવાતા આપણા આ બૌધ્ધિ જીવી વિજ્ઞાનને કઈંક નવું અનુ ભવ્યું છે કે.... THERE IS A LIGHT AFTER BLACK HOLE. કે આ બ્લેકહોલ ની પાછળ તેજ કે તેજનો ગોળો છે.એ તેજ નું તેજ એટલું પ્રચંડછે કે એ આવા અનેક બ્લેકહોલ ને પોતાની તાકાત થી પોતાની તરફ ખેંચી તે અંધકાર ને પોતાના અજવાળાં માં સમાવી દે છે અને તે અંધારું ક્યાય ગાયબથઈ જાય છે અને તે પણ આ પ્રકાશમય થઇ પ્રકાશબની જાય છે. આશ્ચર્ય,જાદુઈ શક્તિ કે અદ્રશ્ય તાકાત? જે ગણો એ પણ હવે કહેવાતા બૌદ્ધિક વિજ્ઞાનીઓ THERE IS A LIGHT AFTER BLACK HOLE એમ નવી નવી તાજા ખબર પડી છે. આ આજ માહિતી આપણાં હિન્દૂ શાસ્ત્રોમાં હજારો વર્ષ પહેલાં વર્ણવી છે. જીવ,ઈશ્વર,માયા,બ્રહ્મ અને પરબ્રહ્મ. માયા સુધી કેવલ અંધારું છે.તે અંધકાર બ્રહ્મ માં લિન થાય છે.બ્રહ્મ એ અત્યંત પ્રકાશે યુક્તતેજનો ગોલો છે.એક દિવ્ય પ્રકાશ એક દિવ્ય પ્રચંડ દિવ્ય શક્તિ જેમાં સર્વે માયા સમાઈ જાય છે અને તે બ્રહ્મરૂપ થઈ અતિશય તેજોયુક્ત થઈ જાય છે..અને તે તેજ ને મધ્યે પરબ્રહ્મ સાક્ષાત બિરાજમાન છે. વેલ. વિજ્ઞાનિકો હજુ તો બ્રહ્મ સુધી જ પહોંચ્યાં છે.પરબ્રહ્મ નો હજુ પદાર્પણ તેમનાં સંશોધન માં થયું નથી. જીવ કહેતાં આપણાં જેવાં આનેક જીવો. ઈશ્વર કહેતાં અનેક બ્રહ્માંડઓ ના અધિપતિ એવા અનેક ભગવાનો.એટલે કે બ્રહ્માડો આકાશ ગંગાઓ. એ અનેક આકાશ ગંગાઓ ને પોતાની પ્રચંડ તાકાત થી પોતાના અંધકાર માં વિલીન કરનાર એટલે માંયા. શાસ્ત્રો માં લખ્યું છે માયા નું તમ અંધારું છે. માયા કહેતા બ્લેક હોલ અને બ્લેક હોલ ને પોતાનાં સમાવી તેનો નાશ કરતાં બ્રહ્મ એટલે માયા નો નાશ કરી માયા ને પોતાનાં માં લિન કરનારા બ્રહ્મ. અને તે બ્રહ્મ ના પણ કારક,બ્રહ્મ મધ્યે બિરાજનાર પરબ્રહ્મ. આ છે હિન્દૂ શાસ્ત્ર. હિન્દૂ જ્ઞાન. હિન્દૂ ધર્મ નું ઊંડાણ. હિન્દૂ ધર્મ ,હિન્દૂ શાસ્ત્રો ની સાત્વિકતા, સાતત્યતા. હિન્દૂ શાસ્ત્રો નું સચોટ જ્ઞાન
નયન. નયન મૌન ની ભાષા છે. મૌન વિશ્વાસ ની પરિભાષા છે. કહ્યા વગર જ સમજી જાય એજ તો સમજણની વ્યાખ્યા છે. અદ્રશ્ય , અદ્ભૂત લાગણીઓ ને ઊડતી મુકવી એજ તો નયન ની કરામત છે. દબાઈ દબાઈ ને હોંઠ જે હાર ને છુપાવે છે....નયન એજ કિંમતી ઘરેણાં ને સજાવે છે.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser