મને લાગે છે.
સત્ય અસત્ય જેવું કંઈ છે જ નહી.
ભગવાન ના ભરોસે બેઠાં છીએ, પણ ભરોસા જેવું કંઈ છે જ નહીં.
માત્ર ભગવાન છે, બાકી કશું જ છે જ નહીં.
કળિયુગ ને દોષ દઈએ છીએ, પણ કળિયુગ ના રચયિતા ને કોઈ કશું કહેતું જ નહીં.
કળિયુગ થી બચી જશો, જો નિવાસ પ્રભુ ના ચરણો નો કરશો, પણ પ્રભુ ના ચરણો નો વાસ તો એક ઠેકાણે નહિ.
અત્ર તત્ર સર્વત્ર પ્રભુ નું જ સ્રમ્રાજ્ય છે.ક્યાં પ્રભુ ના ચરણ નથી તો ક્યાં બેસી આશ્રય કરવો ?
ધર્મ નિયમ પાળનારા પણ પ્રભુ ના ભક્તો નથી.
નમાઝ પઢી વધ કરનારા ઓછા નથી.ભગવો પહેરી લાજ લેનારા ઓછા નથી.
નિર્દોષતા તો મરી ગઈ છે નેછળ કપટ ની મજા ગમી.
ષડ્યંત્ર કરી પોતાનાં જ સ્વજન ને દુઃખ આપી ક્યાં ગયા એ કૃષ્ણ અત્ર તત્ર સર્વત્ર તો કૃષ્ણ તું અહીં નહિ ?
દ્રૌપદી ને કહે છે તે મને પ્રથમ યાદ ન કર્યો, તારા સભાપતિ સ્વજનો એ તને સાથ ન દીધો.
અરે કૃષ્ણ,તમે તો અંતર્યામી છો. દુખિયા ના દુઃખ જોઈ સુદામા પાસે દોડો છો.
વિવેક કેમ ચુક્યા આમ બોલી કોઈ મદદ ન માંગે તો શું મદદ ન કરશો?
બાળા ના ચીર હરાય તોયે તમે મૌન રહેશો?અને વાંક પણબાળા નો કાઢશો, તે મને યાદ ન કર્યો?તમારી ફરજ તો મદદની હતી ને ?યાદ કરે કે નહીં પણ મદદ તો એને કરવાની જ હતી ને ? કોઈ પડે તો તરત દોડી મદદ કરવી એ તો માનવતા નો વિવેક છે.કળિયુગ તો સૌ પ્રથમ તમને જ સ્પર્શયો છે કે નહિ ?
આશ્ચર્ય તો મને ત્યારે થયું.
શ્રીકૃષ્ણ નો સાથ સમગ્ર જીવન માં રહ્યો.
તો પણ સ્વર્ગ નો લાભ દુર્યોધન ને મળ્યો?
પાંડવો કૃષ્ણ કૃષ્ણ કરતાં તો પણ નર્ક માં એમને સડવું પડ્યું?
પ્રભુ સાથે છે
પ્રભુ સાથે છે. એમ જીવન ભર સંભારણું હતું.તોયે..સ્વર્ગ ન મળ્યું?
પ્રભુ તારી લીલા તું જ જાણે.
માનવ જીવન હંમેશા વામણું પડ્યું.
વિશ્વાસ સંપૂર્ણ છે, ભગવાન નું અસ્તિત્વ ચોક્કસ છે.
એ સાથે જ છે એ દેખાય કે નહીં..
અરે પાછો આ વિશ્વાસ આવ્યો?
લો માનવ જીવન નો આધાર આવ્યો.
કળિયુગ માં,વિશ્વાસ નો જ વિશ્વાસઘાત થતો.
સ્વાર્થ માટે સૌ પોતાનાં ને જ જૂથતા પાડતા.
પોતે જુટઠું બોલી સત્ય બોલનાર ને જુઠ્ઠા કહેતાં.
ઓ વિશ્વાસ ન રચયિતા, કળિયુગ માં કેમ વિશ્વાસ રચ્યો?
સ્વાર્થ તો ચાલો માનો તમારું રમકડું છે.પણ વિશ્વાસઘાત,વિશ્વાસઘાત તો સાચે મૃત્યુ જ છે.
આવા મરેલા માનવો નો પૃથ્વી પર કેમ વસવાટ કર્યો?
સ્વાર્થ સ્વાર્થ રમતાં રમતાં રમતાં આ નિર્દોષ જીવો નો વધ કર્યો?
હે કળિયુગ ના રચયિતા તે વિશ્વાસઘાત રચી માનવતા નો નાશ કર્યો?
ખરું આશ્ચર્ય તો એ પણ રહ્યું એ નાથ.
જેમ કસાઈ પશુ નો વધ કરી સહજ રીતે જીવે છે.
એમ તારો કહેવતો માણસ વિશ્વાસઘાત કરી આટલું સહજ જીવે છે.
અરે,અરે,અરે પ્રભુ એકવાત કહું તારો માનવ તો આ અમાનવીય વર્તન ને પણ પ્રભુ એજ કહ્યું છે એમ કહી હસતાં હસતા વિશ્વાસઘાત કરે છે!
તું તો જબરો ભગવાન નીકળ્યો,મને કેમ ક્યારેય આવું આવી ને તે ન કહ્યું?અને એ લોકો ને જઈ તું કહી ગયો.
જાવ સ્વાર્થ માં રચ્યા પચ્યા રહી વિશ્વાસઘાત કરો.
અને મને તો એમ કે તું તો સત્ય બોલનારો.
આ તું બોલ્યો કે તારો માનવ પણ અસત્ય બોલી તારું નામ વટાવી ગયો.