બાર ગાઉએ બોલી બદલે,લહેકો છોને જુદો તોય વટથી ગુજરાતી ;
હ્ર્દયના ધબકારે ધબકીને તળપદી બોલી એજ મારી ભાષા ગુજરાતી.
ક્યારેક બનતી મા જેવી માર્ગદર્શક, તો ક્યારેક વળી સલાહકાર;
મળી આત્મવિશ્વાસથી છલોછલ સોગાદ એજ મારી ભાષા ગુજરાતી.
ચોપડી ખોલું ને આવે સુગંધ જાણે માતૃભૂમિની ભીની માટી માફક ,
બસ ,એટલું સમજું કે જીવંત છે ને મહોરશે હજી મારી ભાષા ગુજરાતી .
કરચલીઓ પડી ગઈ જાણે આપણાં જ થકી આપણી ભાષા પર ,
ભાણું ભાવે ગુજરાતી! તો ન સચવાય માતૃ સમ માત્ર આપણી ભાષા ગુજરાતી ?
~Damyanti Ashani