ચક..ચક..ચક..ચક...
મરઘી ને ચણ નાખવામાં આવે છે..અને મરઘી તે ચણ નાખનાર ની પાછળ પાછળ દોડી દોડી ચણ ખાય છે.અને તે ચણ નાંખનાર એજ મરઘી ના શરીર પરથી એક એક પિછા ખેંચતો જાય છે.
આવી
મેં એક વાર્તા સાંભળી છે.જે સાંભળી ત્યાર થી આજ સુધી જબરદસ્ત અસર કરી ગઈ છે.કદાચ ભુલાતી પણ નથી.
કે એ મરઘી એજ વ્યક્તિ ની પાછળ દોડી દોડી જાય છે.જે એને ચણ નાંખે છે.
એજ ચણ નાંખનાર એનાં શરીર માંથી પીંછા ખેંચી ખેંચી ને કાઢે છે,મરઘી ને એની પીડા પણ થાય છે,મરઘી એ પીડા નાં સિસકારા પણ બોલાવે છે.કેટલુ પીડાદાયક ભોજન છે આ.પણ પેલી નિર્દોષ મરઘી ને ભાન પણ નથી કે જેની પાછળ પ્રેમથી, વિશ્વાસ રાખી એ ખાવાનું લેવાં દોડે છે એ જ નરાધમ એનો હત્યારો છે.એ એને એટલે ચણ ખવડાવે છે જેથી એ મરઘી તાજી માજી થાય અને એનો વધ કરી હું મારું પેટ ભરૂ. એબિચારી તો નિર્દોષતા થી કુદરતી નિયમ મુજબ જ્યાં ખાવાનું દેખાય ત્યાં જીવ જાય.જ્યાં પોતાને આનંદ લાગે ત્યાં બુદ્ધિ નો વિચાર કર્યા વગર દોડી જાય.
આ વાત થઈ મરઘી ની.જેને બુદ્ધિ નથી.માફ કરજો મરઘી ને "એટલી"બુદ્ધિ નથી.
આગળ નો કદાચ "એટલો" વિચાર નથી.કે એ સમજી શકે કે ચણ નાંખનાર ની વૃત્તિ ખરાબ છે અને હું તેનાંથી બચી શકું છું.કદાચ બીજા નું જોઈ એને ભાન પડે પણ ત્યાં સુધી તો બહુ મોડું થઈ ગયું હોય છે.કેમ કે એને ત્યારે જ ખબર પડે છે જ્યારે એ વધાવા માટે સંપૂર્ણ ઝડપાઇ ગઈ હોય છે.એને છૂટવાનો કોઈ મોકો કે સહારો નથી હોતો,
"ચક ચક ચક અવાજ ચીકાયારીઓ,મોત થી કણસતી ચીસો માં ફરી જાય છે.ચિત્કાર ને દુઃખ,ભય જાણે નર્ક ની અનુભૂતિ કરાવે છે.અને પછી એજ ચણ વાળા ના હાથ માંથી છૂટવા,ભાગવા, તડરફળિયા મારે છે.અગાધ મરણિયો પ્રયાસ કરે છે.પણ મરઘી માં :"બુદ્ધિ" નથી.
મરઘી માં "તાકાત" નથી.(જેનાં માં "બુદ્ધિ" અને "તાકાત" હોય એ "કદાચ" બચી શકે.)
પણ એ નિર્દોષ મરઘી બિચારી માં બુદ્ધિ નથી.એ તો કુદરતે જે નિયમ બનાવ્યો છે રોટી કપડાં ઓર મકાન એને જ અનુસરતી હતી.જ્યાં ખાવા મળે ત્યાં પેટ ભરવા દોડવું.એને તો એય નથી ખબર કે પેટ ભરવા થી જીવાય.
એ તો કુદરત ના એક નિયમ મુજબ જે એની ઇન્દ્રિયો કરાવે એમ કરે છે.ભૂખ લાગે ત્યારે ખાવાનું શોધે.પ્રજનન ની લાગણી થાય ત્યારે પ્રજનન કરે.ટોયલેટ ની ઈચ્છા થાય ત્યારે હાજતે જાય.કુદરતી રિતે જે જે થાય એમ એમ કરે.
એ રીતિ એ બીચારી ને ભૂખ લાગી તો ચણ ચણવા ગઈ.જો ભૂખ ન લાગી હોત, અથવા "ઉપવાસ" કરવો એવી ધાર્મિક સમજણ હોત તો પણ કદાચ ચાન્સ હતો બચવા નો. પણ એવી કોઈ સમજણ તો હતી નહિ. કુદરતે જ એને એવી રીતે ફસાવી તેમા એનો શો વાંક?
