કબર થઈ ગઈ છે,
----------------------
શરમને સંકોરી ઊભા છે વાદળાં,
આગમન ની તારી જ્યાં ખબર થઈ ગઈ છે...!
ઝુકાવી ગરદન નમી છે ડાળીયો,
નિહાળી તુજને ફૂલોની આંખો પણ નરમ થઈ ગઈ છે,.!!
ભીંજાયા શું ફોરા ! પહેલા વરસાદ માં,
જોઈ તુજને ભીની, નીચી નજર થઈ ગઈ છે...!!!
ન્હોતી સુવાસ ક્યારેય આવી આ હ્રદયમાં,
લાગે તુજ ભીની નજરૂ ની નજર લાગી ગઈ છે...!!!!
સરક્યા શું પાણી ના એ બુંદ તુજ ગુલાબી ગાલથી,
ચુંમતા તુજ ઉષ્ણ હોઠને, શબ્દો કેરી ગજલ થઈ ગઈ છે..
છું બેઠો એજ જગા પર આપડા પ્રણય મિલનની એકલા,
'' ભમરા '' સ્પંદને યાદોની એ જગા હવે કબર થઈ ગઈ છે...