...#... કલ્પનામાં...#...
આમ તો મળીયે છિયે રોજ કલ્પનામાં,
પણ મળ્યા કંઇક ખાસ આજ કલ્પનામાં,
મેહુલીયે કર્યું કામણ થયા મુગ્ધ આજ કલ્પનામાં,
થયો એ પહેલો વરસાદ આજ કલ્પનામાં,
ભરાયો શયદા દિલનો નો દરબાર આજ કલ્પનામાં,
કેફ ચઢ્યો કેસરીયો કોફી પ્યાલે આજ કલ્પનામાં,
પલળીને થયા તરબોળ તનડાં આજ કલ્પનામાં,
અનોખીપ્રિતથી છલકાયા મનડાં આજ કલ્પનામાં,
કેવો અદ્દભુત "નિકનેડો" આ કલ્પનામાં,
તું ત્યાં ને હું અહિંયા તોય રહેતાં સંગાથ કલ્પનામાં...