2020નું વર્ષ કેવું રહેશે પીએમ મોદી, અમિત શાહ સહિતના આ દિગ્ગજ નેતા માટે
વર્ષ 2020ના આરંભમાં જ ધન રાશિમાં 5 મોટા ગ્રહ એક સાથે હશે અને આગળ ચાલી જતા 25 જાન્યુઆરીએ શનિ મકર રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી મોટા સામાજિક અને રાજકીય પરિવર્તન આવશે. તેની સાથે જ જાન્યુઆરીના મધ્યમાં થતા ચંદ્ર ગ્રહણ તથા જૂન મહિનામાં બે મોટા ગ્રહણ થઇ રહ્યા છે જે ભારતમાં જોવા મળશે. મોટા રાજકીય પરિવર્તનનો સંકેત આપી રહ્યા છે. તો આવો જોઇએ વર્ષ 2020માં મોટા નેતાઓ માટે કેવું રહેશે.
નરેન્દ્ર મોદી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950એ વૃશ્વિક લગ્નમાં થયો હતો. વર્તમાનમાં તેમની કુંડળીમાં ચંદ્રમા શુક્રની વિશોંતરી દશા જૂન 2020 સુધી ચાલશે. જેને કારણે પાડોશી દેશ પાકિસ્તાન અને ચીનની સાથે સંબંધ તણાવપૂર્ણ રહી શકે છે. વર્ષની મધ્યમાં દેશની સીમાઓ પર પાકિસ્તાન અને ચીનથી સીમિત ક્ષેત્રમાં યુદ્ધની સંભાવનાઓ પણ જોવા મળી રહી છે. વર્ષનું અંત નરેન્દ્ર મોદી માટે સુખદ હશે કારણકે ત્યારે તે ચંદ્રમામાં સૂર્યની દશામાં હશે જે તેમના વૃશ્વિક લગ્નની કુંડળી વધારે અનુકૂળ છે.
અમિત શાહ
કેન્દ્ર સરકારમાં ગૃહમંત્રી અને બીજેપીના નંબર બે પોઝિશનના નેતા અમિત શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964એ કન્યા લગ્નમાં થયો હતો. તેમની લાઇફસ્ટાઇલની જેમ તેમની કુંડળી પણ ખૂબ અલગ છે. અમિત શાહની કુંડળીમાં બે મોટા સ્થાન પરિવર્તન યોગ બની રહ્યા છે. બીજા અને 12માં સ્થાન ઘરના સ્વામી સૂર્ય અને શુક્રના સ્થાન પરિવર્તન યોગ તેમને ચતુર વક્તા અને રાજનીતિજ્ઞ બનાવે છે. વર્તમાનમાં રાહુ-ચંદ્રની દશામાં ચાલી રહેલા અમિત શાહે સ્વાસ્થ્યને લઇને સાવચેત રહેવું પડશે.
નીતીશ કુમાર
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારનો જન્મ 1 માર્ચે 1951માં મિથુન લગ્નમાં થયો હતો. નીતીશ કુમારની કુંડળીમાં ભાગ્ય ભાવ સ્વામી શનિ સિંહાસનના ચોથા ઘરમાં છે. જેની પર પંચમેશ શુક્રની દ્રષ્ટિના કારણે રાજયોગ બની રહ્યો છે. કર્મ ભાવનો સ્વામી ગુરુ ભાગ્યા ભાવમાં જોડતોડની રાજનીતિના કારક ગ્રહ રાહુની સાથે વિરાજમાન છે જેના કારણે તે ગત 15 વર્ષથી બિહારમાં ગઠબંધનની સરકાર સફળતા પૂર્વક ચલાવી રહ્યા છે. વર્ષના અંતમાં થનારા બિહાર વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીનું પ્રદર્શન સારુ રહી શકે છે. પરંતુ જૂન મહીનામાં મિથુન રાશિમાં થઇ રહેલા ગ્રહણના કારણે કેટલાક વિવાદ થઇ શકે છે.
અરવિંદ કેજરીવાલ
દિલ્હીમાં મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલનો જન્મ 16 ઓગસ્ટ 1968માં સિંહ લગ્નમાં થયો છે. લગ્નમાં બેસેલા 3 શુભ ગ્રહ ગુરુ, બુધ, અને શુક્રને લઇને રાજનીતિ દિલ્હીમાં શિક્ષા, વીજળી અને પાણી જેવી મુદ્દા આસાપાસ રહેશે. વર્ષની શરૂઆતમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલ સારુ પ્રદર્શન કરી દરેક લોકોને આશ્ચર્યચકિત કરી દેશે.
ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો જન્મ 27 જુલાઇ 1960એ કન્યા લગ્નમાં થયો હતો. તેમની કુંડળીના સિંહાસનના ચતુર્થ ભાવમાં બેસેલા શનિ અને ગુરુના યોગ પર રાજસત્તાના દશમા ભાવથી પડેલી રહેલી સ્વરાશિના વર્ગોત્તમ બુધની શુભ દ્રષ્ટિ તેમના લોકપ્રિય મુખ્યમંત્રી બનાવવા જ્યોતીષીય સંકેત બતાવી રહી છે. કેતુ વિવાદોના છઠ્ઠા ઘરમાં શનિ અને ચંદ્રમાની દ્રષ્ટિથી પ્રભાવિત થઇને ઉદ્ધવ ઠાકરેને તેમના ગઠબંધનના સહયોગીઓથી સમય-સમય પર મુશ્કેલીઓનો સામનો કરવા પર વિવશ કરશે. વર્ષ 2020ના અંતમાં ગુરુમાં શુક્રની પરિવર્તનકારી દશા આવતા-આવતા ઉદ્ધવ ઠાકરેની સરકારની સ્થિરતા પર સંકટ વધવા લાગશે.