એને ક્યાં ખબર છે કે કુદરતે "નર્ક" ના "યમદૂતો" જેવા માણસો પણ બનાવ્યાં છે.
જે "નિર્દોષતા" ને જાણે છે.સમજે છે.જે "લાલચુ" છે."સ્વાર્થી" છે."ખરાબ" છે.
હાલ તો ,માણસ એક જ એવી જાત છે જે અત્યંત નીચતાં ના પાતાળ સુધી જઈ શકે છે.દુરુપયોગ કરવા.
એવાં માણસ ના "ચંગુલ" માં તો બેન માણસ પણ ફસાઈ જાય છે તો તું તો એક નિર્દોષ મરઘી છે.માણસ થી માણસ નથી બચી શક્યો તો...એ મરઘી માણસ ના "ચંગુલ"માં ફસાઈ છે,
ત્યારે "કદાચ" એને ખબર પડે છે કે આ ચણ નાંખનાર તો સા..ખરાબ, હ..માણસ છે.મારો અને મારા કુટુંબ નો વિનાશ કરનાર માણસ છે.એ ચણ નહિ ઝેર છે.ભલે ચણ લાગે પણ કસાઈ ની તલવાર છે.
પણ ત્યાં સુધીમાં તો એ જીવ વધેરાઈ જાય છે.
બસ.એમ જ.
કળિયુગ
આ શબ્દ સાંભળ્યો છે?
કળિયુગ એટલે શું એ ખબર છે?
હાસ્યસ્પદ અથવા સાવ સામાન્ય લાગે ને કે આવું તો પુછાય?આ તો બધાં ને ખબર જ હોય ને ?ભારત છે આ,થોડું અમેરિકા કે પશ્ચિમ ના દેશો છે?કેમ ?એવું લાગે ને?
પણ ,
આ પ્રશ્ન પૂછવો જરૂરી છે.
કેમ કે આ પ્રશ્ન બધાં ને ખબર ન પણ હોય.
હાલ જે રીતે ભારત માં પશ્ચિમ કરણ થઈ રહ્યું છે.
બાળકો,માતાઓ,યુવાઓ,અરે વડીલો પણ પૈસા,સત્તા,મોજશોખ અને જલસા,અભિમાન માં જે અંધ બન્યા છે.
ધર્મ,ભક્તિ,સંયમ,સંપ,બલિદાન, એ પ્રકાર ના જે જીવન ના ઉચ્ચ મૂલ્યો ને ભૂલી ગયા છે.
એ હિન્દૂ ધર્મ અથવા ધાર્મિક એવી વાતો ને શું સમજવના?
અથવા શું સાંભળવા ના ?
અને કોણ સંભળાવે એમને ?
ઘર માં બા દાદા તો છે નહીં.માતા પિતા ને સમય નથી.
સંપૂર્ણ પણે પાશ્ચાત્ય થઈ ગયાં છે.
જેમ કોઈ ધોળીયા-કાળિયા ને કળિયુગ એટલે શું એમ ખબર ન હોય ને એમ આપણા ભારતીય હિન્દૂ પણ કદાચ ખબર ન હોય તેમાં નવાઈ નહિ.
ચાલો મુખ્ય મુદ્દા પર આવીએ..આમ તો એક એક શબ્દના ઊંડાણ માં જઈએ તો અનેક પુસ્તકો લખાઈ જાય.
કળિયુગ.
કળિયુગ એટલે શું એ જો સાંભળ્યું હોય તો.
કળિયુગ માં જે જે થવાનું છે.તેની વર્ણન આપણા ધર્મ ગ્રંથો માં લખ્યું છે.
જો પાશ્ચાત્ય સંસ્કૃતિ કહેતાં એમનાં ચલચિત્રો અને મોજશોખ નો વિચાર કરીએ તો.
તેમાં એક ઝોમ્બી/zombi આશબ્દો બહુ આવે છે.
રોબોટ કહેતા લાગણીહીન મશીન જેવા માનવો.
મારામારી,લૂંટફાટ સ્ત્રીઓ ના,સ્ત્રીઓ સાથે ભીભત્સ વર્તન,મર્યાદા વગર નું જીવન.કુટુંબ વ્યવસ્થા ની ગંદકી.
વ્યભિચાર ની સર્વસંમતિ થી સ્વીકાર.
આવું આવું ઘણું ઘણું બતાવાય છે..
