Approximately 10 to 15 years ago Science/ scientists have found there is a light after black hole.
બ્લેક હોલ નું નામ સાંભળ્યું છે?
બ્લેક હોલ એ શું છે ?
આ નામ ક્યાં સાંભળ્યું છે ?
બ્લેક હોલ એટલે અંધકાર નો કૂવો...એક એવો કૂવો જે અવકાશ/આકાશ માં ઘૂમે છે...ને એક પ્રચંડ તાકત ધરાવે છે..એવી તાકાત કે જેની સામે અન્ય કોઈ તાકાત કામ નથી લાગતી.
આકાશ?
જી આજે આપણે વાત કરીએ છીએ ખગોળશાસ્ત્ર ની.
ખગોળશાસ્ત્ર એટલે અવકાશીય જ્ઞાન.
પૃથ્વી જે આકાશ માં ઉડી રહી છે.એ આકાશ વિશે ની માહિતી.
ભાગ્યેજ કોઈ 8 વરસ થી મોટી ઉંમર ની વ્યક્તિ હશેજેને અવકાશ,ગ્રહો,આકાશગંગા, ગેલેક્સી .ધૂમકેતુ,તારાઓ, બ્રહ્માંડ.. બ્રહ્માડો વગેરે વિશે સાંભળ્યું ન હોય.
દાદા દાદી હોત તો આવી કેટલીય વાર્તા ઓ બાળકો એ સાંભળી હોત્ત.. પણ દાદા દાદી તો છે નહીં...અરે ગૂગલ તો છે ને?you tube છે.દાદા દાદી ની જગ્યા એ લોકો એ તો લીધી છે.
વેલ એક એક સંપૂર્ણ અલગ વિષય થઈ જાય છે જેના વિશે આપણે પછી ક્યારેક ચોક્કસ ચર્ચા કરીશું.
પાછા વળો.... અને ખગોળશાસ્ત્ર માં ખોવાઈએ.
એટલે કે પૃથ્વી તેનો ઉપગ્રહ ચાંદા મામા ,સૂર્યમંડળ.અનેક સૂર્યમંડળ થી આકાશ ગંગા આવી અનેક આકાશ ગંગાઓ ધવાર બ્રહ્માંડ ને આવા અનેક બ્રહ્માંડો છે.
આવી અનેક આકાશગંગાઓ અનેક બ્રહ્માંડૉ ને મોઢું ખોલી ગળચી જાય કહેતાં પ્રચંડ તાકાત થી પોતાની તરફ ખેંચી લઈ ગળી જાય અને તે ગેલેક્સિ નું નામો નિશાન ન દેખાય તેને બ્લેક હોલ કહેવામાં આવે છે.
કહેવાય છે કે.
બ્લેક હોલ નું નામ બ્લેક હોલ એટલે પડ્યું કે.એ સંપૂર્ણ બ્લેક છે.અંધકાર નો કૂવો.સંપૂર્ણ અંધારું.ત્યાં પ્રકાશ પણ અંધારા માં સમાઈ જાય છે.ત્યાં માત્ર અંધારું જ છે.કેવળ અંધકાર અને તે અંધકાર માં અગાધ તાકત રહેલી છે કે અનેક અવકાશ ગંગાઓ ને એપોતાની તરફ આકર્ષી ને પોતાની તરફ ચુંબક તત્વ ની જેમ ખેંચી પોતાના પેટ માં સમાવી લે છે.
તેની ચુંબકીય શક્તિ એટલી પ્રચંડ છે કે એનાં પ્રભાવ થી કોઈ બચી શકતું નથી.જે એના ચુંબકીય પ્રભાવ ની રેખા માં આવી ગયું તે બ્રહ્મન્ડ ને એટલી પ્રચંડ તાકાત થી ખેંચે કે એ બ્રહ્માંડ એમ ખેંચાય સિવાય અન્ય કોઈ વિકલ્પ રહે જ નહીં.તે બ્લેકહોલ માં વિલીન થઈ જાય છે.કોઇ બ્લેક હોલ ની તાકાત આગળ ટકી શકતું જ નથી.
અરે નવા સંશોધન મુજબ તો બ્લેક હોલ અન્ય બ્લેક હોલને પણપોતા ના મા સમાવી દે છે.ગળી જાય છે.
બ્લેકહોલ ની ભયકર તાકાત અત્યંત વિનાશક અને અંતિમ છે. આ પ્રક્રિયા થતાં લાખો વર્ષ થાય છે.
