ઓ ખુદા...

ઓ ખુદા જો છે તારું અસ્તિત્વ
                       તો મને બસ એક પુરાવો દે ,
એક રૂપિયા માટે તરસતા નાના હાથમાં
                       કોઈવાર તો ખુશીઓનો ખજાનો દે.

ભડભડ થઈને બળી રહ્યું છે
                      મારું હૈયું દાવાનળની જેમ ,
હવે તો તારો અભિમાન છોડીને
                      તેને ઠારવા બાદલને તો ઈશારો દે.

કંટાળી ગયો છું આ ધરતીનાં હવા
                       માટે તડપતા શહેરો જોઈને ,
મને તારી જન્નતની હવા લેવાનો
                        એકવાર તો વારો દે.

ડૂબી ગઈ છે ન જાણે કેટલીય નૌકાઓ
                        લહેરોનાં દાવપેચથી હારીને ,
બીજુ કાંઈ નહીં તો દયા રાખીને
                        મરદાને તો કિનારો દે.

- બાદલ સોલંકી ( બાવલો છોરો )
Whatsapp No :- 9106850269

【 આપ મારી બીજી રચનાઓ માતૃભારતી એપ પર પણ વાંચી શકો છો. 】

Gujarati Shayri by Badal Solanki : 111052813

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now