જેને ભારતીય સમાજ (સમાજ માં દરેક ઉંમર ના, દરેક વર્ણ ના,દરેક ક્ષેત્ર ના વ્યક્તિ આવી જાય)ખૂબ જ સહર્ષ સ્વીકારે છે અને તે મુજબ અનુસરવા ઘેલાં ઘેલાં થાય છે.
તડપાપડ થાય છે.
Actual. ખરેખર તો એજ કળિયુગ ની નિશાની છે.
એજ કળિયુગ છે.
કેટલી શુક્ષમતા થી.
કેટલી બારીકાઈ થી
કેટલાં ઊંડાણ થી આ રાક્ષસી વૃત્તિ ફેલાય છે ..ફેલાવવા માં આવે છે.તેનો અહેસાસ પણ નથી.અને હવે તો એ મોબાઈલ થઈ ગયું.
પહેલા ગામ ની બહાર ભવાઈ થતી.
પછી સિનેમા આવ્યા જે પણ ઘરની બહાર દૂર હોય.
પછી tv આવ્યા.અને હવે મોબાઈલ.અને હવે તો 3d glasses.હાથ માં પણ નહીં શરીર થી સંપૂર્ણ લગોલગ ચોંટાડી ને.આંખો જ બંધ કરી દો.આજુબાજુ નું કઈ જોવાનું જ નહીં.જુવે તો છટકી શકે ને ?પકકોપાક બંધ.જડબેસલાક બંધોબસ્ત કર્યો છે કળિયુગે. અને આપણે એ ટેકનોલોજી નામના કળિયુગ માં ફસાતા જઈએ છીએ,હોમતાં જઈએ છીએ.ભાન પણનથી કે આપણે આપણો જ વિનાશ કરીએ છીએ.
જેટલાં પણ સારા વિચારો,સારી આદતો,સારા ગુણો, સારી પ્રક્રિયા એ દરેક નો ખુબ જ બારીકાઈથી ઉપયોગ કરાય છે "ખરાબ" કામ કરવા.તમને "બલિ નો બકરો બનાવવા"
ચાલો થોડું સમજવાનો પ્રયત્ન કરીએ.
.શરૂઆત કરીએ સર્વ સ્વીકાર્ય,
સર્વ પ્રિય એવી મોબાઈલ ગેમ થી.
એમાં આવતી જાહેરાતો થી.
માફ કરજો.
એમાં આવતી "લલચામણી" જાહેરાતો થી.
તમને કોઈ ને ખબર છે?કે આ જાહેરાતો નો અર્થ શું?
લોકો ને પોતાની વાત,વસ્તુ બહાર પાડી જણાવવી.
એ જાહેરાતો "મફત" લાગે.
પણ એ "મફત" નથી.
એ તમારો હત્યારો "કસાઈ" છે. અને "તમે" એની "મરઘી"
ગેમ એ મનોરંજન માટે રાખી.તેમાં લલચામણી જાહેરાતો મૂકી માણસ નો સમય માંગી લે છે.તેને પકડી રાખે છે.વારે વારે જાહેરાત વચ્ચે વચ્ચે દખલ કરે એટલે તમારું મન -ચિત ભ્રમિત થઈ જાય.તમે એકાગ્રતા ગુમાવી દો છો.
વારે વારે ..એક ની એક પ્રક્રિયા તમારાં મગજ જોડે રોજ રોજ સતત.નિયમિતપણે થાય એટલે.(નિયમિત,સતત થવું એ સારો ગુણ છે.સારા કાર્ય ની નિયમિતતા એ માણસ ને આગળ લાવે એ નિયમિતતા ના ગુણ ને અહીંયા ખરાબ કામ માટે વપરાય છે,સતત વપરાય છે.)
નિયમિત પણે થાય એટલે તમારું મગજ એના થી ટેવાતું જાય છે.(ડ્રગ્સ ની જેમ,તડપ લાગે એમ)મગજ "ગાંડું" બની જાય એ પ્રક્રિયા માં જ.
એકાગ્રતા માત્ર ગેમ માં જ નથી તૂટતી. તમારુ આખું મગજ એ 1..2.3 કલાક માં એનું વ્યસની બની ગયું છે.વારે વારે ભ્રમિત થવાનું વ્યસની બની ગયું છે.
એટલે એ રોજિંદી ક્રિયા માં પણ એકાગ્રતા ગુમાવશે.
અભ્યાસ માં.
નોકરી માં
સંશોધન માં
ઘરકામ માં
સંબન્ધ માં.
વાંચન માં
સાયકોલોજી ની દ્રષ્ટિએ એ તમારું મગજ વારેવારે કેન્દ્રિત થવાનું પ્રયત્ન કરે અને આ જાહેરાત વાળી "નિયમિત" પ્રેક્ટિસ થી કેળવાયેલુંતમારું મગજ તમને "સતત" એકાગ્રતા માંથી દૂર કરી પછાડે.
