Jyotish Measure For Shani And Rahu For Better Life
જ્યારે શારીરિક, માનસિક, આર્થિક સંકટોમાં ઘેરાયેલા હો તો બહાર આવવા કરો ઉપાય
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે માનસિક બિમારી અને મુશ્કેલીઓ માટે મોટેભાગે રાહુ ગ્રહ જવાબદાર છે. જ્યારે શારીરિક રોગો અને નબળાઈ માટે મહદઅંશે શનિગ્રહની અસર જોવામાં આવે છે. આ બંન્ને ગ્રહો નબળા હોય તો શક્ય છે કે વ્યક્તિ શારીરિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે. જે રીતે આ બન્ને ગ્રહો શારીરિક અને માનસિક અસર કરે છે તેવી જ રીતે અશુભ સ્થાને બિરાજે ત્યારે વ્યક્તિની આર્થિક સ્થિત પણ ખરાબ કરે છે. સમય રહેતાં આ ગ્રહોના ઉપાય કરવાથી દોષોને દૂર કરી શકાય છે. આજે જાણો રાહુ અને શનિગ્રહે લીધે આવતા દુઃખો દૂર કરવાના જ્યોતિષીય ઉપાયો.
રાહુના કોઈપણ દોષ માટે ઉકેલ રૂપ છે શંભુનું શરણ લેવું. એ જ રીતે શનિની મુશ્કેલીમાંથી બજરંબલી ઉગારે છે. આ બન્ને દેવોની પૂજા કરવાથી અને રાહુ-શનિના મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના જીવનમાં ત્રણ મહત્વની બાબતોમાં સશક્ત રહે છે અને વૃદ્ધિ થતી રહે છે.
રાહુ -
- રાહુનો મંત્ર - ऊं रां राहवे नम:। બોલો.
- શુદ્ધ જળથી સ્નાન કરાવો, પંચોપચાર પૂજા કરો.
- રાહુને પ્રિય સામગ્રી અર્પણ કરો. રાહુની પ્રસન્નતા માટે તેલની મીઠાઈનો ભોગ અને તેલનો દીવો કરી આરાધના કરો.
- આ રાહુ મંત્ર સોમવારે બોલવાથી ખરાબ વિચારો, માનસિક સમસ્યાઓ અને તણાવ જેવી સમસ્યાઓથી છુટકારો મળી જશે.
શિવજી -
- સોમવારે શિવપૂજા પાર્થિવલિંગ બનાવીને કરવામાં આવે તો સારું ફળ આપે છે.
- શિવલિંગને ગંગાજળથી સ્નાન કરાવી, ચંદન, ફૂલ અર્પણ કરી, પંચાક્ષરી મંત્ર કે નીચે લખેલ મંત્ર બોલો -
- ऊँ शर्वाय क्षितिमूर्तये नम:।
- ऊँ भवाय जलमूर्तये नम:।
- ऊँ रुद्राय अग्रिमूर्तये नम:।
- ऊँ उग्राय वायुमूर्तये नम:।
- ऊँ भीमाय आकाशमूर्तये नम:।
- જો પાર્થિવલિંગની પૂજા કરવી હોય તો તેનું સ્થાપન બ્રહ્મણ પાસે કરાવું વધારે યોગ્ય રહે છે.
- શિવજીની પૂજા રાહુના દોષમાંથી મુક્તિ અપાવે છે.