##@..પૂ.બાપુ ની ૧૫૦ મી જન્મ જયંતી ઉજવણી...
છેલ્લા કેટલાંક સમય થી અનિયમિત અને અપૂરતા થઇ રહેલા વાંચન ને ન્યાય આપવા માટે એફ.બી.પર લીધેલા એક ટુંકા વિરામ નો મારો પ્રયત્ન કઇક અંશે સફળ થયો એવું લાગ્યું...
ઘણા વખત પછી ફરી એક વાર પુસ્તક "પૂ. બાપુ ના સત્ય ના પ્રયોગો" માં ડોકિયું કર્યું.
ગાંધી વિરોધી કે પછી ટિટ ફોરે ટેટ જેવી વિચારસરણી ધરાવતા લોકો ને પણ એક વાર "સત્ય ના પ્રયોગો " વાંચી જવા અનુરોધ..
પોતાના વ્યક્તિગત છુપા દોષો ને પણ એટલી જ પ્રમાણિકતા થી વાચકો સમક્ષ રજૂ કરનાર અને સામાન્ય વ્યક્તિ થી લઈ ને સદી ના મહાન નેતા સુધી ની સફર ની સાથે આફ્રિકા થી શરૂ થઈ ને ભારત ભર માં ભ્રમણ પામેલી એમની અહિંસા અને સત્યાગ્રહ ની આખીય યાત્રા નું રસપ્રદ વિવરણ...
એટલે "સત્ય ના પ્રયોગો"
જે વ્યક્તિ ના વિચારો ના મૂલ્યાંકન ને વિરોધીઓ એ પણ સ્વીકારવુ પડે એ વ્યક્તિ કોઈ સાધારણ તો ન જ હોઈ શકે એ માન્યતા "સત્ય ના પ્રયોગો " વાંચ્યા પછી વધુ પ્રબળ થઇ
હાલ ની પ્રવર્તમાન સ્થિતિ માં ગાંધી નીતિ નો વિરોધ કરનાર કોઈ પણ વ્યક્તિએ,
એ વાત નો સ્વીકાર તો કરવો જ રહ્યો કે,
વિશ્વ ના સૌથી મોટા લોકશાહી પ્રજા તંત્ર માં માણી રહેલા આઝાદી ના ફળો ના આસ્વાદ ના મૂળ માં પૂજ્ય બાપુ હતા...
વટવૃક્ષ સમાં આ સ્વતંત્ર ભારત ના પાયામાં સ્વતંત્રતા અને સ્વાયત્તતા ના વિચારબીજ રોપવામાં પૂ. બાપુ નો ફાળો કેટલો હતો એ વાત ને ધ્યાન માં લીધા વિના કે સમજયા વિના ગાંધીનીતિ કે એમની વિચાર ધારા ની નિંદા કરવાનો અધિકાર આપણ ને બિલકુલ નથી એ વાત ચોક્કસ છે.
આજની ખાડે ગયેલી શિક્ષણ પદ્ધતિ ને જોતા એક ગાંધી વિચાર નો અહી ઉલ્લેખ કરવાનું મન થાય છે.
કેમ કે પૂ.બાપુ હંમેશા કહેતા કે,
"એક શિક્ષક જ હંમેશા, વિદ્યાર્થી નું સાચું પુસ્તક હોય છે"
બાપુ સ્પસ્ટ પણે એમ માનતા કે,
"અમલદાર કે વહીવટ દાર, એ, પ્રજા નો માલિક નહિ પણ એનો નોકર છે"
પૂ. બાપુ ના આ વિચારો થી વિરોધાભાસી વાતાવરણ અત્યારે આપણે નરી આંખે જોઈ રહ્યા છીએ ત્યારે, ફરી એક વાર... એ,
અહિંસા ના પૂજારી ને નત મસ્તક. .
નરેશ ગજ્જર