હસવું આવે છે.
આને મુર્ખામી કહેવાય કે દુઃખદ માનસિકતા.
ક્યાં સાચે સાચ હાસ્યસ્પદ જીવન.
તમેં આજ કાલ આજુ બાજુ નું વાતવરણ અનુભવ્યું છે?
Selfcenterd.
કડવી ભાષા માં સ્વાર્થી.
કેવળ સ્વ નો જ વિચાર કરનાર વાતાવરણ અથવા પેઢી.
એ પણ ઉલ્લુ બનાવી.
હાસ્યસ્પદ લાગે જ્યારે
મોટી મોટી કંપની હોય કે ઓફીસ. એ લોકો એમ કહે કે એમનાં કર્મચારી એ એમનું કુટુંબ છે.
કુટુંબ?
કુટુંબ એટલે શું એ સમજ પડે છે?
કોને સમજ પડે ?આજ કાલ કુટુંબ છે જ ક્યાં ?
જ્યાં છે ત્યાં બધે ઓફીસ જ છે..એટલે કે કામ પુરતી વાત.કામ પુરતાં સબંધ.અને પછી તું કોણ ને હું કોણ અથવા બાહ્ય સબન્ધઓ..
જેમાં ન વિશ્વાસ હોય.ના લાગણીઓ. ના સમજણ હોય ન બલિદાન.
ઓફીસ હોય ઓફીસ.
આપણે એમ કહી શકાય.ઓફીસ કુટુંબ બતાવાય છે..અને કુટુંબ ઓફીસ બની ગયા છે.
આજ ની પેઢી મૂર્ખ બની છે.પૈસા,સત્તા,સ્વતંત્રતા માટે.
અને વડીલો અંજાઈ ગયા છે આજની પેઢી ની આ આવડત થી.
હા ,અંજાઈ ગયા છે.એટલે તો આવા ગંદકી ભર્યા વાતાવરણ ને સ્વીકારે છે.પ્રોત્સાહન આપે છે.ક્યાં મૂંગા થઈ ચૂપ થઈ જાય છે.
પોતે આવું બધું કર્યું નથી. પોતે આવું કરી શકે એમ કલ્પના ન હતી.
પોતાને પોતાનાં સપના પુરા કરવાનો મોકો ન મળ્યો.
એટલે કદાચ આજ ના બાળકો ને કરો જેમ કરવું હોય એમ કરો એમ કહી છૂટછાટ આપી દે છે.
અને પછી કહે આજ ની પેઢી હાથ માં નથી..પણ એ છૂટ આપી કોને?
મિલિટરી માં કેવા સખત નિયમો હોય છે?મજાલ છે કોઈ આડું અવળું થાય ?
એમ પહેલાં ના જમાના માં આવી જ રીતે સમાજ ના નિયમો હતા.ઘર ના નિયમો રહેતાં.
પણ આજ કાલ તો મા બાપ જ .શું કરીએ?જમાના પ્રમાણે કરવું તો પડે ને એમ કહી હાથ ઊંચા કરી દે છે.
અને આજ ની પેઢી દિશા હીન થઈ..જ્યાં ત્યાં ફાંફા મારે છે..ના કોઈ સાચું માર્ગદર્શન મળે.ના કોઈ હૂંફ. ..કદાચ કોઈ આપે તો એ લોકો નું અભિમાન અને અજ્ઞાન માં અપમાન કરી ચૂપ કરી દે છે.
જ્યારે પોતાનાં સમજદાર અને જવાબદાર નથી તો બહાર ના તો તેમનો દુરુપયોગ કરવાના જ છે.
ઓફીસ નો સ્ટાફ એ અમારું કુટુંબ છે
હા.હા હા..હાસ્યસ્પદ પરિસ્થિતિ.
કુટુંબ કુટુંબ કરી ચૂસી કાઢે છે.
સ્વાર્થ અને કપટ થી મૂર્ખ બનાવે.
ચાલો માની લો બધાં આવા નથી..પણ મહત્તમ આવા છે.કદાચ અપવાદ રૂપે સારા કહેવાય એટલાં બોસ હશે..અપવાદ ને ટકાવારી માં ન ગણાય.
આજ ના મા બાપે તાતી ઝડપે જાગૃત થવાની જરૂર છે. બાળકો ને એકદમ સ્પીડ માં uturn લેવડાવી ..પહેલા સાચી જીવન ની રીત અને ટૂંક સમય માં પ્રસિદ્ધ અથવા પૈસા વાળા થવાની લાલચ માં ન સપડાય તેવા શૂરવીરકરવાની જરૂર છે.અને એજ જીવન નો ધ્યેય છે એમ સમજી એવી પેઢી પાછલ પૂંછડી પટપટાવવાની બન્ધ કરવાની જરૂર છે.
વિદેશ જવાની ઘેલછા પૂર્ણ કરવી ..અથવા વિદેશ નું આંધળું અનુકરણ કરવાની ઘેલછા..
પોતાનાં આદર્શો નું..સંસ્કારો નું ઉલધન કરવું.અવગણના કરવી.તેને તુચ્છ ગણવા.
આ બધું અપરિપક્વ કહેતા સંપૂર્ણ મુર્ખામી વાળું. Immature વર્તન કરતું જીવન જીવે છે. એ હાસ્યસ્પદ છે.
આત્મવિશ્વાસ અને અભિમાન નો અથવા મુર્ખામી નો ફરક સમજવો- સમજાવવો જરુરી છે.
કોણ સમજાવે?
જરૂરી તો ઘણું બધું છે.જે નાનપણથી સમજાવવાનું હોય...પણસમજાવે કોણ?
કોના માં તાકાત છે?
બિલાડીના ગળા માં ઘન્ટ કોણ બાંધે?
જોકે બિલાડી ના ગળા જેટલું અઘરું પણ નથી.જો સમજણ કેળવે અને સત્યતા થી સકારાત્મક વિચારી આગળ વધે તો.