ચરણ પખાડે સ્વયં કિરણમાલી,
શરણ રાખી રક્ષત ચંદ્રમૌલી...
પ્રશાંત ભાસે, વિરાજત છાલે શાર્દૂલી,
અર્કણધારી છે અવતારી મુખવલી...
ગાવત"કમલ"ભૈરવી,કેવા નાચત નટરાજ,
તાંડવે બે પદ વધત,જો નાચત તાંડવ આજ...

Gujarati Religious by Kamlesh : 111223394
Kamlesh 7 years ago

ધન્યવાદ અમિતાજી... અઘરું તો ક્યાં લખ્યું જ છે હજુ, આ તો છે બસ ભાવતું ભાવતું... પંડિત વિદ્વાનમાં મને ના ગતાગમ પડતી, મારે તો બનાવવો ગુજરાતીને ચોખો ગુજરાતી...

Amita Patel 7 years ago

વાહ.. કમલેશ.. જબરું અઘરું લખો છો.. બધા વાચકો ને શિવ ના ભક્ત અને ગુજરાતી ના પંડિત બનાઇ ને જ છોડશો.. પણ મજા આવે છે.. ઘણું નવું જાણવા મળે છે

Kamlesh 7 years ago

ધન્યવાદ દેવેશભાઇ

Devesh Sony 7 years ago

વાહહહહહહ... કમલેશભાઈ... ધન્ય ધન્ય થઈ ગયા આજે તો... ???

Kamlesh 7 years ago

જરુર જણાશે.... એથીયે વિશેષ જણાશે...

HINA DASA 7 years ago

અંજલિ ભરાય એટલું જણાય તોય ઘણું

Kamlesh 7 years ago

અર્થાત આ વિશાળ સંસાર સાગર અપને ખાબોચિયા જેવડો જ લાગે છે? લો બોલો... આ છે સામાન્ય માણસો...ધન્ય છે હો બાકી...

HINA DASA 7 years ago

હા પણ જોનારની દ્રષ્ટિ પર આધાર રાખે કોઈ ઊંડો સમજે, કોઈ વિશાળ, કોઈ ખારો તો કોઈ વરસાદનું નિમિત્ત....

Kamlesh 7 years ago

સંસાર સાગર તો દરેક માટે સરખો જ છે... હો...

HINA DASA 7 years ago

હા તારા જેવા મરજીવાને વધે, અમારા જેવા ખાબોચિયાના જીવ તો છીછરા પાણીમાં છબછબ જ કરે...

Kamlesh 7 years ago

હા....ભક્તિ તો વધતી જ રહેવી જોઇયે હિનાજી... ધન્યવાદ પ્રવિણભાઇ...

HINA DASA 7 years ago

આ વધી ગયું હવે

Pravin Mokariya 7 years ago

વાહ કમલેશભાઈ

Kamlesh 7 years ago

વાહ હિનાજી...જ્ઞાનીની દ્રષ્ટિ એવી જ હોય એને તો વિષ પણ અમૃત ભાસે છે... જેમકે મીરાંબાઇ જ જોઇલો કે પછી આપ સ્વયં...

Kamlesh 7 years ago

વલી ના બે અર્થ થાય છે પ્રવિણભાઇ.... એટલે ઉલટ ઉપયોગ કર્યો રચનામાં...

HINA DASA 7 years ago

મેં તો સર્પ નું અમૃત કરી નાખ્યું બોલ હાહાહા, અજ્ઞાની ની અંધ સરખા

Pravin Mokariya 7 years ago

હું આ વલી શબ્દ નહોતો સમજી શકતો

Kamlesh 7 years ago

સાધો....

Kamlesh 7 years ago

સ્વયં સૂર્યનારાયણ જેમના ચરણ ધોઇ ચરણામૃત પીયે છે એવા ચંદ્રમૌલી(શિવ)શરણમાં રાખીને મારી રક્ષા કરે છે. શાર્દૂલ(વાઘ)ની છાલ પર વિરાજમાન પ્રશાંત દેખાતા જે શિવ અર્કણ(સર્પ)ધારી છે, એજ વલી જેવા મુખધારી અવતાર હનુમાન છે. છેલ્લે નામું છે એ આજ મારા ધ્યાન સમયે થયેલી અનુભૂતિ છે, "કે હું ભૈરવી ગાઇ રહ્યો છું અને સાક્ષાત નટરાજ(શિવ)જાણે સદિઓ બાદ મનમૂકીને નૃત્ય કરી રહ્યા છે,એ જ ભક્તમય શિવ જો આજે તાંડવ નૃત્ય કરત તો શિવ તાંડવસ્તોત્રના બે પદ આજે વધી જાત જે "કમલ" રચિત શિવતાંડવસ્તોત્રમ્‌ નામે પ્રસિદ્ધ થાત...

Pravin Mokariya 7 years ago

ભવ દધી તરવા ભાવ હર દમ સમરવા હર હરી

Kamlesh 7 years ago

હા ટિનુજી... શબ્દાર્થ હિનાજીએ સમજાવ્યો ભાવાર્થ સમજાવે ભોળાનો ભક્ત...

Kamlesh 7 years ago

હા જૈનિશભાઇ... આ મહાદેવનું જ વર્ણન છે...

Kamlesh 7 years ago

ધન્યવાદ હિનાજી

HINA DASA 7 years ago

મેં તો ખાલી શબ્દાર્થ કર્યો, ભાવાર્થ તો હજુ બાકી જ છે

Jainish Dudhat JD 7 years ago

In short devo na dev mahadev nu varnan 6 emne

Tinu Rathod _તમન્ના_ 7 years ago

હા પણ સમજાવ્યું તો તમે જ ને... માટે તમારો આભાર માનવો જ રહ્યો... ?

HINA DASA 7 years ago

આભાર લખનારનો હોય

Tinu Rathod _તમન્ના_ 7 years ago

આભાર... હિનાજી હવે સમજાયું.

Tinu Rathod _તમન્ના_ 7 years ago

તો પછી વિરાજત છાલે શાદૂલીનો અર્થ - વ્યાધ્રચર્મ આસન પર બિરાજે એમ જ થતો હશે શું ?

HINA DASA 7 years ago

હવે આનાથી વધારે તો મને પણ નથી ખબર, એ તો કમલ જ સમજાવી શકે

HINA DASA 7 years ago

કિરણમાલી એટલે સૂર્ય, ચંદ્રમૌલિ -શિવ અર્કણધારી એટલે સત્વશીલ કે અમૃત

Jainish Dudhat JD 7 years ago

Tamne khabar padi hoy to samjavo ne

HINA DASA 7 years ago

વાહ વાહ હર હર મહાદેવ.....

Tinu Rathod _તમન્ના_ 7 years ago

Bhai bhavarth pan samjavyo hot to saru that... sachu kahu to badhu upar thi gayu .... ??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now