એકાગ્રતા વગર તમે કોઈ કાર્ય માં.સફળ ન થાવ.
તમે અસફળ થાવ એટલે તમે તમારી એ ગમતી વસ્તુ,વ્યક્તિ,પ્રોજેક્ટ,વિષય,કાર્ય સંબન્ધ ગુમાવો.
તમે વારે વારે એકાગ્રતા ગુમાવો એટલે વારેવારે કઈંક મેળવવા અસફળ થાવ. એટલે તમે દુઃખી થાવ.
તમે વારે વારે આમ દુઃખી એટલે તમે નાસિપાસ થઈ જાવ.depression માં આવી જાવ.ડિપ્રેશ થાવ એટલે ગુસ્સે થાવ.ગુસ્સે થાવ એટલે અયોગ્ય વર્તન કરો.વારેવારે અયોગ્ય વર્તન કરો એટલે સામે વળી વ્યક્તિ તમારાં થી કંટાળે.એને પણ તમારા પર થી વિશ્વાસ તૂટવા લાગે.તમે કદાચ કાર્ય,સબંધ કે પ્રોજેક્ટ ગુમાવી દો એટલે પ્રતિષ્ઠા હીન થાવ.
આવી ઘેલછા થી કદાચ તમે એકલાં થઈ જાવ એટલે વધુ ને વધુ ગેમ રમો.વધુ એકાગ્રતા ગુમાવો.
માનસિક રીતે બીમાર કહેતાં ક્યાં ગાંડા થઈ જાવ.નાદર થઈ જાવ.ક્યાં ખતરનાક ગુનેગાર થઈ જાવ.
પણ તમે "તેજસ્વી "તો ન જ થાવ.
એ સમજી રાખજો.
જોયું કેટલું ઊંડાણ છે.તમને આકર્ષવા માટે નું.
તમને એમ લાગતું હોય કે આવું થોડું હોય .તો
સત્ય માનો આવું જ છે.
તમારાં પ્રિય અમેરિકામાં 70% થી 90% લોકો માનસીક રોગ થી પીડાય છે.તમને એમ લાગે કે આટલી નાની વસ્તુ થી આમ આટલું ભયંકર રૂપ થોડું થાય.
ટીપે ટીપે સરોવર ભરાય.
સોરી માફ કરજો તમને ટીપાં કરતાં પૈસા ની ભાષા જલ્દી સમજાશે..
એક એક પાઇ થી કરોડો રૂપિયા થાય.
એમ સાવ સામાન્ય લાગતી વારે વારે આવતી જાહેરાત નું નિયમિત રીતે જોવું એ એકાગ્રતા તોડવાની ટેવ બની જાય જે ખતરનાક અને ભયંકર છે.એ સમજી રાખો.
(બીજી રીતે વિચારો તો,એકાગ્રતા લાવવા શું કરવું પડે? ધીમે ધીમે એકાગ્રતા આવે ને?
પહેલાં મને ને 10 મિનિટ ધ્યાન થી કેન્દ્રિત કરો,પછી 20..30..40..એમ "નિયમિતપને" 10 સેકન્ડ થી શરૂઆત કરવાથી 1 કલક4.
3 કલાક ની એકાગ્રતા આવે અને તમે એ વસ્તુ,ક્રિયા માં માસ્ટર થઈ જાવ.practice make man perfect)એમ.
એટલે કે તમે જેને આ અનુસરો છો..જે પાશ્ચાત્ય અને પશ્ચિમી લોકો પાછળ ઘેલાં બન્યા છો એ "ગાંડા" છે.અને તમને ગાંડા બનાવે છે.
વિદેશ માં અમેરિકા જેવા દેશો માં ખાસ કરી ને ભારતીય અથવા ચાઈનીઝ ક્યાં મેક્સિકન લોકો જ કાર્ય કરે છે. કેમ કે એમનાં માં જ બુદ્ધિ છે.એજ મહેનતુ છે.
બીજા તો "ગાંડા" "મફતિયાઓ" જ છે.
જ્યારે તમે જે વિદેશ થી આકર્ષવ છો તે ભારતીય લોકો ને કારને ઉજળું છે તો ભારતીયતા નેઅનુસરો ને? કેમ ગાંડાઓ ને અનુસરો છો ?
આ મોટી મોટી કંપનીઓ ના માલિકો પોતે અથવા પોતાના બાળકો કે કુટુંબીજનો ને આ ગંદકી થી દુર જ રાખે છે..ખબર છે તમને ?