આવા તો એક નહિ નાના મોટાં અનેક બ્લેક હોલ છે.જે આકાશ માં ઉડતાં રહે છે અને તેનાં ચુંબકીય ક્ષેત્ર માં આવતી દરેક વસ્તુઓ ને પોતાનાં માં સમાવી લે છે.
અત્યાર સુધી વિજ્ઞાન એમ કહેતું હતું કે આ બ્લેક હોલ પોતાનાં માં જે સમાવી લે પછી આગળ કાંઈ શક્ય નથી.બ્લેક હોલ એટલે સંપૂર્ણ અંધકાર અને તે અંધાકાર માં વિલીન થયેલ બ્રહ્માંડ પછી ક્યારેય કોઈ વસ્તુ જોઈ શકે એમ નથી..કેમકે બ્લેકહોલ નો કોઈ અંત જ નથી.
અંધકાર અંધકાર અંધકાર અને બસ અંધકાર બીનું કશું જ નહીં.
પણ.
હમણાં થોડાં વર્ષો થી કહેવાતા આપણા આ બૌધ્ધિ જીવી વિજ્ઞાનને કઈંક નવું અનુ ભવ્યું છે કે....
THERE IS A LIGHT AFTER BLACK HOLE.
કે આ બ્લેકહોલ ની પાછળ તેજ કે તેજનો ગોળો છે.એ તેજ નું તેજ એટલું પ્રચંડછે કે એ આવા અનેક બ્લેકહોલ ને પોતાની તાકાત થી પોતાની તરફ ખેંચી તે અંધકાર ને પોતાના અજવાળાં માં સમાવી દે છે અને તે અંધારું ક્યાય ગાયબથઈ જાય છે અને તે પણ આ પ્રકાશમય થઇ પ્રકાશબની જાય છે.
આશ્ચર્ય,જાદુઈ શક્તિ કે અદ્રશ્ય તાકાત? જે ગણો એ પણ હવે કહેવાતા બૌદ્ધિક વિજ્ઞાનીઓ THERE IS A LIGHT AFTER BLACK HOLE
એમ નવી નવી તાજા ખબર પડી છે.
આ આજ માહિતી આપણાં હિન્દૂ શાસ્ત્રોમાં હજારો વર્ષ પહેલાં વર્ણવી છે.
જીવ,ઈશ્વર,માયા,બ્રહ્મ અને પરબ્રહ્મ.
માયા સુધી કેવલ અંધારું છે.તે અંધકાર બ્રહ્મ માં લિન થાય છે.બ્રહ્મ એ
અત્યંત પ્રકાશે યુક્તતેજનો ગોલો છે.એક દિવ્ય પ્રકાશ એક દિવ્ય પ્રચંડ દિવ્ય શક્તિ જેમાં સર્વે માયા સમાઈ જાય છે અને તે બ્રહ્મરૂપ થઈ અતિશય તેજોયુક્ત થઈ જાય છે..અને તે તેજ ને મધ્યે પરબ્રહ્મ સાક્ષાત બિરાજમાન છે.
વેલ.
વિજ્ઞાનિકો હજુ તો બ્રહ્મ સુધી જ પહોંચ્યાં છે.પરબ્રહ્મ નો હજુ પદાર્પણ તેમનાં સંશોધન માં થયું નથી.
જીવ કહેતાં આપણાં જેવાં આનેક જીવો.
ઈશ્વર કહેતાં અનેક બ્રહ્માંડઓ ના અધિપતિ એવા અનેક ભગવાનો.એટલે કે બ્રહ્માડો આકાશ ગંગાઓ. એ અનેક આકાશ ગંગાઓ ને પોતાની પ્રચંડ તાકાત થી પોતાના અંધકાર માં વિલીન કરનાર એટલે માંયા. શાસ્ત્રો માં લખ્યું છે માયા નું તમ અંધારું છે.
માયા કહેતા બ્લેક હોલ અને બ્લેક હોલ ને પોતાનાં સમાવી તેનો નાશ કરતાં બ્રહ્મ એટલે માયા નો નાશ કરી માયા ને પોતાનાં માં લિન કરનારા બ્રહ્મ.
અને તે બ્રહ્મ ના પણ કારક,બ્રહ્મ મધ્યે બિરાજનાર પરબ્રહ્મ.
આ છે હિન્દૂ શાસ્ત્ર. હિન્દૂ જ્ઞાન.
હિન્દૂ ધર્મ નું ઊંડાણ.
હિન્દૂ ધર્મ ,હિન્દૂ શાસ્ત્રો ની સાત્વિકતા, સાતત્યતા.
હિન્દૂ શાસ્ત્રો નું સચોટ જ્ઞાન