લહેરાતી ઝૂલફો
-------------------
લહેરાતી ઝૂલફો ચહેરાની કાબુમાં રાખો,,
જોતા ચાંદ ઈર્ષામાં સળગી રહ્યો છે.... ( 2 )
જેણે જોઈ ખુમારી તારી તવ્વજૂમની,
મરી જાય છે બચી ને ક્યાં જીવી રહ્યો છે.
આ જવાની શબાબો ને રાતો, વિના સમણા નથી લાગતી સારી.
છે આ મહેફિલ દિલજલો ની... ( 2 )
કોઈ ને કોઈ પર ક્યાં ભરોસો રહ્યો છે.
લહેરાતી ઝૂલફો ને ચહેરાની કાબુમાં રાખો,
જોતા ચાંદ ઈર્ષામાં સળગી રહ્યો છે.... ( 2)
ઇશ્ક કરો એટલોજ રહે છે ઓછો,
તરસોડી દેતાં એટલાજ તમે છો રોસો...... ( 2 )
શરૂઆત લાગે છે એની મખમલી,
એનો અંત હમેશાં ખરાબ રહ્યો છે..
જોતા ચાંદ ઈર્ષામાં સળગી રહ્યો છે.... ( 2 )
એની રહેમતથી બધા ને છે સમજાવ્યા,
દુનિયા એ મારા જનાજા પર છે ફૂલો સજાવ્યા.... ( 2 )
તૂટતાં શ્વાસ સુધી ભમરો છે બોલ્યો... ( 2 )
છે આ તમાસો, ઇશ્ક ક્યાં રહ્યો છે....
જોતા ચાંદ ઈર્ષામાં સળગી રહ્યો છે... ( 2 )
જોવા આવ્યા છે, ને જોવે છે,
ખુદા જાણે ક્યાં સુધી જોતા રેહશે...
તમે મૌસિકકીના માસૂક ને જોયા હશે,
હવે થયેલ ફના તારી આશિક ને જોઈ રહ્યા છો... ( 2 )
લહેરાતી ઝૂલફોને ચહેરાની કાબુમાં રાખો,
જોતા ચાંદ ઈર્ષામાં સળગી રહ્યો છે..... ( 2 )
મર્યા બાદ આવ્યા એમણે મારી મજર પર,
હસતાં બોલ્યા એ મારી કબર પર...
ઉભા થઈ હવે તો ગળે લગાવો,
હવે મારા ચહેરા પર નકાબ ક્યાં રહ્યો છે.....
લહેરાતી ઝૂલફોને ચહેરાની કાબુમાં રાખો,
જોતા ચાંદ ઈર્ષામાં સળગી રહ્યો છે. ...... ( 2 )
#ભમરો .