કેમ કે એમને ખબર છે આ ખતરનાક"ડ્રગ્સ" છે .વ્યસન છે .
ઝોમ્બી એટલે શું.
આવી ગેમ રમી માણસો સાચે ઝોમ્બી જેવાં થઈ જાય છે.
લાગણી વગર ના મશીન જેવાં થઈ જાય છે.સબન્ધઓ તૂટે એટલે વ્યભિચાર અને વૃદ્ધાશ્રમો વધે.માણસ વધુ બેજવાબદાર અને બેફિકરો થઈ જાય.
એટલે કે ત્યાં આવા જ લોકો.આવા જ વાતાવરણ નું સર્જન કરવામાં આવે છે.આવું જ મુર્ખામી વાળું વાતાવરણ છે.
માત્ર જાહેરાતો જ નહીં.ગેમ પણ ઘેર ઘેર જુગાર તીન પતિ જેવી રમતો મોબાઈલ માં જોવા મળે છે..વ્યભિચાર કરવો.ચોરી કરવી..ગંદકી કરવી..વગેરે અનેક ચલચિત્રો ની જેમ જ મોબાઈલ ની ગેમ માં પણ એવું જ વાતાવરણ..ઉભું કરવામાં આવે છે.જે મગજ ને હાનિકારક હોય તો વિચારો બાળ માનસ ને કેટલી હાનિ પહોંચાડે?
આવું બધું જોઈ ઘર માં અને સામાજિક જીવન માં પણ પછી એવું જ કરવાનું મન થાય અને બધાં કરે પણ છે..ગંદકી..પારકા પુરુષો ને સ્પર્શ કરવા..જેમતેમ વર્તવું..ખરાબ રીતે ખરાબ કપડાં પહેરવાં વગેરે અનેક રીતે.લોકો ને ભરમાવવા મા આવે છે.આકર્ષીત કરવામાં આવે છે.
ચાલો બીજી રીતે વિચારીએ.
ભારતીય ધર્મમાં
સંગ નું ખૂબ મહત્વ અપાવમાં આવ્યું છે.
સંગ એવો રંગ.
સંપ રાખો.
એ સંગ વ્યક્તિ નો હોય,વાંચન હોય,વિચાર કે વર્તન.
કોઈ પણ રીતે સંગ કરો તો હંમેશા સારા નો જ સંગ કરો.
કેમ ?એમ ભારતીય ધર્મ નો,શાસ્ત્ર નો,વાંચન નો સંગ કરો.
ભારતીય ધાર્મિક રીત રિવાજો માં વારે વારે ધ્યાન કરવાનું કહેવા માં આવે છે કેમ ?
ધાર્મિક વિધિઓ કોઈ મૂર્તિ કે એક વસ્તુ કે એક જ સ્થાન આ.કેન્દ્રીય રહે છે કેમ ?
નિયમો માં રહો એમ કહેવામાં આવે છે કેમ?
ૐકાર રોજ કરવો.યોગ રોજ કરવા. સૂર્ય દેવ દર્શન કરવા.
પગે લાગવું, પૂજન કરવું,વહેલાં ઉઠવું, માળા કરવી,માતા પિતા કે મોટાં નું માનવું, રોજ વાંચન કરવું, આ બધા બંધન લાગે એવું કરવાનું કેમ કહેવા માં આવે છે.
આપણા શાસ્ત્રો માં એક ઉદાહરણ લખ્યું છે કે.
જેમ માછીમાર હોય તે તળાવ માં માછલી પકડવા જાળ નાંખે છે.ત્યારે એ જાળ એ માછીમાર થી દુર જઈને પડે છે..એટલ કે માછીમાર થી જે માછલીઓ દૂર હશે તે બધી જાળ માં પકડાઈ જશે...પણ માછીમાર ના પગ ની આજુબાજુ વાળી માછલીઓ બચી જશે..એ જાળ માં નહિ પકડાય.. એમ જ ભગવાન ના ચરણો માં રહીશુ તો ભગવાન રક્ષા કરશે.બચી જઈશું..નહિ તો કળિયું ના ષડ્યંત્ર માં ફસાઈ જશો.
ભગવાન કહેતાં. ભગવાન ના નિયમો.સારા નિયમો.સારી ટેવ.સારું વાંચન.
સારા મિત્રો. પવિત્ર શુદ્ધ જીવન.
કળિયુગ ની માયા થી કોઈ બચી નહિ શકે.સિવાય એ જે ભગવાન ના ચરણો માં સ્થાન પામેલા હશે તે બચી જશ