*સંકલ્પ* ...
ના દિશાહીન બન, ના મન વ્યથિત કર !
કરીને સંકલ્પ તું એક નવીન ઉડાન ભર.
આંધળી દોડ ક્યાં સુધી તું ભરતો રેહશે!
કરી સંકલ્પ મંજિલ તું એક સ્થાપિત કર.
આસાન નહિ તો અશક્ય પણ નથી રાહ,
યોજના બનાવી માર્ગ તું એક નિશ્ચિત કર.
વ્યર્થ છે પૂજાપાઠ, વ્યર્થ છે સૌ શુભ કાર્ય,
વિના સંકલ્પ ભલેને તું પછી એની પૂર્તિ કર.
લખાઈ ગીતા, વેદ પુરાણો કેટલાય ગ્રંથો,
સંકલ્પ વગર શક્ય નથી આપવા ઉપદેશો.
થા પરિચિત આ નર્યા સત્યથી જીવનમાં,
કરીને સંકલ્પ જીવનનું ઉદ્દેશ્ય તું સિદ્ધ કર.
*મિલન લાડ. વલસાડ, કિલ્લા પારડી.*